Home Blog Page 733

બિહારમાં ૬૫ ટકા અનામત રદ કરાઇ,પટના હાઈકોર્ટે સરકારના નિર્ણયને રદ કર્યો

0

બિહાર સરકાર દ્વારા અનામતનો દાયરો વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ કરી દીધો છે. આ ચુકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી બાદ આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ૫૦ ટકા અનામતનો દાયરો આગળ વધારીને ૬૫ ટકા કરાયો હતો. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

RJD said- We want a Bihari to become His Majesty, but will not allow BJP to become; The CM rejected the discussion | કોંગ્રેસે કહ્યું નીતિશ રાષ્ટ્રપતિ બનવા યોગ્ય: RJDએ કહ્યું- અમે

નીતિશ કુમારની જૂની કેબિનેટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણના રિપોર્ટના આધાર પર ૭ નવેમ્બરે કોટા વધારવાના નિર્ણયને લઇને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા ઓબીસી અનામત ૧૨ ટકાથી વધારને ૧૮ ટકા, ઇબીસીનો કોટા ૧૮ ટકાથી વધારીને ૨૫ ટકા, એસસીનું અનામત ૧૬ ટકાથી વધારીને ૨૦ ટકા અને એસટીનું અનામત ૧ ટકાથી વધારીને ૨ ટકા કરવાનો પ્રસ્તાવ હતો. વિધાનસભામાં આ બિલ ૯ નવેમ્બરે પાસ થઇ ગયુ હતું. ૨૧ નવેમ્બરે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલે કાયદાનું રૂપ લઇ લીધુ હતુ અને આ આખા રાજ્યમાં લાગુ થયું હતું.

આ કાયદાને અનામત વિરોધી સંગઠન યૂથ ફોર ઇક્વેલિટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત ૫૦ ટકાથી વધુ ના આપવાના નિર્ણયને આધાર બનાવીને બિહાર અનામત કાયદાને ચેલેન્જ કરવામાં આવ્યું હતું.પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે બિહારના નવા અનામત કાયદાને બંધારણની કલમ ૧૪,૧૫ અને ૧૬નું ઉલ્લંઘન ગણાવતા તેને રદ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર હાઇકોર્ટના નિર્ણયને હાઇકોર્ટની મોટી બેન્ચ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ પણ વાંચો :-

૨૦ જૂન, ૨૦૨૪/ ગુરૂવારના દિવસે આ રાશિ જાતકો માટે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે, આજે નોકરીમાં પ્રમોશન મળશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારુ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિની પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

‌મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

‌સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય.. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ ‌

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રીશણગાર તથા આઈસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃ‌શ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ, પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ ‌

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલતના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો, આ બે નેતા BJP માં જોડાયા

0

હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે, તેઓ બીજેપી હેડક્વાર્ટર ખાતે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

ખડગેને લખેલા તેમના અલગ-અલગ રાજીનામામાં, કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ આડકતરી રીતે ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે પાર્ટી ઓફીસ ‘ખાનગી જાગીર’ તરીકે ચલાવવામાં આવી રહી છે. શ્રુતિ ચૌધરી હરિયાણામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા. હરિયાણામાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

કિરણ ચૌધરી દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. રોહતકથી કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર હુડ્ડાની જીતથી રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે, જો બીજેપી આગેવાન અને કિરણ ચૌધરી વચ્ચે સમજૂતી થાય છે તો તેમને હરિયાણાથી રાજ્યસભામાં પણ મોકલવામાં આવી શકે છે. કિરણ ચૌધરી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસનો એક ધારાસભ્ય ઓછો થશે. જો કે, કિરણે કહ્યું કે તે અને તેની પુત્રી બંને બિનશરતી ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો :-

સ્પાઈસ જેટના વિમાનનું AC થયું ખરાબ, ૧૦થી વધું મુસાફરોની તબિયત લથડી

0

દિલ્હીથી દરભંગા જઈ રહેલી ફ્લાઈટ નંબર SG૪૮૬માં મુસાફરી કરી રહેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે લગભગ એક કલાક સુધી એસી બંધ રહ્યું હતું અને તે એક કલાક ફ્લાઈટમાં સવાર મુસાફરો માટે સજાથી ઓછો નહોતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ફ્લાઈટની અંદરનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગરમીથી લોકો પરેશાન છે.

AC બંધ હોવાને કારણે ફ્લાઈટમાં ભેજના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટિકિટ કે અન્ય કોઈપણ ચીજવસ્તુઓ હાથમાં લઈને ફરતા હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોને AC માટે લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન ફ્લાઈટની અંદરનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું હતું.

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું કે તે આ ફ્લાઈટમાં દિલ્હીથી દરભંગા ગયો હતો. દિલ્હી એરપોર્ટ પર ચેક-ઈન કર્યા બાદ ફ્લાઈટમાં એક કલાક સુધી એર કંડિશનિંગ (AC) ચાલુ કરવામાં આવ્યું ન હતું. ફ્લાઇટની અંદરનું તાપમાન ૪૦ ડિગ્રી હતું. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરી ત્યારે એસી ચાલુ થઈ ગયું હતું.

આ પણ વાંચો :-

દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી

0

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ ન્યાય વિંદુની કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ED વતી એએસજી એસવી રાજુ અને કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરી કોર્ટમાં હાજર હતા અને બંનેએ પોતપોતાની દલીલો આપી હતી. વિક્રમ ચૌધરીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

Delhi Chief Minister Arvind Kejriwal Arrested by Enforcement Directorate in Liquor Policy Case - Newsx

આ બન્નેને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં બંનેની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતા. હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલે હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણે કવિતાના PA પાસેથી ૨૫ કરોડ રૂપિયા અભિષેક બોઈનપલ્લી મારફતે લીધા હતા. આ પૈસા ગોવાની ચૂંટણી માટે લેવામાં આવ્યા હતા. વિનોદ ચૌહાણની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં આપ પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ લાંચની ફરિયાદ, ACBમાં ફરિયાદ નોંધાઈ

સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેટરે તેમની પાસેથી ૧૦ લાખ રૂપિયા લીધા છે. આ અંગે એન્ટી કોર્પોરેશન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્પોરેટર ઉપરાંત એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લગાવાયો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઇ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં ACBએ વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ ૩ બે કર્મચારીઓ ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા ૩૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.

તો બીજી તરફ AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ આ લાંચના આરોપોને ફગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાર્કિંગ માફિયાઓએ ખોટી અરજી કરી છે. નોંધનીય છે કે, AAPના કોર્પોરેટર સામે આ પ્રકારના ગંભીર આરોપથી સુરતમાં રાજકારણ ગરમાયું હતું. ત્યારે જોવાનું રહેશે કે આ મામલે ACBની તપાસ બાદ શું સામે આવે છે.

આ પણ વાંચો :-

રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, સુરત સહિત આ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી

0

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવાામાં આવી છે.

News18 Gujarati

રાજ્યમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ કોર્ટે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. મહારાજ ફિલ્મની રિલીઝ પર કોર્ટે હંગામી રોક વધારી છે. આજે વધુ સુનાવણી હાથ ધરાશે. આજે ફરિયાદ પક્ષ તરફથી દલીલો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની એક દિવસીય વિકાસ યાત્રા પર રહેશે. ગયામાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું કરશે ઉદઘાટન.

સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર શહેર સહિત જિલ્લાનાં તાલુકામાં ધીમીધારે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સીદસર ગામ આસપાસનાં વિસ્તારમાં ધીમીધારે વરસાદની શરૂઆત તો શહેરનાં કાલિયાબીડ, વાઘાવાડી, હિલપાર્ક સ્વસ્તીક પાર્ક સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

અમેરિકામાં નોસ્ટ્રેડેમસ તરીકે જાણીતા ભારતીય જ્યોતિષાચાર્યએ કહ્યું કે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના

નવ-નોસ્ટ્રેડેમસ તરીકે અમેરિકામાં ખ્યાતનામ બની ગયેલા કુશલકુમારે વૈદિક જ્યોતિષાચાર્યના પ્રખર વિજ્ઞાન છે. તેઓએ કહ્યું છે કે હવે ત્રીજુ વિશ્વ યુદ્ધ માત્ર થોડા જ દિવસો દૂર છે. ધી ડેઈલી સ્ટાર જણાવે છે કે આ વેદિક જ્યોતિષાચાર્ય વિશ્વ ઘટનાઓ જોઈ શકવાનો દાવો કરે છે. તાજેતરમાં જ ઇઝરાયલ- હમાસ યુદ્ધ, રશિયન-નાટો ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા ચીન અને તાઇવાન તંગદિલી ઉપરથી પણ આ સંભાવના નજરે દેખાય તેવી છે તેમ પણ તેઓએ કહ્યું હતું.

Israeli Airstrike In Gaza Cityમંગળવાર તારીખ ૧૮મી જુને જ શરૂ થઈ રહેલી ગ્રહોની યુતિ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના દર્શાવે છે. તે યુતિ ૨૯મી જુને અંશાત્મક રીતે થતા તે દિવસ વિનાશ દિન (ડૂમ્સ-ડે) બની રહેવા સંભવ છે. ધી ડેઈલી સ્ટારને આપેલી આ મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે, ‘વાસ્તવમાં જન્મ કુંડળીઓ આપણા જન્મો-જન્મના કર્મનું માન-ચિત્ર (નકશો) છે. આજે ૧૮ જૂન ૨૦૨૪થી ગ્રહોની જે ગતિ જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી. ૧૦મી જૂને પણ કેટલાક ગ્રહો સાથે ભેગા મળ્યા હતા. ત્યારથી તકલીફો દુનિયામાં વધતી ગઈ છે.’

કહ્યું કે, ‘ઈઝરાયલ-હમાસ યુદ્ધ, ઇઝરાયલ- બેબેનોન યુદ્ધ, ઉત્તર કોરિયાના સૈનિકોનું, સરહદ ઓળંગી દ. કોરિયામાં જવું. તેમજ (૧૯૬૨ની) કયુબા-મિસાઇલ- ક્રાઇસિસને યાદ આપે તેમ રશિયા યુદ્ધ જહાજોનું કયુબામાં પહોંચવું જેમાં ન્યુકલિયર સબમરીન પણ હવાના પાસે પહોંચી ગઈ અને તે સર્વે કરતાં એ વધુ ચીન દ્વારા તાઇવાનના સમુદ્ર તટ પાસે કરાયેલી યુદ્ધ ક્વાયતોથી અમેરિકા પણ ચિંતિત બન્યું છે.’ ડેઈલી સ્ટાર ઉપરાંત ન્યૂયોર્ક પોસ્ટના પત્રકારો પણ તે સમયે ત્યાં ઉપસ્થિત હતા.

આ પણ વાંચો :-

હજમાં ૫૨ ડિગ્રી પહોચતાં ૫૦૦થી વધુ હજયાત્રીએના મોત

સાઉદી અરબમાં તાજેતરના સમયગાળામાં મક્કા અને મદીના શરીફની હજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાં એકઠાં થયા છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે હજયાત્રીઓની હાલત દયનીય થઈ ગઇ છે. માહિતી અનુસાર મક્કા શરીફમાં આ દરમિયાન કુલ ૫૫૦ જેટલાં હજયાત્રીઓ ભીષણ ગરમીને લીધે જ જીવ ગુમાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

Hajj 2024: Continued increase in number of pilgrims in Saudi Arabia, what is the situation there?, know | Sandesh

સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના ૩૨૩ લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે. આ તમામ યાત્રીઓના મૃત્યુ પાછળ ભીષણ ગરમી અને વધતાં તાપમાનને જવાબદાર ઠેરવાયું છે.

સાઉદીમાં ૨ હજાર હજયાત્રીઓની સારવાર ચાલુ છે ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ ૨ હજાર હજયાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે.

૧૭ જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન ૫૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઈમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર ૧૦ વર્ષે ૦.૪ ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. ગયા વર્ષે ૨૪૦ લોકોના મોત થયા હતા ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા ૨૪૦ હજયાત્રીઓનાં મોત થયા હતા. આમાંના મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે.

જો કે, હજની મોટાભાગની વિધિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે, જેમાં અરાફાત પર્વતની દુઆનો સમાવેશ થાય છે. આ માટે યાત્રાળુઓએ લાંબો સમય બહાર તડકામાં રહેવું પડે છે. યાત્રાળુઓએ કહ્યું કે હજ દરમિયાન તેઓ ઘણીવાર બીમાર યાત્રાળુઓને રસ્તાની સાઈડમાં જોતા હોય છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હજ રૂટ પર એમ્બ્યુલન્સનો સતત ધસારો રહે છે.

આ પણ વાંચો :-

રામ મંદિર પરિસરમાં AK-૪૭ની ગોળી માથા ઉપર વાગતાં કમાન્ડોનું મોત

0

અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં એક SSF જવાનને આજે બુધવારે શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. રામજન્મભૂમિની સુરક્ષા માટે SSF જવાન તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, ગોળી કયા કારણોસર વાગી તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો અને ટ્રોમા સેન્ટરના તબીબે સૈનિકને મૃત જાહેર કર્યો હતો.

Ram Mandir

સૈનિકને સવારે લગભગ ૫ વાગે ગોળી વાગી હતી. સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર, SSF જવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. આ ઘટના બાદ રામજન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. ગોળી કેવી રીતે વાગી અને કોને ચલાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

જો કે, પોલીસ તપાસ કરી રહી છે કે, સૈનિકને આગળથી માથામાં કેવી રીતે ગોળી વાગી. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બધું સ્પષ્ટ થશે. સાથે જ મિત્રોએ જણાવ્યું કે, ઘટનાના થોડા સમય પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે મૃતક સૈનિકના પરિવારજનોને આ અંગે જાણ કરી છે. માહિતી મળતા જ પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :-