Home Blog Page 732

કોરિયન પ્લેન ૧૫ મિનિટમાં ૨૭ હજાર ફૂટ નીચે ઉતર્યું, અચાનક ડ્રોપ થતા અફરા-તફરી મચી

દક્ષિણ કોરિયાથી તાઈવાન જઈ રહેલી બોઈંગ ફ્લાઈટ KE૧૮૯ ટેકઓફના થોડા સમય બાદ અચાનક ૨૬,૯૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી, ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી, ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવાનું કહ્યું ulgx.

Imageબ્રિટિશ મીડિયા હાઉસ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટે દક્ષિણ કોરિયાના ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટથી શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે ૪.૪૫ કલાકે ઉડાન ભરી હતી. ફ્લાઈટની માત્ર ૫૦ મિનિટમાં જ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

જેના કારણે ફ્લાઈટ ૧૫ મિનિટમાં જ ૨૬,૯૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી. તે સમયે તે દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ ઉપર હતું. ત્યારબાદ પ્લેનની પ્રેશર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીનો સંકેત મળ્યો, ત્યારબાદ ફ્લાઈટ ટેકઓફ લોકેશન ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ.

તો ઘટનાને લઈ હાલમાં ૧૩ જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ફ્લાઈટ માં કુલ ૧૨૫ મુસાફરો હાજર હતાં. તો આ ઘટનાને લઈ અનેક યાત્રીઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા અનુસાર ફ્લાઈટ માં બાળકો આ પ્રકારની ઘટનાથી ભયમાં મૂકાયા હતાં. અને બાળકોના રડવાના અવાજથી સંપૂર્ણ ફ્લાઈટ ગુંજી ઉઠી હતી. તો આ કોરિયન ફ્લાઈટ KE ૧૮૯ના તમામ યાત્રીઓને ૧૯ કલાક બાદ અન્ય Flight માં તાઈવાન પહોંચાડવામાં આવ્યા હતાં.

મુસાફરોએ જણાવ્યું કે તેઓ ખૂબ જ ડરી ગયા હતા અને પ્લેનમાં હાજર બાળકો રડવા લાગ્યા હતા. મુસાફરોને ડર હતો કે ફ્લાઈટ ડાઉન થઈ જશે. કોરિયન એવિએશન ઓથોરિટીએ ફ્લાઈટની ટેકનિકલ ખામીનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. તમામ મુસાફરોને 19 કલાક પછી બીજી ફ્લાઈટમાં તાઈપેઈ, તાઈવાન લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

મોંઘવારી ઘટવી ખેડૂતોના હિત માટે RBIના ગવર્નરે શું કહ્યું ?

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, નીચી મોંઘવારી પણ ખેડૂતો માટે ફાયદાકારક છે. મોંઘવારી પર અંકુશ મૂકવાની નીતિના કારણે ખેડૂતોમાં અસંતોષની આશંકા વચ્ચે તેમણે આ વાત કહી હતી. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “નીતિ નિર્માતાઓ હંમેશા બહુવિધ ઉદ્દેશ્યોને સંતુલિત કરવાની દ્વિધા સાથે ઝઝૂમતા હોય છે. ખેત પેદાશોના ભાવ ગ્રાહકો માટે નીચા રાખવા અને ખેડૂતોની આવક વધારવી એ એક કોયડો છે.

RBI keeps repo rate unchanged at 6.5% for eighth time

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ખેડૂત પણ ગ્રાહક છે. ઘઉં સિવાય, તે તેના રોજિંદા જીવન માટે બીજી ઘણી વસ્તુઓ ખરીદે છે. મોંઘવારી ઘટાડવી એ પણ ખેડૂતોના હિતમાં છે. ચૂંટણી પરિણામોના થોડા અઠવાડિયા પછી આવેલી આ ટિપ્પણીઓ મહત્ત્વપૂર્ણ છે કારણ કે મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં ખેડૂતોની નારાજગીને કારણે સત્તારૂઢ ભાજપને આંચકો લાગ્યો છે.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો આર્થિક વિકાસને અવરોધી રહ્યા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મોનિટરી પોલિસીનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર રહેશે. સામાન્ય રીતે જો વૃદ્ધિ દર સારો હોય અને તે ટકાઉ હોય તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારી નાણાકીય નીતિ અને તમારા વ્યાજ દરો વૃદ્ધિના માર્ગમાં નથી આવી રહ્યા. શક્તિકાંત દાસે વધુમાં કહ્યું, ચિંતાઓ પાયાવિહોણી છે અને વૃદ્ધિની ગતિ અકબંધ છે.

આ પણ વાંચો :-

ગુજરાત મેટ્રો ભરતી નોટિફિકેશન જાહેર, આ તારીખ સુધી ફોર્મ ભરી શકો, કેવી રીતે અરજી કરવી?

0

ગુજરાત મેટ્રો ભરતીમાં સારા પગારની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ભરવા માટે ગુજરાત મેટ્રોએ નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ૬ જુલાઈ ૨૦૨૪ છેલ્લી તારીખ સુધીમાં અરજી ઇમેઈલ કરવાની રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર (ઓપરેશન અને મેન્ટેનન્સ) માટે કરાર આધારીત ભરતી બહાર પાડી છે. આ ભરતી ત્રણ વર્ષના કરાર આધારીત અને પાંચ વર્ષ સુધી એક્સ્ટેનેબલ રહેશે.

સંસ્થા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)
પોસ્ટ જનરલ મેનેજર
જગ્યા ૧
નોકરીનો પ્રકાર કરાર આધારિત
વય મર્યાદા વધુમાં વધુ ૬૨ વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ ૬ જુલાઈ ૨૦૨૪
ક્યાં અરજી કરવી career@gujaratmetrorail.com

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા દ્વારા બીઈ ઈલેક્ટ્રીકલ/ મિકેનિકલ, ઈલેટ્રોનિક્સ/ ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઇન્સ્ટ્રુમેન્શન પાસ કરેલું હોવું જોઈએ.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો અપડેટે બાયોડેટા સાથે પે સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ સંસ્થાના ઈમેઈલ એડ્રેસ career@gujaratmetrorail.com પર મેઈલ કરવાનો રહેશે. જોકે ઉમેદાવારોએ આપેલા ડોક્યુમેન્ટ ફરજિયાત અટેચ કરવાના રહેશે.

  1. વિગતવાર અપડેટેડ સીવી
  2. ઉંમરના પુરાવા માટે જન્મપ્રમાણ પત્ર, પાન કાર્ડ, મેટ્રીકુલેશન
  3. શૈક્ષણિક લાયકાત માટે બધા વર્ષના સેમેસ્ટર માર્કશીટ, ડિગ્રી ડિપ્લોમાના સર્ટીફિકેટ્સ
  4. અનુભવનું સર્ટીફિકેટ

આ પણ વાંચો :-

દિલ્હી દારૂ કૌભાંડમાં CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. કેજરીવાલની ED બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલ પર કથિત શરાબ કૌભાંડમાં તપાસ માટે ધરપકડ કરી છે. સીબીઆઈએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને તેમની ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે કેજરીવાલને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી કોર્ટે એમ પણ જણાવ્યું કે, તેમને તે દસ્તાવેજો બતાવવામાં આવે જેના આધારે ધરપકડની માંગ કરવામાં આવી છે.

CBI arrest Arvind Kejriwal before Supreme court bail hearing

જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેજરીવાલના જામીન સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જજ સુધીર કુમારે કહ્યું કે ટ્રાયલ કોર્ટ ED દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની યોગ્ય રીતે કદર કરવામાં નિષ્ફળ રહી અને આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજીનો નિર્ણય કરતી વખતે શાંતિનો ઉપયોગ કર્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું કે જામીનના આદેશ અંગે EDના વાંધાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, એટલા માટે હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે.

CBIની આ કાર્યવાહી પર આમ આદમી પાર્ટીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે એવા સમયે જ્યારે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની સંભાવના છે, ત્યારે મને વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ નકલી CBI કેસ નોંધશે અને તેમની ધરપકડ કરશે, એવું કાવતરું કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઓમ બિરલા બન્યાં લોકસભા સ્પીકર

0

લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ છે. એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.એ કેરળના મવેલિકારાથી ૮ વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા છે.

BJP MP Om Birla occupies the Chair of Lok Sabha as the Speaker of the 18th Lok Sabha૫૪૩ સભ્યોની લોકસભામાં હાલમાં ૫૪૨ સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. ૨૯૩ સાંસદો સાથે NDA પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા બ્લોકમાં ૨૩૩ સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે NDA કે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી તેમના ૧૬ સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જો આ ૧૬ સાંસદો ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને સમર્થન આપે તો પણ તેની સંખ્યા ૨૪૯ સુધી પહોંચી જશે. જ્યારે ચૂંટણી જીતવા માટે ૨૭૧ વોટની જરૂર પડશે.

લોકસભાના ઈતિહાસની વાત કરીએ તો, આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ હશે. અગાઉ ૧૯૫૬ અને ૧૯૭૬માં પણ લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ડેપ્યુટી સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિનો અભાવ જ ચૂંટણીનું સાચું કારણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઊંટ પર બેસીને સંસદમાં આવ્યા ભારતીય આદિવાસી પાર્ટીના સાંસદ

0

મોદી ૩.૦માં લોકસભાના સત્રની શરૂઆત થઇ ગઇ છે. મોટા ભાગના સાંસદો તેમની કારમાં બેસીને સંસદમાં આવતા જોવા મળ્યા હતા, પણ ભારતીય આદિવાસી પાર્ટીના એકમાત્ર સાંસદ રાજકુમાર રોત ઊંટ પર બેસી સંસદ આવવા રવાના થયા હતા. તેઓ મક્કમ હતા કે તેઓ ઊંટ પર બેસીને જ સંસદમાં પહોંચશે અને શપથ લેશે. જો કે દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા.

BAP MP came to parliament sitting on a camel, then.....

રાજકુમાર રોત બાંસવાડાથી સાંસદ તરીકે ચૂંટાયા છે. માહિતી અનુસાર, જ્યારે પોલીસે તેમને અટકાવ્યો તેથી તેઓ વધુ દૂર જઈ શક્યા ન હતા. આ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સંસદ ભવન સંકુલમાં પ્રાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આદિવાસી નેતા રાજકુમાર રોત પરંપરાગત પોશાકમાં ઊંટ પર બેસીને સંસદ ભવન પરિસરમાં જવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે, જો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બળદ ગાડા પર સંસદમાં જઈ શકતા હતા તો તેમને ઉંટ પર જતા કેમ રોકવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું હતું કે તેઓ આ કાર્યવાહી સામે ફરિયાદ નોંધાવશે.

આ પછી ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવી હતી, કારણ કે રોડશોના નિયમોમાં ચૂંટણી પ્રચારમાં પ્રાણીઓના પ્રદર્શન કેપ્રાણીઓના ઉપયોગને મંજૂરી નથી. એક દિવસ પહેલા સીકરના સાંસદ અમરા રામ ટ્રેક્ટરમાં સંસદ પહોંચ્યા હતા.

કંગના રનૌતએ આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ જાહેર કરી

0

કંગના રનૌતે તેની આગામી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરી છે. મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર જઈને કંગનાએ ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૬ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ગત મહિને મે મહિનામાં રિલીઝ થનારી ફિલ્મ લોકસભા ચૂંટણી પ્રચારને કારણે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

એક અખબારી યાદીમાં ફિલ્મ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, “હું વિલિયમ શેક્સપિયરના મેકબેથથી ખૂબ જ પ્રેરિત છું, કટોકટીનો સાર એ વિનાશ છે જ્યારે મહત્વાકાંક્ષા માટે નૈતિક મર્યાદાઓ વટાવી દેવામાં આવે. આ ચોક્કસપણે ભારતીય લોકશાહીનો સૌથી સનસનાટીભરો અધ્યાય છે. હું છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વવ્યાપી રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છું.

ફિલ્મ ‘ઇમર્જન્સી’માં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને દિવંગત સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં છે. ઝી સ્ટુડિયો અને મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ફિલ્મનું સંગીત સંચિત બલ્હારાએ પટકથા અને રિતેશ શાહ દ્વારા સંવાદો સાથે ઓર્કેસ્ટ્રેટ કર્યું છે.

ઈમરજન્સીની સૌથી પહેલી રિલીઝ ડેટ ૨૪ નવેમ્બર ૨૦૨૩ અનાઉન્સ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને ૧૪ જૂન ૨૦૨૪ માટે શેડ્યૂલ કરવામાં આવી. કંગનાના ચૂંટણીમાં ઉભા રહેવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ ફરી એક વખત ટાળી દેવામાં આવી હતી. હવે કંગનાએ ફાઈનલી તેને સપ્ટેમ્બર માટે અનાઉન્સ કરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં મોડી રાતે વીજળી ડૂલ થતાં લોકોએ ગાદલાં લઈને GEB કચેરીમાં ઉંઘવા પહોંચ્યા

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકરી રહ્યો છે ત્યારે સુરતમાં ચોમાસામાં પાવરકટની સમસ્યાથી લોકો હેરાન થઈ ગયાં છે.સોમવારે મોડીરાત્રે શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીના રહીશો વિરોધ કરવા વીજ કંપનીની મુખ્ય કચેરી પર ગાદલાં લઈને પહોંચી ગયા હતા.સોસાયટીના રહીશોએ થાળી વગાડીને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો. હાય રે હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

યોગીચોક વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીના રહિશો મોડી રાત્રે ગાદલાં અને ઓશિકાં લઈ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીમાં પહોંચ્યા હતા. આ લોકો વીજ કંપનીની કચેરીમાં જ ઉંઘવા માંગતા હતા. મોટી સંખ્યામાં લોકો કચેરી પર ધસી જતાં વીજ કંપનીના અધિકારીઓ દોડતાં થયા હતા.

સોસાયટીના પ્રમુખ સંજયભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં માત્ર ત્રણ દિવસ જ પાવર આપે છે. રોજ રાત્રે 9થી 10 વાગ્યા સુધીમાં પાવર કટ કરે છે. ત્યારપછી મેસેજ મોકલી આપે છે કે, પાવર રાત્રે બે વાગ્યે અથવા તો ત્રણ વાગ્યે આવશે. જ્યારે અધિકારીને ફોન કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે, અમે કામમાં છીએ. કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી. આ લોકો પ્રાઇવેટ કંપની કરતાં પણ વધારે ભાવ લે છે. પરંતુ સુવિધા કોઈપણ પ્રકારની આપતા નથી. પબ્લિકની સમસ્યા જેમની તેમ છે નિકાલ લાવતા નથી. દરેક સોસાયટીમાં દરરોજ પાવર કટ થાય છે.

આ પણ વાંચો :-

હાઈકોર્ટનો કેજરીવાલને જામીન આપવાનો ઇનકાર

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર સ્ટે મૂકી દીધો છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક ખામીઓ દર્શાવી હતી. આ અગાઉ જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે ૨૧ જૂને ટ્રાયલ કોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકીને આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી જામીનના આદેશનો અમલ કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાઉઝ એવ્યુ કોર્ટે કેજરીવાલને ૨૦ જૂન ગુરુવારે જામીન આપ્યા હતા જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ઈડીના એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ દલીલ કરી કે, નીચલી અદાલતે કહ્યું હતું કે, આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી. આના પરથી લાગી રહ્યું છે કે, ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી.

ઈડીએ પીએમએલએની કલમ ૪૫નો હવાલો પણ આપ્યો હતો. ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ૨૧ માર્ચે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

બીલીમોરાના હેમંત મિસ્ત્રીનો અમેરિકામાં કેમ થયું મૃત્યુ તે જાણો ?

0

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. કચરો ઉઠાવવાની નજીવી બાબતે શખ્સે મોટલ માલિક પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં હેમંત મિસ્ત્રીનું મોત થયું હતું. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તો આપણે સૌ જ્ઞાતિજનો સદગત નાં આત્મા ને શાંતિ ,સદગતિ અને મોક્ષ ગતિ મળે એ માટે પ્રભુ ને પ્રાર્થના કરીએ. સદગત ના ક્રીયા ના આગળ ના સમાચાર મળીયે થી આપને જાણ કરીશું. શ્રી પાંચાલ સેવા સમાજ બીલીમોરા સદગત ના આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાજલિ અર્પણ કરે છે.

છેલ્લા ૨૦ વર્ષથી ઓક્લોહામા માં મોટેલ. ચલાવે છે. પત્ની, એક પુત્ર અને પુત્રી, પુત્રીના લગ્ન થઈ ગયાં પુત્ર જોબ કરે છે. જ્યાં તેમની મોટર પાસે સવારથી જ એક નાગરિક બોક્સ લઈને બેસ્યો હોય તેને ત્યાંથી નીકળી જવા માટે ઘણીવાર કહેવા છતાં તે ત્યાંથી જતો ન હતો જેથી તેને ત્યાંથી જતા રહેવા કહેવા માટે હેમંતભાઈ પોતે ત્યાં જઈ તેને બહાર નીકળી જવાનું કહેતા હતા તે દરમિયાન આ અશ્વત માણસે અચાનક એકદમ ઉશ્કેરાઈ જઈ તેમને ધક્કો મારી દેતા તેમને હેમરેસ્ટ થઈ જતા તેમનો મૃત્યુ નીપજ્યું હતું સ્થાનિક હોસ્પિટલ લઈ જતા તેમને ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા જે બાદ તેમના અંગોનું ઓર્ગન ડોનેશન પણ કરવામાં આવ્યું હતું તેમનો પરિવાર ત્યાં સ્થાયી હોય સંપૂર્ણ અંતિમ વિધિ અમેરિકા ખાતે જ કરવામાં આવનાર છે એવું તેમના પરિવારના સભ્યો યતીનભાઈ મિસ્ત્રી માજી કોર્પોરેટરે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-