Home Blog Page 731

સુરતના નવી સિવિલમાંથી બાળકનો અપહરણ કરનારો આરોપી ઝડપાયો

0

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી ન આવતા પરિવાર પોલીસની જાણકારી આપી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં મહિલા દેખાઈ હતી. જેથી પોલીસે હજારો કેમેરા ચેક કર્યા હતાં. ૨૬ કલાકની કામગીરીમાં બાળકને ઉઠાવી જનારી મહિલા હાથ લાગી હતી.

વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુધી પોંહચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા જેને લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મહિલા બાળકને લઇ જતી નજર પડી હતી. ફૂટેજની કડીના આધારે તપાસ હાથ ધરાઈ હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવી હતી. પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પૂછપરછ શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે. જેમાં પહેલી પત્ની પાનફુલદેવી છે. તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે. ૧૮ વર્ષનો લગ્ન ગાળો થયો હોવા છતાં દીકરો ન હતો. ત્યારે પાનફૂલદેવી તેના પતિના ચાર માસ પહેલાં બીજા લગ્ન સંગીતાદેવી સાથે કરાવ્યા હતા. ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો છે. જે દીકરો બીમાર પડતાં તેને પતિ પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો. દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફુલદેવીની તેની ઉપર નજર પડી હતી.

આ બાબતે સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહીત કુલ ૨૦૦ પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી હતી. પોલીસે કુલ ૧૦૦૦ જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ તેની સાથે ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો :-

ઈસરોનું મિશન ચંદ્રયાન-૪પણ રચશે ઈતિહાસ, જાણો સંપૂર્ણ પ્લાન

0

ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો. ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ની તે તારીખ ઈતિહાસ બની ગઈ છે. હવે ભારત ચંદ્રયાન-૪ ની તૈયારી કરી રહ્યું છે. આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ISRO આ આનંદને બમણો કરવા માટે એક મોટી યોજના પર કામ કરી રહ્યું છે. ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-૪ ચંદ્ર પરથી સેમ્પલ લીધા બાદ પૃથ્વી પર પરત ફરશે. આટલું જ નહીં, તેને એક સાથે લોન્ચ કરવામાં આવશે નહીં. તેને બે ભાગમાં લોન્ચ કરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.

ચંદ્રયાન-3ની સફળતાના 6 મહિના બાદ મોટા સમાચાર, હવે ચંદ્ર પરથી આ મહત્વની વસ્તુ લવાશે ધરતી પર - Gujarati News | Isro chandrayaan 4 mission After chandrayaan 3 - isro chandrayaan 4 mission After chandrayaan 3 | TV9 Gujarati

ઈસરોનું મિશન ચંદ્રયાન-૪ ખૂબ જ જટિલ અને મહત્ત્વપૂર્ણ મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે લેન્ડર ISRO દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને રોવર મોડ્યુલ જાપાન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મિશન ISRO અને જાપાનના JAXA દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં ચંદ્ર પર મિશન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોએ પહેલેથી જ કહ્યું છે કે ચંદ્રયાન-૪નું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર હશે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્ત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.

ઈસરોએ ચંદ્રયાન-૪ની જગ્યા વિશે પણ ખુલાસો કર્યો છે. ઈસરોએ કહ્યું કે, તેનું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર જ હશે. ચંદ્રયાન-૩ પણ આ જગ્યાએ લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે, ચંદ્રયાન-૩ એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.

ચંદ્રયાન-૪ દ્વારા ચંદ્રના સેમ્પલ પૃથ્વી પર લાવવામાં આવશે. આ પહેલા ચીને પણ આવું કર્યું છે. ઈસરોના વડાએ કહ્યું, “અમે ચંદ્રયાન-૪ ના સ્ટ્રક્ચર પર એવી રીતે કામ કર્યું છે કે, ચંદ્રમાંથી પૃથ્વી પર સેમ્પલ કેવી રીતે લાવવું? અમે આને બહુવિધ પ્રક્ષેપણો સાથે કરવાનો પ્રસ્તાવ આપીએ છીએ કારણ કે, અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક જ વારમાં આ કરવા માટે પૂરતી (મજબૂત) નથી.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંસદમાં સંબોધનમાં NEET-NET પેપર લીક પર કડક વલણ

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત ગૃહને સંબોધિત કરી રહ્યા છે. ૧૮મી લોકસભાની રચના બાદ રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, હું ૧૮મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું. તમે બધા મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા છો. દેશ સેવા અને લોકોની સેવા કરવાની તક બહુ ઓછા લોકોને મળે છે.

સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન, કહ્યું- સમગ્ર વિશ્વમાં ભારતની ચૂંટણીની ચર્ચા થઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં થયેલા ફેરફારોને કારણે આ બધું શક્ય બન્યું છે. મારી સરકાર ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે વ્યસ્ત છે. સરકાર તમામ ક્ષેત્રોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. છેલ્લા દસ વર્ષમાં ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લોકસભામાં સંબોધન ચાલું છે. પરંપરા મુજબ લોકસભાનું સત્ર શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ નવી સરકારનું સ્વાગત કરે છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે. આ પહેલા ઓમ બિરલા ફરી એકવાર સ્પીકર પદ માટે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આ બહિષ્કાર કરવામાં આવ્યો છે. AAPનું કહેવું છે કે CBI ભાજપની શાખાની જેમ કામ કરી રહી છે.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે. એક દિવસ પહેલા કથિત લીકર પોલિસી નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ ઔપચારિક રીતે કોર્ટ પરિસરમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડનો મેમો વેકેશન બેંચના સ્પેશિયલ જજ અમિતાભ રાવતને સોંપ્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યાનુસાર, કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી લીકર પોલિસીને મંજૂરી આપી હતી.

બંધારણના અનુચ્છેદ ૮૭ મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછીના સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા રજૂ કરે છે. તે ગયા વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પણ પ્રકાશિત કરે છે અને આગામી વર્ષ માટેની પ્રાથમિકતાઓની રૂપરેખા દર્શાવે છે.

આ પણ વાંચો :-

શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેકસ ૭૯,૦૦૦ ને પાર, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

0

ભારતીય શેરબજારમાં ગુરવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જો કે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૭૮,૭૭૧.૬૪ પોઈન્ટની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સ ૧૪૯.૪૧ પોઈન્ટ ઘટીને ૭૮,૫૨૪.૮૪ પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૪૭.૪૫ પોઈન્ટ ઘટીને ૨૩,૮૨૧.૩૫ પર આવી ગયો હતો. હાલમાં સેન્સેક્સ ૨૬૯.૬૨ પોઈન્ટના વધારા સાથે ૭૮૯૩૪.૮૭ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૭૬ પોઈન્ટના વધારા સાથે ૨૩૯૪૫ પર છે.

Stock Market: Latest News, News Articles, Photos, Videos - NewsBytes

સેન્સેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, મારુતિ, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને નેસ્લેના શેરને સૌથી વધુ નુકસાન થયું હતું.

સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ ૧૦ વાગ્યા સુધીમાં ૩૫૯.૬૬ પોઈન્ટ ઉછળી ૭૯૦૩૩.૯૧ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ૨૩૯૭૪.૭૦ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ ૧૦.૫૦ વાગ્યે ૧૮.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૮૫૦.૭૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની ૧૧ સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને ૧૯ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ખાતે ૨૩૩ શેર્સ અપર સર્કિટ, ૧૫૬ શેર્સ લોઅર સર્કિટ, જ્યારે ૨૪૦ શેર્સ વર્ષની ટોચે અને ૨૨ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

નિફ્ટી50માં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, ડો. રેડ્ડીઝ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ ૪ ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર્સમાં સામેલ છે. મારૂતિ સુઝુકી ૧.૨૨ ટકા, શ્રીરામ ફાઈનાન્સ ૦.૯૭ ટકા, કોલ ઈન્ડિયા ૦.૯૬ ટકા, લાર્સન ટ્રુબો ૦.૯૪ ટકા અને એચસીએલ ટેક ૦.૮૮ ટકા તૂટ્યા છે.

 

૨૭ જૂન, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ. કાર્યક્ષેત્રે પત્નિનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ

ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીયક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

‌મિથુનઃ

સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ

મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જણાય. સંચાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ.

‌સિંહઃ

આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. પરિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃધ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોથી ચિંતા રહે.

કન્યાઃ

કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા, કાર્ય કુશળ બનશો-ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

તુલાઃ ‌

દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃ‌શ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

ધાર્મિક કાર્યોમાં મન પરોવાય, નાણાંકીય બાબતોમાં અનુકુળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ

પરોપકારની ભાવના પેદા થાય, નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જ‍ળવાશે.

કુંભઃ ‌

ભુલથી ચીજવસ્તુ ખોવાઇ જાય, ફુડપોઇઝનીંગ કે દવાના રીએકશનથી સાચવવું. ઝેરી-જંતુ, કુતરૂ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ

‌સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

કન્યા કેળવણી મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી બાળવંદના

0

સુરતમાં રાજ્ય સરકાર દ્વારા ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની‘ થીમ પર રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત શહેરની બે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧ના બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો, જેમાં તેમણે અનોખી બાળવંદના કરી ભૂલકાઓના શાળા પ્રવેશને યાદગાર બનાવ્યો હતો.

તેમણે જિંદગીમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના સ્વહસ્તે ભૂલકાઓના ચરણ ધોયા, ત્યારબાદ કુમકુમના પગલાની છાપ રૂમાલ પડાવી કુમકુમ પગલાંની છબિ સ્વરૂપે બાળકોને તેની ભેટ આપી હતી. બાળકો સાથે આત્મીય સંવાદ કરી સંસ્કારી અને દેશના સારા નાગરિક બનવાની શીખ આપી હતી.

આ પણ વાંચો :-

કચ્છ, દ્વારકા, પોરબંદરમાં બે દિવસ આગામી ભારે વરસાદની આગાહી

0

રાજ્યમાં આગામી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ૩૫થી ૪૫ કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Vadodara-Rainઅમદાવાદમાં આગામી ૩ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠામાં પણ વરસાદ વરસશે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરના સાવલી તાલુકામાં ૩૦ વર્ષ અગાઉ જૂન મહિનામાં સરેરાશ ૮૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે જૂન મહિનાના અંત ભાગ સુધીમાં નામ માત્ર એક મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આવી જ રીતે વડોદરામાં ૧૦૭૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે માત્ર ૪૦ મીમી વરસાદ જૂન મહિનામાં અત્યાર સુધી નોંધાયો છે. જ્યારે વાઘોડિયામાં ૭૨૫ મીમી નોંધાયો હતો. પરંતુ આ વર્ષે માત્ર ૪૨ મીમી છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી પર ચિરાગ પાસવાનનો કટાક્ષ, કહ્યું કે એક આંગળી ઉઠાવો છો ત્યારે બાકીની…

0

બુધવારે ઓમ બિરલાની બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને તેમને ખુરશી સુધી લઈ હતા. જ્યારે તેમને શુભેચ્છા આપવાનો વારો આવ્યો તો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બંધારણની સુરક્ષાની આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમે વિપક્ષને તે કન્ટ્રોલમાં રાખો જ છો, પણ આશા રાખીએ કે તમે સત્તા પક્ષ પર પણ અંકુશ રાખશો. વિપક્ષ હવે પહેલાં કરતાં વધારે મજબૂત છે. જો સરકાર દેશની જનતાનો અવાજ છે તો વિપક્ષ પણ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમે બંધારણની રક્ષા કરશો અને વિપક્ષને પણ મોકો આપવામાં આવશે.

Chirag Paswan Reply to Rahul Gandhi Akhilesh Yadav

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પોતાના આ ભાષણથી સરકાર અને સ્પીકર બંને પણ નિશાનો સાધ્યો હતો. પરંતુ હવે મોદીના હનુમાન તરીકે ઓળખાતા લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના ચિરાગ પાસવાનએ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને કડકડતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો તમે કોઈ સામે એક આંગલી ચીંધો છો તો તમારી સામે પર ચાર આંગળીઓ ઉઠે છે.

લોકસભાના અધ્યક્ષની પસંદગી બાદ શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને બીજી વખત અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તે પછી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ પોતાના ભાષણ દ્વારા સ્પીકર અને એક રીતે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. પછી વારો આવ્યો ચિરાગ પાસવાનનો, જે પોતાને વડાપ્રધાન મોદીના હનુમાન પણ કહે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો તો બાકીની ચાર આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘ઘણી વખત જ્યારે વિપક્ષ દ્વારા ઘણી વાતો કહેવામાં આવે છે, ત્યારે હું કહીશ કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો, તો બાકીની આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે.

ચિરાગ પાસવાનનું આ નિવેદન રાહુલ ગાંધી અને અખિલેશના સંબોધન પછી સામે આવ્યું. પોતાના નિવેદનમાં ચિરાગ પાસવાને રાહુલ ગાંધીની એ માંગ તરફ ઈશારો કર્યો હતો જેમાં તેમણે સરકાર પાસેથી ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ્યું હતું. સ્પીકર પદ માટે ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ સરકાર પાસે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી. ચિરાગે આ જ સંદર્ભમાં ગૃહમાં આ વાત કહી હતી. આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં અખિલેશનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓનો શોષણ સામે વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જ કરાર આધારીત કર્મચારીઓએ પાછલા બે દાયકાથી થતાં આર્થિક શોષણ સામે આજે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે આ કર્મચારીઓને ૧૧ મહિનાનાં કરાર આધારીત નોકરી આપવામાં આવે છે, જયારે આ વખતે માંડ ૨ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

કર્મચારીઓ સાથે ગેરવર્તન નહીં થાય, દરેક કર્મચારીઓને પુરતો ન્યાય મળવો જોઇએ જેવા પાઠ ભણાવતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.યુનિવર્સિટીમાં પાછલા બે દાયકાથી લગભગ ૩૦૦ થી ૪૦૦ જેટલા કર્મચારીઓને ૧૧ મહિનાનાં કરાર આધારીત નોકરી આપવામાં આવી રહી છે. જેમા કર્મચારીઓને ૧૫ થી ૨૦ હજાર સુધીનો માસિક પગાર ચુકવવામાં આવે છે. આજના મોંઘવારીના જમાનામાં આ પગાર સાવ નજીવો કહેવાય. વક્રતા તો એ છે કે કાયમી કર્મચારીઓ જેટલું જ કામ કરતા હોવા છતાં પગારમાં મોટી અસમાનતા છે. વળી દર વર્ષે મોંઘવારી કૂદકેને ભુસકે વધતી હોવા છતાં યુનિવર્સિટીના કારભારીઓને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર વધારવાનું સૂઝતું નથી. એસી કેબિનમાં બેસી લાખોમાં પગાર લેતાં કારભારીઓની આંખ ઉઘડે એ માં કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે આજે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જો કે આ વખતે તાજેતરમાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કરાર આધારીત કર્મચારીઓનો ૧૧ મહિનાનો કરાર નક્કી નહીં કરતા તેનાં સ્થાને માત્ર બે મહિનાનો કરાર નક્કી કરાયો છે. એક તરફ કુલપતિની ટર્મ પૂર્ણ થઇ ગઇ છે, અને ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ કુલપતિ કે.એન.ચાવડાને સોંપવામાં આવ્યો છે. જેથી જો કુલપતિ બદલાઇ જાય તો કર્મચારીઓને બે મહિના પછી બીજો કોન્ટ્રા્કટ મળશે કે કેમ અને વર્ષોથી યુનિવર્સિટીમાં જ ફરજ બજાવતા હોય તો તેમને અન્ય નોકરી કઇ રીતે મળશે તેવા અનેક પ્રશ્નો સાથે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ આગળ કરી કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ ઉગ્ર આંદોલન છેડવાના નિર્ધાર સાથે સૂત્રોચ્ચાર કરી ઇન્ચાર્જ કુલપતિ અને રજીસ્ટ્રારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. જો તેમના પ્રશ્નોના ઉકેલ ન આવે વધુ ઉગ્ર આંદોલન પણ થાય એવા સંકેત મળી રહ્યા છે‌.

આ પણ વાંચો :-

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યાં હાથ, સંસદમાં સર્જાયું આ દૃશ્ય

0

લોકસભા સદનમાં કોંગ્રેસે યુપીના રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે પસંદગીની મહોર મારી છે. ઈન્ડિયા બ્લોકની બેઠકમાં રાહુલ ગાંધી અંગે નિર્ણય લેવાયો હતો. એ પછી કોંગ્રેસ સંસદીય બોર્ડના ચેરમેન સોનિયા ગાંધીએ મંગળવારે પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી છે. બુધવારે રાહુલ ગાંધીએ લોકસભા સદનમાં જવાબદારી સંભાળી લીધી છે.

PM Modi Rahul Gandhi Shake Hands

સત્તાધારી પક્ષ એનડીએ તરફથી પીએમ મોદી લીડર છે, જ્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષે કે. સુરેશને તેના સ્પીકર પદ માટેના ઉમેદવાર બનાવ્યા હતા. અવિશ્વસનીય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત પ્રસ્તાવને ધ્વનિ મત દ્વારા સ્વીકારવામાં આવ્યા બાદ NDA નોમિની ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પાંચમી વખત હશે જ્યારે કોઈ સ્પીકર એકથી વધુ લોકસભા કાર્યકાળ માટે આ પદ સંભાળશે.

ભારતીય બંધારણમાં લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાઓને વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં બંધારણીય પદો પર નિયુક્તિમાં રાહુલ ગાંધીની પણ ભૂમિકા રહેશે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી લોકપાલ, CBI ડાયરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશનર, ચૂંટણી કમિશનર, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર, NHRC ચીફ સંબંધિત પસંદગી સમિતિઓના સભ્ય હશે. તેમની નિમણૂકમાં વિપક્ષના નેતાનો પણ રોલ રહેશે. તે આ પેનલના સભ્ય તરીકે શામેલ થશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગાંધી પરિવાર તરફથી વિપક્ષના નેતા બનનારા ત્રીજા નેતા બની ગયા છે. તેમના પહેલા તેમની માતા સોનિયા ગાંધીએ આ પદભાર ૧૯૯૯ થી ૨૦૦૪ વચ્ચે સંભાળ્યું હતું. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પણ ૧૯૮૯થી ૧૯૯૦ વચ્ચે વિપક્ષના નેતા રહી ચૂક્યા હતા.

આ પણ વાંચો :-