દિલ્હીમાં વધી રહેલા જળસંકટ વચ્ચે હરિયાણા પાસે પાણીની માગ સાથે છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ ઉતરેલા દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત બગડી છે. તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આતિશી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે અને આક્ષેપ કર્યો છે કે હરિયાણા દિલ્હીના હિસ્સાનું પાણી નથી આપી રહ્યું.
આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે આતિશીનું બ્લડ શુગર લેવલ અડધી રાત્રે ૪૩ પર આવી ગયું હતું અને સવારે ૩.૦૦ વાગ્યે ૩૬ પર પહોંચી ગયું હતું. બ્લડ સુગરનું આ સ્તર ચિંતાજનક છે, તેથી ડૉક્ટરોની સલાહ પર, તેમને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં આતિશી સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જતી જોવા મળી રહી છે.
દિલ્હીના મંત્રી શુક્રવારથી ઉપવાસ પર છે. અને તેમનું કહેવું છે કે ‘હરિયાણાથી દિલ્હીમાં લગભગ ૧૧૦ MGD ઓછું પાણી આવી રહ્યું છે. જેના કારણે દિલ્હીના લગભગ ૨૮ લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. હરિયાણાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ દિલ્હીને પાણી મળ્યું નથી.’ ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલી આતિશીની તબિયત લથડતા મોડી રાત્રે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘આતિશીનું બ્લડ શુગર લેવલ રાતથી ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેમના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે સુગર લેવલ ૪૬ હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો લેવલ 36 હોવાનું બહાર આવ્યું હતું. હાલ ડૉકટરો તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-


પૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા એનડીએના આશાસ્પદ તરીકે આજે નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. તે જ સમયે વિપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા
મેષઃ
ગુજરાતમાં આજે એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. GCAS પૉર્ટલને લઇને 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં
આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં તો કેસ CBIને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે. હવે કેસ CBIના હાથમાં છે અને તેમને જે મદદની જરૂર પડશે તે અમે કરી રહ્યા છીએ. CBI દ્વારા તપાસનો ધમધમાટ સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર 