Home Blog Page 729

સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઇ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ‘ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીશ્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મુકેશ દલાલ, SMCના ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી, મનપા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે ૪૭ લોકોના મોત, અન્નામલાઈએ CBI તપાસની માગ કરી

0

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી થયેલા મોતને લઈને હંગામો મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૭ લોકોના મોત થયા છે. જે લોકો બીમાર પડ્યા છે તેમાંથી ૩૦ની હાલત હજુ પણ ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ તો છે જ પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. AIADMK કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં તમિલનાડુ વિધાનસભાની અંદર અને બહાર આ મુદ્દે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા ધારાસભ્યોને હટાવવા માટે પોલીસે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા.

તમિલનાડુ સરકાર હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપશે.

ઝેરી દારૂના કારણે પુત્ર ગુમાવનાર એક મહિલાએ કહ્યું કે પુત્રને પેટમાં અસહ્ય દુખાવો હતો. તે તેની આંખો પણ બરાબર ખોલી શકતો ન હતો. જ્યારે અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેને શરૂઆતમાં દાખલ પણ કરવામાં આવ્યો ન હતો. પુત્ર નશામાં હોવાનું કહેવાયું હતું. અને બાદમાં પુત્રએ જીવ ગુમાવ્યો હતો. મહિલાએ વધુમાં કહ્યું કે સરકારે દારૂની દુકાનો બંધ કરવી જોઈએ.

અન્નામલાઈએ શાહને પત્ર લખ્યો, CBI તપાસની માગ કરી કર્ણાટક ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા કલ્લાકુરિચી ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે આ ઘટનાની સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૩૫ તાલુકામાં વરસાદ, આજે રાજ્યમાં ક્યાં પડશે ભારે વરસાદ?

0
આજે ભારત સહિત વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. માહિતી મુજબ, વલસાડનાં કપરાડામાં દોઢ ઇંચ, ખેડાનાં નડિયાદમાં દોઢ ઇંચ અને અનેક તાલુકાઓમાં અડધાથી ૧ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી? - BBC News ગુજરાતીદક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં મેઘરાજાની મહેર વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપીમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતના ૩૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ જેટલો પડ્યો તો. ત્યારબાદ ખેડાના નડિયાદમાં પણ આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજના દિવસે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે ૨૧ જૂન ૨૦૨૪, શુક્રવારના દિવસ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના દાહોદ, પંમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

 

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

જિલ્લો તાલુકો વરસાદ (MM)
વલસાડ કપરાડા ૩૩
ખેડા નડિયાદ ૩૩
સુરત ચોરાસી ૨૨
વલસાડ ઉમરગામ ૨૧
તાપી કુકારમુંડા ૧૫
નવસારી જલાલપોર ૧૪
ખેડા માતર ૧૧
નર્મદા નાંદોદ ૧૦
વલસાડ વાપી ૯
સુરત ઓલપાડ ૯
મહેસાણા જોટાણા ૯
તાપી નિઝર ૭
અમદાવાદ ધોળકા ૬
ભરૂચ નેત્રંગ ૬
નવસારી ચીખલી ૫
સુરત માાંડવી ૫
વલસાડ પારડી ૪
નવસારી નવસારી ૪
ખેડા ખેડા ૪
સુરત પલસાણા ૪
ભરૂચ વાલિયા ૩
વલસાડ વલસાડ ૩
ભરૂચ આમોદ ૩
નર્મદા તિલાકવાડા ૩
તાપી ઉચ્છલ ૩
નવસારી ગણદેવી ૨
સુરત સુરત શહેર ૨
ખેડા વાસો ૨
આણંદ સોજીત્રા ૨
પાટણ હારીજ ૨
સુરત માંગરોલ ૧
સુરત મહુવા ૧
ખેડા મહેમદાવાદ ૧
સુરેન્દ્રનગર લિમડી ૧
છોટા ઉદેપુર નસવાડી ૧

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની પધરામણી જોવા મળી શકે છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

શિમલામાં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસ પલટી જતાં ડ્રાઈવર સહિત ૪ લોકોના મોત

0

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જુબ્બ્લના ચેરી કેંચી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. અહીં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસને અકસ્માત નડ્યો હતો. શિમલા જિલ્લામાં કૂદુ-દિલતારી રોડ પર શુક્રવારે વહેલી સવારે બસ પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત સવારે લગભગ ૬.૪૫ વાગ્યે થયો જ્યારે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ કુડ્ડુથી દિલતારી તરફ જઈ રહી હતી.

પોલીસે જણાવ્યું કે બસમાં સાત લોકો સવાર હતા. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બસ સવાર બિરમા દેવી અને ધન શાહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ડ્રાઈવર કરમ દાસ અને કંડક્ટર રાકેશ કુમારનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HRTCના મેનેજિંગ ડિરેક્ટર રોહન ચંદ ઠાકુરે જણાવ્યું હતું કે, અકસ્માતની પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ બસ અકસ્માત હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી ૯૦ કિમી દૂર થયો હતો. એક વળાંક પર બસે કાબુ ગુમાવ્યો, પલટી મારી અને બીજા રસ્તા પર પહોંચી. આ દરમિયાન બસ પાટા પરથી ઉતરી ગઈ હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું છે. બસ જુબ્બલ તહસીલના કુરુથી ગીલતાડી તરફ જઈ રહી હતી. આ બસ સવારે છ વાગ્યે રૂટ પર શરૂ થઈ હતી. પરંતુ માત્ર ચાર કિલોમીટર પછી અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર ઉપરાંત એક મહિલાનું પણ મોત થયું હતું.

આ પણ વાંચો :-

શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે રાજનાથસિંહ સહિત આ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા

0

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ૨૦૨૪ માટે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે શુક્રવારે PM મોદી સાથે દાલ સરોવર ખાતે ૭ હજાર લોકો યોગ કરવાના હતા. પરંતુ શ્રીનગરમાં વરસાદ પડવાને કારણે PM મોદીના યોગ કાર્યક્રમનું આ વેન્યૂ બદલવામાં આવ્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે અને તેમણે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આ જગ્યાએ G-૨૦ કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે અહીં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

PM Yoga

તમને જણાવી દઈએ કે, ભારતની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આ અવસર પર દેશના ખૂણે ખૂણે યોગ દિવસનો ઉત્સાહ ચરમસીમાએ છે. રાજનેતાઓની વાત કરીએ તો CM યોગીથી લઈને ધર્મેન્દ્ર પ્રધાન અને કિરણ રિજિજુથી લઈને એડી કુમારસ્વામી સુધીના લોકો પણ યોગ કરીને સ્વસ્થ રહેવાનો સંદેશ આપી રહ્યા છે. ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોણે ક્યાં ક્યાં યોગ કર્યા.

ગુજરાતમાં બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમની આખી કેબિનેટ સાથે જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોગ કર્યા હતા.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં યોગ કર્યા બાદ કહ્યું કે પીએમ મોદી કાશ્મીરમાં યોગ કરીને સંદેશ આપી રહ્યા છે. યોગ દરેકને શાંતિના માર્ગ પર ચાલવાનું શીખવે છે.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત રહેશે, હાઈકોર્ટે જામીન પર રોક લગાવી

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી ગુરુવારે મળેલા જામીન પર હાઈકોર્ટે આજે શુક્રવારે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મુક્યો છે. અરવિંદ કેજરીવાલને જામીન પર છોડવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ તેના SLPમાં કહ્યું હતું કે, તપાસના મહત્ત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ પદ પર છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ દિલ્હી એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. દિલ્હી હાઈકોર્ટ ED ની અરજી પર જલ્દી સુનાવણી કરવા સંમત થઈ છે. ED વતી એએસજી એસવી રાજુ દિલ્હી હાઈકોર્ટમાં હાજર છે. ED એ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુધીર કુમાર જૈન અને જસ્ટિસ રવિન્દર દુડેજાની વેકેશન બેંચ સમક્ષ કેસની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી દલીલ કરશે.

હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી, જેમાં કહેવામાં આવ્યું હતું કે “અરજી પર વહેલી સુનાવણીની જરૂર નથી.” આ દરમિયાન જસ્ટિસ સુધીર જૈને કહ્યું કે, “જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.” હકીકતમાં, કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેની સામે આજે શુક્રવારે EDએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

કેજરીવાલની રિલીઝ પર પ્રતિબંધ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ગુંડાગીરી જુઓ. ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ આવ્યો નથી. જ્યારે આદેશની નકલ પણ પ્રાપ્ત થઈ ન હતી, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કયા આદેશને પડકારવા માટે હાઈકોર્ટમાં ગઈ હતી?

આ પણ વાંચો :-

૨૧ જૂન, ૨૦૨૪/ શુક્રવારના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ગુસ્સો અનુભવ થાય. દિવસ દરમ્યાન આ‍ળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ વિવાદ થી દુર રહેવ‌ું શરદી કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્ર નું મિલન શકય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

‌મિથુનઃ

સ્વભાવમાં જીદ નું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ ધંધાવાળાએ સાચવવું. બ્લડ પ્રેશરના દર્દી એ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્ક‌ઃ

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતુું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

‌સિંહઃ ‌

દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શકય બને. નાણાંકીય વ્યવહીરોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થય સારૂં રહે.

કન્યાઃ

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબ‍ળ બને. વાણી ના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શકય બને. માતાની ત‌બિયત નું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ

દીલમાં અજયો વર્તાય. આવક વધત‌‌ી જણાય. પ‌રિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર – જંગન મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મ‍ળતો જણાય.

‌વૃ‌શ્ચિકઃ

મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ

દિવસ દરમ્યાન મુંઝવણ નો અનુભવ થાય. વિચારવાયુ વધારો રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થય સારૂં રહે.

કુંભઃ

માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરી યાતને ઉપરી અધિકારી થી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોયતો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

આવકનું પ્રમાંંણ ‍વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઇ બહેન સાથે વાદ વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મ‍ળે. મિત્રો તરફથી સાથ સહકાર મ‍ળતો જણાય. આંખ અને કમરના દ‌ુઃખાવાથી સાચવવું.

મેક્સિકોના જંગલમાં વિનાશકારી આગ ફાટી નીકળતા મેક્સિકો ગવર્નરે EMERGENCY કરી જાહેર

મેક્સિકોના દક્ષિણ વિસ્તારમાં આવેલા જંગલમાં વિનાશકારી આગ ફાટી નીકળી છે. જોકે આ આગ છેલ્લા બે દિવસથી જંગલના મોટાભાગના વિસ્તારોમાં લાગેલી છે. તે ઉપરાંત આ આગ મેક્સિકો માં આવેલા અન્યજંગલમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ત્યારે વન વિભાગ અને બચાવકર્મીઓએ આગને કાબૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Imageતો આગ જે જંગલમાં ફાટી નીકળી છે, તેના નજીકના વિસ્તારોમાં આવેલા ૭,૦૦૦ વસ્તી ધરાવતું ગામ અને મહોલ્લામાંથી લોકોનું સ્થળાતંર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ૭,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાતંર કરાવ્યું છે. તે ઉપરાંત આગને કારણે જંગલની નજીક આવેલા વિસ્તારમાં વીજળીના પ્રવાહ ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જોકે હાલ, આ આગ કુલ ૭૫ કિમી સુધી ફેલાયેલી છે. ત્યારે મેક્સિકોના વહીવટીતંત્રે US હાઇવે ૭૦ પર વાહનવ્યવહાર પર રોક મૂકવામાં આવી છે.

જે જંગલ વિસ્તારમાં આગ લાગી છે, તેની આસપાસ મોટાભાગે આદિવાસી વસ્તી વધુ છે. આગને કારણે મોટાભાગના મેક્સિકોનો દક્ષિણ વિસ્તાર સંપૂર્ણ રીતે આકાશમાં ધુમાડાના કાળા-કાળા ગોટા થવાથી ઢંકાઈ ગયો છે. તે ઉપરાંત મેક્સિકો માં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. તો બીજી તરફ ગરમીનો માહોલ હોવાથી આગ ઝડપથી અલગ-અલગ વિસ્તારમાં ફેલાઈ રહી છે. તો હાલ, ૩,૪૧,૦૦૦ એકર વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે.

આ પણ વાંચો :-

પ્રયાગરાજમાં માફિયા અશરફની પત્ની ઝૈનબના ઘર પર ફર્યું બુલડોઝર

0

પ્રયાગરાજ વિકાસ સત્તામંળે આજે માફિયા અતિફ અહેમદના ભાઈ અશરફ સાસરિયામાં એક મોટી કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં માફિયા અતિફ અને અશરફે તેના સાગરીતો દ્વારા સફાઇ કામદાર શ્યામજી સરોજન નામે જમીન ખરીદી હતી અને બાદમાં આ જમીન વેંચવા માટે તેના પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ પોલીસ તપાસ આદરી હતી હતી અને અંતે માફિયાની બેનામી સંપતિ પર તવાઈ બોલાવવામાં આવી હતી. વકફ બોર્ડની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના બંગલાને તંત્ર દ્વારા પાડી દેવામાં આવ્યો છે.

વકફ બોર્ડ વતી તેના રખેવાળ દ્વારા ઝૈનબ અને તેના ભાઈઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાદ મહેસૂલ વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે અશરફના સાળા અને ઝૈનબે પોતાના સાલાહપૂરમાં વકફ જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. આ જમીન પર દુકાન બનાવીને વેંચી દીધી હતી અને બાકીની જમીન પર પોતાનું આલિશાન મકાન બનાવ્યું છે. આ મામલે વકફ બોર્ડે પોતાની જમીન પાછી મળે તે માટે અરજી કરી હતી અને આ બાદ તંત્રએ કાર્યવાહી આકરી હતી.

અતીક અહેમદ અને નાના ભાઈ અશરફને પોલીસ કસ્ટડીમાં ૩ શૂટરોએ ગોળી મારી દીધી હતી. અશરફની પત્ની ઝૈનબ ફાતિમા લગભગ એક વર્ષથી ફરાર છે. એસઆઈટીની તપાસમાં ઝૈનબ ફાતિમાનો પણ મુખ્ય આરોપીની મદદગાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આજ સલ્લપૂરમાં ઝૈનબ અને તેના ભાઈઓ દ્વારા કરવામાં આવેલ વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવેલ ઘરને ૩ બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. વકફ બોર્ડની જમીન પર બનેલ આ મકાનનીઓ કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે, જો કે આ બાદ ઝૈનબની ભવ્ય કોઠીને પણ ધ્વસ્ત કરવામાં આવશે. જો કે તંત્રનું કહેવું છે કે અશરફની પત્ની ઝૈનબે ૫૦ કરોડ રૂપિયાથી વધુની વક્ફ પ્રોપર્ટી પર કબજો કરી લીધો છે અને તેને ઝૈનબ, ઝૈદ માસ્ટર વગેરેએ બનાવેલું ઘર પણ મળ્યું છે. તેને તોડી પાડવાનો આદેશ હતો. પુરમુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના સલ્લાપુરમાં વક્ફ બોર્ડની જમીન પર આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

NEET પરીક્ષા પર રાહુલ ગાંધીએ કહ્યું- શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના મૂળ સંગઠનનો કબજો

0

મેડિકલ પરીક્ષા NEET ને લઈને હાલ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સામાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTA એ તાજેતરમાં યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરી છે. આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર ધારદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

Karnataka Election : રાહુલ ગાંધી મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ હતું ત્યાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરશે | Karnataka Election: Rahul Gandhi will start election campaign from Kolar - Gujarati ...

NEET અને UGC-NET પરીક્ષા રદ કરવા પર થયેલા હોબાળા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, PM મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં પેપર લીક થવાનું બંધ થવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીકના દોષિતોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું રાહુલ સંસદમાં NEET અને UGC-NET પરીક્ષા રદ કરવાનો મુદ્દો ઉઠાવશે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હા અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.’ રાહુલ ગાંધીએ કહ્યું કે સંસ્થાઓમાં વિચારધારાના આધારે નિમણૂકો થઇ રહી છે. જેના કારણે સમસ્યાઓ આવી રહી છે.

તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ આરએસએસ-ભાજપના નિયંત્રણમાં છે અને જ્યાં સુધી તેમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પેપર લીક અટકશે નહીં. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે નીટ કેસ મધ્ય પ્રદેશમાં વ્યાપમ કેસનું વિસ્તૃત રુપ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષા વ્યવસ્થાનું ડિમોનેટાઇઝેશન થઇ ગયું છે. નિષ્પક્ષ શિક્ષા વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. અમે સંસદમાં આ મુદ્દાને ઉઠાવીશું.

આ પણ વાંચો :-