Home Blog Page 730

પ્રયાગરાજમાં માફિયા અશરફની પત્ની ઝૈનબના ઘર પર ફર્યું બુલડોઝર

0

પ્રયાગરાજ વિકાસ સત્તામંળે આજે માફિયા અતિફ અહેમદના ભાઈ અશરફ સાસરિયામાં એક મોટી કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં માફિયા અતિફ અને અશરફે તેના સાગરીતો દ્વારા સફાઇ કામદાર શ્યામજી સરોજન નામે જમીન ખરીદી હતી અને બાદમાં આ જમીન વેંચવા માટે તેના પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ પોલીસ તપાસ આદરી હતી હતી અને અંતે માફિયાની બેનામી સંપતિ પર તવાઈ બોલાવવામાં આવી હતી. વકફ બોર્ડની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના બંગલાને તંત્ર દ્વારા પાડી દેવામાં આવ્યો છે.

વકફ બોર્ડ વતી તેના રખેવાળ દ્વારા ઝૈનબ અને તેના ભાઈઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાદ મહેસૂલ વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે અશરફના સાળા અને ઝૈનબે પોતાના સાલાહપૂરમાં વકફ જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. આ જમીન પર દુકાન બનાવીને વેંચી દીધી હતી અને બાકીની જમીન પર પોતાનું આલિશાન મકાન બનાવ્યું છે. આ મામલે વકફ બોર્ડે પોતાની જમીન પાછી મળે તે માટે અરજી કરી હતી અને આ બાદ તંત્રએ કાર્યવાહી આકરી હતી.

અતીક અહેમદ અને નાના ભાઈ અશરફને પોલીસ કસ્ટડીમાં ૩ શૂટરોએ ગોળી મારી દીધી હતી. અશરફની પત્ની ઝૈનબ ફાતિમા લગભગ એક વર્ષથી ફરાર છે. એસઆઈટીની તપાસમાં ઝૈનબ ફાતિમાનો પણ મુખ્ય આરોપીની મદદગાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આજ સલ્લપૂરમાં ઝૈનબ અને તેના ભાઈઓ દ્વારા કરવામાં આવેલ વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવેલ ઘરને ૩ બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. વકફ બોર્ડની જમીન પર બનેલ આ મકાનનીઓ કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે, જો કે આ બાદ ઝૈનબની ભવ્ય કોઠીને પણ ધ્વસ્ત કરવામાં આવશે. જો કે તંત્રનું કહેવું છે કે અશરફની પત્ની ઝૈનબે ૫૦ કરોડ રૂપિયાથી વધુની વક્ફ પ્રોપર્ટી પર કબજો કરી લીધો છે અને તેને ઝૈનબ, ઝૈદ માસ્ટર વગેરેએ બનાવેલું ઘર પણ મળ્યું છે. તેને તોડી પાડવાનો આદેશ હતો. પુરમુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના સલ્લાપુરમાં વક્ફ બોર્ડની જમીન પર આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

NEET પરીક્ષા પર રાહુલ ગાંધીએ કહ્યું- શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના મૂળ સંગઠનનો કબજો

0

મેડિકલ પરીક્ષા NEET ને લઈને હાલ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સામાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTA એ તાજેતરમાં યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરી છે. આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર ધારદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

Karnataka Election : રાહુલ ગાંધી મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ હતું ત્યાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરશે | Karnataka Election: Rahul Gandhi will start election campaign from Kolar - Gujarati ...

NEET અને UGC-NET પરીક્ષા રદ કરવા પર થયેલા હોબાળા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, PM મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં પેપર લીક થવાનું બંધ થવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીકના દોષિતોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું રાહુલ સંસદમાં NEET અને UGC-NET પરીક્ષા રદ કરવાનો મુદ્દો ઉઠાવશે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હા અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.’ રાહુલ ગાંધીએ કહ્યું કે સંસ્થાઓમાં વિચારધારાના આધારે નિમણૂકો થઇ રહી છે. જેના કારણે સમસ્યાઓ આવી રહી છે.

તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ આરએસએસ-ભાજપના નિયંત્રણમાં છે અને જ્યાં સુધી તેમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પેપર લીક અટકશે નહીં. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે નીટ કેસ મધ્ય પ્રદેશમાં વ્યાપમ કેસનું વિસ્તૃત રુપ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષા વ્યવસ્થાનું ડિમોનેટાઇઝેશન થઇ ગયું છે. નિષ્પક્ષ શિક્ષા વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. અમે સંસદમાં આ મુદ્દાને ઉઠાવીશું.

આ પણ વાંચો :-

‘મિર્ઝાપુર 3’નું ટ્રેલર રિલીઝ, કાલિન ભૈયા ગોન, ગુડ્ડુ પંડિત ઓન

છેલ્લા બે વર્ષથી ચાહકો ‘મિર્ઝાપુર સિઝન 3‘ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા, આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ‘બાબુ જી’ (કુલભૂષણ ખરબંદા)ના અવાજે કહ્યું હતું કે ‘સિંહ હજી ઘાયલ છે, પરંતુ ચોક્કસ પાછો આવશે’. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર આજે ગુરુવારે રિલીઝ થઈ ગયું છે. ‘મિર્ઝાપુર’ સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને રક્તપાત માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે, નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ સાથે જોવા મળશે.

mirzapur 3

‘મિર્ઝાપુર’ની બે સિઝન જબરદસ્ત હિટ રહી હતી. હવે આ લોકપ્રિય સીરીઝની ત્રીજી સિઝન પણ ધૂમ મચાવવા આવી રહી છે. સીરીઝના ત્રીજા હપ્તાની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ટીઝર પણ આવી ગયું છે, જ્યારે હવે મોસ્ટ અવેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાની આશા છે. અહેવાલ મુજબ, મિર્ઝાપુર ૩નું ટ્રેલર ૧૦ દિવસ પછી રિલીઝ થવાની સંભાવના છે અને તેનું પ્રીમિયર ૨૦ જૂનની આસપાસ થશે. જોકે, મેકર્સે હજુ સુધી ‘મિર્ઝાપુર 3’ના ટ્રેલર રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરી નથી.

ગુડ્ડુ પંડિતે છેલ્લી સિઝનમાં મોટું કૌભાંડ કર્યા બાદ ઘણા દુશ્મનો બનાવ્યા છે. હવે કાલીન ભૈયાની સેના તેની પાછળ લાગી ગઈ છે. માધુરી યાદવ, છોટે શુક્લા સહિત અન્યો કાલીન ભૈયાની છબી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેકનો હેતુ સ્પષ્ટ છે – ગુડ્ડુ પંડિતનો ખાત્મો. જ્યારે બીના ત્રિપાઠી હવે ગુડ્ડુની નજીકની મિત્ર બની ગઈ છે. આ ટ્રેલરમાં રાજકારણની સાથે-સાથે એક્શન, ષડયંત્ર, વિશ્વાસઘાત અને ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે, જે તમને આવનારી સિઝન જોવા માટે ઉત્સાહથી ભરી દેશે. આ વખતે પણ શોમાં જબરદસ્ત રક્તપાત થવાનો છે.

એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ અને ક્રિએટ કરાયેલી આ ક્રાઇમ-થ્રિલર સીરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી છે, જેના ડાયરેક્ટર ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ સીરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, હર્ષિતા શેખર ગૌડ, રાજેશ તૈલંગ, શીબા ચડ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચડ્ઢા સહિત અનેક શાનદાર કલાકારોએ મહત્વના પાત્ર ભજવ્યા છે. ૧૦ એપિસોડની આ સીરીઝનું પ્રીમિયર ૫ જુલાઈએ ભારત અને દુનિયાભરમાં થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

૨૪ વર્ષનો યુવક ૬૭નો વૃદ્ધ બનીને જતો હતો કેનેડા, દિલ્હી એરપોર્ટ પર પકડાતાં ખુલી પોલ

0

ગુજરાતના યુવકોને વિદેશ જવાની ઘેલછા એવી લાગી છે કે ગુનો કરતા થઇ ગયા છે. વધુ એક વખત ગેરકાનૂની તરીકે વિદેશ જતાં યુવકની અટકાયત કરવામાં આવી છે. વેશ બદલીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ૬૭ વર્ષનો વ્યક્તિ બનીને કેનેડા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે માત્ર ૨૪ વર્ષનો હતો. CISF એ વ્યક્તિની પ્રોફાઇલિંગના આધારે ધરપકડ કરી છે.

પૂછપરછમાં તેણે પોતાની ઓળખ રશવિંદર સિંહ સહોતા તરીકે જણાવી. પાસપોર્ટમાં તેની જન્મ તિથિ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૭૫ અને પીપી નંબર ૪૩૮૮૫૧માં ઓળખ ભારતીય તરીકે જણાવી. જે એર કેનેડાની ફ્લાઈટ નંબર એસી ૦૪૩/એસટીડી ૨૨૫૦ વાગ્યાથી કેનેડા જઈ રહ્યો હતો. તેના પાસપોર્ટની તપાસ કરવા પર ખ્યાલ આવ્યો કે તેની ઉંમર પાસપોર્ટમાં આપવામાં આવેલી ઉંમરથી ઘણી જ ઓછી લાગી રહી હતી. તેનો અવાજ અને સ્કીન પણ કોઈ જવાન વ્યક્તિ જેવી હતી જે પાસપોર્ટમાં આપવામાં આવેલી વિગતથી મેળ ખાતી ન હતી. સઘન તપાસ કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેણે પોતાના વાળ અને દાઢીને સફેદ રંગથી રંગ્યા હતા અને વૃદ્ધ દેખાવવા માટે ચશ્મા પણ પહેર્યાં હતા.

શંકાના આધરે તેની તલાશી માટે ડિપાર્ચર એરિયામાં લઈ જવામાં આવ્યો. તેના મોબાઈલ ફોનની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેમાં એક અન્ય પાસપોર્ટની સોફ્ટ કોપી હતી. જે મુજબ પાસપોર્ટ નંબર V૪૭૭૦૯૪૨ ભારતીય નામ- ગુર સેવક સિંહ, ઉંમર ૨૪ વર્ષ, જન્મ તારીખ ૧૦ જૂન, ૨૦૦૦ હતી.

પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેનું સાચું નામ ગુરુ સેવક સિંહ છે અને તે ૨૪ વર્ષનો છે. પરંતુ ૬૭ વર્ષીય રશવિંદર સિંહ સહોતાના નામથી બનેલા પાસપોર્ટ પર તે યાત્રા કરી રહ્યો હતો. જો કે મામલો નકલી પાસપોર્ટનો હતો તેથી યાત્રીને તેના સામાનની સાથે કાયદાકીય કાર્યવાહી માટે દિલ્હી પોલીસને સોંપી દેવાયો છે.

આ પણ વાંચો :-

PM મોદી આજે જશે કાશ્મીર, 1500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જાણો કાર્યક્રમો વિશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. તેઓ શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે યોગ દિવસની ઉજવણી કરશે.

PM મોદી આજે જશે કાશ્મીર, દાલ સરોવરના કિનારે કરશે યોગ

યોગ દિવસ પહેલા PM મોદી આજે સાંજે 6 વાગ્યે યુવાનોના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે. તાજેતરના સમયમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ પણ બની છે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ સેન્ટર અને દાલ લેકની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તાજેતરના સમયમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ પણ બની છે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટર અને દાલ લેકની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદી જમ્મુ-કાશ્મીરને 1500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપશે. તેઓ 21 જૂને સવારે 6 વાગ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. વડા પ્રધાન 2015 થી દર વર્ષે યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે.

પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સૌથી પહેલા કુપવાડાના એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બે આતંકીઓને ઠાર કર્યા છે. બંને આતંકીઓ લશ્કર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે, જ્યારે બીજી મોટી સફળતામાં રિયાસીમાં વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકી હુમલાની તપાસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ રામ-સીતાનું કર્યું અપમાન, સંસ્થાને ફટકાર્યો 1.2 લાખનો દંડ

0

IIT Bombayના ઓપન એર થિયેટરમાં રામાયણના પત્રો પર આધારિત કથિત રીતે વાંધાજનક નાટક ભજવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. સિનિયર વિદ્યાર્થીઓને 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે જુનિયર વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને હોસ્ટેલનીમાંથી પણ બહાર કરવામાં આવ્યા છે.

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ રામ-સીતાનું કર્યું અપમાન, સંસ્થાને ફટકાર્યો 1.2 લાખ રૂપિયાનો દંડ 1 - imageભજવવામાં આવેલા નાટકમાં ભગવાન રામ અને સીતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગવવામાં આવ્યો હતો. આ મામલે સંસ્થાએ કડક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓ પર દંડ ફટકાર્યો છે, દંડની રકમ એક સેમેસ્ટરની ફી જેટલી છે. જો કે વિદ્યાર્થીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.

વધુમાં આ નાટકમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે, રામ સીતા પર બળનો ઉપયોગ કરે છે. વધુમાં સીતા રાવણ વિશે કહે છે કે, તે એક વાસ્તવિક માણસ છે. વળી, આવો માણસ આજ સુધી આ કુળમાં ક્યારેય જોવા મળ્યો નથી. સીતા કહેતી જોવા મળે છે કે સારું થયું કે ઘોડો તેને ત્યાં લઈ ગયો. આ નાટકમાં દર વખતની જેમ આ વખતે પણ રાવણના કાર્યોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલી નોટિસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IIT B for Indiaએ શેર કરી હતી, જે IIT બોમ્બે કેમ્પસનું જ એક જૂથ છે જે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાનો દાવો કરે છે. આ જૂથે જ નાટકનો વિરોધ કર્યો હતો. બાદમાં સંસ્થાનની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો :-

પેપર લીકના આરોપીઓની કબૂલાત, ‘એક રાત પહેલા પેપર મળ્યું, સૌથી મોટો ખુલાસો

0

NEET-UG ૨૦૨૪ પરીક્ષા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થઈ. જસ્ટિસ વિક્રમ નાથ અને એસ વી એન ભાટીની બેન્ચે ચાર અરજીઓ ટ્રાન્સફર કરનારી એનટીએની અરજી પર સુનાવણી કરી. કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. એનટીએએ કહ્યું નોટિસ જારી કરો અને ૮ જુલાઈ સુધી જવાબ આપો અને પેન્ડિંગ પિટિશનની સાથે ટેગ કરો.

NEET પેપર લીકના મળ્યા પુરાવા, પટનાના વિદ્યાર્થીએ કબૂલ્યુ; રાતે જ મળ્યું  હતું પેપર - News Capital

હકીકતમાં, જ્યારે NEET પરીક્ષાનું પરિણામ ૪ જૂને આવ્યું ત્યારે પ્રથમ વખત ૬૭ વિદ્યાર્થીઓ ટોપર બન્યા હતા અને ૭૨૦માંથી ૭૨૦ માર્ક્સ મેળવ્યા હતા. ટોપર્સની યાદી જોયા બાદ NEET પરીક્ષામાં છેડછાડનો મુદ્દો ઉઠ્યો હતો. ૧૩ જૂનના રોજ NTAએ નિર્ણય લીધો હતો કે ગ્રેસ માર્કસવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓનો ગુસ્સો હજુ પણ અટક્યો નથી. બિહાર અને ગુજરાતમાંથી પેપર લીક થવાના સમાચારોએ NTAની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે, તેથી જ વિદ્યાર્થીઓ આ મામલે CBI તપાસની માંગ કરી રહ્યા છે. પેપરલીક કેસમાં પટના અને પંચમહાલમાંથી ઘણી ધરપકડ કરવામાં આવી છે. પટનામાં ૪ વિદ્યાર્થીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પેપર લીક થયું હતું અને પરીક્ષા પાસ કરાવવા માટે આ ટોળકીએ બાળકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. પંચમહાલમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી અને સાચા જવાબો ભરીને આન્સરશીટ જમા કરાવતી હતી.

વકીલે કહ્યું કે આ વિદ્યાર્થી મેઘાલય કેન્દ્રમાં હાજર થયા, તેમણે 45 મિનિટ ગુમાવી છે, તેમને ૧૫૬૩ વિદ્યાર્થીઓનો ભાગ હોવું જોઈએ જેથી તેમને પણ રી-નીટ એગ્ઝામ આપવાની તક મળે. આની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિયન અને NTA ને જવાબ આપવા દે. ૮ જુલાઈ સુધી જવાબ દાખલ કરવામાં આવે.

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે NEET-UG ૨૦૨૪ પરીક્ષા આયોજિત કરવામાં કોઈ પણ બેદરકારી વિરુદ્ધ આકરી કાર્યવાહીની જરૂરિયાત પર જોર આપ્યું. જસ્ટિસ વિક્રમ નાથ અને એસવીએન ભટ્ટીની વેકેશન બેન્ચે ટિપ્પણી કરી, જો કોઈ તરફથી ૦.૦૦૧ ટકા પણ બેદરકારી થઈ છે તો તેનાથી સંપૂર્ણપણે ઉકેલ મેળવવો જોઈએ. આ તમામ મામલાને પ્રતિકૂળ કેસબાજી તરીકે માનવો જોઈએ નહીં.

આ પણ વાંચો :-

શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન ૨૦૨૪ની પરીક્ષા કરી રદ, જાણો આ છે કારણ

0

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારના રોજ OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન ૨૦૨૪ની પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં બે પાળીમાં હાથ ધરી હતી. ૧૯મી જૂન, ૨૦૨૪ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (૧૪C) ના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી ચોક્કસ ઇનપુટ્સ પ્રાપ્ત થયા. આ ઇનપુટ્સ પ્રાથમિક દ્રષ્ટિએ સૂચવે છે કે ઉપરોક્ત પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હોઈ શકે છે.

UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ, ગેરરીતિની આશંકાને પગલે સરકારે લીધો નિર્ણય 1 - image

NEET(UG) પરીક્ષા-૨૦૨૪ સંબંધિત બાબતમાં, ગ્રેસ માર્કસ સંબંધિત મુદ્દાને પહેલાથી જ સંપૂર્ણ રીતે સંબોધવામાં આવ્યો છે. પટનામાં પરીક્ષાના સંચાલનમાં કથિત કેટલીક ગેરરીતિઓના સંદર્ભમાં, બિહાર પોલીસના આર્થિક ગુના એકમ પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે.

શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની માહિતી અલગથી અપાશે. સરકાર પરીક્ષાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.’ ઉલ્લેખનીય છે કે, દેશભરના ૩૧૭ શહેરોમાં, ૧૨૦૫ પરીક્ષા કેન્દ્ર પર યુજીસી નેટ પરીક્ષા જૂન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧,૨૧,૨૨૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. UGC-NET જૂન-૨૦૨૪ની પરીક્ષા ૧૮ જૂને બે શિફ્ટમાં લેવાઈ હતી. પ્રથમ શિફ્ટનો સમય સવારે ૯.૩૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક અને બીજી શિફ્ટનો સમય બપોરે ૩.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા જ NEETની પરીક્ષાનો મુદ્દો ચગ્યો હતો અને આ પરીક્ષાનું આયોજન પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા કરાયું હતું, ત્યારે હવે NTAની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-૨૦૨૪ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. નીટની પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેમાં NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગ્રેસ માર્કસ મેળવનારા ૧૫૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ૨ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી ૮મી જુલાઈએ થશે.

આ પણ વાંચો :-

બિહારમાં ૬૫ ટકા અનામત રદ કરાઇ,પટના હાઈકોર્ટે સરકારના નિર્ણયને રદ કર્યો

0

બિહાર સરકાર દ્વારા અનામતનો દાયરો વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ કરી દીધો છે. આ ચુકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી બાદ આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ૫૦ ટકા અનામતનો દાયરો આગળ વધારીને ૬૫ ટકા કરાયો હતો. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

RJD said- We want a Bihari to become His Majesty, but will not allow BJP to become; The CM rejected the discussion | કોંગ્રેસે કહ્યું નીતિશ રાષ્ટ્રપતિ બનવા યોગ્ય: RJDએ કહ્યું- અમે

નીતિશ કુમારની જૂની કેબિનેટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણના રિપોર્ટના આધાર પર ૭ નવેમ્બરે કોટા વધારવાના નિર્ણયને લઇને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા ઓબીસી અનામત ૧૨ ટકાથી વધારને ૧૮ ટકા, ઇબીસીનો કોટા ૧૮ ટકાથી વધારીને ૨૫ ટકા, એસસીનું અનામત ૧૬ ટકાથી વધારીને ૨૦ ટકા અને એસટીનું અનામત ૧ ટકાથી વધારીને ૨ ટકા કરવાનો પ્રસ્તાવ હતો. વિધાનસભામાં આ બિલ ૯ નવેમ્બરે પાસ થઇ ગયુ હતું. ૨૧ નવેમ્બરે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલે કાયદાનું રૂપ લઇ લીધુ હતુ અને આ આખા રાજ્યમાં લાગુ થયું હતું.

આ કાયદાને અનામત વિરોધી સંગઠન યૂથ ફોર ઇક્વેલિટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત ૫૦ ટકાથી વધુ ના આપવાના નિર્ણયને આધાર બનાવીને બિહાર અનામત કાયદાને ચેલેન્જ કરવામાં આવ્યું હતું.પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે બિહારના નવા અનામત કાયદાને બંધારણની કલમ ૧૪,૧૫ અને ૧૬નું ઉલ્લંઘન ગણાવતા તેને રદ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર હાઇકોર્ટના નિર્ણયને હાઇકોર્ટની મોટી બેન્ચ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ પણ વાંચો :-

૨૦ જૂન, ૨૦૨૪/ ગુરૂવારના દિવસે આ રાશિ જાતકો માટે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે, આજે નોકરીમાં પ્રમોશન મળશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારુ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિની પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

‌મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

‌સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય.. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ ‌

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રીશણગાર તથા આઈસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃ‌શ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ, પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ ‌

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલતના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.