Home Blog Page 724

ઈન્દોરમાં યુગપુરુષ ધામના બાળ આશ્રમમાં ૫ બાળકોના રહસ્યમય મોત

0

મધ્યપ્રદેશના ઈન્દોરમાં યુગપુરુષ ધામ આશ્રમમાં ૫ બાળકોના મોત બાદ બુધવારે ત્રણના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. એક બાળક આકાશનો પરિવાર ઈટારસીથી ઈન્દોર પહોંચ્યો હતો, જ્યારે બે બાળકો અનાથ હતા. જ્યારે આકાશને દફનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તે ખૂબ જ રડવા લાગી અને તે પછી તે કંઈ બોલી શકી નહીં. અનાથાશ્રમ યુગપુરુષ ધામ બૌદ્ધિક વિકાસ કેન્દ્રમાં પાંચ માનસિક વિકલાંગ બાળકોના મોત થયા હતા. બુધવારે ત્રણ બાળકોના અંતિમ સંસ્કાર પંચકુઇયા મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા. સોમવાર અને મંગળવારે આ બાળકોના મોત થયા હતા.

તમને જણાવી દઈએ કે આકાશનું મોત આશ્રમમાં જ સોમવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે થયું હતું. ત્રણ વર્ષના ગોવિંદ અને ૧૪ વર્ષની દિયા ઉર્ફે રાનીનું મંગળવારે બપોરે મૃત્યુ થયું હતું. આકાશની માતા રાનીએ કહ્યું કે અમને મંગળવારે સવારે આકાશના મૃત્યુની જાણ થઈ. અમે મંગળવારે રાત્રે જ ઇટારસીથી આવ્યા હતા.

આશ્રમમાં એક પછી એક પાંચ બાળકોના મોતની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરમાં ચાલતા તમામ આશ્રમ, હોસ્ટેલ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં રસોડા અને પીવાના પાણીની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. SDMએ સાત દિવસમાં તપાસ કરીને કલેક્ટર આશિષ સિંહને રિપોર્ટ સોંપવો પડશે. સામાન્ય રસોડું હોય અને મોટી સંખ્યામાં લોકો ભોજન લેતા હોય તેવી સંસ્થાઓની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે. અહીં રસોડા અને પીવાના પાણીની ગુણવત્તા તપાસવામાં આવશે.

આ પણ વાંચો :-

પીએમ મોદીની ભારતીય ટીમ સાથે મુલાકાત, રોહિત-દ્રવિડે સોંપી વર્લ્ડ કપ ટ્રોફી, મુંબઈમાં થશે રોડ શૉ

0

T20 વર્લ્ડ કપ ૨૦૨૪નું ટાઇટલ જીતીને ટીમ ઈન્ડિયાએ આજે ​​ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો લોક કલ્યાણ માર્ગ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વડાપ્રધાનને ટ્રોફી સોંપી હતી. PM સાથે ટીમ ઈન્ડિયાની આ મુલાકાતનો વીડિયો બહાર આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના સભ્યો સાથે વાત કરતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ૭ લોક કલ્યાણ માર્ગથી રવાના થઈ હતી. ૨૯ જૂને બાર્બાડોસમાં T૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આજે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી.

Indian Cricket Team

T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો અને બીજી વખત આ ફોર્મેટનું ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકા સામે ૭ રનથી જીત મેળવી હતી. આ પહેલા ભારતીય ટીમ ૨૦૦૭નો T૨૦ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. તેમણે ODIમાં ૧૯૮૩ અને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો છે. આ વખતે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

વડાપ્રધાન મોદી વર્લ્ડ ચેમ્પિયન વિજેતા ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ મીટિંગનો એક ખાસ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી ખેલાડીઓને મળતા, તેમની સાથે વાતચીત કરતા અને અનુભવો શેર કરતા જોઈ શકાય છે. વર્લ્ડકપ જીત્યા બાદ ખેલાડીઓની આ PM મોદી સાથે પ્રથમ મુલાકાત હતી.

ટીમ ઈન્ડિયાનો રોડ શૉ સાંજે ૫ વાગ્યે શરૂ થશે, આ રોડ શૉ લગભગ ૨ કલાક ચાલશે. વિજેતા ટીમનો આ રોડ શૉ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA)થી શરૂ થશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી ચાલશે. આ પછી સાંજે ૭ વાગ્યાથી ૭:૩૦ દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીમાંમાં ૧૪૧માંથી ૧૪૦ વિદ્યાર્થી નાપાસ, વિદ્યાર્થીઓમાં રોષ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સ, એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે M.A.ની ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર ૧૪૧ વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પકડાયા

યુનિવર્સિટીની પરીક્ષામાં ૧૪૧માંથી ૧૪૦ વિદ્યાર્થીઓ નાપાસ થતાં અનેક સવાલો ઉભા થાય છે. આટલા વિદ્યાર્થીઓના નાપાસ થવાનું કારણ શું? શું પ્રશ્નો બહુ અઘરા હતા? શું મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ છે? શું કોઈ ગેરરીતિ થઈ છે? આ તમામ પ્રશ્નોના જવાબ યુનિવર્સિટીએ આપવા પડશે અને વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપવા પડશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટી તેની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરે તે પણ જરૂરી છે.

વિદ્યાર્થીઓનો દાવો સિલેબ્સ બહારના પ્રશ્નો પુછાયા
આટલી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને પાસ કરવાનું કારણ શું? શું પેપર ચકાસણીમાં કોઈ ભૂલ થઈ કે પછી પરીક્ષાના પેપરો અઘરા રહ્યા. આ તમામ સવાલો યુનિવર્સિટીના પરિણામોને લઈને ઉઠી રહ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ એ પણ આરોપ લગાવી રહ્યા છે કે પેપરમાં ઘણા પ્રશ્નો સિલેબ્સ બહારથી પુછવામાં આવ્યા હતા જેથી તેમને મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો :-

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

0

બિહારમાં સતત પડી રહેલા પુલને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં રાજ્યના તમામ પુલોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સારણ જિલ્લામાં એક જ દિવસે બે પુલ ધરાશાયી થયા હતા, જેથી છેલ્લા ૧૫ દિવસમાં પુલ ધરાશાયી થવાની આ નવમી ઘટના છે. બંને પુલ ધરાશાયી થવાના કારણે અનેક ગામો વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. તેની અસર શાળાઓ અને હોસ્પિટલો જેવી આવશ્યક સેવાઓ પર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, બંને પુલ ગંડકી નદી પર બનાવવામાં આવ્યા હતા. બ્રિટિશ યુગના પુલ પાસે ૨૦૦૪માં બનેલો પુલ ધરાશાયી થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, નદીના કિનારે સફાઈનું કામ ચાલી રહ્યું હતું અને તે પૂર્ણ થયા બાદ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો.

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, એક અઠવાડિયામાં ચોથો પુલ તુટ્યો

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં બિહાર સરકારને રાજ્યના તમામ હાલના અને નિર્માણાધીન પુલોનું ઉચ્ચ સ્તરીય સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને રાજ્યમાં પુલ તૂટી પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જૂના અને નબળા પુલોની તપાસ કરવી જોઈએ. નબળા પુલોને તોડીને ફરી બનાવવા જોઈએ. અરજદાર અને એડવોકેટ બ્રજેશ સિંહે બુધવારે સુપ્રીમ કોર્ટને બિહાર સરકારને ઓડિટ કરવા માટે નિર્દેશ આપવા વિનંતી કરી હતી.

અરજદારે કહ્યું કે, બિહારમાં પુલ તૂટી પડવાના હાલના મુદ્દા પર સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક વિચારણા કરવાની જરૂર છે. બે વર્ષમાં ત્રણ મોટા નિર્માણાધીન પુલ તેમજ મોટા, મધ્યમ અને નાના પુલ તૂટી પડવાની અનેક ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને ઘણા ઘાયલ થયા છે. સરકારની આ ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓની ભ્રષ્ટ સાંઠગાંઠને કારણે ભવિષ્યમાં વધુ ઘટનાઓ બની શકે છે. બિહાર જેવા પૂર પ્રભાવિત રાજ્યમાં પુલ સતત પડી રહ્યા છે તે ખૂબ જ ચિંતાની વાત છે. બિહારમાં પુલ તૂટી જવાની આવી ઘટનાઓ વિનાશક છે. મોટા પાયે લોકોના જીવને જોખમમાં મૂકે છે. તેથી, લોકોનું જીવન જોખમમાં છે. આ મામલાને નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે.

આ પણ વાંચો :-

લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

0

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે ૯ વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ૯૬ વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અડવાણીને બગડતી તબિયતને કારણે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.લાલકૃષ્ણ અડવાણી

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં આ બીજી વખત તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ૯૬ વર્ષના અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ સંબંધિત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દિવસ અગાઉ જ તેમની તબિયત બગડતા દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેમને ઉમર સંબંધિત સમસ્યાને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ આગાહી: અંબાલાલ પટેલ

0

રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાંબરકાંઠા, અરવલ્લી, સહિતના ભાગોમાં અને અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

માવઠું ક્યારે જશે? અંબાલાલની આગાહીઅંબાલા પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં તારીખ ૬ જુલાઈ અને ૮ જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ૬ તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આગામી તારીખ ૮થી ૧૬ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. જ્યારે અષાઢી પાંચમે રાજ્યના ભાગોમાં વિજળી થવાની શકયતા રહેશે. રાજ્યમાં અષાઢી બીજે વાદળો છવાયેલા રહેશે અને છાંટા પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અષાડી બીજે અમી છાંટણા થવાની શક્યતા છે અને અમદાવાદમા કદાચ અમી છાંટણા થવાની શકયતા છે.

આ પણ વાંચો :-

૦૪ જુલાઈ, ૨૦૨૪ / ગુરૂવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતા આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂ રહેશે.

વૃષભઃ

કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

‌મિથુનઃ

સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂ રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ

દિવસ દરમ્યાન શારિરીક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

‌સિંહઃ

નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ-ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ

આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ-બહેનો તથા પુરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ ‌

બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય, બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતું જણાય. વિદ્યાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃ‌શ્ચિકઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક-સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાવવવું.

ધનઃ

ગઇકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ

આવક ઘટતી જણાય. બચત ઓછી થાય છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવા પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ ‌

દિવસ દરમ્યાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સ્ત્રી વર્ગ તરફથી લાભ મળેવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા, કહ્યું કે તપાસ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

0

ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં ૧૨૧ ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કર્યો હતો. એ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સત્સંગની સમાપ્તિ પછી ભક્તો ભોલે બાબા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના સેવકો અને અંગત ગાર્ડ્સ (બ્લેક કમાન્ડો) જાતે જ ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા જેના લીધે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.

સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનામાં મોત પાછળ માત્ર અકસ્માત જ નહીં પરંતુ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. બુધવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ સીએમ યોગીએ પણ આ ઘટનાની ન્યાયિક તપાસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે અને જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે અલીગઢ એડીજીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.

યોગીએ કહ્યું કે આ પ્રકારની ઘટના માત્ર અકસ્માત ન હોઈ શકે તે વાતને અવગણી શકાય નહીં. જો અકસ્માત થાય તો પણ તેની પાછળ જવાબદાર કોણ? જો ઘટના બની હોય અને અકસ્માત ન હોય તો તે ષડયંત્ર છે. આ ષડયંત્ર પાછળ કોણ છે તે જાણવા અમે ન્યાયિક તપાસ કરીશું. તેની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે. જેમાં વહીવટીતંત્ર અને પોલીસના નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે અને સમગ્ર ઘટનાની તપાસ કરશે. જે પણ દોષિત હશે તેને સજા કરવામાં આવશે અને ઘટના ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. ન્યાયિક તપાસ માટે આજે જ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૪,૭૦૦ શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર જાહેર, જાણો આ છે નવા નિયમ ?

0

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે ૧૮ અને ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના ૨૪ જ કલાકમાં રાજ્ય સરકારે ૭૫૦૦ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ ૧૭,૨૦૦ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળી ૨૪,૭૦૦ શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ ૪૨,૭૫૯ જગ્યા ખાલી છે જેમાં ૨૪,૭૦૦ જગ્યા ભરી રહ્યા છે. જેથી ૧૮,૦૫૯ જગ્યા હજુ પણ ખાલી રહેશે.

શબ્દ કદાચ સડેલો હોઈ શકે પણ સમગ્ર રાજ્યનું શિક્ષણ આવુ ના હોઈ શકેઃ મંત્રી ઋષિકેશ પટેલપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૭૫૦૦ શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ ૧૭,૨૦૦ શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ મળી ૨૪,૭૦૦ નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સમય પત્રક બનાવ્યું છે. આજ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં ૧૨માં(ડિસેમ્બર)મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. ૨૦૧૧થી ૨૦૨૩ સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાઈ છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. ૨૯ જુલાઈ, ૨૦૨૩ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ ૨૦૨૩માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવાશે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ ૨૦૨૩માં TET-૧ અને TET-૨ પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે. એટલું જ નહીં, વર્ષ-૨૦૨૩ પહેલા TET-1 અને TET-૨ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-૨૦૨૩ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૮,૩૮૨ શિક્ષકની કાયમી ભરતી વધુ વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ ૯ અને ધોરણ ૧૦ની સરકારી શાળામાં કુલ ૫૦૦ અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં ૩,૦૦૦ એમ કુલ ૩૫૦૦ TAT-૧ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ ૧૧અને ધોરણ ૧૨માં સરકારી શાળામાં ૭૫૦ અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં ૩૨,૫૦૦ એમ મળીને TAT-૨ના કુલ ૪૦૦૦ જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં ૧૫૦૦ જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ૧૮,૩૮૨ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

રાજ્ય સરકાર આજે શિક્ષકોની ભરતીને લઈને કરશે જાહેરાત

0

રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોત સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ ૨૪૭૦૦ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત આઈ ગયો છે.

Gujarat Government seek for 7,500 teachers for permanent recruitmentલાંબા સમયથી રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતી અટકી પડી હતી, જેને લઈને ગાંધીનગરમાં ઉમેદવારોએ ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ ગયા અઠવાડિયે જ TAT અને TET ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક ૭૫૦૦ શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. ટેટ ૧ અને ૨ માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. સાથે જ મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની તાકીદ છે. પહેલા હાયર સેકન્ડરી ના ૭,૫૦૦ શિક્ષકોની આવશે જાહેરાત ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષક ની બે કેટેગરીમાં આવશે ભરતી. ઓક્ટોબર સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવા આદેશ અપાયો છે.

તાજેતરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ ૯ અને ઘોરણ ૧૦ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં ૩,૦૦૦ એમ કુલ ૩૫૦૦ TAT-૧ પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ ૧૧ અને ઘોરણ ૧૨ માં સરકારી શાળામાં ૭૫૦ અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં ૩૨૫૦ એમ મળીને TAT-૨ ના કુલ ૪૦૦૦ જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તાજેતરમાં ૧૫૦૦ જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૮,૩૮૨ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-