Home Blog Page 723

હાથરસ અકસ્માતમાં પીડિતોના પરિવારેને મળ્યાં રાહુલ ગાંધી

0

હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાત કરી હતી. તેમની સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે પણ વાત કરી હતી તેમજ પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળે તેવી માંગણી કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ત્વરીત સહાય આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત તેમણે આ દુર્ગટના માટે પ્રશાસન જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે મૃતકોના પરિવાર સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે તેઓ પીડિત પરિવાર સાથે હોવાનું પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે, હાથરસમાં નાસભાગ મચતા ૧૨૧થી વધુ લોકોના મોત થયા છે. જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.

Video: રાહુલ ગાંધી હાથરસ દૂર્ઘટના બાદ પીડિતોના ઘરે પહોંચ્યા, કહ્યુ - 'ચિંતા ના કરો, હવે અમે તમારો પરિવાર' | Video: Rahul Gandhi meets Hathras Stampede victims families, Know ...

રાહુલ ગાંધી હાથરસના ગ્રીન પાર્કમાં પીડિતોને મળ્યા હતા. તમામ પીડિતો આ પાર્કમાં એકઠા થયા હતા. તેઓ મુન્ની દેવી અને આશા દેવીના પરિવારજનોને મળ્યા હતા. સાથે માયા દેવીના પરિવારને પણ મળ્યા હતા. આ તમામ હાથરસના નવીપુર ખુર્દના રહેવાસી છે. રાહુલ ગાંધી આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓમવતીના પરિવારજનોને પણ મળ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં હાથરસ જિલ્લાના ૨૦ અને શહેરના ૧૦ લોકોનો સમાવેશ થાય છે.

અલીગઢ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ પીડિતોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલો સંસદમાં ઉઠાવશે અને તેમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા અમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. તેણે અમને સમગ્ર ઘટના વિશે અને તે કેવી રીતે બન્યું તે વિશે પૂછ્યું.

ઉત્તર પ્રદેશ સરકારે હાથરસ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. પોલીસે સત્સંગના આયોજકો વિરુદ્ધ FIR દાખલ કરી છે અને તેમના પર પુરાવા છુપાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે હાથરસની ઘટના માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

0

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી? - BBC News ગુજરાતી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

દાંતામા ૨૦૨ મિ.મી.,વડગામમાં ૧૦૦ મિ.મી., કડાણામાં ૮૪ મિ.મી., શેહેરામાં ૭૧ મિ.મી., તિલકવાડામાં ૬૭ મિ.મી., ખાનપુરમાં ૫૭ મિ.મી., કથલાલમાં ૫૧ મિ.મી., ગલતેશ્વરમાં ૪૯ મિ.મી., પાલનપુરમાં ૪૭ મિ.મી., કુકરમુંડામાં ૪૭ મિ.મી., કપરાડામાં ૪૫ મિ.મી., ઠાસરામાં ૪૫ મિ.મી., ઉમરપાડામાં ૪૦ મિ.મી., નાંદોદમાં ૩૯ મિ.મી., ઝઘડિયામાં ૩૪ મિ.મી., ઉમરગામમાં ૩૧ મિ.મી. ખેડબ્રહ્મામાં ૩૧ મિ.મી., હાલોલમાં ૩૧ મિ.મી અને સતલાસણામાં ૩૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી ૧૬મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

આ પણ વાંચો :-

બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટીની પ્રચંડ જીત, ઋષિ સુનકે સ્વીકારી હાર

ઇંગ્લેન્ડમાં આજે મત ગણતરી ચાલી રહી છે. આ વખતે બ્રિટેનમાં સુનકની સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ છે. લેબર પાર્ટીને બહુમતી મળી છે. જણાવી દઈએ કે અહીં ગુરુવારે મતદાન થયું. આ ચૂંટણીમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં ૬૫૦ મતદારક્ષેત્રો માટે ઉમેદવારો મેદાનમાં હતા. બે મુખ્ય પક્ષો ઉપરાંત લિબરલ ડેમોક્રેટ્સ, ગ્રીન પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP), SDLP, ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP), સિન ફીન, પ્લેઇડ સિમરુ, રિફોર્મ પાર્ટીએ પણ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દેશભરમાં લગભગ ૪૦,૦૦૦ મતદાન મથકો પર લગભગ ૪ કરોડ ૬૦ લાખ મતદારોએ મતદાન કર્યું હતું.

There were cheers': Architects react to Rishi Sunak's general election call

અગાઉ મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી હતી. BBC-Ipsos એક્ઝિટ પોલમાં Keir Starmerની આગેવાની હેઠળની લેબર પાર્ટી ૪૧૦ બેઠકો જીતશે તેવો દાવો કરાયો, જ્યારે વર્તમાન PM ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૧૩૧ બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.

યુકેમાં ૬૫૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યા સુધી મતદાન થયું હતું. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, જે મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે લેબર પાર્ટી ૧૪ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીને ૬૫૦માંથી ૧૩૧ બેઠકો મળવાની આશા હતી. જ્યારે લેબર પાર્ટીને ૪૧૦ સીટો જીતવાની આશા હતી.

આ પણ વાંચો :-

૦૫ જુલાઈ, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો શુક્રવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

05 મેષઃ

આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ. આવક જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

‌મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી. તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્ક‌ઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવક માં વધારો શકય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

‌સિંહઃ ‌

રાજકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ

વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી ‌શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પ‌િરવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

‌વૃ‌શ્ચિકઃ

જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ

દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્રફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

હાથરસ દુર્ઘટના કેસમાં યુપી પોલીસે ૬ આયોજકોની ધરપકડ

0

હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં ૧૨૭ લોકોના મૃત્યુ થયા હતા. આ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં પોલીસે કાર્યક્રમ આયોજકની પૂછપરછ બાદ ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ૧ લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 130 લોકોના મોત | Uttar Pradesh na Hathras Jillama Ek Satsang Darmiyan Thayeli Bhagdodma Lagbhag 130 lokona mot

તેમણે કહ્યું કે આ કેસના મુખ્ય આરોપી મુખ્ય સેવાદાર દેવ પ્રકાશ મધુકર પર ૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. તેની સામે ટૂંક સમયમાં બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવશે. ભોલે બાબાની પૂછપરછ કે ધરપકડ થવાની સંભાવના વિશે પૂછવામાં આવતા માથુરે કહ્યું કે, આગળ કોઈની ધરપકડ કરવામાં આવશે કે નહીં, તે તપાસ પર નિર્ભર કરશે. તપાસમાં કોઈની ભૂમિકા સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂરી હોય તો, ચોક્કસપણે પૂછપરછ કરવામાં આવશે. હાથરસ જિલ્લાના ફૂલરાઈ ગામમાં ભોલે બાબા દ્વારા આયોજિત સત્સંગમાં મંગળવારે ફાટી નીકળેલી નાસભાગમાં ૧૨૭ લોકો માર્યા ગયા અને ૩૧ અન્ય ઘાયલ થયા હતા.

હાથરસ દુર્ઘટના બાદ બીજા દિવસે સીએમ યોગી ઇજાગ્રસ્તોની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા અને ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું. પત્રકારોએ તેમને પૂછ્યું કે ભોલે બાબાને કેસમાં આરોપી કેમ ન બનાવવામાં આવ્યા? આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું, ‘પ્રથમ દૃષ્ટિએ, જે લોકોએ કાર્યક્રમ માટે પરવાનગી માટે અરજી કરી હતી તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેનો વ્યાપ વધશે અને તેના માટે જવાબદાર તમામ લોકો તેના દાયરામાં આવશે. મુખ્યમંત્રીની સૂચના પર બુધવારે આ મામલાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરવામાં આવી છે, જે તપાસ પૂર્ણ કરીને બે મહિનામાં રિપોર્ટ સોંપશે. આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ બ્રજેશ કુમાર શ્રીવાસ્તવ કરશે. કમિશનના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી હેમંત રાવ અને નિવૃત્ત IPS અધિકારી ભાવેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય, મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો

0

ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. ૩ જુલાઈના રોજ ૨૪૭૦૦ શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. આમ આ નિર્ણયનો લાભ ૯.૪૪ લાખ પેન્શનર્સ-કર્મચારી લાભ થશે.

અરે વાહ સરકારી કર્મચારીઓને બખ્ખા! હવે તો NPSમાં પણ 40-45 ટકા જેટલું પેન્શન મળશે

મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદાનુસાર, જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનાની તફાવતની રકમ જુલાઈના પગાર સાથે, માર્ચ અને એપ્રિલની તફાવતની રકમ ઓગસ્ટના પગાર સાથે તેમજ મે અને જૂનના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બરના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

આસામમાં પૂરની ભયાનક સ્થિતિ, અત્યાર સુધી ૪૫ લોકોના મોત, ૨૮૦૦થી વધુ ગામ પ્રભાવિત

0

દેશમાં કમોસમી વરસાદ વચ્ચે આસામમાં પૂરની સ્થિતિ વિકટ બની છે. સ્થિતિ એ છે કે રાજ્યમાં પૂરનું ગંભીર સંકટ યથાવત છે. આ સાથે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ સહિત તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરના કારણે આસામમાં અત્યાર સુધીમાં ૪૫ લોકોના મોત થયા છે. બુધવારે રાજ્યમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા હતા. રાજ્યમાં એકંદરે પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે, કારણ કે ૨૯ જિલ્લાઓમાં ૧૬.૨૫ લાખથી વધુ લોકો પૂરની બીજી લહેરથી પ્રભાવિત થયા છે.

આસામ પૂરઃ 15નાં મોત, 43 લાખ લોકો પ્રભાવિત, કેન્દ્રએ આપ્યા 251 કરોડ | India News in Gujarati
મધ્ય આસામના નાગાંવ અને દરરંગ અને બરાક ખીણમાં કરીમગંજ જીલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મીડિયાને સંબોધતા કહ્યું કે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા પર છે જેથી ૧૫ ઓગસ્ટ સુધીમાં અસરગ્રસ્ત લોકોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવે.

મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મીડિયાને સંબોધતા કહ્યું કે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા પર છે જેથી ૧૫ ઓગસ્ટ સુધીમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. તેમણે કહ્યું કે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે, તો અંદાજે બે દિવસમાં પૂરની સ્થિતિમાં સુધારો થશે એવી અપેક્ષા છે, પરંતુ અમારો ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે જુલાઈમાં પૂરની ત્રીજી લહેર પણ આવે છે. આસામમાં હાઈ એલર્ટ છે કારણ કે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. માહિતી મુજબ પૂરથી આસામમાં ૬,૦૦,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૪૬ લોકો મૃત્યુ પામ્યા છે. ૨૦૨૨ માં પૂરને કારણે ૪૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને ૪૫ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :-

ચોંકાવનારો કિસ્સો! કામના બોજથી પરેશાન રોબોટે કરી ‘આત્મહત્યા’

0

વિશ્વભરમાંથી આત્મહત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ટેક્નોલોજીના યુગમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તમામ દેશો પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવા માટે કાઉન્સેલિંગ કરી રહ્યા છે. તેમને દવાઓ દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે પરંતુ હવે આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે જેને બધાને ચોંકાવી દીધા છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે.

સ્પેનમાં કોરોનાના દર્દીઓને પરિવાર સાથે સંવાદ સાધી આપતો નવો રોબોટ વિકસાવવામાં આવ્યો | New telepresence robot helps Covid patients communicate with family in Spain

આ મામલો સાઉથ કોરિયાથી સામે આવ્યો છે. અહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આત્મહત્યા કરી લીધી છે. મધ્ય દક્ષિણ કોરિયામાં એક નગરપાલિકાએ જાહેરાત કરી છે કે તે એક એવા કેસની તપાસ કરશે જેમાં એક રોબોટે પોતાને સીડીથી નીચે ફેંકી દીધો. નગર નિગમના કામોમાં મદદ કરતો રોબોટ સેન્ટ્રલ સાઉથ કોરિયામાં એક રોબોટ નગર નિગમના કામોમાં સહાય કરી રહ્યો હતો. આ રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના નિવાસીઓને વહીવટીકામોમાં મદદ કરી રહ્યો હતો. જો કે ગયા અઠવાડિયે તે સીડીની નીચે નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળ્યો.

અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘રોબોટના ભાગોને એકત્ર કરવામાં આવ્યા છે અને તેને ડિઝાઇન કરનાર કંપની તેનું વિશ્લેષણ કરશે.’ અન્ય એક અધિકારીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘તે સત્તાવાર રીતે શહેરની મ્યુનિસિપાલિટીનો હિસ્સો હતો અને તે અમારામાંથી જ એક હતો.’ કેલિફોર્નિયામાં બેર રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલ આ રોબોટ સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનું પોતાનું પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતું. એક માળ સુધી મર્યાદિત અન્ય રોબોટ્સથી વિપરીત, તે એલિવેટરને કૉલ કરી શકે છે અને ફ્લોર ઉપર અને નીચે જઈ શકે છે.

આ પણ વાંચો :-

SENSEX ૮૦,૦૦૦ને પાર થતાં CJI ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ

0

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચુડે આજે ગુરુવારે શેરબજારોમાં નોંધપાત્ર ઉછાળા વચ્ચે બજાર નિયામક SEBI અને SITને સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે તેમના ‘સ્થિર પાયા’ની ખાતરી કરવા માટે વધુ ટ્રિબ્યુનલ બેંચની પણ હિમાયત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે અહીં નવા સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) સંકુલનું ઉદ્ઘાટન કરતી વખતે અધિકારીઓને વિનંતી કરી કે, તેઓ SATની નવી બેંચો ખોલવા પર વિચાર કરે કારણ કે ટ્રાન્ઝેક્શનના ઊંચા વોલ્યુમ અને નવા નિયમોને કારણે કામનું ભારણ વધી ગયું છે.

Chief Justice Chandrachud in Nepal

BSE એ આનંદની ક્ષણ તરીકે ૮૦,૦૦૦નો આંકડો પાર કર્યો હોવાના અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું કે આવી ઘટનાઓ નિયમનકારી સત્તાવાળાઓની જરૂરિયાત પર ભાર મૂકે છે કે જેથી વિજયની વચ્ચે દરેક વ્યક્તિ પોતાનું ‘સંતુલન જાળવી રાખે અને ધીરજ જાળવી રાખે.

ચીફ જસ્ટિસે કહ્યું કે શેરબજારમાં તમે જેટલી ગતિ જોશો. હું માનું છું કે સેબી અને SATની ભૂમિકા એટલી જ મોટી હશે. આ સંસ્થાઓ સાવચેતી રાખશે, સફળતાની ઉજવણી કરશે પણ તેનો પાયો સ્થિર રહે તેની પણ ખાતરી કરશે.  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને એસએટી જેવા અપીલ કોરમ સ્થિર અને અનુમાનિત રોકાણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે મૌટા રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

SAT ના પ્રિસાઇડિંગ ઓફિસર જસ્ટિસ પી.એસ. દિનેશ કુમારે કહ્યું કે SATમાં ૧,૦૨૮ અપીલ પેન્ડિંગ છે. તેણે ૧૯૯૭ માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ૬,૭૦૦ થી વધુ અપીલોનો નિકાલ કર્યો છે. ચીક જસ્ટિસે કહ્યું કે નાણાકીય ક્ષેત્રે સમયસર પગલાં લેવા અને ભૂલો સુધારવી અત્યંત મહત્વપૂર્ણ છે. મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે SATની નવી વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. તે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ડિજિટલ સેક્ટરમાં પ્રગતિ સાથે ન્યાયની પહોંયના ખ્યાલ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો :-

ભારતના ૧૦ શહેરોમાં ૭.૨ ટકા મૃત્યુનું કારણ વાયુ પ્રદૂષણ, જાણો સમગ્ર ઘટના

0

દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસથી જાણ થઈ છે કે તેનાથી આપણા સૌનું ચિંતિત થવું સ્વાભાવિક છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના ૧૦ શહેરોમાં દર વર્ષે ૩૩ હજાર લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થઈ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર ભારતમાં સ્વચ્છ હવાના ધોરણ, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી વધુ છે પરંતુ ઘણાં શહેરોમાં નક્કી ધોરણોથી પણ ઘણુ વધુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની છે. જેના કારણે લોકો ઘણી બિમારીઓનો ભોગ બની રહ્યાં છે.

વાયુ પ્રદૂષણ માટે સૌથી ભયાનક SO2 પેદા કરતા ભારતના સ્થળોમાં ગુજરાતના કચ્છનો સમાવેશ - Including Gujarats Kutch In Indias Most Dangerous So2 Generator For Air Pollution - Gujarat News News ...

રિપોર્ટ અનુસાર ભારતમાં સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવાના ધોરણો કરતા વધારે છે, પરંતુ ઘણા શહેરોમાં પ્રદૂષણ, નિર્ધારિત ધોરણો કરતા અનેકગણું વધારે છે જે એક મોટી સમસ્યા છે. જેના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. અહેવાલ મુજબ દેશના ૧૦ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે ૩૩ હજાર લોકોના મૃત્યુ થઇ રહ્યા છે જે શહેરોમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસીનો સમાવેશ થાય છે. આ અભ્યાસ ૨૦૦૮થી ૨૦૧૯ વચ્ચે કરવામાં આવ્યો હતો.

દિલ્હી બાદ સૌથી વધુ મોત વારાણસીમાં થયા છે, જ્યાં દર વર્ષે ૮૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે કુલ મોતની સંખ્યાના ૧૦.૨ ટકા છે. બેંગ્લુરુમાં ૨,૧૦૦, ચેન્નઈમાં ૨૯૦૦, કોલકાતામાં ૪૭૦૦ અને મુંબઈમાં લગભગ ૫૧૦૦ લોકોના મોત દર વર્ષે વાયુ પ્રદૂષણના કારણે થયા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જોકે હજુ પણ પહાડી શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર એક જોખમ જેવું છે. શિમલામાં દર વર્ષે ૫૯ મોત થયા છે, જે કુલ મોતના ૩.૭ ટકા છે. આ રિપોર્ટ સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવ, અશોકા યુનિવર્સિટી, સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ, સ્વીડનની કેરોલિન્સ્કા સંસ્થા, હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-