Home Blog Page 725

બિડેનના સ્થાને કમલા હેરિસ બની શકે છે અમેરિકાના નવા પ્રમુખ

અમેરિકામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવા જઈ રહી છે તે પહેલા અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાયડનને ડિમેન્શિયા છે અને મુખ્ય પ્રવાહના મીડિયા પર આ હકીકત દેશથી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ હોસ્ટે એવો પણ દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાયડનની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવી શકે છે.

જો બિડેન ડિમેન્શિયાથી પીડિત છે, કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે છે', અમેરિકન પત્રકારનો મોટો દાવો - 'Joe Biden is suffering from dementia, Kamala Harris can replace him ...

રિપોર્ટ અનુસાર, સિડનીના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ૪૦૦૦ ચાહકોની સામે બોલતા, ટકર કાર્લસને જણાવ્યું હતું કે, ‘સીએનએન પત્રકાર તરીકે આવેલા કેટલાક ડેમોક્રેટ કાર્યકરોએ એ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો કે જો બાયડનને ડિમેન્શિયા છે. કાર્લસને કહ્યું કે અમેરિકન મીડિયાનું એવું વર્તન જાણે કે તેમને આ વિશે હમણાં જ ખબર પડી હોય તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે જો બાયડન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ વધી શકશે નહીં.

ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લસને દાવો કર્યો હતો કે જો બિડેનને ડિમેન્શિયા છે, જે ભૂલી જવાનો રોગ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બિડેનના સ્થાને કમલા હેરિસને અમેરિકાના નવા પ્રમુખ બનાવી શકે છે. ટકરે અમેરિકન મીડિયાની ટીકા કરતા કહ્યું કે પત્રકારો મૂર્ખ છે અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર બેઈમાન છે, તેઓ સ્પષ્ટ માહિતી છુપાવે છે.

ટકર કાર્લસને કહ્યું, ‘વ્યક્તિગત રીતે, ઓબામા લોકોને કહી રહ્યા છે કે બાયડન જીતી શકશે નહીં, અને તેથી તેઓ ખુલ્લા સંમેલનની તરફેણમાં છે. બરાક ઓબામા એ કહેશે નહીં કે તેઓ કોને ટેકો આપે છે. ઓબામા અને બાયડન વચ્ચેના સંબંધો ક્યારેય સૌહાર્દપૂર્ણ રહ્યા નથી. એક સમયે બંને એકબીજાની ટીકા કરતા રહ્યા છે. અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે માનવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને વીડિયો કોલ પર બતાવ્યો વાવાઝોડાનું ભયાનક દ્રશ્ય

0

T૨૦ વર્લ્ડ કપ જીતવા છતાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ખરાબ હવામાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ છે. ખેલાડીઓ હોટલમાં બંધ છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ કરીને બાર્બાડોસનું હવામાન બતાવ્યું હતુ. કારણ કે. વિરાટ કોહલી પણ વાવાઝોડામાં ટીમ સાથે ફસાઈ ગયો છે. આખી ભારતીય ટીમ,સપોર્ટ સ્ટાફ, bcciના અધિકારીઓ બાર્બાડોસમાં ફસાઈ છે.બાર્બાડોસમાં ૩૦ જુલાઈના રોજ એરપોર્ટ પર અવર-જવર બંધ થઈ છે.

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ પર બતાવ્યુ વાવાઝોડાનું ભયાનક દ્રશ્ય, વીડિયો થયો વાયરલ

સમગ્ર T૨૦ વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું, પરંતુ તેણે ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ભારતે ૫૦ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, વિરાટ એક છેડે ઊભો રહીને પોતાની વિકેટ બચાવ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીએ ૫૯ બોલનો સામનો કરીને ૭૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા પણ જોવા મળ્યા હતા. કોહલીને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાને સીધુ દિલ્હી લઈ જતું ચાર્ટર પ્લેન બાર્બાડોસમાં ઉતરી શક્યું ન હતું. આ કારણે પરત ફરવામાં વધુ વિલંબ થઈ શકે છે. હાલ એરપોર્ટને ખુલ્લુ મુકવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ફ્લાઈટ શરૂ થઈ નથી. એવું માનવામાં આવે છે કે આગામી થોડા કલાકોમાં ફ્લાઈટ ટ્રાફિક શરૂ થઈ જશે.

આ પણ વાંચો :-

હાથરસ નાસભાગનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ભોલેબાબા પર થઈ શકે છે FIR

0

ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં લગભગ ૧૩૮થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર અને સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. દુર્ઘટના પાછળના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરતાં પોલીસે સત્સંગના આયોજકો સામે FIR નોંધી લીધી છે. જોકે FIRમાં ચોંકાવનારું એ રહ્યું કે બાબાનું નામ જ તેમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવાદાર સહિત અન્ય આયોજકો સામે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 130 લોકોના મોત | Uttar Pradesh na Hathras Jillama Ek Satsang Darmiyan Thayeli Bhagdodma Lagbhag 130 lokona mot

હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ૫ સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરવામાં આવી છે. અરજીમાં આ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે.

બપોરે લગભગ ૧૩.૩૦ વાગ્યે સત્સંગ સમાપ્ત થયા બાદ ભીડને રોકી હતી. અને ભોલે બાબા પાછળના દરવાજેથી જઈ રહ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓ બેકાબૂ બની ભોલે બાબાને પગે લાગવા પડપડી કરવા લાગ્યા અને નાસભાગ થઈ. લોકો એક-બીજા પર પગ મૂકીને દોડતા રહ્યા અને સત્સંગ મંડપ નજીક આવેલા ખાડામાં પડ્યા હતા. આ ખાડામાં એકની ઉપર એક દટાઈ જવાથી ગૂંગળામણમાં લોકો મૃત્યુ પામ્યા હતા.

હાથરસમાં નાસભાગને કારણે સેંકડો લોકોના મોતના મામલાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ એક પત્ર મોકલવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલા પત્રમાં અકસ્માતની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. એડવોકેટ ગૌરવ દ્વિવેદીએ ચીફ જસ્ટિસને પત્ર પિટિશન મોકલી છે.

આ પણ વાંચો :-

સંસદમાં PM મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસે કર્યુ વોકઆઉટ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને પરજીવી ગણાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી નિશાન તાકવાનું ચાલુ રાખ્યું હતું. પીએમ સ્પીચ દરમિયાન જ વિપક્ષના સભ્યોએ વેલમાં ઉતરી ભારે નારેબાજી કરી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.

જુઠ્ઠાણું ફેલાવનારા સત્ય સાંભળી શકતા નથી, એટલે…', રાજ્યસભામાં વિપક્ષના વોકઆઉટ પર મોદીની કોમેન્ટ – Gujaratmitra Daily Newspaper

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં કેટલાક લોકો બેઠા છે જે કહે છે કે આમાં શું છે, આ તો થવાનું જ છે. તેઓ ઓટો પાયલોટ મોડમાં સરકાર ચલાવવા માટે ટેવાયેલા છે, રાહ જોવામાં માને છે. અમે સખત મહેનતમાં માનીએ છીએ. આવનારા પાંચ વર્ષ મૂળભૂત સુવિધાઓના સંતૃપ્તિના છે. સામાન્ય માનવતાઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. અમે તે પ્રકારનું શાસન પ્રદાન કરીશું. આવનારા પાંચ વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ છે. ગરીબી સામેની લડાઈમાં આ દેશનો વિજય થશે, હું 10 વર્ષના અનુભવના આધારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું. જ્યારે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, ત્યારે તેની અસર જીવનના દરેક ક્ષેત્ર પર પડશે. વિસ્તરણ અને વિકાસની ઘણી તકો ઉપલબ્ધ થવાની છે.

વિપક્ષના આક્ષેપ અંગે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે, મેં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને કોઈપણ પ્રતિબંધ વિના બોલવાની તક આપી. આજે તેમણે ગૃહ છોડ્યું નથી, પરંતુ ગૌરવ છોડી દીધું છે. અધ્યક્ષ જગદીપ ધનખરે વોકઆઉટની નિંદા કરતા કહ્યું કે ‘આનાથી દેશના ૧૪૦ કરોડ લોકોને નુકસાન થશે. આજે તેઓએ ગૃહ નથી છોડ્યું, મર્યાદા છોડી દીધી છે. આ અમારું કે તમારું અપમાન નથી, આ ગૃહનું અપમાન છે. તેઓ મને પીઠ દેખાડીને નથી ગયા, પણ ભારતના બંધારણને પીઠ બતાવી છે. હું ખૂબ જ દુઃખી છું, ભારતના બંધારણનું આટલું અપમાન, આટલી મોટી મજાક. મને આશા છે કે તેઓ આત્મમંથન કરશે.’

PM મોદી આજે રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે, ૬૦ વર્ષ પછી એવું બન્યું છે કે ત્રીજી વખત સરકાર આવી છે. છ દાયકા પછી બનેલી આ ઘટના એક અસામાન્ય ઘટના છે. કેટલાક લોકો જાણી જોઈને મોઢું ફેરવીને બેઠા હતા. તેમને સમજાયું નહીં. જે લોકોએ તે દિશામાં હોબાળો મચાવ્યો દેશની જનતાની તર્કસંગતતાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. છેલ્લા બે દિવસથી મેં જોયું છે કે હાર પણ સ્વીકારવામાં આવી રહી છે, જીતને પણ કર્કશ મનથી સ્વીકારવામાં આવી રહી છે. હું અમારા કેટલાક કૉંગ્રેસના સાથીદારોનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું કે જ્યારથી પરિણામો જાહેર થયા છે ત્યારથી હું એક સાથીદારની બાજુથી જોઈ રહ્યો છું, તેમનો પક્ષ તેમને સાથ આપી રહ્યો ન હતો પરંતુ તે એકલા ઝંડા લઈને દોડી રહ્યા હતા. જેઓ આવું કહેતા હતા તેમના મોઢામાં સાકર હતી. અમારી સરકારના ૧૦ વર્ષ થયા હજુ ૨૦ વર્ષ બાકી છે. અમારી સરકારનો એક તૃતીયાંશ પૂર્ણ થયો છે, હજુ બે તૃતીયાંશ બાકી છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં સત્સંગમાં ભાગદોડમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત, ૨૨ ઘાયલ

0

ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મંગળવારે હાથરસમાં બનેલી ઘટનાની તપાસની માંગ કરવામાં આવી છે અને આ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Hathras stampede: Overcrowding among reasons that killed 121, FIR registered, baba missing - India Today

સૂરજપાલ સિંહ ક્યારેય પણ પોતાના આયોજનોમાં પોલીસ પ્રશાસનની મદદ લેતા નથી. ભારે ભીડ એકઠી થાય તો પોતાના અનુયાયીઓને જ સુરક્ષા વ્યવસ્થામાં ઉભા કરી દે છે. આ ટીમને સૂરજપાલ સિંહે નારાયણી સેનાનું નામ આપ્યુ હતું. આ નારાયણી સેનામાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે. સૂરજપાલ સિંહ એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. તેણે દાવો કર્યો છે કે, તે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો, અને બાદમાં ઈન્ટેલિજન્સ યુનિટમાં ૧૮ વર્ષ સુધી સેવા આપી છે. તેમના સમર્થકોએ દાવો કર્યો છે કે, તે ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ કામ કરી ચૂક્યા છે.

મંગળવારના રોજ હાથરસ જિલ્લાના સિકંદરરૌ નગરના ફૂલરાઈ ગામમાં નારાયણ હરિ ઉર્ફે ભોલે બાબાનો માનવ મંગલ મિલન સદભાવના સમાગન નામથી સત્સંગ યોજાયો હતો. સત્સંગ પૂરો થતાં જ બાબાની કાર ભીડમાંથી પસાર થઈ, લોકો તેમની તરફ દોડ્યા. આ નાસભાગમાં લોકો એકબીજાની ઉપર પડવા લાગ્યા. વરસાદના કારણે થયેલા કાદવ-કીચડને કારણે પણ સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ઘાયલોને હાથરસ, એટાહ અને અલીગઢ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દરેકને ૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આજે યોગી આદિત્યનાથ પોતે હાથરસ પહોંચી રહ્યા છે.

યુપીના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે પુષ્ટિ કરી છે કે, હાથરસ સત્સંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૩૮ લોકોના મોત થયા છે. આ સિવાય અલીગઢ, આગ્રા અને એટાહમાં ૨૨ ઘાયલોની સારવાર ચાલી રહી છે. કહ્યું કે તપાસમાં એ પણ બહાર આવવું જોઈએ કે શું થયું કે અકસ્માતમાં વધુ લોકો માર્યા ગયા અને ઓછા ઘાયલ થયા. સરકારે આ મામલાની તપાસ એડીજી અને ડિવિઝનલ કમિશનરને સોંપી છે.

આ પણ વાંચો :-

સુરતમાં બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી, જાણો સમગ્ર ઘટના

ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુ. પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડબોડી મળી આવી હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતુ. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Woman's skeleton found in a concrete-filled barrel floating on Kochi lake | Latest News India - Hindustan Times

ગતરોજ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરૂ જગ્યા પરથી સિમેન્ટ ભરેલુ શંકાસ્પદ ડ્રમ હોવાની પોલીસને માહિતી મળી હતી. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલુ ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતુ અને પગ જેવું શારીરિક અંગ નજરે પડતા તેમાં લાશ હોવાની પ્રબળ શંકા જન્મી હતી. ભારે જહેમત બાદ ડ્રમ તોડી શકાયું હતું

ડ્રમમાં લાશ ઉપર કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. પોલીસ માટે પડકાર એ હતો કે, આટલું ભારે ભરખમ ડ્રમ લઈ કેવી રીતે જવું? છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક યુવતીની ઉંમર ૩૦ વર્ષની હોવાનું અનુમાન છે. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન  ૨૦૦થી ૨૫૦ કિલોગ્રામ જેટલું હતું. પોલીસે મતુર્ક યુવતીની ઓળખ અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સેન્સેક્સમાં ઐતિહાસિક તેજી, પ્રથમ વખત ૮૦ હજારને પાર, નિફ્ટી ૨૪,૩૦૦ પહોંચી

0

આજે સપ્તાહના ત્રીજા દિવસે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગ રેકોર્ડ સ્તરે શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત ૮૦ હજારને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ ૨૪૩૦૦ના સ્તરની નજીક પહોંચી ગયો છે. સવારે ૯:૩૬ કલાકે સેન્સેક્સ ૪૬૦.૬૬ (૦.૫૭%) પોઈન્ટ વધીને ૭૯,૯૧૮.૯૭ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી ૧૩૪.૩૧ (૦.૫૬%) પોઈન્ટ વધીને ૨૪,૨૫૮.૧૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. દેશની અગ્રણી ખાનગી ધિરાણકર્તા એચડીએફસી બેંકની મજબૂતીથી આજે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કારણે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

Closing bell: Nifty breaches 10700; Sensex dives 378 points; Finance, metal  stocks weigh | Mintબુધવારે શેરબજારમાં તોફાની શરૂઆત રહી. સેન્સેક્સમાં એકસાથે ૪૮૧.૪૪ પોઈન્ટ એટલે કે ૦.૬૧%નો ઉછાળો આવ્યો હતો. તે ૭૯૯૯૨.૮૯ પર ઓપન થયું અને અમુક જ મિનિટોમાં ૫૭૯.૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૦૦૦ને પાર થઇ ગયું. તે છેલ્લે ૮૦૦૩૯.૨૨ ના લેવલને સ્પર્શી ગયું હતું. મંગળવારે ક્લોઝિંગ વખતે સેન્સેક્સ ૦.૦૪% ગગડી ૭૯૪૪૧.૬૬ ના લેવલે બંધ થયું હતું. જ્યારે નિફ્ટીમાં પણ ૦.૦૭%નો ઘટાડો થયો હતો અને તે ૨૪૧૨૩.૮૫ના લેવલ પર બંધ થયું હતું.

સ્થાનિક શેરબજારને વૈશ્વિક બજારોમાંથી પણ ટેકો મળી રહ્યો છે. ગઈકાલે મંગળવારે વોલ સ્ટ્રીટના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૦.૪૧ ટકા, S&P ૫૦૦૦.૬૨ ટકા અને નાસ્ડેક ૦.૮૪ ટકા ઉછાળા પર હતા. આજે એશિયન બજારો પણ મજબૂત છે. જાપાનનો નિક્કી શરૂઆતના વેપારમાં ૦.૮૪ ટકા સુધર્યો હતો, જ્યારે ટોપિક્સ ૦.૦૮ ટકા મજબૂત હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૨૬ ટકા અને કોસ્ડેક ૦.૫ ટકા અપ હતો. જોકે, હોંગકોંગનો હેંગસેંગ શરૂઆતી નુકસાનના સંકેતો બતાવી રહ્યો છે.

આ પણ વાંચો :-

સુરતમાં સીઝનના પહેલા જ વરસાદમાં ગામ નદીમાં ફેરવાયું

રાજ્યામાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેથી કુંભારીયા ગામમાં પાણી ભરાયા છે. કુંભારીયા ગામના પાદર ફળિયામાં પાણી ભરાયા છે. પાદર ફળિયાના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અંદાજે ૫૦ જેટલા ઘરો કમર સુધીના પાણી આવી ગયાં છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Surat Rain : સીઝનના પહેલા જ વરસાદમાં ગામ નદીમાં ફેરવાયું, છેલ્લા ચારથી પાંચ વર્ષથી સમસ્યાનો કોઈ હલ નહીં

લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. સાથે જ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લોકોએ પોતાનો માલ સામાન હટાવી લીધો હતો. ગાદલાં-ગોદડા સહિતનો સામાન પલળી ગયો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.સ્થાનિક કલાબેને કહ્યું કે, દરવર્ષે અહિં પાણી આવી જાય છે. તકલીફ હમણાં વધારે થાય છે. રહેવા અને ખાવાના ઠેકાણા નથી હોતા. કોના ઘરમાં કેટલા દિવસ સાજા માંદા રહેવું.

ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ૨૦૬ તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો :-

લાઇવ મેચ દરમિયાન ઝાંગ ઝીજીને બેડમિન્ટન કોર્ટ પર આવ્યો હાર્ટ એટેક

0

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં એક દુઃખદ ઘટના બની છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચીન અને જાપાન વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં બેડમિન્ટન કોર્ટ પર ચીનનું પ્રતિનિધિત્વ ઝાંગ ઝીજીએ કર્યું હતું જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કાઝુમા કવાનાએ કર્યું હતું. મેચ દરમિયાન ચીનનો ખેલાડી કોર્ટ પર પડી ગયો અને તેનું મોત નીપજ્યું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા યુઝર્સ તેના મોત પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

बैडमिंटन कोर्ट: जानें आकार के साथ साथ वह सबकुछ जो आपको जानना चाहिए

ઝાંગ ઝીજી રવિવારે મોડી સાંજે જાપાનના કાઝુમા કાવાના સામે સિંગલ્સ મેચમાં રમી રહ્યો હતો. પહેલી ગેમ ૧૧-૧૧ પર ચાલી રહી હતી ત્યારે અચાનક ઝાંગ જમીન પર પડી ગયો. મેદાન પર જ તેની સારવાર કરવામાં આવી અને પછી એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

બેડમિન્ટન એશિયા અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડોનેશિયા (PBSI) એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચાઈનાનો સિંગલ્સ ખેલાડી ઝાંગ ઝીજી રવિવારે સાંજે મેચ દરમિયાન કોર્ટ પર પડી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે રાત્રે ૧૧:૨૦ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.” ટૂર્નામેન્ટના ડૉક્ટર અને મેડિકલ ટીમે તેની સારવાર કરી અને બે મિનિટથી પણ ઓછા સમયમાં તેને હોસ્પિટલ લઈ ગયા. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “બેડમિન્ટન જગતે એક પ્રતિભાશાળી ખેલાડી ગુમાવ્યો છે.” PBSIના પ્રવક્તા બ્રોટો હેપ્પીએ જણાવ્યું હતું કે, તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે ઝાંગને હાર્ટ એટેક આવ્યો હતો.

આ પણ વાંચો :-

માતાએ દીકરાની અસ્થિમાથી ટેટૂ ચીતરાવ્યું

0

રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. વેકશનની મજા માણવા માટે આવેલા બાળકો, તેમના માતા-પિતા સહિત ગેમઝોનના કર્મચારીઓ કુલ ૨૭ લોકો આ દુર્ઘટનામાં બળીને ભડથું થઈ ગયા હતા. આ દુર્ઘટનાને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં મૃતકોના સ્વજનોની આંખોમાંથી આંસુ સૂકાય રહ્યા નથી. ત્યારે આજે રાજકોટમાંથી સામે આવેલા એક બનાવ વિશે જાણીને તમારી આંખો પણ ભરાઈ આવશે. વાસ્તવમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દીકરાની યાદમાં માતાએ દીકરાની રાખ સાહિમાં ભેળવીને તેની તસવીર પોતાના હાથમાં ચિતરાવી છે.

રાજકોટના નિર્મલા રોડ પર રહેતા રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ ૧૨) તેમના મામા, માસા-માસી, તેમના દીકરા-દીકરી સહિત ૧૦ જેટલા લોકો સાથે ૨૫ મે ૨૦૨૪ના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે ગેમ રમવા માટે ગયા હતા. ઘરેથી હસતા મોઢે નીકળેલ રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.

જ્યારે ગેમઝોનમાં તેઓ ઉપરના માળે ટ્રેમ્પોલિંગ ગેમ રમતાં હતાં. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં રાજભાની સાથે સાથે તેમના મામા ઓમદેવસિંહ ગોહિલ, માસા વિરેન્દ્રસિંહ જાડેજા, માસાનો દીકરો ભાઈ ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, માસાની ભત્રીજી દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ ૫ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો :-