Home Blog Page 689

વાયનાડ ભૂસ્ખલનનો મૃત્યુઆંક પહોંચ્યો 400ને પાર, રાહત બચાવ કાર્ય હજુ યતાવત

0

કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં લગભગ 400 લોકોના મોત થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે. 152 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. 2018 પછી રાજ્યમાં આ સૌથી ખરાબ ચોમાસાની આફતો પૈકીની એક છે. આ દુર્ઘટનામાં અનેક મકાનો ધરાશાયી થયા છે.

Image

CM ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભૂસ્ખલનનું મૂળ, પુંચીરીમટ્ટમ, મુંડક્કયી અને ચુરલમાલા જેવા ગામો અને સોચીપારા ધોધ અને ચલીયાર નદીના કિનારે નિલામ્બુર સુધીના જંગલ વિસ્તારોની શોધ ટીમો દ્વારા નજીકથી તપાસ કરવામાં આવી હતી. હેલિકોપ્ટરનો ઉપયોગ સર્ચ ટીમોને જોખમવાળા અને ખતરનાક સનરાઇઝ વેલી વિસ્તારમાં પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. આવતીકાલે પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. શરીરના ત્રણ અંગો મેપ્પડી વિસ્તારમાંથી અને ચાર નિલામ્બુરમાંથી મળી આવ્યા હતા.

વાયનાડમાં રાહત કામગીરીની દેખરેખ રાખતી ચાર મંત્રીઓની કેબિનેટ સબ-કમિટીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોના લોકો, જેમણે તેમના ઘરો ગુમાવ્યા છે અને હાલમાં રાહત શિબિરોમાં છે, તેઓને ટૂંક સમયમાં PWD ક્વાર્ટર્સ અને ખાનગી રિસોર્ટ્સ સહિત ખાલી સુવિધાઓમાં ખસેડવામાં આવશે ટ્રાન્સફર કરવામાં આવશે. આ પગલું ભરવામાં આવી રહ્યું છે કારણ કે હાલમાં જિલ્લાની સરકારી શાળાઓમાં શિબિરોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને ઉચ્ચ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વર્ગો ફરી શરૂ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો :-

ઓલિમ્પિકમાં ભારતને લાગ્યો મોટો ઝટકો, વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ

0

પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે.

Vinesh Phogat disqualified from Paris Olympic 2024: गोल्ड का मौका था, अब रहेंगी खाली हाथ... विनेश फोगाट क्यों हुईं पेर‍िस ओलंप‍िक में अयोग्य घोष‍ित, जानें पूरा मामला ...

વિનેશ ફોગાટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે, આ ખૂબ જ નિરાશાજનક છે કે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, જે 50 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી તેને વજન વધારે હોવાને કારણે મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે થયું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.

ગોલ્ડ મેડલ મેચમાંથી ગેરલાયક ઠરેલી વિનેશ ફોગાટ હવે ન તો ગોલ્ડ મેડલ જીતી શકશે કે ન તો સિલ્વર, 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું છે. હવે આ કેટેગરીમાં માત્ર બે કુસ્તીબાજોને મેડલ આપવામાં આવશે, જેમાંથી એક USAના કુસ્તીબાજ હશે જેણે ગોલ્ડ મેડલ જીત્યો અને બીજો બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ હશે.

વિનેશ ફોગાટને કોઈ મેડલ નહીં મળે. આ પહેલીવાર નથી જ્યારે વિનેશ ફોગાટે 50 કિગ્રા કેટેગરીમાં ક્વોલિફાય થવા માટે વધુ વજનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય કારણ કે અગાઉ તે 53 કિગ્રા કેટેગરીમાં ભાગ લેતી હતી. અગાઉ, તેણીને ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તેણી ખૂબ જ સાંકડા માર્જિનથી સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં શેખ હસીનાના અવમી લી પાર્ટીના ૨૦ નેતાઓની હત્યા

0

બાંગ્લાદેશમાં શેખ હસીનાના અવમી લી પાર્ટીના ૨૦ નેતાઓની હત્યા કરવામાં આવી છે, તેમના મૃતદેહ મળી આવ્યા છે, આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા છે અને તેમના મૃતદેહો મળી આવ્યા છે. અવામિ લીગના નેતાઓ અને તેના પરિવારજનોના ૨૯ મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે. દેશભરમાં અવામી લીગના અનેક કાર્યાલય સળગાવી દેવાયા, લૂંટફાટ ચાલુ.

બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદે કહ્યું છે કે સોમવારથી આજ સુધીમાં ૨૦૦ થી ૩૦૦ હિન્દુઓના મકાનો અને દુકાનોમાં તોડફોડ થઈ છે, ૧૫ થી ૨૦ હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું છે અને સંસ્થાના મહામંત્રી રાણા દાસગુપ્તાના કહેવા પ્રમાણે આ હિંસામાં ૪૦ થી વધુ હિન્દુઓ ઘાયલ થયા છે.

Swadesh News

૨૭ જિલ્લાઓમાં હિન્દુઓ ઉપર હુમલાઓ ચાલુ છે. 

બાંગ્લાદેશના શુભ ખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકા ખાતેનો દોઢસો વર્ષ જૂનું મકાન લૂંટફાટ પછી સળગાવી દેવાયું છે. શેખ હસીનાની કેબિનેટના પ્રધાનો દેશ છોડી ભાગવા મંડ્યા છે, વિદેશ મંત્રી હસન મહેમુદની ઢાકા એરપોર્ટથી ધરપકડ થઈ છે, તેઓ ભારત આવવા નીકળી રહ્યા હતા, જોકે બળવા પહેલા જ અનેક પ્રધાનો અને નેતાઓ દેશ છોડી નાસી છૂટ્યા હતા. બાંગ્લાદેશની ૧૭ કરોડની વસ્તીમાં ૮% હિન્દુઓ છે. હિન્દુ એસોસિએશન કહ્યું છે કે હિન્દુઓના મકાનો, વ્યવસાયો, દુકાનો અને મંદિરોમાં ચારેકર સતત તોડફોડ થઈ છે.

બાંગ્લાદેશની કેર ટેકર સરકારનું નેતૃત્વ સંભાળનાર નોબેલ વિજેતા મોહમ્મદ યુનસ અત્યારે પેરિસમાં છે અને તેમની સારવાર ચાલુ છે, તેઓ તરત જ બાંગ્લાદેશ પાછા ફરી રહ્યા છે. બાંગ્લાદેશમાં આગ બબુલા બનેલ લોકોના ટોળાઓએ એક સાથે અનેક આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓના મકાનો અને દુકાનોમાં તોડફોડ કરી છે સળગાવી દીધા છે. ઢાકામાં બંગ બંધુ એવન્યુમાં હવાની લીગની ઓફિસને નિશાન બનાવાયું છે.

બાંગ્લાદેશની બેન્કો ખુલી ગઈ છે પરંતુ સુરક્ષાની કમીને લીધે સેવાઓ મર્યાદિત ચાલુ થઈ છે. મોટાભાગની બેંક અને એટીએમને લૂંટફાટથી બચાવવા માટે બંધ રાખવામાં આવેલ છે. રોકડ રકમનું ટ્રાન્સપોર્ટેશન પણ કરવામાં આવતું નથી. બેંક કર્મચારીઓ ઓફિસમાં પાછા આવતા ડરી રહ્યા છે. તેર વર્ષ બંધ રહ્યા પછી પ્રતિબંધિત બંગલા દેશ જમાત એ ઈસ્લામી દ્વારા ઢાકામાં તેમનું કેન્દ્રીય કાર્યાલય ફરી ખોલી નાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

અમેરિકી નેતાઓની હત્યાના પ્રયાસ કેસમાં એક પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ

0

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓની હત્યાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે. ન્યૂયોર્ક શહેરમાં એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, જે રાજકારણીઓને મારવા અમેરિકા આવ્યો હતો. આ વ્યક્તિના ઈરાનની સરકાર સાથે પણ સંબંધો છે, જે અમેરિકાને પોતાનો દુશ્મન માને છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ન્યાય વિભાગે ધરપકડ કરાયેલા વ્યક્તિ પર રાજકીય હત્યાનું કાવતરું ઘડવાનો અને ઈરાની સરકાર સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો છે. ધરપકડ કરાયેલા કથિત હત્યારાનું નામ આસિફ રઝા મર્ચન્ટ છે. જે અમેરિકન ધરતી પર તેના નેતાઓ અને અધિકારીઓને મારવા માટે આવ્યો હતો.

ટ્રમ્પ અને અમેરિકન અધિકારીઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ, પાકિસ્તાન પર ઈરાન સાથે સંબંધ હોવાના આરોપ - TRUMP ASSASSINATION PLOT

FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રે એ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ખતરનાક હત્યાનું ષડયંત્ર કથિત રીતે ઈરાન સાથે ગાઢ સબંધ ધરાવનાર એક પાકિસ્તાની નાગિરિકે કરી હતી અને તે જાહેર રીતે ઈરાનની વ્યૂહનીતિનો હિસ્સો છે. કોઈ જાહેર અધિકારી અથવા કોઈ અમેરિકી નાગરિકને મારવાનું વિદેશી ષડયંત્ર દેશની સુરક્ષા માટે ખતરો છે.

કોર્ટના દસ્તાવેજો પ્રમાણે આસિફ મર્ચન્ટ એક પાકિસ્તાની નાગરિક છે. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેનો જન્મ 1978ની આસપાસ કરાચીમાં થયો હતો. FBIએ જણાવ્યું કે, આસિફ મર્ચન્ટની પત્ની અને બાળકો ઈરાનમાં છે અને પાકિસ્તાનમાં તેનું વધુ એક પરિવાર છે. અમેરિકી જસ્ટિસ વિભાગે જણાવ્યું કે, તેના ટ્રાવેલ રેકોર્ડ પ્રમાણે આસિફ મર્ચન્ટ મોટા ભાગે ઈરાન, સીરિયા અને ઈરાક જતો હતો.

આસિફ રઝાએ હત્યા કરવા માટે જેમની નિમણૂક કરી હતી તેઓ FBI એજન્ટ હતા. FBI ન્યૂયોર્ક ફીલ્ડ ઓફિસના કાર્યકારી સહાયક નિર્દેશક ક્રિસ્ટી કર્ટિસે કહ્યું કે, “સદનસીબે, જે હત્યારાઓને આસિફ મર્ચન્ટે કથિત રીતે ભાડે રાખવાનો પ્રયાસ કર્યો હતો તે અંડરકવર FBI એજન્ટો હતા. આ મામલો ન્યુયોર્ક, હ્યુસ્ટન અને ડલાસમાં અમારા એજન્ટો, એનાલિસ્ટ અને પ્રોસિક્યુટર્સના સમર્પણ અને પ્રયત્નોને રેખાંકિત કરે છે.

ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના US એટર્ની બ્રાયન પીસે જણાવ્યું હતું કે, વિદેશમાં બીજા લોકો વતી કામ કરતી વખતે, મર્ચન્ટે અમેરિકન ધરતી પર US સરકારના અધિકારીઓની હત્યાની યોજના બનાવી હતી. આ મામલો દર્શાવે છે કે આ ઓફિસ અને US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમારા દેશની સુરક્ષા, અમારા સરકારી અધિકારીઓ અને અમારા નાગરિકોને વિદેશી જોખમોથી બચાવવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેશે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારી વતન પરત

0

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકાવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા-જુદા સ્થળો પર હિંસક ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનાઓથી છેલ્લા બે દિવસમાં લગભગ 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે આ સમગ્ર હિંસક ઘટનામાં 300થી વધુ બાંગ્લાદેશ લોકો માર્યા ગયા છે. આ ઘટનાઓને જોતાં ઢાકા જતી ઘણી ભારતીય એરલાઇન્સ બંધ કરી દેવાઈ હતી, જે આજથી ફરીથી શરૂ થઈ રહી છે.

300 'નેરો-બોડી' વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન | chitralekha

મળતી માહિતી અનુસાર બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ઢાકાથી 199 મુસાફરો અને 6 નવજાતને લઈને દિલ્હી એરપોર્ટ પહોંચી છે. જેમાં 190 લોકો ભારતીય દૂતાવાસના કર્મચારી સામેલ છે. બાંગ્લાદેશમાં ખરાબ સ્થિતિની વચ્ચે લગભગ 15 હજાર ભારતીય ત્યાં ફસાયેલા છે. આ ભારતીયોને સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર ઢાકાના સંપર્કમાં છે. કાલે એર ઈન્ડિયા અને આજે IndiGo અને Vistara ની એર સર્વિસ શરૂ થવાથી ત્યાં ફસાયેલા ભારતીયો ટૂંક સમયમાં જ પોતાના વતન પાછા આવી શકે છે. વતન વાપસીનું કાર્ય શરૂ થઈ ચૂક્યો છે.

આ સિવાય લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ સૈફુલ આલમને વિદેશ મંત્રાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ મોજીબુર રહેમાનને GOC આર્મી ટ્રેનિંગ અને ડોક્ટ્રિન કમાન્ડ નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ અહેમદ તબરેઝ શમ્સ ચૌધરીને આર્મીના ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ISPR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લેફ્ટનન્ટ જનરલ મિજાનુર શમીમને બાંગ્લાદેશ આર્મીના ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ શાહીનુલ હકને એનડીસીના કમાન્ડન્ટ અને મેજર જનરલ એએસએમ રિદવાનુર રહેમાનને એનટીએમસીના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

પેરિસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરનું વિમાન મથકે ભવ્ય સ્વાગત

0

યુવા ભારતીય શૂટર મનુ ભાકર બુધવારે સવારે ભારત આવી પહોંચી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના ઘરે પરત ફરવા પર ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતાને જોવા મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા.

ભારતની નવી શૂટિંગ ક્વીન મનુ ભાકરઃ યુવતીઓની પ્રેરણાસ્ત્રોત | chitralekha

પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં શૂટિંગ ઈવેન્ટમાં બે કાંસ્ય પદક જીતી જનાર મનુ ભાકરે આજે ભારત પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે, હરિયાણા તેના ઉપર ગર્વ કરશે. મનુ ભાકર વિમાન મથકની બહાર આવી ત્યારે ખુલ્લી જીપમાં તેની સાથે તેના કોચ જસપાલ રાણા પણ હતા. ઉપસ્થિત ચાહકોએ બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

મનુ વિમાન મથકની બહાર આવી ત્યારે ચાહકોએ તેના સમર્થનમાં ઢોલ-નગારાં વગાડ્યાં હતા, ચાહકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રો પણ પોકાર્યા હતા. મનુ હાલ પરત આવી ગઈ છે પરંતુ ઓલિમ્પિકના સમાપન સમારંભમાં ભારતીય ટુકડીનું સુકાન તેને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાને કારણે મનુ રવિવારે પેરિસ પરત જશે.

પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે મહિલાઓ માટેની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને હાલની ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ 10 મીટર મિક્સ એર પિસ્તોલ સ્પર્ધામાં સરબજોત સિંહની સાથે મળીને વધુ એક કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. આ પછી તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં છેક જીતની નજીક પહોંચી ગઈ હતી અને ત્રીજો મેડલ જીતીને ઇતિહાસ બનાવી શકે તેમ હતી, પરંતુ સાવ સાધારણ અંતરથી તે નિશાન ચૂકી જતાં ત્રીજો મેડલ જીતી શકી નહોતી.

આ પણ વાંચો :-

૦૭ ઓગસ્ટ, ૨૦૨૪, આજના દિવસે આ રાશિ જાતકો માટે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે, આજે નોકરીમાં પ્રમોશન મળશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે, ત્યાર બાદ મોજ.શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સત્તાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્રવર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

‌સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિ‌સ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ‌-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ ‌

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃ‌શ્ચિકઃ

નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ ‌

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

નાગપુરમાં રેલવે કામ શરૂ થતા ગુજરાતની આટલી ટ્રેનોને થશે અસર

0

એક તરફ વરસાદને લીધે રેલવેને થોડી ઘણી અસર થઈ છે ત્યારે બીજી બાજુ રેલવે વિવિધ સમારકામ હાથ ધરતી હોય છે, તેને લીધે પણ ટ્રેનસેવાઓને અસર થયા કરે છે. હાલમાં મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ઉપડતી અથવા પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ સાથે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ચાલી રહેલા કામને લીધે અમદાવાદ આવતી અમુક ટ્રેનસેવાને અસર થશે. તો જાણી લો વિગતો.

Temple towns in mind, train toilets to be discharge-free | India News - The Indian Express

રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  • 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ હાવડાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ.
  • 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન સંખ્યા12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ.
  • 16 ઓગસ્ટ 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
  • 19 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ
  • 10 અને 17 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
  • 12 અને 19 ઓગસ્ટ 2024ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.
  • 18 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
  • 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.
  • 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
  • 17 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ.

લખનઉથી આવતી ટ્રેનસેવાને પણ થશે અસર

  • ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09417 અમદાવાદ દાનાપુર સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા ઉન્નાવ- ડલમઉ-રાયબરેલી-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
  • ઓગસ્ટ, 2024ના રોજ, દાનાપુરથી ચાલતી ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીનદયાલ ઉપાધ્યાય-મિર્ઝાપુર-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
  • ઓગસ્ટ 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-મિર્ઝાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના રસ્તે ચાલશે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં અરાજકતા, જેલ પર હુમલો કરીને 500થી વધું કેદીઓ મુક્ત

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા પછી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. શેખ હસીનાએ પણ બાંગ્લાદેશના PM પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિશ્વભરના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આ ક્રમમાં બ્રિટને બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે “ઝડપી કાર્યવાહી” કરવાની અપીલ કરી છે. આ દરમિયાન ભારત પણ બાંગ્લાદેશની સ્થિતિને લઈને સંપૂર્ણ રીતે એલર્ટ છે.

બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસા અટકી નથી રહી, અત્યાર સુધીમાં 39ના મોત, 2500 ઘાયલ, સડકો પર સેના, જાણો શું છે અનામતને લઈને આંદોલનકારીઓની માંગ ...

BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથે અન્‍ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્‍લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્‍ચિમ બંગાળ પહોંચ્‍યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી. ડીજીએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાની સરહદની પણ મુલાકાત લીધી હતી.

તાજેતરમાં, પશ્‍ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બાંગ્‍લાદેશ સરહદ પર અમુદિયા બોર્ડર ચોકી નજીક ૧૦-૧૫ બાંગ્‍લાદેશી ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આવા તમામ સંવેદનશીલ પ્રવેશ બિંદુઓને ચિホતિ કરવામાં આવ્‍યા છે અને ત્‍યાં વિશેષ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્‍યું છે. બાંગ્‍લાદેશ તરફથી, નાદિયા જિલ્લાના મલુઆપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં ઘૂસણખોરીના પ્રયાસોની સંભાવનાને ધ્‍યાનમાં રાખીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લાની સાસની બોર્ડર ચોકીના વિસ્‍તારો પણ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. બીએસએફએ બોર્ડર ગાર્ડ્‍સ બાંગ્‍લાદેશ સાથે પણ સંપર્ક સ્‍થાપિત કર્યો છે.

બાંગ્‍લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્‍લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્‍લાદેશ અને અંસારુલ્લા બાંગ્‍લા ટીમના કેટલાક સભ્‍યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શકયતાઓને લઈને એજન્‍સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચેના સરહદી રાજ્‍યોમાં સક્રિય છે. અનેક પ્રસંગોએ, ભારતમાં સુરક્ષા એજન્‍સીઓએ પશ્‍ચિમ બંગાળ અને આસામમાંથી આ સંગઠનોના સભ્‍યોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી

0

દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અડવાણીને એક મહિનામાં ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલ કૃષ્ણ અડવાણી 96 વર્ષની વયે વય સંબંધિત વિવિધ રોગોથી પીડિત છે.

BJP leader LK Advani admitted to AIIMS | Lal Krishna Advani: ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી AIIMS માં દાખલ, જાણો કેવી છે તબિયત?

લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને પણ 3 જુલાઈના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ કહ્યું હતું કે પૂર્વ નાયબ વડાપ્રધાન વય સંબંધિત વિવિધ સમસ્યાઓથી પીડિત હતા. તેવી જ રીતે, આ વખતે પણ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તબીબોના જણાવ્યા અનુસાર હાલ તબિયત સ્થિર છે. ખબર છે કે આ વર્ષે રાષ્ટ્રપતિએ લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા છે. તેમને દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. લાલ કૃષ્ણ અડવાણી લાંબા સમય સુધી દેશની સેવામાં ખૂબ સામેલ હતા. તેમણે રામ મંદિરમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-