Home Blog Page 688

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન

0

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાને ગુરુવારે સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આમ પણ તેઓ લાંબા સમયથી બીમાર હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને જુલાઈમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ COPD અને વૃદ્ધાવસ્થા સંબંધિત અન્ય રોગોથી પીડિત હતા. તેમની કોલકાતા સ્થિત ઘરે સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે.

પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટીલેશન પર રખાયા હતા.

ઉલ્લેખનીય છેકે ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું હતું. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ પહેલી માર્ચ, 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ હતી.

આ પણ વાંચો :-

400 કરોડની ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટરમાઇન્ડની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ઓઇલની પાઇપ લાઇનમાં પંકચર કરી 400 કરોડથી પણ વધુના ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટરમાઇન્ડની સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી અને તેની ગેંગ દ્વારા અગાઉ રાજસ્થાન ખાતે બંધ પેટ્રોલપંપ ભાડે રાખી ત્યાંથી IOC ની લાઈન સુધી અંડરગ્રાઉન્ડ 100 મીટર સુધીની લાઈન લંબાવવામાં આવી હતી. જ્યાં IOC લાઈનમાં પંકચર કરી ટેન્કરના ટેન્કરના ભરી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું.

સુરત ક્રાઈમ બ્રાન્ચે સંદીપ વિજેન્દ્ર ગુપ્તા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જે આંતરરાજ્ય ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ ચલાવે છે. માત્ર ગુજરાત પુરતું સિમિત નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ ભેજાબાજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં પંકચરો કરી હમણાં સુધી 400 કરોડથી પણ વધુની ઓઇલ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આરોપી સંદીપ વિજયેન્દ્ર ગુપ્તાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હાલ જ થોડા સમય પહેલા રાજસ્થાન ખાતે સંદીપ ગુપ્તાએ એક પેટ્રોલ પંપ ભાડે રાખ્યું હતું.

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ આપેલી માહિતી મુજબ સંદીપ વિજેન્દ્ર ગુપ્તાએ વર્ષ 2006 થી વર્ષ 2024 દરમ્યાન માત્ર 18 વર્ષની અંદર 20થી 25 જેટલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લાઈનમાં ભંગાણ કરી ઓઇલ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે અને તે ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. જેમાં રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં 12 ઉપરાંત ગુજરાત, ઉતરપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા અગાઉ તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં અઢી વર્ષ સુધી જેલવાસ પણ ભોગવી ચુક્યો હતો. તાજેતરમાં જાન્યુઆરી માસમાં તે જામીન ઉપર છૂટી જેલમાંથી બહાર આવ્યો હતો.

આ પણ વાંચો :-

RBIએ નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, લોનની EMI નહીં વધે

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મોનેટરી પોલિસી કમિટી(MPC)એ રેપો રેટ સતત નવમી વખત 6.5% પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો 4:2 બહુમતીથી નિર્ણય લીધો હતો. પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 6.75% પર રહે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા Topic in the Gujarati News - રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા Trending Topics by Articles, Videos, Photos Online | TV9 Gujarati

RBI ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે ફરી એકવાર રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારની રચના થયા બાદ આ MPCની પ્રથમ બેઠક અને એકંદરે 50મી બેઠક હતી. રેપો રેટ એક જ રહેવાનો અર્થ એ છે કે તમારી લોનના હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. તેના ઘટાડાને કારણે, તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનના હપ્તા ઘટે છે. RBIએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. પછી તેમાં 0.25% થી 6.50% વધારો કરવામાં આવ્યો.

દાસે જણાવ્યું હતું કે કમિટીએ વૃદ્ધિ અને ટેકાના ભાવની સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. એપ્રિલ-મેમાં કોર ફુગાવો સ્થિર રહ્યા બાદ જૂનમાં તે ઝડપી બન્યો હતો. ત્રીજા કવાર્ટરમાં ફુગાવો ઘટવાની ધારણા છે. વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ અસમાન વિસ્તરણ દર્શાવે છે. કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકોએ તેમના નીતિગત વલણને કડક બનાવ્યું છે. વસ્તીવિષયક પરિવર્તન, ભૌગોલિક રાજકીય તણાવ અને સરકારોનું વધતું દેવું નવા પડકારો સર્જી રહ્યા છે.

ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથના અંદાજમાં ફેરફાર કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં હવે પ્રથમ ક્વાર્ટર(Q1)માં GDP ગ્રોથ 7.3 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો છે. તે બીજા ક્વાર્ટર(Q2) માટે 7.2 ટકા, ત્રીજા ક્વાર્ટર(Q3) માટે 7.3 ટકા અને ચોથા ક્વાર્ટર(Q4) માટે 7.2 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટર(Q1)માં GDP ગ્રોથ 7.2 ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

૦૮ ઓગસ્ટ, ૨૦૨૪/ આજે ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને બઢતીની ઉત્તમ તક, ધંધામાં પણ થશે લાભ , જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

‌મિથુનઃ

વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા. આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

‌સિંહઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ ‌

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિકઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે, જ્ઞાનતંતુ ના રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં, નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ ‌

નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ

આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ‌ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે બાબા રામદેવનું મોટું નિવેદન

0

યોગ ગુરુ બાબા રામદેવે બાંગ્લાદેશમાં હિંદુઓના ઘરો, મંદિરો અને વ્યાપારી સંસ્થાઓને નિશાન બનાવતા હુમલાની નિંદા કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને પડોશી દેશમાં હિંદુ લઘુમતીઓના રક્ષણ માટે રાજદ્વારી અને રાજકીય રીતે દરેક શક્ય પ્રયાસો કરવા વિનંતી કરી. તેમણે દેશમાં રાજકીય અશાંતિ વચ્ચે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટના બાદ PM શેખ હસીનાએ રાજીનામું આપીને બાંગ્લાદેશ છોડી દીધું હતું.

'Absolute defiance': Baba Ramdev apologises to Supreme Court in misleading ads case | Latest News India - Hindustan Times

સ્વામી રામદેવે કહ્યું, ‘બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો, મંદિરો અને વ્યાપારી સંસ્થાઓ પર જે રીતે કટ્ટરવાદી શક્તિઓ આયોજનબદ્ધ હુમલાઓ કરી રહી છે તે શરમજનક અને ખતરનાક છે. મને ડર છે કે ત્યાં રહેતા હિન્દુ ભાઈઓની માતાઓ-તેની બહેનનું સન્માન અને ગૌરવ જોખમમાં ન આવે તેના માટે ભારતે સતર્ક રહેવાની જરૂર છે.’ સમગ્ર દેશે બાંગ્લાદેશમાં તેના લઘુમતી હિંદુ ભાઈઓની સાથે ઊભા રહેવું પડશે. સ્વામી રામદેવે કહ્યું કે ભારતે મોટી ઘટનાઓને રોકવા માટે રાજદ્વારી અને રાજકીય પ્રયાસો કરવા જોઈએ અને જો જરૂર પડે તો બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે પણ હસ્તક્ષેપ કરવો જોઈએ.

દરમિયાન, ઘણા ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને નિષ્ણાતોએ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને ભારત સરકારને સાવચેત રહેવા વિનંતી કરી છે. તેણે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો ભારત આવવાની ચેતવણી આપી છે. આ ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને નિષ્ણાતોએ ભારત આવતા પ્રવાસીઓના કારણે અશાંતિ ફેલાવવાની આશંકા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં આરક્ષણ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો, જે ધીમે ધીમે સરકાર વિરોધી વિરોધમાં ફેરવાઈ ગયો અને શેખ હસીનાને બાંગ્લાદેશ છોડીને ભાગી જવું પડ્યું.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સીએમ યોગીનું મોટું નિવેદન આપ્યું

0

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી છે. દેશમાં હજુ પણ હિંસા પ્રવર્તી રહી છે અને ઘણી જગ્યાએ હિંદુ મંદિરો પર હુમલા પણ થયા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે આ વાયરલ વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. આ મુદ્દે સીએમ યોગી આદિત્યનાથે પણ મોટું નિવેદન આપ્યું છે.

UP Loss Was Scripted': Yogi Adityanath Springs Into Action as BJP Task Force Lists Reasons Behind Poor Show - News18

અયોધ્યા મુલાકાત પર પોતાના નિવેદનમાં સીએમ યોગીએ બાંગ્લાદેશનું નામ લીધા વિના કહ્યું કે, ‘હિંદુઓને શોધીને માર મારવામાં આવી રહ્યો છે. આપણે ઈતિહાસમાંથી સીખ લેવી પડશે. આપણે દૃઢ નિશ્ચય સાથે કામ કરવું પડશે. આજે અયોધ્યાવાસીઓને દેશભરમાં સન્માન મળી રહ્યું છે. માન-સન્માન મેળવવા માટે આદર સુરક્ષિત રાખવો પડે છે. સનાતન ધર્મ પર આવનાર સંકટ સામે સાથે મળીને કામ કરવાની જરૂર છે. મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ નામ લીધા વગર આ નિવેદન આપ્યું છે.

હકીકતમાં, છેલ્લા બે દિવસ દરમિયાન હિન્દુઓના મંદિરો અને ઘરોને સળગાવવાના અને તોડફોડના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ સમય દરમિયાન યુઝર્સ આને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે સીએમ યોગીએ પહેલીવાર આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને કડક સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરે. હાલમાં બાંગ્લાદેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલ મર્યાદિત કરે અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહે.

આ પણ વાંચો :-

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં 5 લોકોના દર્દનાક મોત

નેપાળની રાજધાની કાઠમંડુની બહાર નુવાકોટના શિવપુરી નેશનલ પાર્કમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. નેપાળ પોલીસે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં ચાર ચીની નાગરિકો સહિત કુલ પાંચ લોકો સવાર હતા. કાઠમંડુ પોસ્ટે આ માહિતી આપી છે.

દરમિયાન, ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા સુભાષ ઝાએ જણાવ્યું હતું કે એર ડાયનેસ્ટીના 9N-AJD હેલિકોપ્ટરે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુથી સ્યાપ્રુબેસી માટે ઉડાન ભરી હતી. જો કે, તે તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. થોડા અઠવાડિયા પહેલા નેપાળમાં અન્ય એક વિમાન દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હતા. નેપાળમાં વિમાનની દુર્ઘટના સામે નબળા સંચાલનના તારણો સામે જોવા મળે છે. બીજી તરફ, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં કાલીનદી પર બનેલ બ્રિજ ઘરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ

0

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. કાલીનદી પર બાંધેલ પૂલ ધરાશાયી થયો છે. અડધી રાત્રે બ્રિજ ધરાશય થતા આ દુર્ઘટનામાં એક ટ્રોલી ડ્રાઇવર સહિત નદીમાં ખાબકી છે કારવારને ગોવાથી જોડતા શહેર કોડીબાગ પાસે આવેલ પુલ ધરાશાયી થતા રસ્તો બંધ થઇ ગયો છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. નદીમાં પડેલા ડ્રાઇવરને માછીમારોએ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બ્રિજ પરથી એક ઢક ગોવાથી કારવાર તરફ આવી રહી હતી. ટક નદીમાં પડતાં જ હોબાળો મચી ગયો હતો. જોકે ત્યાં હાજર માછીમારોએ ટ્રક ચાલક રાધાકૃષ્ણ નાલા સ્વામીને બચાવી લીધો હતો. તે કેરળનો રહેવાસી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

તે એક જૂનો પુલ છે! 1983માં આ નદી પર બનેલો આ પુલ કર્ણાટક અને ગોવા રાજ્યોને જોડતી મહત્વની કડી છે. કારવારમાં નેશનલ હાઈવે 66 પર કુલ 2 પુલ બાંધવામાં આવ્યા હતા. સાવચેતીના પગલે નવા બ્રિજ પર વાહનોની અવરજવર તાત્કાલીક રીતે બંધ કરી દેવામાં આવી છે. જેથી કરી આવી કોઈ દુર્ઘટના ન થાય.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે બાઇક અને કાર પર સવાર કેટલાક લોકો પણ તે જ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા. જોકે, બ્રિજ ધ્રૂજી જવાની અને તૂટી પડવાની શક્યતા જાણતા જ તેઓ ઝડપથી આગળ વધ્યા હતા પરંતુ ટ્રક પાણીમાં પડી ગયો હતો. પોલીસ સ્થાનિક માછીમારો સાથે બોટ મારફતે અન્ય વાહનોની શોધ કરી રહી છે.

કાલી નદી પર બનેલો જૂનો પુલ ધરાશાયી થવાને કારણે સરકારે નજીકમાં બનેલા નવા પુલની ગુણવત્તાની ચકાસણી કરવા આદેશો જારી કર્યા છે. આ સંબંધમાં સરકાર દ્વારા ઉત્તરા કન્નડ જિલ્લા પ્રશાસનને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કારવાર અને સદાશિવગઢને જોડતો કાલી નદી પરનો જૂનો પુલ 07.08.2024ના રોજ સવારે 1:30 વાગ્યે તૂટી પડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે કાલી નદી પરના નવા પુલની સ્થિરતાની તપાસ કરવાની અને વધુ કોઈ ઘટનાને રોકવા માટે તેની ખાતરી કરવાની તાત્કાલિક જરૂર છે.

આ પણ વાંચો :-

બાંગ્‍લાદેશમાં 400 પોલીસ સ્‍ટેશન ઉપર હુમલા, 50થી વધું કર્મચારીના મોત

બાંગ્‍લાદેશમાં ચાલી રહેલી ઈસ્‍લામિક કટ્ટરવાદી હિંસાને કારણે પોલીસ પણ અસુરક્ષિત અનુભવી રહી છે. હિંસક ટોળાં દેશભરના પોલીસ સ્‍ટેશનોને પસંદગીપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. બાંગ્‍લાદેશમાં લગભગ 30 પોલીસ સ્‍ટેશનોમાં તોડફોડ અને આગચંપી થઈ છે. રાજધાની ઢાકામાં પોલીસ અને તોફાનીઓ વચ્‍ચેની અથડામણમાં એક જ દિવસમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે. બાંગ્‍લાદેશમાં સત્તા પરિવર્તનની સાથે જ પોલીસ વડાને હટાવીને નવા વ્‍યક્‍તિની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં હિંસક ટોળાંએ લગભગ 400 પોલીસ સ્‍ટેશનો પર હુમલો થઈ છે.

બાંગ્લાદેશમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, 70થી વધુ લોકોનાં મોત - BBC News ગુજરાતી

દેશના ઘણા પોલીસ સ્‍ટેશનોમાં કોઈ પોલીસ કર્મચારી નથી કારણ કે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્‍ચે મોટાભાગના પોલીસોએ સુરક્ષિત સ્‍થળોએ આશરો લીધો છે. ઢાકા ટ્રિબ્‍યુને અહેવાલ આપ્‍યો છે કે અવામી લીગની અગાઉની સરકારના નજીકના ગણાતા મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લગભગ 400 પોલીસ સ્‍ટેશનોએ હિંસક ટોળાના હુમલાઓનો સામનો કરવો પડ્‍યો હતો જેમાં હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્‍યો હતો અને ઇમારતોને આગ લગાડવામાં આવી હતી.

બાંગ્‍લાદેશમાં દરેક જગ્‍યાએ પોલીસ સ્‍ટેશનો પર હુમલા થઈ રહ્યા છે. બાંગ્‍લાદેશી મીડિયા અનુસાર, ઓછામાં ઓછા ૨૯ પોલીસ સ્‍ટેશનો સંપૂર્ણ રીતે નાશ પામ્‍યા છે. અહીંનો સામાન અને દારૂગોળો લૂંટવામાં આવ્‍યો છે અને આગચંપી પણ કરવામાં આવી છે. આ સિવાય અનેક પોલીસ સ્‍ટેશનોને પણ નિશાન બનાવવામાં આવ્‍યા છે. રાજધાની ઢાકા ઉપરાંત મીરપુર, ખુલના અને ચટ્ટોગ્રામ જેવા શહેરોમાં પણ પોલીસકર્મીઓ વિરુદ્ધ હિંસા થઈ છે. અહેવાલો કહે છે કે સોમવારે સત્તા પરિવર્તનથી ઓછામાં ઓછા ૫૦ પોલીસકર્મીઓ માર્યા ગયા છે.

દેશના મોટાભાગના પોલીસ સ્‍ટેશન ખાલી પડ્‍યા છે અને પોલીસકર્મીઓ તેમની સુરક્ષા માટે ભાગી ગયા છે. મોટાભાગના તેમના સંબંધીઓ સાથે છુપાયેલા છે. બાંગ્‍લાદેશ પોલીસનું હેડક્‍વાર્ટર પણ ઇસ્‍લામિક ટોળાના હુમલાથી અછૂત રહ્યું નથી. આ પણ હુમલાખોરો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. ઇસ્‍લામિક કટ્ટરપંથીઓ પોલીસ પાસેથી બદલો લેવા માંગે છે કારણ કે શેખ હસીનાના શાસન દરમિયાન પોલીસે તેમના રમખાણો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઢાકાનું જાત્રાબારી સ્‍ટેશન સંપૂર્ણપણે નાશ પામ્‍યું હતું જ્‍યારે મીરપુરમાંથી શષાો લૂંટવામાં આવ્‍યા હતા. ઘણી જગ્‍યાએ પોલીસ સ્‍ટેશનની બહાર પોલીસકર્મીઓના મળતદેહો મળી આવ્‍યા છે.

ઢાકાના સાવર વિસ્‍તારમાં પોલીસ સાથેની અથડામણમાં ૩૧ લોકો માર્યા ગયા છે. અહીં પીકઅપમાં મુસાફરી કરી રહેલા બે લોકો દાઝી ગયા હતા, તેઓ કદાચ પોલીસકર્મી હતા. આ હિંસા દરમિયાન ગોળીબારના કારણે અનેક સામાન્‍ય લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્‍યું છે. સિલ્‍હટમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત થયા છે. અહેવાલ છે કે શેખ હસીનાએ દેશ છોડ્‍યા પછી પણ લગભગ ૧૦૦ લોકોના મોત થયા હતા. પોલીસ ઉપરાંત ઇસ્‍લામિક કટ્ટરપંથીઓ પણ સામાન્‍ય લોકોની હત્‍યા કરી રહ્યા છે. ઢાકામાં જ બે લોકોની હત્‍યા કરવામાં આવી હતી અને તેમના મળતદેહ લટકાવવામાં આવ્‍યા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતમાં 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

0

ગુજરાતભરમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે. બે દિવસથી છુટાછવાયા વરસાદ પડી રહયો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે. અંબાલાલ પટેલે રાજયમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા કેવો વરસાદ પડશે તે તે અંગેની આગાહી પણ જણાવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, થંડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે.

News18 Gujarati

હવામન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમા માત્ર 13 તાલુકામાં અડધાથી વધુ અને એક ઈંચ સુધી વરસાદ પડયો હતો. એક ઈંચથી વધારે વરસાદ ગુજરાતના એકપણ તાલુકામાં પડયો નથી. એક ઈંચ વરસાદ છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં પડયો હતો. આજે વહેલી સવારનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે. ડાંગ અને નવસારીમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 7 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 8 ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો :-