કર્ણાટકમાં કાલીનદી પર બનેલ બ્રિજ ઘરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ

Share this story

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. કાલીનદી પર બાંધેલ પૂલ ધરાશાયી થયો છે. અડધી રાત્રે બ્રિજ ધરાશય થતા આ દુર્ઘટનામાં એક ટ્રોલી ડ્રાઇવર સહિત નદીમાં ખાબકી છે કારવારને ગોવાથી જોડતા શહેર કોડીબાગ પાસે આવેલ પુલ ધરાશાયી થતા રસ્તો બંધ થઇ ગયો છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. નદીમાં પડેલા ડ્રાઇવરને માછીમારોએ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બ્રિજ પરથી એક ઢક ગોવાથી કારવાર તરફ આવી રહી હતી. ટક નદીમાં પડતાં જ હોબાળો મચી ગયો હતો. જોકે ત્યાં હાજર માછીમારોએ ટ્રક ચાલક રાધાકૃષ્ણ નાલા સ્વામીને બચાવી લીધો હતો. તે કેરળનો રહેવાસી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

તે એક જૂનો પુલ છે! 1983માં આ નદી પર બનેલો આ પુલ કર્ણાટક અને ગોવા રાજ્યોને જોડતી મહત્વની કડી છે. કારવારમાં નેશનલ હાઈવે 66 પર કુલ 2 પુલ બાંધવામાં આવ્યા હતા. સાવચેતીના પગલે નવા બ્રિજ પર વાહનોની અવરજવર તાત્કાલીક રીતે બંધ કરી દેવામાં આવી છે. જેથી કરી આવી કોઈ દુર્ઘટના ન થાય.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે બાઇક અને કાર પર સવાર કેટલાક લોકો પણ તે જ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા. જોકે, બ્રિજ ધ્રૂજી જવાની અને તૂટી પડવાની શક્યતા જાણતા જ તેઓ ઝડપથી આગળ વધ્યા હતા પરંતુ ટ્રક પાણીમાં પડી ગયો હતો. પોલીસ સ્થાનિક માછીમારો સાથે બોટ મારફતે અન્ય વાહનોની શોધ કરી રહી છે.

કાલી નદી પર બનેલો જૂનો પુલ ધરાશાયી થવાને કારણે સરકારે નજીકમાં બનેલા નવા પુલની ગુણવત્તાની ચકાસણી કરવા આદેશો જારી કર્યા છે. આ સંબંધમાં સરકાર દ્વારા ઉત્તરા કન્નડ જિલ્લા પ્રશાસનને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કારવાર અને સદાશિવગઢને જોડતો કાલી નદી પરનો જૂનો પુલ 07.08.2024ના રોજ સવારે 1:30 વાગ્યે તૂટી પડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે કાલી નદી પરના નવા પુલની સ્થિરતાની તપાસ કરવાની અને વધુ કોઈ ઘટનાને રોકવા માટે તેની ખાતરી કરવાની તાત્કાલિક જરૂર છે.

આ પણ વાંચો :-