Home Blog Page 688

ગુજરાતમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત, જોઈ લો કોની બદલી ક્યા કરાઈ

0

રાજ્યમાં IAS ની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાતનાં 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના 10 IAS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે.

રાજ્યમાં ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની ટ્રાન્સફર | chitralekha

રાજ્યમાં એકવાર ફરી IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ પહેલા પણ રાજ્યનાં 18 IAS અધિકારીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં વધુ 10 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. માહિતી મુજબ, સાબરકાંઠા કલેક્ટર નૈમેશ દવેની વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકવર ગઢવીચારણની સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. ઉપરાંત, શ્વેતા તેવટિયાની GUVNL નાં ડાયરેક્ટર તરીકે બદલી થઈ છે. સુજીત ગુલાટી ભાવનગર મનપાના કમિશનર બન્યા છે.

  • રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે થઈ
  • સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયા
  • શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા
  • કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા
  • એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા
  • એન. એન. દવેને વલસાડના કલેક્ટર બનાવાયા
  • એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવાયા
  • એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા
  • લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ
  • બી. જે. પટેલને ગાંધીનગરના DDO બનાવાયા

આ પણ વાંચો :-

૦૬ ઓગસ્ટ, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ

આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ

મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યનાં નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાનાં દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ

વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ

નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ

ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ

નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ

દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ કર્મકાંડ એક્સપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં વિશેષ લાભ.

અમે વચગાળાની સરકાર બનાવીશું, બાગ્લાદેશ આર્મી ચીફની જાહેરાત

બાંગ્લાદેશ દેશમાં ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે ઢાકામાં બેઠક યોજીને જાહેરાત કરી હતી કે, અમે વચગાળાની સરકાર બનાવીશું. વચગાળાની સરકાર બનાવીને દેશ ચલાવશે. તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે તેઓ શાંતિ માટે પ્રયાસ કરે. બાંગ્લાદેશ આર્મીમાં વિશ્વાસ રાખો.

બાંગ્લાદેશ આર્મી ચીફે લોકોને કરી અપીલ, પ્રદર્શનકારીઓએ હિંસા રોકી ઘરે પરત ફરવું જોઈએ - News Capital

બાંગ્લાદેશના આર્મી ચીફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સેના સાથેની ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા. વિદ્યાર્થીઓને શાંત રહેવા અને ઘરે પાછા જવા વિનંતી કરવામાં આવી છે. દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી, અમે આજ રાત સુધીમાં સંકટનો ઉકેલ શોધી લઈશું. પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેથી હવે દેશનું સંચાલન વચગાળાની સરકાર કરશે.

બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. આ દરમિયાન ઢાકામાં વડાપ્રધાનના હાઉસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. આંદોલનકારીઓએ ઘણા મહત્ત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના કાર્યકર્તાઓ સત્તાધારી અવામી લીગના કાર્યકરોને નિશાન બનાવતા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા, સુપ્રીમ કોર્ટનું કડક વલણ

0

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુ અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે આજે સોમવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે, જે દેશના વિવિધ ભાગોમાંથી આવતા બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ જણાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કે, તેમણે આવી ઘટનાઓને ઘટાડવા માટે અત્યાર સુધી શું પગલાં લીધાં છે.

કોચિંગ સેન્ટર્સ ડેથ ચેમ્બર બની રહ્યાં છે', દિલ્હી કોચિંગ દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો – Gujaratmitra Daily Newspaper

સુપ્રીમ કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે, આ ઘટના આંખ ખોલનારી છે અને કોઈપણ સંસ્થાને ત્યાં સુધી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં જ્યાં સુધી તેઓ સલામતીના ધોરણોનું પાલન ન કરે. બેંચે કહ્યું કે, “કોચિંગ સેન્ટરો ઓનલાઈન કામ કરી શકે છે, જ્યાં સુધી સુરક્ષાના ધોરણો અને સન્માનપૂર્ણ જીવન માટે મૂળભૂત ધોરણોનું સંપૂર્ણ રીતે પાલન ન થતું હોય.

જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેંચે કહ્યું, અમને ખબર નથી કે દિલ્હી સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી કયા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. કેરિયરમાં આગળ વધવા માટે કોચિંગ સેન્ટરોમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવા પડે તે કમનસીબ ઘટના બની છે. આ ઘટના દરેક માટે આંખ ખોલનારી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ બાબતને જાતે ધ્યાનમાં લીધી છે. જેથી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને એક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે કયા સલામતી ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને હવે કેવા બનાવવામાં આવશે. તેમજ તેને લાગુ કરવા માટે કેવા પ્રકારની અસરકારક પદ્ધતિ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વડા પ્રધાન શેખ હસીનાનું રાજીનામુ, દેશ છોડીને ભારત આવી ગયા

બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અગાઉ આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને હસીનાને 45 મિનિટમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના ભારતમાં આશ્રય લઈ શકે છે. બાંગ્લાદેશની લશ્કરના વડાએ જાહેરાત કરી છે કે સેના વચગાળાની સરકાર બનાવશે. અગાઉ પ્રદર્શનકારીઓ શેખ હસીનાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી.

Bangladesh PM Sheikh Hasina's resignation a 'possibility'; has left Dhaka residence for a 'safer location'

દેશના અનેક વિસ્તારોમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીનાની સાથે તેમની બહેન પણ ઢાકા છોડી ગયા છે. બાંગ્લાદેશના આર્મી ચીફે હસીનાને કહ્યું હતું કે તેમણે સન્માનજનક રીતે સત્તામાંથી રાજીનામું આપવું જોઈએ. દરમિયાન બાંગ્લાદેશના વડાંપ્રધાનના પુત્રએ સુરક્ષા દળોને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ બિનચૂંટાયેલી સરકારને સત્તામાં આવતા અટકાવે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાઈ અને પરિણામો શેખ હસીનાની તરફેણમાં આવ્યા ત્યારે અમુક દેશો, ખાસ કરીને અમેરિકાને પસંદ પડ્યું નહોતું. અમેરિકાએ સત્તાવાર રીતે બાંગ્લાદેશનાં ચૂંટણી પરિણામો વિશે આશંકા વ્યક્ત કરી હતી. અને ત્યારથી બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાયેલી છે.

દરમિયાન ગયા મહિને સરકારી નોકરીઓમાં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના સગાસંબંધીઓની અનામતની ટકાવારી વધારવાની તરફેણમાં ત્યાંની એક અદાલતે ચુકાદો આપ્યો ત્યારથી આ હિંસા ચરમસીમાએ પહોંચી હતી. જોકે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના અનામત અંગેના ચુકાદાને સ્થગિત કરી દીધો ત્યારે એમ લાગતું હતું કે, હવે દેશમાં શાંતિ સ્થપાશે. પરંતુ થોડા દિવસની શાંતિ બાદ બે દિવસથી હિંસા વધી ગઈ હતી અને ઓછામાં ઓછા 300 નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :-

વલસાડમાં મોડી રાત્રે સાત લોકોનું NDRFએ કર્યું રેસ્ક્યૂ

0

વલસાડમાં મોડી રાત્રે સાત લોકોનું NDRFએ રેસ્ક્યૂ કર્યું. હિંગળાજ ગામ ખાતે 7 મજૂરો માછીમારી કરી રહ્યા હતા. 7 મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા. અચાનક ઔરંગાનું પાણી વધતા માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક પગલાં લેવાયા. ઘટનાને લઈ TDO તથા મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.

Gujarat: NDRF rescues seven people stranded due to heavy rain in Valsad | Watch – India TV

વલસાડમાં ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ઔરંગાએ ભયજનક સપાટી વટાવી છે. તંત્ર એલર્ટ પર છે, એક હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ. તો આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો સિઝનમાં બીજીવાર નવસારીમાં પૂરનું સંકટ છે. અંબિકા અને કાવેરીએ ચિંતા વધારી. નદી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે. નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તો ભરૂચ, તાપી, નર્મદામાં યલો એલર્ટ છે. બનાસકાંઠાની માવલચેક પોસ્ટ પરથી 52 કિલો ચાંદીના બિસ્કિટ સાથે 2ની ધરપકડ કરાઇ. રાજકોટના 2 ઇસમોએ કારના ગુપ્ત ખાનામાં માલ છૂપાવ્યો હતો. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે. બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા. શિવભક્તિમાં લીન થશે ભક્તો.

ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નદીનું જળસ્તર ઘટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ શહેર અને 40 ગામોને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર છે. રવિવારે ઔરંગા નદીના પાણીમાં બ્રિજ ગરકાવ થયો હતો. બ્રિજ પાણીમાં ડૂબતા બંધ કરવામાં આવ્યો હતો. પાણી ઓસર્યા બાદ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાના આરોપ ઉઠ્યા છે. મોટો અને ટકાઉ બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ છે.

આ પણ વાંચો :-

ઈતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાઇ

સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે. શ્રાવણમાં કિરણ જેમ્સ કંપનીએ 10 દિવસની રજા જાહેર કરી. 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ થઇ છે. કંપનીઓ પ્રોડક્શન પર કાપ ન મુકે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની શક્યતા નહીં. કિરણ જેમ્સ હીરા કંપની 27 તારીખ સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખશે. ઈતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાઇ છે.

સુરતનો હીરા ઉદ્યોગ મંદી, અશાંતિ, આફ્રિકાની સ્થિતિમાં સપડાયોઃ 3 લાખ રત્નકલાકારોને અસર

હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણાય છે અને આ સમયગાળા દરમિયાન વિશેષ ધાર્મિક વિધિ અને તહેવારોનો અવસર હોય છે, જે હીરા ઉદ્યોગમાં હિરસાના વેચાણ અને ઓર્ડર્સ માટે નોંધપાત્ર મહત્વ ધરાવે છે। સામાન્ય રીતે, આ મહિનામાં ઉત્પાદન વધારવું અને વેચાણ માટે વધારો કરવો એ હીરા ઉદ્યોગની પ્રથા છે, પરંતુ કિરણ જેમ્સ દ્વારા કરવામાં આવેલી રજાએ આ સંસ્કૃતિને ચેલેન્જ કરી છે।

કિરણ જેમ્સ હીરા કંપનીએ 27 તારીખ સુધી હીરા ઉત્પાદનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જે કંપનીના યથાર્થ રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરે છે। આ નિર્ણાયક પગલાંનો ઉદ્દેશ મફત ક્ષણો દરમિયાન બજારની મંદી અને અસામાન્ય વ્યાપારિક પરિસ્થિતિઓથી ઉબારીને કાર્યક્ષમતા સુધારવી છે.

આ પણ વાંચો :-

યુદ્ધના ભણકારાની અસર દલાલ સ્ટ્રીટ પર, સેન્સેક્સ નિફ્ટી પટકાયા

0

અમેરિકામાં મંદીના કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે શેલ થતો જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. બપોરે 1 વાગ્યા સુધી સેન્સેક્સ 2,624 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 78,357.76 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી પણ 786.30 પોઇન્ટ ઘટીને 23,923.85 પોઇન્ટ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ તેનો 24 હજારનો મહત્વનો સપોર્ટ તોડ્યો છે. બજારના જાણકારોનું કહેવું છે કે જો ઘટાડો વધે તો નિફ્ટી 23,300ના સ્તરે આવી શકે છે. બજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. જો તમે પણ માર્કેટ ઇન્વેસ્ટર છો તો આ સમયે શું કરવું? ચાલો જાણીએ.

Closing Bell: Nifty near 21,500, Sensex down 802 pts; PSU banks shine

બજારમાં મોટો ઘટાડો સારા શેરોમાં રોકાણ કરવાની તક આપે છે. જો તમે અત્યાર સુધી કેટલાક શેરો ખરીદી શક્યા ન હતા કારણ કે તેમાં ઘણો વધારો થયો હતો, તો હવે તમારી પાસે તેમને તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરવાની સારી તક છે. તમે તે શેરમાં ધીમે ધીમે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.

ચાલો આપણે માની લઈએ કે તમે બજારમાં 100 રૂપિયાનું રોકાણ કરવા માંગો છો, તો તમારે માત્ર 30 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. જો બીજા દિવસે બજાર ઘટે તો તમારા રૂ. 30નું રોકાણ કરો. જો ઘટાડો ચાલુ રહે તો બાકીના 40 રૂપિયાનું રોકાણ કરો. આ રીતે તમે સારા શેરોમાં સરેરાશ કરી શકશો. આમ કરવાથી તમે તમારા રોકાણ પર સારું વળતર મેળવી શકશો. જો કે આજે બજારમાં રોકાણ કરવાનું ટાળો. બજારમાં વધુ ઘટાડાની શક્યતા છે.

આ પણ વાંચો :-

વકફ બોર્ડની સત્તામાં મોદી સરકાર મુકશે કાપ

0

કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં વકફ બોર્ડ એક્ટમાં ઘણા મોટા ફેરફારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વક્ફ બોર્ડ પર લગામ લગાવવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના સુધારાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. સાથે જ, આ બિલ આવતા અઠવાડિયે સંસદમાં લાવવામાં આવશે, જેમાં ઘણા સુધારા કરવામાં આવી શકે છે. જે અંતર્ગત તેની સત્તાઓ ઘટાડવામાં આવશે.

Waqf Boards set to lose powers under PM Modi-led government

નરસિમ્હા રાવ સરકાર દરમિયાન 1995માં વક્ફ બોર્ડની સત્તામાં વધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે આ કાયદામાં ઘણા ફેરફારો કર્યા હતા. 1954માં પહેલીવાર વક્ફ બોર્ડ એક્ટ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ પછી 1995માં તેની અંદર ફેરફાર કરવામાં આવ્યા. 2013 માં તેમાં ફરીથી સુધારો કરવામાં આવ્યો, ત્યારબાદ વક્ફને અમર્યાદિત સત્તા અને સંપૂર્ણ સ્વાયત્તતા મળી.

‘વક્ત’ અરબી શબ્દ ‘વકુડા’ પરથી ઉતરી આવ્યો છે. વક્ક એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે ખાસ સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વકક એ મિલકત છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. આ સંપત્તિ વક્ક બોર્ડ હેઠળ આવે છે. તેમાં મિલકતની માલિકી બદલાય છે, એવું માનવામાં આવે છે કે મિલકત માલિક પાસેથી અલ્લાહને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે તે બદલી ન શકાય તેવું બની જાય છે.
‘
એકવાર વકફ, હંમેશા વકક’નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે. એટલે કે એક વાર મિલકતને વકક જાહેર કરવામાં આવે તો તે હંમેશા એવું જ રહે છે. વકક મિલકતોના સંચાલન માટે દરેક રાજ્યમાં વકફ બોર્ડની રચના કરવામાં આવી છે.

વક્ફ બોર્ડ તેની વિશાળ મિલકતો પર નિયંત્રણ જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તે વધતી જતી કાનૂની લડાઈઓ, આંતરિક અરાજકતા અને રાજકીય ગરમીથી ઘેરાયેલું છે. અતિક્રમણ અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા છે. કાયદાકીય બાબતો, સ્ટાફની તીવ્ર અછત, રાજકીય નિમણૂકો, મોટા પાયે અતિક્રમણ અને દુ:ખદ તોડી પાડવા સાથે આંતરિક રીતે સંઘર્ષ કરવો. વકફ બનાવીને જમીન અને જાહેર જગ્યાઓ સંપાદિત કરવાનો પણ આરોપ છે. સશસ્ત્ર દળો અને રેલવે પછી વક્ફ બોર્ડ ભારતમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું જમીન માલિક છે.

આ પણ વાંચો :-

વાપી-નવસારીમાં પૂર જેવી સ્થિતિ, નવસારીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો! શાળા-કોલેજો બંધ

0

નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.

Image

ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજેએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે, ઉપરવાસ અને નવસારીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને જિલ્લાની ત્રણ મોટી નદીઓ પણ ગાંડીતૂર બની છે. અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પાણી ધોલ ગામમાં ઘૂસ્યા છે, બિલીમોરાથી અમલસાડને જોડતો રૉડ પાણીમાં સંપૂર્ણ ધોવાઈ ગયો છે. જેના તાજા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓ મેઘો કહેર બનીને ત્રાટક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. તાજા અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે, નદીની પાણી આજુબાજુના ગામોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. બીલીમોરાથી અમલસાડના રૉડ પરનું ઘોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યુ છે. અંબિકા નદીમાં ઘોડાપુરથી ઘોલ ગામ બેટમાં ફેરવાયું છે. નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. હાલની સ્થિતિ એવી છે કે, ગામમાં પ્રવેશવાના રસ્તા પર સાતથી નવ ફૂટ સુધીના પાણી ભરાયા છે. નદીકાંઠાની મોટાભાગની આંબાની વાડીઓમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકો જાતે જ સ્થળાંતરીત થવા મજબુર બન્યા છે. નદીના પૂરના પાણીથી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો :-