Home Blog Page 681

ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, ચારના મોત

0

આજે મંગળવારે વહેલી સવારે ગોંડલ પાસે અમંગળ ઘટના ઘટી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ તો એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.

કાળમુખી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ નજીક આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારે રાજકોટથી ધોરાજી તરફ જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડકાભેર અથડાઇ હતી.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે, સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડી, બાદમાં બોલેરો કાર પલટી મારી હતી. સ્વીફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી મારી હતી. જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું અને કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ જીવલેણ અકસ્માતમાં ગોંડલના સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ક્રિપાલસિંહ અપરણિત હતા અને ત્રણ ભાઈમાંથી ત્રીજા નંબરના હતા. આશરે ચાર મહિના પહેલા બીમારી સબબ ક્રિપાલસિંહના માતાનું અવસાન થયું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું. આ બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મિત્રો અને પરિજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સ્વિફ્ટ કારમાં સવાર સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા અને વિરેન દેશુરભાઈ કરમટા ધોરાજીના હતા. હાલ તેમના પરિવારની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશના છતરપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોના મોત

0

મધ્યપ્રદેશના છતરપુરમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમના લોહીથી લથબથ મૃતદેહ જોઈને પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે, શ્રદ્ધાળુઓથી ભરેલી ઓટો એક ટ્રક સાથે અથડાઈ હતી અને તે રસ્તાની વચ્ચે પલટી ગઈ હતી.

આ અકસ્માત ઝાંસી ખજુરાહો હાઈવે પર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા. ઓટો સવારો બાગેશ્વર ધામ ખાતે બાબાના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અથડામણને કારણે ઓટો ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. ટ્રકને પણ ઘણું નુકસાન થયું છે. આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી.

અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાદરી ગામ પાસે ઓટો નંબર UP95 AT2421 ટ્રક નંબર PB13BB 6479 સાથે અથડાઈ હતી. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ અકસ્માત સ્થળ પરનું દ્રશ્ય ભયાનક હતું.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલામાં CRPF ઇન્સ્પેક્ટર શહીદ

0

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે એક પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કરતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 3.30 વાગે આતંકવાદીઓએ બસંતગઢના ડુડુ વિસ્તારમાં CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પર ગોળીબાર કર્યો હતો.

જમ્મુ કાશ્મીર : કુલગામના બે ગામોમાં એન્કાઉન્ટર, 4 આતંકી ઢેર, 1 જવાન શહીદ

તેમણે કહ્યું કે હુમલામાં CRPFની 187મી બટાલિયનના એક નિરીક્ષકને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંયુક્ત પેટ્રોલિંગનો જવાબી કાર્યવાહી બાદ આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર 187મી બટાલિયન સાથે સંકળાયેલા હતાં. કુમારને હોસ્પિટલ લઇ જતી વખતે જ તેમનું મોત થયું હતું. હુમલો કરીને આતંકવાદીઓ ભાગી ગયા હતાં. જો કે આ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શહીદ થયેલા ઇન્સ્પેક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હેડ કવાર્ટર લઇ જવામાં આવ્યો છે.

બસંતગઢ વિસ્તારના વન વિસ્તારમાં એપ્રિલથી અત્યાર સુધીમાં બે આતંકવાદી હુમલા થયા છે. ડોડા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના પાંચ દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો છે. આજના હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે થયેલા આતંકી હુમલાઓમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૪ થઇ ગઇ છે. મૃત્યુ પામેલા ૭૪ લોકોમાં 21 સુરક્ષા જવાનો અને ૩૫ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાઓ ડોડા, કથુઆ, રેઅસી, પૂંચ, રાજોરીમાં ચાલુ વર્ષે થયેલા આંતકી હુમલાઓમાં ૩૦ લોકોનાં મોત થયા છે. જેમાં 14 સુરક્ષા જવાનો અને 6 આતંકવાદીઓ સામેલ છે.

આ પણ વાંચો :-

૨૦ ઓગસ્ટ, ૨૦૨૪/ આ રાશિ માટે બુધવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખ માં ખર્ચ નંુ પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી, ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધઆમાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવન સાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું મિલન શકય બને રોમાંસ નો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ

આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ-બહેનો થી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણો નંુ આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સા‌િબત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ સ્નાયુના દુઃખાવા ક્ષાનતંતુ ની સમસ્યા થી સાચવવું.

સિંહઃ

વિચારો માં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યો ની ચિંતા દૂર થતી જય. પરિવારમાં સન્હેનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. અારોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન, સન્માન માં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણા ના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યો ની પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યે નો પ્રેમ તથા વિજાતિય વ્યકિત તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લાગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાય માં વિશેષ લાભ. પેટના રોગો થી સાવધાની જરૂરી. દામ્પત‌્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃષિને કારણે યશ. પતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્ર્નો નું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શકય બને. માનસિક રોગોના કાળજી રાખવી.

મકરઃ

મિત્રો થી લાભ. જુના મિત્રો ની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મી ના વખત સર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિધાથી મિત્રો માટે શુભ. હાડકાના રોગો થી સાચવવું.

કુંભઃ

નકારાત્મક કે વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધા ની શરૂઆત શકય બને. હાલના નોકરી. ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી અેક્ષ્નપોર્ટ- ઇમ્પોટનો ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

કોલકાતાની મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજયની ધરપકડ

0

કોલકાતાની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને બર્બરતાપૂર્વક હત્યા કરવાના બનાવમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. હૈવાનિયતની હદ પાર કરનારો આરોપી સંજય રોય ગુનાઇત ભુતકાળ ધરાવે છે અને ભુતકાળમાં જો તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હોત તો કદાચ મહિલા ડોક્ટર સાથે આ ખરાબ બનાવ ના બન્યો હોત.

પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટના ખૂબ જ દર્દનાક છે. તે ખુબ જ ભયાવહ છે. એક જુનિયર લેડી ડોક્ટર, જે પોતાનું કામ પતાવીને સૂઈ રહી હતી, તેની સાથે એવી નિર્દયતાથી વર્તન કરવામાં આવ્યું કે સાંભળનારાઓ પણ કંપી જાય. ઘાતકી સંજય રોયે પહેલા લેડી ડોક્ટર પર દુષ્કર્મ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. મહિલા ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે સંજય રોયે તેના પર કેવી રીતે અત્યાચાર કર્યો હતો. તે જ સમયે, આ કેસ ખુલ્યા પછી, સંજય રોયની આખી કુંડળી પણ ખુલ્લેઆમ સામે આવી છે.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે સંજયે ઘણીવાર લગ્ન કરેલા છે પરંતુ હવે તેની કોઈ પત્ની તેની સાથે રહેતી નથી. તેમાંથી તેની એક પત્ની તો એવી છે કે જે ગર્ભવતી હતી ત્યારે સંજયે તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. અહેવાલ મુજબ, આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને સંજય વિરુદ્ધ તેની પૂર્વ પત્ની દ્વારા કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે વર્ષ જૂની ફરિયાદ મળી છે. આ ફરિયાદ અંગે સંજયની પૂર્વ સાસુ દુર્ગા દેવીએ જણાવ્યું કે જ્યારે તેની પુત્રી ત્રણ મહિનાની ગર્ભવતી હતી ત્યારે સંજય તેને રોજ મારતો હતો.

દુર્ગા દેવીના જણાવ્યા અનુસાર, ‘તેણે 4 ઓગસ્ટ 2022ના રોજ કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી વતી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બે વખત આગળ કરવામાં આવી હતી, પરંતુ સંજય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે જો તે સમયે સંજય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોત અને તેને સજા થઈ હોત, તો કોલકાતાના જુનિયર ડૉક્ટરનો જીવ બચી ગયો હોત. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે સંજય પોલીસ કલ્યાણ બોર્ડના કેટલાક અધિકારીઓની તેના પર કૃપા દ્રષ્ટી હતી અને તેથી જ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

સીસીટીવી ફૂટેજ પરથી પોલીસને ખબર પડી કે સંજય ગુરુવારે બે વખત હોસ્પિટલમાં ગયો હતો. પહેલા રાત્રે 11 વાગ્યે અને પછી એ જ રાત્રે 3:30 વાગ્યે. સંજયના મિત્રનો એક પરિચિત હોસ્પિટલમાં દાખલ હતો અને તે તેને જોવાના બહાને હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે પોલીસમાં નાગરિક સ્વયંસેવક હોવાથી, જ્યારે તે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી ન હતી. સંજય કોલકાતાના સોલ્ટ લેકમાં સિટી પોલીસની ચોથી બટાલિયનની બેરેકમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ સંજય શુક્રવારે સવારે બેરેકમાં સુઈ ગયો હતો.

આ પણ વાંચો :-

યોદ્ધાના અવતારમાં છવાયો વિક્કી કૌશલ, ફિલ્મ ‘છાવા’નું ટીઝર રિલીઝ

વિક્કી કૌશલ હવે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘છાવા’થી દર્શકોમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. બોલિવૂડ સ્ટારની આગામી ફિલ્મ ‘છાવા’નું એક પાવરફુલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વિક્કી કૌશલનો એકદમ અલગ અને પાવરફુલ લુક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ મેકર્સે વિક્કીકૌશલના ફેન્સને વધુ એક જબરદસ્ત સરપ્રાઈઝ આપી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. છાવાનું ટીઝર રિલીઝ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

ફિલ્મના ટીઝરમાં વિકી કૌશલ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે. સંભાજી મહારાજની બહાદુરી, હિંમત, બલિદાન અને લશ્કરી વ્યૂહરચના ઉપરાંત છાવા તેની પત્ની સાથેની તેની હૃદયસ્પર્શી પ્રેમકથા રજૂ કરે છે.

વિક્કી કૌશલ આગામી પીરિયડ ડ્રામા ફિલ્મમાં બહાદુર છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવતો જોવા મળશે. ‘સ્ત્રી 2’ પહેલા ટીઝર બતાવવામાં આવ્યું હતું અને ચાહકો તેને જોયા પછી પહેલેથી જ ખુશ હતા. ટીઝરના સત્તાવાર લોન્ચિંગ પહેલા, વિક્કી કૌશલે બહુપ્રતિક્ષિત ફિલ્મનું પહેલું પોસ્ટર Instagram પર શેર કર્યું છે. છાવાનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે અને મેડૉક ફિલ્મ્સ હેઠળ દિનેશ વિજન દ્વારા નિર્મિત છે.

વિક્કી કૌશલ ‘છાવા’માં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારથી ફિલ્મનો તેનો લુક સામે આવ્યો છે, ત્યારથી જ અભિનેતાના ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા અને હવે જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, ત્યારે ઘણા યુઝર્સે આ ટીઝર પર પ્રતિક્રિયા આપતા વિક્કી કૌશલના વખાણ કર્યાં છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં કોલકાતાની ઘટનાને લઈ ડોક્ટર્સનો વિરોધ યથાવત

0

અમદાવાદમાં કોલકાતાની ઘટનાને લઈ ડોક્ટર્સનો વિરોધ યથાવત છે. પીડિતાને ન્યાય મળે તે માટે ડોક્ટર્સનો વિરોધ છે. સતત ચાર દિવસથી બી.જે મેડિકલ ખાતે તબીબોનો વિરોધ છે. તબીબોને માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાઈ. જુનિયર મહિલા તબીબોને માર્શલ આર્ટ અને જૂડોની ટ્રેનિંગ અપાઈ. સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનાવવા જુનિયર તબીબોની માગ છે.

ગુજરાત સહિત દેશમાં કોલકાત્તાની ટ્રેઈની ડૉક્ટર સાથે દુષ્કર્મ-હત્યાના ઘેરા પ્રત્યાઘાત, તબીબોની 24 કલાકની હડતાળ, CBI ટીમે તપાસ શરૂ કરી - ima calls for ...

સુરતમાં કોલકાતાની ઘટનાને લઈ રેસીડેન્ટ તબીબોનો વિરોધ યથાવત છે. રક્ષાબંધનનાં દિવસે રેસીડેન્ટ તબીબોએ એકબીજાને કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. રેસીડેન્ટ તબીબો સાથે નર્સિંગ સ્ટાફની બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હી. નર્સિંગ સ્ટાફે રેસીડેન્ટ તબીબોને રક્ષા કવચ બાંધ્યું હતુ. કડક કાયદાની અમલવારી અને તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ યથાવત છે.

દેશભરમાં તબીબોની સુરક્ષા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તબીબ પર હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દીનાં સગાએ હુમલો કર્યો હતો. સારવાર કરવા ડોક્ટર પર દબાણ કરી દર્દીનાં સગાએ ડોક્ટર સાથે ઝપાઝપી કરી હતી. કેસ કાઢવાનું કહેતા ઉશ્કેરાયેલા દર્દીનાં પરિવારજનોએ તબીબ પર હુમલો કર્યો હતો. કેસ કઢાવવાનું કહેતા ઉશ્કેરાયેલા દર્દીનાં પરિવારજનોએ તબીબ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો :-

અમદાવાદમાં અમિત શાહે નાગરિકતા કાયદા હેઠળ 188 લોકોને પ્રમાણપત્ર આપ્યાં

0

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે (18 ઓગસ્ટ 2024) CAA હેઠળ 188 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે બાંગ્લાદેશમાં વિભાજન થયું ત્યારે ત્યાં 27 ટકા હિંદુઓ હતા, આજે 9 ટકા છે. આટલા બધા હિંદુઓ ક્યાં ગયા? પડોશી દેશમાંથી હિંદુ કયા ગયા. અમે 2019માં CAA લાવ્યા હતા. CAAને કારણે, કરોડો હિન્દુ, જૈન અને શીખ ધર્મના લોકોને નાગરિકતા મળશે.

અમિત શાહ, ગુજરાત, નાગરિકતા કાયદો, બીબીસી ગુજરાતી

અમિત શાહે વધુમાં કહ્યું કે CAA વિશે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા. CAA કાયદો કોઈની નાગરિકતા છીનવી શકતો નથી. કેટલીક રાજ્ય સરકારો CAA વિશે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ઈન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ CAAને લઈને શરણાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ નાગરિકોને અન્ય પાડોશી દેશોમાં તો અપમાન સહન કરવું પડતું હતું પણ અહીં આવીને પણ તેમની તકલીફો ઓછી થઈ ન હતી. વિપક્ષની તુષ્ટિકરણની નીતિઓ ત્રણ પેઢીઓથી તેમને ન્યાય મળ્યો નથી. વડા પ્રધાન મોદીએ લાખો અને કરોડો લોકોને ન્યાય અપાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે સિટિઝનશિપ ઍમન્ડમેન્ટ ઍક્ટ– CAA એ 11 ડિસેમ્બર, 2019ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાના વિરોધમાં દેશભરમાં વ્યાપક પ્રદર્શનો થયાં હતાં. ત્યારબાદ આ કાયદાનો તત્કાળ અમલ કરવામાં આવ્યો ન હતો, માર્ચ, 2024માં જ તેને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

IMAની સુરત બ્રાન્ચના તબીબો પણ દેશવ્યાપી વિરોધમાં જોડાયા

કલકત્તામાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશમાં તબીબો હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ચારેક દિવસથી આ હડતાલ ચાલુ રહી છે. ત્યારે આજે સુરત મેડિકલ કોલેજમાં આંદોલન છાવણીમાં જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હડતાલ પર ઉતરેલા તબીબોએ નર્સિંગ સ્ટાફની બહેનો પાસે રાખડી બંધાવી હતી. દેશભરમાં કામ કરતા તમામ તબીબો અને મહિલા તબીબોની સુરક્ષાને લઈને સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

ઉપવાસ પર ઉતરેલા ડોક્ટર સન્મુખે કહ્યું કે, અમારી માંગ છે કે, દેશમાં આ પ્રકારના અત્યાચાર થાય છે. તેને તાત્કાલિક આકરામાં આકરી સજા કરવામાં આવે. પરિવારની ફરિયાદ લેવામાં પણ વિલંબ થયો હતો. ત્યારે હાલ તેમને ન્યાય મળે તે હેતુથી આ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. અમને આંશિક સફળતા પણ મળી ગઈ છે. જોકે પૂર્ણ ન્યાય મળે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે અમે આંદોલન કરી રહ્યા છીએ.

રેસીડન્ટ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું કે, જ્યાં સુધી દુષ્કર્મ-હત્યા કેસમાં મહિલા ડોકટર અને તેમના પરિવારનજનોને ન્યાય નહીં મળી અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નહિં ત્યાં સુધી હડતાળ પર રહીશું. જયારે સિવિલના કિડની બિલ્ડીંગ પાસે આજે સવારે માર્શલ આર્ટ દ્વારા મહિલા રેસીડન્ટ ડોકટરો અને પુરૃષ રેસીડન્ટ ડોકટરોને સેલ્ફ ડિફેન્સની તાલિમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિવિલ ખાતેના જુનિયર ડોકટર એસોસીયેશનના પ્રમુખ ડૉ.પ્રતિક પરમારે કહ્યુ કે, કોલકતાના બનાવ બાદ મહિલા ડોકટરો પોતાનું રક્ષણ જાતે કરી શકે અને તેઓ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત દાખવી શકે તે માટે મહિલા રેસીડન્ટ ડોકટરો અને પુરૃષ રેસીડન્ટ ડોકટરોને સેલ્ફ ડિફેન્સની તાલિમ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

દેશમાં દર 15 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! NCRBનો રિપોર્ટમાં મોટો ખુલાસો

0

તાજેતરમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દિધો છે. ન્યાયની માંગણી સાથે જુનિયર તબીબોએ વિરોધ પ્રદર્શન કરી કામ બંધ કરી દીધું હતું. પોલીસે આ કેસમાં આરોપી સંજય રોયની ધરપકડ કરી છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો છે.

NCRBના રિપોર્ટ અનુસાર, મહિલાઓ સામેના અપરાધિક કેસોમાં ‘પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા’, ‘મહિલાઓનું અપહરણ અને બળજબરીથી લઈ જવા’, ‘મહિલાઓ પર હુમલા‘ ‘બળાત્કાર’ જેવા કેસો મોટો હિસ્સો ધરાવે છે.

લગ્નના બહાને સગીરા પર ગુજાર્યો બળાત્કાર, પોલીસ કોન્સ્ટેબલ સામે નોંધાયો ગુનો - Gujarati News | Rape of a minor girl on the pretext of marriage, crime registered against police constable - Rape

2012ની દિલ્હીની ઘટનાની આસપાસના વર્ષોમાં, NCRBએ સમગ્ર ભારતમાં વાર્ષિક 25,000 જેટલા બળાત્કારના કેસ નોંધ્યા હતા. ત્યારથી 2016 માં લગભગ 39,000 કેસોની નોંધપાત્ર ટોચ સાથે, સંખ્યા સતત 30,000 ને વટાવી ગઈ છે. COVID-19 રોગચાળા દ્વારા ચિહ્નિત થયેલ વર્ષ 2020 માં અસ્થાયી ઘટાડો જોવા મળ્યો, પરંતુ આંકડાઓ ઝડપથી ફરી વધી ગયા. એક સરકારી અહેવાલ મુજબ, 2018માં દર 15 મિનિટે સરેરાશ એક મહિલાએ બળાત્કારની ફરિયાદ કરી હતી. 2022માં, સૌથી તાજેતરના વર્ષ કે જેના માટે ડેટા ઉપલબ્ધ છે, 31,000 થી વધુ બળાત્કાર નોંધાયા હતા.

NCRB રિપોર્ટ દર્શાવે છે કે 2022 માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધ 4,45,256 કેસ નોંધાયા હતા, જે દર કલાકે 51 કેસની સમકક્ષ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ન્યાયિક પ્રક્રિયામાં માત્ર વિલંબ જ નથી થતો પરંતુ દોષિત ઠેરવવાનો દર પણ ઘણો ઓછો છે. આ સ્થિતિ સુધારવા માટે, પોલીસ અને ન્યાયતંત્ર બંનેએ સાથે મળીને કામ કરવાની જરૂર છે જેથી કરીને મહિલાઓ સામેના ગુનાઓને રોકવા માટે અસરકારક પગલાં લઈ શકાય. 2022માં સમગ્ર દેશમાં બળાત્કારના કુલ 31,516 કેસ નોંધાયા હતા, જેનો અર્થ છે કે દર 16 મિનિટે એક કેસ નોંધાયો હતો. નીચેના રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :-