Home Blog Page 641

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે આભાર માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે ક્વાડ લીડર્સ સમિટ અને સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મોટી દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. PM મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે આભાર માન્યો હતો. તે જ સમયે, પીએમ મોદીને મળ્યા બાદ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે ભારત ગાઝાની સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે છે.

Image

પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે એક મહિનામાં આ બીજી મુલાકાત હતી. પીએમ મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોમવારે યોજાયેલી બેઠકની શરૂઆત ઝેલેન્સકી દ્વારા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીને કહ્યું કે યુદ્ધને લઈને ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. સોમવારે બંને નેતાઓ વચ્ચે ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પુતિન અને બિડેન સહિત તમામ પક્ષોના સંપર્કમાં છે. તે જ સમયે, ઝેલેન્સકીએ પીએમ મોદીની આ પહેલનો આભાર માન્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સભામાં વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વ્યાપક રણનિતીક ભાગીદારીને વધારવાના પ્રયાસોની ચર્ચા કરી. અગાઉ, પીએમ મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા અને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો :-

જાપાનમાં ફરી એક વાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા

જાપાનની ધરા ફરી એક વાર ધણધણી ઉઠી છે. જાપાનના ટોક્યોમાં દક્ષિણ વિસ્તાપમાં આજે સવારે લગભગ 5:00 વાગ્યે ઈઝુ દ્વીપના દરિયાકિનારાના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જાપાનના હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દીધું છે.

Japan's earthquake shocks, people feared of tsunami | जापान मेें लगे भूकंप के तेज झटके, सुनामी की आशंका से सहम गए लोग | Hindi News, ग्लोबल नजरिया

જાપાનના હવામાન વિભાગે વિશેષ સુનામી એલર્ટ જાહેર કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપી છે. એવી સંભાવના છે કે દરિયામાં 1-2 મીટર સુધી ઊંચા મોજા ઊછળી શકે છે, જે સુનામીનું રૂપ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાચીજો સમુદ્રી દ્વીપ નજીક સુનામીના નાના મોજાઓ જોવા મળ્યા છે. બીજી તરફ આફ્ટરશોક કે વધુ મોટો આંચકો આવે તો મોજાઓ વધુ ઉંચા થઈને મોટી તબાહીનું કારણ બની શકે છે. હવામાન વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સુરક્ષિત સ્થાન પર જવાની અપીલ કરવામાં આવી રહી છે.

ભૂકંપ પછી જાપાનની હવામાન એજન્સીએ પ્રથમવાર “મેગાકંપ એલર્ટ” જાહેર કર્યું છે. આ એલર્ટ ખાસ કરીને નાનકાઈ ટર્ફ નામના ભુસ્તરીય ખંડ પાસે જોખમને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ વિસ્તાર એક મહત્વપૂર્ણ ફોલ્ટ ઝોન પર સ્થિત છે, જ્યાંથી મોટાં ભૂકંપોની શક્યતા વધી જાય છે. મેગાકંપ ચેતવણી ત્યારે આપવામાં આવે છે જ્યારે 8 કે તેથી વધુની તીવ્રતાના ભૂકંપની સંભાવના હોય. જો આવું ભૂકંપ થાય તો જાપાનમાં ગંભીર હાની અને જાનમાલના નુકસાનની શક્યતા છે.

આ પણ વાંચો :-

ભારતીય શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પહેલીવાર 85,000 હજારને પાર

0

સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો કે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 15 મિનિટના ટ્રેડિંગ પછી બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં આવી ગયા. દરમિયાન ધીમી ગતિ છતાં શેરબજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વાસ્તવમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરના સેન્સેક્સે વેગ પકડ્યો કે તરત જ તે 85,041.34ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. આ પહેલીવાર છે જ્યારે સેન્સેક્સ 85,000ના આંકને વટાવી ગયો છે. નિફ્ટી પણ 26000 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો, પ્રથમ વખત સેન્સેક્સ 51,000 અને નિફ્ટી 15,000ને પાર | nifty crosses 15000 sensex 51000 first time ahead

જણાવી દઈએ કે આજે સૌથી વધુ વૃદ્ધિ મેટલ અને એનર્જી શેર્સમાં જોવા મળી રહી છે. જ્યારે FMCG, IT અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટોપ ગેનર્સ વિશે વાત કરીએ તો, વેદાંતનો શેર આજે 3%ના વધારા સાથે ટોચ પર છે જ્યારે ટાટા સ્ટીલનો શેર પણ 3%ના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

ભારતીય શેરબજારની જેમ એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. અમેરિકન બજારનો ડાઉ જોન્સ 23 સપ્ટેમ્બરે 0.15 ટકાના વધારા સાથે 42,124 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે Nasdaq 0.14 ટકા વધીને 17,974 પર અને S&P 500 0.28% વધીને 5,718 પર બંધ થયો હતો. આટલું જ નહીં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 1.79 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કોરિયાના કોસ્પીમાં 0.066 ટકાનો વધારો નોંધાયો છે.

અગાઉ, સોમવારે, છેલ્લા ટ્રેડિંગ દિવસે, શેરબજારના બંને સૂચકાંકો તેમના અગાઉના તમામ રેકોર્ડ તોડીને સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયા હતા. દિવસના કારોબાર દરમિયાન BSE સેન્સેક્સ 84,651.15 ના સ્તર પર ખુલ્યો અને 84,980.53 ના સ્તરે પહોંચ્યો. આ પછી તે 384.30 પોઈન્ટના ઉછાળા સાથે 84,928.61ના સ્તરે બંધ રહ્યો હતો. NSE ના નિફ્ટીમાં પણ જોરદાર રન નોંધાયો હતો અને 25,872.55 ના સ્તર પર ખુલ્યા બાદ તે ટ્રેડિંગ દરમિયાન 25,956 ના સ્તર પર પહોંચી ગયો હતો. જોકે, બજાર બંધ થયું ત્યારે નિફ્ટી 148 પોઈન્ટના વધારા સાથે 25,939.05 ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચો :-

૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ : મંગળવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

માનસિક ‌ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ, શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. નવા રોકાણો ફાયદા કારક સાબિત થાય. આધાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સા‌િબત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્ર થી ‌િવશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ધટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્ગારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કારણે અ‌િપ્રય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણી નું પ્રમાણ વધે. મિત્રો નો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતાં મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. ઠંડાપીણા, આ‌ઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધવાની શકયતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુ ઓ તથા ક્ષાનતંતુ ના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, અેસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ધટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંધર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળ‍વાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિધાર્થી મિત્રોને સફળતા. ખોટી સોબત થી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વઘતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા અેવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃ સુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી, ધંધા પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં 300થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો, 100 લોકોના મોત

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લાહ પર દબાણ લાવવા માટે, ઇઝરાયલે લેબનોનમાં 300 ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ દાવો ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી થયેલા હુમલા અંગે કોઈ માહિતી સામે આવી નથી.

Israel-Hezbollah conflict: Abandoned houses, scorched forests hint at war | World News - Business Standard

હુમલા અંગે માહિતી આપતા લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ તેના દક્ષિણી વિસ્તારના ગામો અને નગરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં તેના 100 નાગરિકો માર્યા ગયા છે. આ સિવાય 300 લોકો ઘાયલ થયા છે. આ લોકોમાં બાળકો, મહિલાઓ અને ઇમરજન્સી કામદારોનો સમાવેશ થાય છે. હાલમાં આ પ્રાથમિક આંકડો છે અને મૃત્યુઆંક વધી શકે છે. મંત્રાલયનું કહેવું છે કે માત્ર પ્રારંભિક સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં લેબનોનના દક્ષિણ વિસ્તાર ઉપરાંત પૂર્વોત્તર વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.

ગાઝા યુદ્ધની અસર સહન કરી રહેલા પશ્ચિમ એશિયામાં બીજા મોરચે હુમલાઓ અને વળતા હુમલાઓ તીવ્ર બન્યા છે. લેબનોન તરફી લેબનીઝ હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. બંનેએ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને અવગણીને એકબીજાની સરહદ પર હુમલા વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહની કમર તોડી નાખવા માટે કટિબદ્ધ છે, જે પોતાની સામે હમાસને ટેકો આપવા ઉભો થયો છે. ઈઝરાયેલે સતત કેટલાય દિવસોથી હિઝબુલ્લાહ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી છે. પહેલા પેજર, પછી વાયરલેસ સિરિયલ બ્લાસ્ટ અને પછી હવાઈ હુમલા. સાથે જ હિઝબુલ્લાહના ચીફ નસરાલ્લાહે પણ પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.

રવિવારે, હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં 100 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ રોકેટ ઈઝરાયેલના હાઈફા શહેર નજીક પડ્યા હતા. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. રોકેટ હુમલા બાદ હિઝબુલ્લાહના ડેપ્યુટી લીડર નઈમ કાસિમે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી હતી. જવાબી કાર્યવાહીમાં, ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં એરબેઝ અને લશ્કરી ઉત્પાદન સુવિધાઓનો સમાવેશ થાય છે.

લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દક્ષિણી વિસ્તારોમાં ઇઝરાયેલના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે હિઝબુલ્લાએ પુષ્ટિ કરી હતી કે તેના બે લડવૈયાઓ માર્યા ગયા છે. ઇઝરાયેલી દળો અને હિઝબુલ્લાએ 20 સપ્ટેમ્બરે ઉત્તરી ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો. લેબનોનમાંથી રાતોરાત 150થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ પછી, ગુસ્સે ભરાયેલા ઇઝરાયેલી સેનાએ વળતો હુમલો કર્યો અને હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ઇબ્રાહિમ અકીલને મારી નાખ્યો. ઈબ્રાહિમ અકીલ હિઝબુલ્લાહનો સેકન્ડ-ઈન-કમાન્ડ છે, જે સીધો ચીફ હસન નસરાલ્લાહને રિપોર્ટ કરે છે.

આ પણ વાંચો :-

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂક

0

રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ક્ષતિનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા કોર્ડન તોડીને એક વિદ્યાર્થી રાજનાથ સિંહ ને મળવા પહોંચ્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો. તેના પર કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાજસ્થાનના જયપુર પહોંચ્યા, જ્યાં તેમણે સીકર રોડ પર સ્થિત શ્રી ભવાની નિકેતન સ્કૂલના કેમ્પસમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કાર્યક્રમની સમાપ્તિ પછી, તેઓ એરપોર્ટ જવા માટે રવાના થઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા તેમની સુરક્ષામાં એક મોટી ખામી સર્જાઈ હતી.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ તેમની કારમાં બેસીને જતા હતા ત્યારે એક વિદ્યાર્થી સુરક્ષા કોર્ડન તોડીને તેમની પાસે પહોંચ્યો હતો. આના પર સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીને પકડીને રાજનાથ સિંહના કાફલામાંથી બહાર ધકેલી દીધો હતો. આ દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રીની નજર તે વિદ્યાર્થી પર પડી તો તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી.

વિદ્યાર્થીએ રાજનાથ સિંહને જણાવ્યું કે તે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે અને NCC કેડર છે. તે જયપુરમાં એકલો રહે છે. તેમની માતા ઝાલાવાડમાં સરકારી શિક્ષિકા છે, પરંતુ તેમની અહીં બદલી થઈ રહી નથી. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીની વાત સાંભળી, પરંતુ તેની અરજી સ્વીકારી નહીં.

આ પણ વાંચો :-

ગુજરાતની રિયા સિંઘા જીતી મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ

0

ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા જીતી લીધી છે. મિસ યુનિવર્સ 2015ની વિનર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો.

રિયાએ 50થી વધુ સ્પર્ધકોને હરાવીને આ તાજ જીત્યો હતો. ગુજરાતની રિયા સિંઘા હવે આ વર્ષના અંતમાં મેક્સિકો ખાતે યોજાનાર ગ્લોબલ મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાના વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે 22 સપ્ટેમ્બરે રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો.

Gujarat's Rhea Singha crowned Miss Universe India 2024

આ જીત બાદ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા 19 વર્ષની રિયા સિંઘાએ જણાવ્યું હતું કે, “આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. મને અગાઉના વિજેતાઓમાંથી પ્રેરણા મળી છે.મિસ યુનિવર્સ ઈન્ડિયાના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી રિયા સિંઘાની તસવીરો જુઓ. હું મારી જાતને આ તાજ માટે લાયક માનું છું. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું. રિયાના ફોટાને લાખો લાઈક્સ મળે છે.

રિયાએ તાજ જીત્યા બાદ ઉર્વશીએ પણ ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું- હું અનુભવી શકું છું કે બધી છોકરીઓ શું અનુભવી રહી છે. વિનર માઈન્ડ બ્લોઈંગ છે. તે મિસ યુનિવર્સમાં આપણા દેશનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરશે અને મને આશા છે કે ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાં અંગે ચોંકાવનારો ખુલાસો, રેલવે કર્મી જ આરોપી

સુરતમાં બે દિવસ પહેલા કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર સામે આવ્યુ હતુ. આ મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા.

સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે. NIAની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી. કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના પર ખાસ નજર છે.

Gujarat: Attempted Train Derailment Foiled Near Kim Railway Station In Surat After Miscreants Remove Fishplates & Keys From Railway Track; Visuals Surface

ત્યારબાદ NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી ગઈ હતી. તપાસ દરમિયાન સૌથી પહેલા આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી. કારણ કે કોઈ ટૅક્નોલૉજીનો જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકાગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી શકે . જેથી ઉલટ તપાસ કરવામાં આવતાં સુભાષ પોદાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સુભાષ પોદારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તરપ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મુકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા સુરત ગ્રામ્ય તેમજ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી. જણાવી દઈએ કે, અજાણ્યા શખ્સો દ્વારા અપલાઈન ઉપર રેલવે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં વીજળી પડતાં 5 બાળકો સહિત 8 લોકોના મોત

0

છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના બની છે. વીજળી પડવાથી ચાર બાળકો અને ચાર યુવાનો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈ ગામની જણાવવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ આકાશીય વીજળી પડવાથી શાળાના 5 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રાજનાંદગાંવમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા શાળાના ચાર બાળકો ઝપેટે ચડી ગયા હતા. અકસ્માત સમયે શાળાના તમામ બાળકો ઘરે પરત ફરી રહ્યા હતા.

Lightning Accident In India,વીજળી પડવાથી દેશમાં રોજ ચાર લોકોના થાય છે મોત, કારણ પણ છે ચોંકાવનારું - per day average four people died due to lightning in country - Iam Gujarat

આ સિવાય ચાર યુવાનો પણ વીજળીની ઝપેટે આવી ગયા હતા. આ ઘટના સોમાણી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કલેક્ટર પોતે ઘટનાસ્થળે રવાના થયા છે. ઘટના બાદ એમ્બ્યુલન્સને સ્થળ પર રવાના કરવામાં આવી હતી.

રાજસ્થાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 50માંથી 28 જિલ્લાઓમાં સામાન્ય કરતા 60 ટકા કે તેથી વધુ વરસાદ પડયો છે. રાજ્યના અજમેર, અલવર, અનુપગઢ, બિકાનેર, દૌસા, ધોલપુર, ગંગાનગર, ંગંગાપુર,જયપુર, ટોંક, બાલોત્રા, બાડમેર, જૈસલમેર, જોધપુર ગ્રામીણ, ફાલોડી અને ચુરુ સહિતના જિલ્લાઓમાં અસામાન્ય વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે 60 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. મંડીમાં સૌથી વધુ 31, શિમલા અને મંડીમાં 13, કાંગ્રામાં 10 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. કિન્નોર જિલ્લામાં નેશનલ હાઇવે નં.5 પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશનનું નિર્માણ થતા આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશાના પાંચ જિલ્લામાં એડ એલર્ટ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશીએ ચાર્જ સંભાળ્યો, બાજુમાં કેજરીવાલ માટે ખુરશી ખાલી રાખી

0

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શનિવારે સીએમ પદના શપથ ગ્રહણ લીધા હતા. હવે આતિશીએ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળી લીધો છે. કમાન સંભાળતાની સાથે જ તેમણે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ભલે હું મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન છું પરંતુ સર્વોચ્ચ સ્થાન પર અરવિંદ કેજરીવાલ જ રહેશે. સોમવારે સીએમની ખુરશી સંભાળતી વખતે આતિશીએ કહ્યું કે, આજે મારા મનની એ જ વ્યથા છે જે ભરતની હતી. જ્યારે ભગવાન રામ 14 વર્ષ માટે અયોધ્યાથી વનવાસ ગયા હતા અને ભરતે અયોધ્યાનું શાસન સંભાળવું પડ્યું હતું. જેવી રીતે ભરતે 14 વર્ષ સુધી ભગવાન રામની ચરણપાદુકા સિંહાસન પર મૂકીને અયોધ્યાનું શાસન સંભાળ્યું હતું એવી જ રીતે આગામી 4 મહિના સુધી હું દિલ્હી સરકાર ચલાવીશ. આ દરમિયાન તેમની બાજુમાં એક ખાલી ખુરશી પણ દેખાઈ હતી. તેમણે કહ્યું કે, આ ખુરશી કેજરીવાલની વાપસી સુધી અહીં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલની રાહ જોશે.

આતિશીએ આગળ કહ્યું કે, રામે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા એક વચનને નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો હતો તેથી આપણે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. તેમનું જીવન આપણા બધા માટે મર્યાદા અને નૈતિકતાની મિશાલ છે. બિલ્કુલ એવી જ રીતે અરવિંદ કેજરીવાલે આ દેશની રાજનીતિમાં મર્યાદા અને નૈતિકાની મિશાલ કાયમ કરી છે. છેલ્લા બે વર્ષથી ભાજપે અરવિંદ કેજરીવાલ પર કીચડ ઉછાડવામાં કોઈ કસર ન છોડી.

આતિશીએ આગળ કહ્યું કે, કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.

આ પણ વાંચો :-