Home Blog Page 621

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

0

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે. આ પહેલા ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે હરિયાણા વિધાનસભા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે એવી ચર્ચા હતી કે, પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર કરશે. જોકે પંચે બંને રાજ્યો માટે કોઈ જાહેરાત કરી ન હતી.

Election Commission - ભારતીય ચૂંટણી પંચ, ભારત અને રાજ્ય ચૂંટણી સંબંધિત સમાચાર

LIVE: મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ 2 - image

ચૂંટણી પંચ કમિશનરની મહત્ત્વની વાતો

  • મહારાષ્ટ્રમાં મહિલા બુથ બનાવીશું
  • સીનિયર નાગરિક ઘરેથી મત આપી શકશે.
  • મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદાર
  • ઝારખંડમાં કૂલ 2.6 કરોડ મતદારો
  • હરિયાણા અને જમ્મુ કાશ્મીરના લોકોનો આભાર,લોકોએ ભારે સંખ્યામાં મતદાન કર્યું.
  • ભારત દરેક ચૂંટણીમાં રેકોર્ડ બનાવી રહ્યું છે.
  • ECએ સોશિયલ મીડિયાના દૂરઉપયોગને રોક્યો

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે એક સાથે જાહેર કરવામાં આવશે. ઝારખંડના ઘણા જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે અને ત્યાં સુરક્ષાની ચિંતા છે. જેના કારણે બે રાઉન્ડમાં મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં, આ એક મોટો નિર્ણય છે કારણ કે 2019 માં, અહીં 5 તબક્કામાં મતદાન થયું હતું. આ બંને રાજ્યોની સાથે વાયનાડ લોકસભા સીટ પર પણ 13 નવેમ્બરે મતદાન થશે. રાહુલ ગાંધીના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી છે.

LIVE: મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ 4 - image

મહારાષ્ટ્રમાં ક્યારે થશે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મીએ આવશે. રાજ્યની તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નામાંકન માટેની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે.

ઝારખંડમાં બે તબક્કામાં મતદાન
ઝારખંડમાં 13-20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પરિણામ મહારાષ્ટ્રની સાથે 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

81 સીટોવાળી ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. આ વખતે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં જ્યારે ઝારખંડમાં 2 કે 3 તબક્કામાં મતદાન થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલાં અપાતી ફ્રી યોજનાઓ લાંચ જેવી, SCએ માગ્યો જવાબ

0

સુપ્રીમ કોર્ટમાં રાજકીય પક્ષો દ્વારા અપાતી રેવડીઓ મુદ્દે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. આ પિટિશનમાં ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી મફત રેવડીઓનાં વચનોને લાંચ તરીકે જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

કર્ણાટકના રહેવાસી શશાંક જે શ્રીધરે પોતાની અરજીમાં કહ્યું કે ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાતને લાંચરુશ્વત તરીકે જાહેર કરવી જોઈએ. મતદારને લાંચની લાલચ આપવાનો આ એક પ્રકાર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મફત યોજનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડે છે. રાજકીય પક્ષો ઘણીવાર આવી મફત યોજનાઓની જાહેરાત કરે છે અને તેઓ તેનો અમલ કેવી રીતે કરશે તે પણ જણાવતા નથી.અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પારદર્શિતાનો અભાવ આવા વચનોની પરિપૂર્ણતાને સક્ષમ કરતું નથી. જેના કારણે મતદારો સાથે છેતરપિંડી થાય છે.

અરજદારે કહ્યું કે આવી યોજનાથી ચૂંટણી પ્રક્રિયા ગીવ એન્ડ ટેકની પ્રક્રિયા બની જાય છે. ફ્રીની સ્કીમ્સ અને ચૂંટણી પહેલાંના વચનોની વધતી ધમકીઓ છતાં, ચૂંટણી પંચ આ પ્રથાને રોકવામાં સફળ રહ્યું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકશાહીની અખંડિતતા જળવાઈ રહે તે રીતે ચૂંટણી યોજવી જોઈએ. અરજદારે એવી પણ માગણી કરી હતી કે ચૂંટણીના થોડા સમય પહેલા મફત યોજનાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવો પ્રતિબંધ માત્ર સરકારને જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષોને લાગુ પડવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે પક્ષો દ્વારા ફ્રીબીઝ પર અપનાવવામાં આવેલી નીતિનું નિયમન કરવું ચૂંટણી પંચની સત્તામાં નથી. ચૂંટણી પહેલાં મફત આપવાનું વચન આપવું કે ચૂંટણી પછી આપવાનું એ રાજકીય પક્ષોનો નિર્ણય છે. આ અંગે નિયમો બનાવ્યા વિના કોઈ પણ પગલાં લેવાથી ચૂંટણી પંચની સત્તાનો દુરુપયોગ થશે. માત્ર કોર્ટે નક્કી કરવું જોઈએ કે ફ્રી સ્કીમ શું છે અને કંઈ નથી. આ પછી અમે તેનો અમલ કરીશું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત નવી ટેક્સટાઈલ પોલિસી 2024 લોન્ચ

0

ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવી છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરથી સરકારે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી છે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં CMની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરાયું હતું. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

GIDCના રૂ.564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયું. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ.1 હજાર કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-

પરમેશ શિવમણિ બન્યા ભારતીય કોસ્ટ ગાર્ડના નવા ડિરેક્ટર જનરલ

0

પરમેશ શિવમણિને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તેમણે મંગળવારે (15 ઓક્ટોબર) મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. પરમેશ શિવમણિને ભારતીય કોસ્ટ ગાર્ડના 26 માં મહાનિર્દેશક બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે મંગળવારે તેમની નિમણૂકને લઈને આ સત્તાવાર માહિતી આપી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરમેશ શિવમણિ સાડા ત્રણ દાયકાથી વધુની તેમની શાનદાર કારકિર્દી દરમિયાન નૌકાદળની નિમણૂકોમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. તેઓ નેવિગેશન અને ડિરેક્શનમાં નિષ્ણાત છે અને તેમની મેરીટાઇમ કમાન્ડમાં ICG ના તમામ મોટા જહાજો સામેલ છે.

Director General S Paramesh takes charge as Indian Coast Guard Chief - India News News

નેશનલ ડિફેન્સ કૉલેજ અને ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી, શિવમણીને સપ્ટેમ્બર 2022માં અધિક મહાનિર્દેશકના હોદ્દા પર ઉન્નત કરવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ અહીં કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમના મેરીટાઇમ કમાન્ડમાં ઉન્નત ઓફશોર પેટ્રોલ શિપ ‘સમર‘ અને ઓફશોર પેટ્રોલ શિપ ‘વિશ્વ’નો પણ સમાવેશ થાય છે. તેમની સેવા દરમિયાન પરમેશ શિવમણિએ કોસ્ટ ગાર્ડ એરિયા (પૂર્વ), કોસ્ટ ગાર્ડ એરિયા (વેસ્ટ), કોસ્ટ ગાર્ડ કમાન્ડર (પૂર્વ સીબોર્ડ)ના ટોચના હોદ્દા સંભાળ્યા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડના નવા ડાયરેક્ટર જનરલ નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હી અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

આ પણ વાંચો :-

‘ભલેને 90 વર્ષનો થઈ જાવ પરંતુ’ ચૂંટણીની જાહેરાત વચ્ચે શરદ પવારનું નિવેદન

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થવાની છે. ચૂંટણી પંચ બપોરે પત્રકાર પરિષદમાં તારીખોની જાહેરાત કરશે. આ દરમિયાન વરિષ્ઠ નેતા શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હું 84 વર્ષનો હોવા છતાં પણ હું અટકવાનો નથી. એટલું જ નહીં, હું 90 વર્ષનો થઈશ તો પણ આ જ રીતે કામ કરતો રહીશ. શરદ પવાર કહે છે કે તેઓ મહારાષ્ટ્રને સાચા રસ્તે લાવશે અને તેના માટે સતત કામ કરશે. તેમનો સંદર્ભ અજિત પવાર તરફ હતો. શરદ પવાર હાલમાં NCP-SPના નેતા છે. ગયા વર્ષે અજિત પવારે બળવો કર્યો અને અલગ થયા ત્યારે તેમણે આ નવો પક્ષ બનાવવો પડ્યો.

શરદ પવાર લેશે રાજનીતિમાંથી સંન્યાસ? કહ્યું 'નહીં લડુ ચૂંટણી' - Gujarati News | Ncp leader Sharad Pawar retirement from politics? maharashtra politics latest news - ncp leader Sharad Pawar retirement from ...

શરદ પવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર લાડકી બહેન યોજના પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ‘બહેન તો બારામતીમાં પણ હતી પરંતુ ત્યાં તેમની સામે ચૂંટણી લડવામાં આવી. પહેલા તો બહેન વિરુદ્ધ ચૂંટણી પ્રચાર થયો અને લડત કરવામાં આવી. તે બાદ જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા તો તે બહેનને યાદ કરવા લાગ્યા. અમારી સામે સવાલ એ છે કે આખરે મહારાષ્ટ્ર કોના હાથમાં રહેવું જોઈએ. આ સામાન્ય લોકોના હાથમાં રહે કે પછી કોઈ અન્યને કમાન મળે.’

વરિષ્ઠ નેતાએ કહ્યું કે તમે જ્યારે પણ અખબાર ખોલો છો ત્યારે નવી સ્કીમ વાંચો છો. ક્યારેક તે બહેનો વિશે છે. દરેક વ્યક્તિ બહેનને માન આપે છે. તે પરિવારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને તેનું સન્માન કરવાથી દરેક ખુશ થાય છે. તેમણે કહ્યું કે, પરંતુ રસપ્રદ વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં બહેનોને યાદ કરવામાં આવી નથી. દેવેન્દ્ર ફડણવીસના સમયમાં પૂરા 5 વર્ષ વીતી ગયા અને બહેનો યાદ ન આવી. આ પછી પણ બહેનો યાદ આવી ન હતી. તેમની યાદ ત્યારે આવી જ્યારે મહાવિકાસ આઘાડીએ લોકસભા ચૂંટણીમાં 48માંથી 31 બેઠકો જીતી.

તેમણે કહ્યું કે સામાન્ય જનતા આ નેતાઓ કરતા વધુ હોશિયાર છે. બારામતીમાં પણ એક બહેન સામે હતા, પણ જનતાએ તેમને સાથ આપ્યો. આ દરમિયાન શરદ પવારે પણ મક્કમ રહેવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હું 90 વર્ષનો થઈશ તો પણ આ જ રીતે કામ કરતો રહીશ. તેમણે કહ્યું કે મેં 60 વર્ષથી એક પણ રજા લીધી નથી. તેમણે કહ્યું કે મેં 14 વખત ચૂંટણી લડી છે. 7 વખત લોકસભાની ચૂંટણી લડ્યા અને એટલી જ વાર વિધાનસભામાં પણ લડ્યા. પવારે કહ્યું કે આજ સુધી મેં તમારા લોકોની સેવામાં એક પણ રજા લીધી નથી.

આ પણ વાંચો :-

ગુજરાત-MP સરહદે ફાર્મા કંપનીમાંથી 168 કરોડનું 112 કિલો MD ડ્રગ ઝડપાયું

0

ગુજરાતના અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનું કોકેન પકડાયા બાદ દાહોદ જિલ્લાના સરહદે આવેલા મધ્ય પ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર જીઆઈડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડો પાડી 168 કરોડ રૂપિયાના 112 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે કુલ ચાર શખસોની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિલ્હી ડીઆરઆઈ (ડાયરેકટેડ રેવન્યૂ ઇન્ટેલિજન્ટ)ની ટીમે દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન દવા બનાવતી કંપનીમાંથી 36 કિલો ડ્રગ પાઉડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો મેફ્રોડોન ડ્રગનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં હાજર વિજય ગોવિંદ સિંઘ રાઠોડ (રહે.વડોદરા), રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા તેમજ રમેશ દીતીયા (બસી વેરાવલી તળાવ ફળિયા મેઘનગર) મળી કુલ ચાર ઈસમોને ધરપકડ કરવામાં આવી છે.

આ દવાની કંપની દોઢ વર્ષ અગાઉ ગુજરાતના દીપક નામના વ્યક્તિ દ્વારા હેન્ડઓવર કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં દવા બનાવ્યા બાદ એમડી ડ્રગનું નિર્માણ કરી વેચવામાં આવી રહ્યું હતું. પકડાયેલા ઉપરોક્ત ચારેય પૈકી વડોદરાનો વિજય રાઠોડ સંચાલક હોવાનું સામે આવ્યું છે. દાહોદ તાલુકાના નવાગામના ઉપરોક્ત બંને વ્યક્તિ ઓપરેટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. મેઘનગરનો રમેશ બસી ચોકીદાર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો :-

15 વર્ષ બાદ સ્મૃતિ ઈરાની રાજનીતિ મૂકીને ટીવી પર કમબેક કરશે?

રાજન શાહીનો લોકપ્રિય શો ‘અનુપમા’ સિરિયલમાં 15 વર્ષનો લીપ આવ્યો છે. આવી સ્થિતિમાં તેના ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ અનુસાર સ્મૃતિ ઈરાની પોસ્ટ જનરેશન લીપનો હિસ્સો હશે. જો આ અહેવાલો સાચા સાબિત થશે તો સ્મૃતિ 15 વર્ષના અંતરાલ પછી ટેલિવિઝન પર પાછા ફરશે.

શું ‘અનુપમા’ સાથે સ્મૃતિ ઈરાની નાના પડદા પર વાપસી કરશે? મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, સ્મૃતિ ઈરાની ટીવી પર કમબેક કરવા જઈ રહ્યા છે. તે ટીવી શો ‘અનુપમા’ દ્વારા વર્ષો પછી નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં ચાહકો એ પણ અનુમાન લગાવી રહ્યા છે કે શું સ્મૃતિ આ શોમાં અનુપમા (રુપાલી ગાંગુલી)નું સ્થાન લેશે કે પછી નવા પાત્રમાં જોવા મળશે. જો કે, હજુ સુધી સ્મૃતિએ ‘અનુપમા’માં તેની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, ન તો મેકર્સ દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે.

રાજકારણમાં આવતા પહેલા તેમણે ગ્લેમરની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. પછી ધીમે-ધીમે તેમનું નસીબ ફળી ગયું. તેને 2000માં ટીવી સીરિયલ ‘આતિશ’ અને ‘હમ હૈ કલ આજ ઔર કલ’માં કામ કરવાની તક મળી હતી. જોકે, તેમને એકતા કપૂરની સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી ઓળખ મળી હતી. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

સ્મૃતિ ઈરાની બાળપણથી જ RSSનો હિસ્સો રહ્યા છે. તેમના દાદાજી RSS સ્વયંસેવક હતા અને માતા જન સંઘી હતા. 2003માં BJP જોઈન કર્યા બાદ સ્મૃતિ 2004માં મહારાષ્ટ્ર યુથ વિંગની વાઈસ પ્રેસિડન્ટ બન્યા. 2004માં દિલ્હીના ચાંદની ચોક સીટ પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. વર્ષ 2010માં સ્મૃતિ BJPના રાષ્ટ્રીય સચિવ અને મહિલા વિંગના અધ્યક્ષ બન્યા. વર્ષ 2014માં યુપીની અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીની સામે લોકસભા લડ્યા પરંતુ અહીં પણ હારી ગયા. તેમ છતાં મોદીએ તેમને કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી બનાવ્યા.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે ECI

0

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ECI મંગળવારે બપોરે 3:30 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સમયગાળા દરમિયાન 50 બેઠકો પર પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે.

Evening briefing: ECI halts Haryana job results; Congress protests Badlapur prosecutor appointment, & more | Latest News India - Hindustan Times

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. મહારાષ્ટ્રમાં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં મતદાન થયું છે. શક્ય છે કે આ વખતે પણ એક જ તબક્કામાં મતદાન થાય. જ્યારે ઝારખંડમાં 5 તબક્કામાં મતદાનનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે તેને 2024 માં જાળવી રાખવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

આ પણ વાંચો :-

૧૫ ઓક્ટોબર, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક જળવાય. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહે. નવી શક્તિનો સંચાર થતો અનુભવી શકાય. સંતાન અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. બપોર બાદ આવક ઘટતી જણાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. નોકરી, ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. સંતાનની પ્રગતિથી આનંદ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય.

મિથુનઃ

ભાગ્યનો સુંદર સાથ મળતા, તમામ ક્ષેત્રે આનંદનનો અનુભવ થાય. ધારેલી આવક મેળવવામાં સરળતા રહે. વ્યવસાયીક ક્ષેત્રે આનંદ-સફળતા જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ

બપોર સુધી આવક અંગે અસંતોષ રહે. માતાની તબિયતની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો વર્તાય. સ્થાસ્થ્ય સારૂં રહે. મિત્રોથી લાભ.

સિંહઃ

અગત્યના કાર્યો બપોર સુધી નીપટાવી દેવા. બપોર બાદ માનસિક અશાંતિ વધતી જણાય. નકારાત્મક વિચારો વધે. શરદી-ખાંસી રહેતા જણાય. આવકનું પ્રમાણ ઘટે તથા ધંધાકીયક્ષેત્રે અગત્યના નિર્ણયો.

કન્યાઃ

વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ-ઉત્સાહ પ્રેમનો અનુભવ થાય. માનસિક આનંદ બરકરાર રહે. હાડકાના દુઃખાવાથી સાવધાની જરૂરી. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી.

તુલાઃ

સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આદ્યાત્મક્ષેત્રે રૂચિ વધતી જણાય. ખોટા ખર્ચ ટાળવા. પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ

અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય. વાહન જમીન અંગે શુભ દિવસ. સ્થાવરજંગમ મિલકતથી લાભ વેપારમાં નવા સાહસો આકાર લેતા જણાય. માતૃ-પિતૃ સુખમાં વધારો. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય જળવાય.

ધનઃ

સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં પદ-પ્રતિષ્‍ઠા વધતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાના યાત્રા પ્રવાસનાં યોગ બને છે. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય.

મકરઃ

આવકમાં વધારો થતો અનુભવી શકો. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ જળવાય. ધંધાકીયક્ષેત્રે સાવધાની જરૂરી. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય.

કુંભઃ

માનસિક ચંચળતા અનુભવાય. સામાન્ય શરદી-ખાંસી-તાવની સમસ્યા રહે. આવકનું પ્રમાણ જળવાય. નવું જાણવાના યોગ બને છે. સંતાન સુખમાં વૃધ્ધિ. નાણાંકીય વ્યવહારમાં અત્યંત સાવચેતી જરૂરી.

મીનઃ

બપોર સુધી તમામક્ષેત્રે પ્રતિકુળતા વર્તાય. બપોર બાદ આનંદ ઉત્સાહમાં વધારાનો અનુભવ થાય. આવક આવતી અનુભવાય. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવતી જણાય. સાંધાના દુઃખાવાથી સાચવવું.

ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, 24 કલકામાં 131 તાલુકામાં વરસાદની આગાહી

0

ગુજરાતમાં નવરાત્રી પુરી થઈને દિવાળી આવવાની તૈયારીમાં છે છતાં પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છે અને ક્યાંક ક્યાંક સામાન્યથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને આજના દિવસે પણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી જેમાં દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છ વરસાદી માહોલ છે.

Rain in Gujrat : बालेटा में तीन मकान धराशायी, पांच लोगों को बचाया | Rain in Sabarkantha and Vadodara | Patrika News

ગુજરાતમાં હવામાન વિભાગે આજે 14 ઓક્ટોબર 2024, સોમવારના રોજ ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ, નર્મદા, છોટા ઉદેપર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો :-