Home Blog Page 621

દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

0

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મળતી માહિતી મુજબ આ બંને નેતાઓ વચ્ચે સૌજન્ય મુલાકાત હતી. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશી પહેલીવાર પીએમ મોદીને મળ્યા છે. વડાપ્રધાન કાર્યાલય વતી તસવીર શેર કરીને બંને નેતાઓની મુલાકાતની માહિતી આપવામાં આવી હતી. દિલ્હી સરકારે હજુ સુધી જણાવ્યું નથી કે આતિશીએ વડાપ્રધાન સાથે શું વાતચીત કરી હતી.

Delhi CM Atishi meets PM Modi first time after taking oath of office

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની આ મુલાકાતની માહિતી વડા પ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય વતી તસવીર શેર કરીને બંને નેતાઓની મુલાકાતની માહિતી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન નિવાસની ફાળવણીને અંગે આમ આદમી પાર્ટીનો ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે થયેલી મુલાકાત મહત્વની છે.

અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ આતિશીએ 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે તેઓ ભાજપ સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિત બાદ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન બન્યા છે. તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન બનનાર સૌથી યુવા મહિલા છે. આતિશીને એલજી વિનય કુમાર સક્સેના દ્વારા આઠમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

0

શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી. સોમવારે (14 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી રિલાયન્સ હોસ્પિટલમાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતુ. અહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમના હૃદયમાં બ્લોકેજના નિદાન માટે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.

ઉદ્ધવ ઠાકરેની નજીકની વ્યક્તિએ કહ્યું કે, દશેરા રેલીથી શિવસેના યુબીટી ચીફની તબિયત સારી ન હતી. આ પછી, સોમવારે (14 ઓક્ટોબર) તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે, તેના હૃદયમાં બ્લોકેજ છે. આ પહેલા વર્ષ 2012માં પણ ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

Uddhav Thackeray Live: ધારાસભ્યો મારી સામે આવીને કહેશે તો હું રાજીનામુ આપવા તૈયારઃ ઉદ્ધવ

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે.

ઠાકરેએ આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાગવતે કહ્યું હતું કે હિંદુઓએ પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. ઠાકરેએ પૂછ્યું કે જ્યારે કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર છે તો પછી હિન્દુઓ કેમ જોખમમાં છે? તેમણે કહ્યું કે જો હિંદુઓ જોખમમાં છે તો મોદીનો શું ફાયદો?

આ પણ વાંચો :-

કાનપુર હાઈવે પર ડમ્પર, કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 5 લોકોના મોત

0

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સવારના સમયે ડમ્પર, અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા. કાનપુર-ઇટાવા એલિવેટેડ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઘટનાને લઇ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાનપુર-ઈટાવા એલિવેટેડ હાઈવે પર આગળ ચાલતા ખાલી ડમ્પરે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળ આવતી અલ્ટો કાર ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અને ગાડીની પાછળ આવતી સળિયા ભરેલી ટ્રકે ગાડીને ટક્કર મારી હતી. જેના કારણે કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી.

Road Accident In Uttar Pradesh

કાનપુર-ઈટાવા હાઈવે પર આગળ ચાલતા ખાલી ડમ્પરે અચાનક બ્રેક મારી હતી અને પાછળ આવતી અલ્ટો કાર તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે કારની પાછળ આવતી સળિયાઓ ભરેલી ટ્રકે ટક્કર મારી હતી. કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી, જેમાં બે વિદ્યાર્થી, બે વિદ્યાર્થિનીઓ અને ડ્રાઈવર સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારના પતરા કાપીને મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ ઘટના બાદ ડમ્પર અને ટ્રકના ચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ એલિવેટેડ હાઈવે પર લગભગ 22 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અઢી કલાકની મહેનત પછી વાહનો હટાવીને જામ હટાવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ડીસીપી વેસ્ટ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો :-

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને આપવામાં આવી Z કેટેગરી સુરક્ષા

0

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં આજે સોમવારે વધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ જૂથ)ના વડાને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. અગાઉ ચિરાગ પાસવાનને SSB કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી હતી. જો કે, Z કેટેગરીની સુરક્ષાની ઉપલબ્ધતા સાથે, તેમને હવે CRPF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે. હકીકતમાં, આ નિર્ણય IBના ધમકીના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે.

INTERVIEW | 'I am inseparable from Modi', says Union minister Chirag Paswan, denies rift with BJP

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે Z કેટેગરી હેઠળ ચિરાગ પાસવાનની સુરક્ષામાં કુલ 33 સુરક્ષા ગાર્ડ તેહનાત રહેશે. આ સાથે જ 10 સશસ્ત્ર ગાર્ડ તેમના નિવાસ સ્થાન પર તેહનાત રહેશે. આ ઉપરાંત 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કોર્ટના 12 કમાન્ડો, વોચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 ટ્રેન્ડ ડ્રાઈવરો ચોવીસ કલાક હાજર રહેશે.

Z કેટેગરીની સુરક્ષામાં ખાસ પ્રશિક્ષિત કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. આ સુરક્ષા વ્યવસ્થા 24 કલાક ઉપલબ્ધ રહે છે. તાજેતરમાં ચિરાગ પાસવાનની રાજકીય ગતિવિધિઓમાં વધારો થયો છે. તેમની પાર્ટી અને સમર્થકોએ આ નિર્ણયને આવકાર્યો છે.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ચિરાગ પાસવાન કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની પાર્ટી 2014થી મોદી સરકારનો હિસ્સો છે, પરંતુ નરેન્દ્ર મોદીના બે કાર્યકાળમાં તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં નહોતી આવી. પોતાને મોદીના હનુમાન ગણાવતા ચિરાગ પાસવાન સતત પોતાની પાર્ટીના વિસ્તરણ પર કામ કરી રહ્યા છે. થોડા સમય પહેલા IBએ ચિરાગને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ધમકીનો રિપોર્ટ સોંપ્યો હતો, તેને ધ્યાનમાં રાખી હવે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

0

ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યારબાદ ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઈન્ડિગો ફ્લાઈટ 6E 1275, મુંબઈથી મસ્કત જઈ રહી હતી, જ્યારે ઈન્ડિગો ફ્લાઈટ 6E 56 મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી. બંનેને બોમ્બની ધમકી મળતાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવી હતી.

ઈન્ડિગોના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બંને વિમાનોને બોમ્બની ધમકી મળતા જ સુરક્ષા પ્રોટોકોલ મુજબ બંનેને તરત જ એરપોર્ટથી અલગ અલગ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. એરક્રાફ્ટને અલગ અલગ જગ્યાએ પાર્ક કરવાનો હેતુ મુસાફરો અને એરપોર્ટના બાકીના ભાગને સંભવિત જોખમોથી સુરક્ષિત રાખવાનો હતો. પ્રવક્તાએ કહ્યું હતું કે SOP હેઠળ ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ સુરક્ષા ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સંબંધિત એજન્સીઓ આ તપાસમાં સામેલ હતી.

સુરક્ષા તપાસ દરમિયાન તમામ મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડિગોએ કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને મુસાફરોને કોઈ નુકસાન ન થાય તે માટે દરેક પગલા લેવામાં આવી રહ્યા છે. એરલાઇન્સ અને એરપોર્ટ સ્ટાફ દ્વારા મુસાફરોને યોગ્ય માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા દળોએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ધમકી ક્યાંથી અને કોણે આપી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓ એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે આ ધમકી પાછળ કોઈ ખરો ખતરો છે કે નહીં.

આ પણ વાંચો :-

બહરાઈચમાં પથ્થરમારો અને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસ, પોલીસ તૈનાત

0

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલો હોબાળો અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યા બાદ ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે. મહારાજગંજ પાસે રાજી ઈન્ટરસેક્શન પર મોટાપાયે આગચંપી પણ થઈ છે. સ્થિતિ એવી છે કે લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. આ તંગદિલીભર્યા માહોલમાં પોલીસ લોકોને સંયમ રાખવા અપીલ કરી રહી છે. મહારાજગંજમાં વિસર્જન સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું. હાલમાં જે 30 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ ચાલી રહી છે.

Bahraich violence: One killed, multiple injured as communal clash erupts during Durga idol procession - India News | The Financial Express

આ કેસમાં છ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ ટોળાએ આજે ​​દુકાનોને આગ ચાંપી દીધી હતી, ત્યાર પછી સ્થિતિ વધુ ભયાનક જોવા મળી હતી. બીજી તરફ આ મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. સીએમ યોગીએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

સીએમ યોગીએ બેઠકમાં તોફાનીઓ સાથે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમણે અધિકારીઓને હંગામા અંગે અફવા ફેલાવનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. મોડી રાત્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં.

આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ મીડિયાકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. સ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ હતી કે મીડિયાકર્મીઓને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ડીએમ-એસપી ખુદ ભીડથી ઘેરાયેલા છે. જો કે તમામ અધિકારીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ હાથમાં લાકડીઓ સાથે ટોળાએ મૃતદેહ સાથે તહેસીલ રોડ પર રોડને ઘેરી લીધો હતો. તમને જણાવી દઈએ કે બહરાઈચ હિંસામાં ગોપાલ મિશ્રાની હત્યા પહેલા એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હંગામા દરમિયાન ગોપાલ એક ઘરની છત પર ચઢી ગયો હતો, લીલો ઝંડો ઉતારી રહ્યો હતો અને ભગવો ઝંડો લહેરાતો હતો. નીચે ઊભેલી ભીડ તેને આ કરવા માટે પ્રેરિત કરી રહી છે. આના થોડા સમય બાદ ગોપાલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, 13 ઓક્ટોબરની સાંજે બહરાઇચના મહસી તહસીલના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજ શહેરમાં દુર્ગા મૂર્તિના વિસર્જન માટે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. આ યાત્રા એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આરોપ છે કે આ દરમિયાન ડીજે વગાડવાને લઈને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરૂ કર્યો અને જ્યારે તેઓએ વિરોધ કર્યો તો તેમણે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગી હતી.

આ પણ વાંચો :-

‘લૉરેન્સ બિશ્નોઈનું નેટવર્ક 24 કલાકમાં ખતમ કરી નાખીશ’: સાંસદ પપ્પુ યાદવ

0

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાના સમાચાર સામે આવ્યા છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે. જે બાદ બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે લૉરેન્સ બિશ્નોઈને પડકાર ફેંક્યો હતો.

Pappu Yadav ने कहा- "24 घंटे में लारेंस बिश्नोई गैंग को खत्म कर दूंगा...बस कानून

પપ્પુ યાદવે રવિવારે કહ્યું, ‘જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકની અંદર ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના નેટવર્કને નષ્ટ કરી દેશે.’ પપ્પુ યાદવે દેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘જેલમાં બેઠો એક ગુનેગાર સરકારને પડકારી રહ્યો છે અને લોકોની હત્યા કરી રહ્યો છે અને દરેક વ્યક્તિ મૂક પ્રેક્ષક બની ગયા છે.’

NIAની ચાર્જશીટમાં જણાવાયું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું સંચાલન સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર કરે છે, જે કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સીઓની યાદીમાં વોન્ટેડ છે. આ સિવાય બિશ્નોઈ ગેંગમાં 700 શૂટર્સ છે જેમાંથી 300 પંજાબના છે. ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈની તસવીરો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવી છે. બિશ્નોઈને કોર્ટમાં લઈ જવાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોને ગેંગમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

2020-21 દરમિયાન આ ટોળકીએ ખંડણી વડે કરોડો રૂપિયા એકત્ર કર્યા અને હવાલા ચેનલો દ્વારા વિદેશ મોકલ્યા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બિશ્નોઈ ગેંગે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની અન્ય ગુનાહિત ગેંગ સાથે પણ જોડાણ જાળવી રાખ્યું છે. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક સમગ્ર ઉત્તર ભારતમાં છે જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ!, રેલીની બહાર બંદૂક સાથે વ્યક્તિની ધરપકડ

0

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ફરી એક વખત રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તેઓએ રવિવારે રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ખાતે રેલી કાઢી હતી. આવી સ્થિતિમાં રેલીની બહારથી એક યુવકની બંદૂક, દારૂગોળો અને નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે. યુવક તેની કારની અંદર બેઠો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

Donald Trump | Biography, Education, Business Career, Political Career, Impeachments, Criminal Indictments, & Facts | Britannica

તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ ની હત્યાના બે વખત પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને કારણે આ ષડયંત્ર સફળ થઈ શકયું નથી. અગાઉ સપ્ટેમ્બરમાં ટ્રમ્પના ઘરની બહાર અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જુલાઈમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને કાન પાસે ગોળી વાગી હતી. કોચેલ્લામાં રેલી પહેલા ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાને પત્રકાર ગણાવી રહ્યો છે પરંતુ તે પત્રકાર તરીકે પોતાનું ઓળખપત્ર પણ રજૂ કરી શકયો નથી.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા યુવક લાસ વેગાસનો રહેવાસી છે. તે કાળા રંગની SUV લઈને આવ્યો હતો જેમાં નંબર ન હતો. તેની કારમાં સામાન વેરવિખેર પડ્યો હતો. વાહનની તલાશી દરમિયાન પોલીસને હથિયારો, દારૂગોળો, જુદા જુદા નામના પાસપોર્ટ અને ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.

રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ચાડ બિયાનકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ પાસે તેના વાહનમાં અલગ-અલગ નામો સાથે બહુવિધ પાસપોર્ટ અને ID હતા, જે રજીસ્ટર થયા ન હતા. કેલિફોર્નિયામાં રેલી યોજવાના ટ્રમ્પના નિર્ણયે રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કર્યા, જેમણે નોંધ્યું કે, રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ છે, પરંતુ તેમણે 100 ફેરનહીટ (38 સેલ્સિયસ) તાપમાનમાં પણ મોટી ભીડ ખેંચી હતી. Coachella તેમના વાર્ષિક સંગીત ઉત્સવ માટે જાણીતી છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરાવતા 5 ટોલ ટેક્સ આજથી ફ્રી, ચૂંટણી પૂર્વે શિંદે સરકારનો નિર્ણય

0

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં સીએમ એકનાથ શિંદે અને તેમના સહયોગી જનતાને આકર્ષે તેવા નિર્ણય લેવામાં વ્યસ્ત છે. દરમિયાન, સોમવારે રાજ્ય કેબિનેટે મુંબઈમાં પ્રવેશ પર લાદવામાં આવતા તમામ ટોલ ટેક્સ નાબૂદ કરી દીધા છે. મુંબઈમાં કુલ 5 પ્રવેશ માર્ગો છે જેના પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

આ જાહેરાત બાદ નાના વાહનચાલકોએ તમામ પાંચ ટોલ બૂથ દહિસર, મુલુંડ, વાશી, એરોલી અને તિન્હંત નાકા પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. મહાયુતિનો આ નિર્ણય આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે લેવામાં આવ્યો છે. અગાઉ પણ કેબિનેટે તમામ જાતિ વર્ગને આકર્ષિત કરવા માટે જાતિ આધારિત કેટલાક લાભો જાહેર કર્યા હતા. આ બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદરેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી, લોહાર, નાથ પંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ ટોલ ટેક્સ કુલ 5 સ્થળોએ વસૂલવામાં આવે છે. હવે અહીં સામાન્ય વપરાશકારો પર ટોલ ટેક્સ નહીં લાગે. મુલુંડ ચેક નાકા, મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઐરોલી નાકા, દહિસર અને માનખુર્દ નાકા પર ટોલ વસૂલવામાં આવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઇચ્છતું હતું કે આ ટોલ ચાલુ રહે જેથી થાણે ક્રીક બ્રિજના બાંધકામનો ખર્ચ વસૂલ કરી શકાય, પરંતુ સરકારે તાત્કાલિક અસરથી ટોલ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પણ આ અંગે હિલચાલ કરવામાં આવી છે. MNSનું કહેવું છે કે ટોલ ખતમ થવો જોઈએ.

મહારાષ્ટ્રના મંત્રી દાદાજી દગડૂ ભુસેએ જણાવ્યું હતું કે, મુંબઈમાં એન્ટ્રી દરમિયાન દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, એરોલી અને મુલુંડ સહિત પાંચ ટોલ પ્લાઝા પર રૂ. 45 અને રૂ. 75 વસૂલવામાં આવે છે. જે 2026 સુધી લાગુ હતો. પરંતુ આ નિર્ણયથી હવે કોઈ ટોલ ભરવો પડશે નહીં. અહીંથી 3.5 લાખ વાહનોની અવરજવર થતી હોય છે. જેમાં 70 હજાર ભારે વાહનો અને 2.80 લાખ લાઈટ વ્હિકલ્સ હોય છે. સરકારે રાત્રે 12 વાગ્યા બાદ આ લાઈટ વેઈટ વ્હિકલ્સને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેથી લોકોને લાઈનમાં ઉભા રહેવાનો સમય બચશે. સરકાર કેટલાક મહિનાથી આ ચર્ચા કરી રહી હતી. આ નિર્ણય ક્રાંતિકારી છે.

આ પણ વાંચો :-

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે GST ફ્રોડ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી

0

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રવિવારે નકલી કંપનીઓ બનાવી GSTની છેતરપિંડીના કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ પણ પત્રકાર મહેશ લાંગા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા હવે આઠ થઈ ગઈ છે.

Ahmedabad Crime Branch arrested the accused with 7 weapons and two dozen cartridges from the city | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: શહેરમાંથી 7 હથિયાર અને બે ડઝન કારતુસ સાથે ...

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ ધ્રુવી એન્ટરપ્રાઈઝ કંપની સાથે સંકળાયેલા છે. જેમાં ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈનો સમાવેશ થાય છે. તે પૈકી ભાવનગરમાં રહેતા ઈરફાન જેઠવા ધ્રુવી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર છે. ફૈઝલ ​​શેખ પણ ભાવનગરનો રહેવાસી છે અને તેણે આ કંપનીની ફાઇલ ફોરવર્ડ કરી હતી. જીગ્નેશ દેસાઈ પણ ભાવનગરમાં રહે છે. તે ધ્રુવી એન્ટરપ્રાઇઝનું બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. આ કેસમાં અન્ય એક નકલી કંપની પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝના માલિક પરેશ ડોડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. તે રાજકોટ જિલ્લાના ગોંડલનો રહેવાસી છે.

 સેન્ટ્રલ GST ડિરેક્ટોરેટ પાસેથી મળેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની EOW અને SOG ટીમોએ અમદાવાદ સહિત રાજ્યભરમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં 200 નકલી કંપનીઓ બનાવીને ટેક્સની ઉચાપત કરીને સરકાર સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :-