દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મળતી માહિતી મુજબ આ બંને નેતાઓ વચ્ચે સૌજન્ય મુલાકાત હતી. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશી પહેલીવાર પીએમ મોદીને મળ્યા છે. વડાપ્રધાન કાર્યાલય વતી તસવીર શેર કરીને બંને નેતાઓની મુલાકાતની માહિતી આપવામાં આવી હતી. દિલ્હી સરકારે હજુ સુધી જણાવ્યું નથી કે આતિશીએ વડાપ્રધાન સાથે શું વાતચીત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની આ મુલાકાતની માહિતી વડા પ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય વતી તસવીર શેર કરીને બંને નેતાઓની મુલાકાતની માહિતી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન નિવાસની ફાળવણીને અંગે આમ આદમી પાર્ટીનો ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે થયેલી મુલાકાત મહત્વની છે.
અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ આતિશીએ 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે તેઓ ભાજપ સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિત બાદ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન બન્યા છે. તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન બનનાર સૌથી યુવા મહિલા છે. આતિશીને એલજી વિનય કુમાર સક્સેના દ્વારા આઠમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-