Home Blog Page 605

રામ મંદિર નિર્માણમાં થઈ શકે છે વિલંબ, જાણો આ છે કારણ ?

0

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી હતી કે અગાઉ મંદિરનું નિર્માણ જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. પરંતુ હાલમાં 200 કામદારોની અછતને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મંદિરની બાઉન્ડ્રી વોલમાં વપરાયેલ 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહારપુર પથ્થર અયોધ્યા પહોંચી ચૂક્યો છે.પરંતુ કામદારોની અછતને કારણે નિર્માણ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલાં પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ પહેલાં તળ પર અમુક પથ્થરો નબળા હોવાની જાણ થઈ હતી, તેથી તેની જગ્યાએ હવે મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય મંદિરની અન્ય સંરચનાઓ જેમ કે, સભાગાર, સીમા અને પરિક્રમા પથનું પણ નિર્માણકાર્ય પણ શરૂ છે. મૂર્તિકારોએ આશ્વાસન આપ્યું છે કે, ડિસેમ્બર 2024 સુધી મંદિરની તમામ મૂર્તિઓ પૂરી કરી દેવાશે અને ડિસેમ્બરના અંત સુધી આ મૂર્તિઓ અયોધ્યા પહોંચી જશે.

જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મૂર્તિઓને ડિસેમ્બર સુધીમાં અયોધ્યા લાવવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તેમને મંદિરમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામલલાની બે મૂર્તિઓને ટ્રસ્ટ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે અને તેમને મંદિરમાં યોગ્ય સ્થાન આપવામાં આવશે. આ સાથે મંદિર પરિસરમાંથી ભક્તોને દર્શન કર્યા બાદ બહાર જવાનો રસ્તો વધુ સુલભ બનાવવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે જન્મભૂમિ માર્ગની સામે જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે તેમને બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક સતત શરૂ છે અને સમિતિના સભ્ય તેને પૂર્ણ કરવા તમામ શક્ય પ્રયાસ કરી રહ્યાં છે. આગામી કાર્યોની યોજના હેઠળ મંદિરની સંરચના અને મૂર્તિઓની જલ્દી અંતિમ રૂપે સ્થાપના કરવામાં આવશે. મિશ્રએ એવું પણ આશ્વાસન આપ્યું કે, તમામ નિર્માણ કાર્ય સમય પર પૂર્ણ થઈ જશે. જોકે, શ્રમિકોની કમી અને સામગ્રીમાં બદલાવના કારણે સમય સીમામાં થોડું મોડુ થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

સુરતમાં ક્રિકેટ રમતા રમતા યુવાનું હાર્ટ એટેકથી મોત

સુરતના રાંદેરમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. પટની સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મકસુદ અહમદભાઈ બુટવાલાને મેચ ચાલુ હતી, તે દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હતો. તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ચાલુ મેચમાં ઢળી પડવાનો વીડિયો સામે આવ્યો છે. રાંદેર ખાતે આવેલ સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. મકસુદભાઈ મોન્ટુ સર નામથી ઓળખાતા હતા અને પોતાનું ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. સાથે જ સમાજ સેવા ક્ષેત્રે પણ લોકોની ઘણી મદદ કરતા હતા. ત્યારે તેમના મોતથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

મક્સૂદ બૂટવાલા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને તેઓ લોકોની મદદ કરવા માટે આગળ આવતા હતા. અચાનક ક્રિકેટના મેદાન પર બનેલી ઘટનાએ તેમના શુભચિંતકો તથા પરિવારને આઘાતમાં મૂકી દીધા છે. મક્સૂદ બૂટવાલાની મોતનું થયું તેનું મુખ્ય કારણ વધુ પડતા શારીરિક શ્રમના હૃદય પર અસર છે કે પછી અન્ય કારણ તે મેડિકલ તપાસમાં બહાર આવશે.

આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો અટકી જાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સામાન્ય રીતે દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો, હાથમાં દુખાવો, જબડામાં દુખાવો અને પીઠમાં દુખાવા જેવા લક્ષણ જોવા મળે છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ બ્લડ કલોટીંગ હોય છે. હાર્ટ એટેક આવવાના કેટલાક કલાક પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેત દેખાવા લાગે છે. જો આ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો હાર્ટ એટેકના રિસ્ક થી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ એટેકના બે કલાક પહેલાં શરીરમાં દેખાતા લક્ષણો વિશે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં સુપરફાસ્ટ એક્સપ્રેસના 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા

0

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન અકસ્માત જોવા મળ્યો છે. વાસ્તવમાં હાવડાના નાલપુર પાસે એક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ખરેખર તે સિકંદરાબાદથી શાલીમાર આવી રહી હતી. ટ્રેન નંબર 22850 સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

Train Derailment Near Howrah: 2 Injured, Secunderabad-Shalimar Disrupted

રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને વધારે નુકસાન થયું નથી. માત્ર એકથી બે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ કુલ 3 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ડાઉન ટ્રેન સિકંદરાબાદ શાલીમાર વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ હતી. જેના કારણે મોટી રેલ્વે દુર્ઘટના ટળી હતી.

આ 3 કોચમાં એક પાર્સલ વાન અને 2 પેસેન્જર કોચ સામેલ છે. મહત્વનું છે થોડા દિવસો પહેલા પંજાબમાં એક મોટી ટ્રેન દુર્ઘટના જોવા મળી હતી. અહીં ફતેહગઢ જિલ્લામાં સરહિંદ રેલવે સ્ટેશન પાસે હાવડા મેલના એક ડબ્બામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે આ ટ્રેન અમૃતસરથી હાવડા જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન નંબર 13006ના જનરલ ક્લાસના ડબ્બામાં વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો :-

પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ, 22 લોકોના મોત

0

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયાની માહિતી બહાર આવી રહી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટ બલૂચિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પાસે થયો હતો. અહેવાલો મુજબ, ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે સ્ટેશન પર ભીડ સામાન્ય હતી. આમ છતાં વધુ જાનહાનિનો ખતરો છે.

Image

આ ઘટના સાથે જ બલૂચિસ્તાનમાં ફરી અરાજકતા ફેલાઈ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ રેલવે સ્ટેશનના બુકિંગ કાર્યાલયની પાસે થયો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ આ ભયાનક વિસ્ફોટ થયો હતો. જોકે વિસ્ફોટ સમયે પ્લેટફોર્મ પર પ્રવાસીઓની મોટી ભીડ હોવાને કારણે મોટાપાયે જાનહાનિ સર્જાઇ હોવાના અહેવાલ છે.

કાર્યવાહક પ્રમુખ સૈયદ યુસુફ રઝા ગિલાનીએ આ ઘાતક ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આતંકવાદીઓ માનવતાના દુશ્મનો છે જેમણે નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા. ગિલાનીએ આતંકવાદને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ સંબંધિત અધિકારીઓને આ જીવલેણ ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પ્રાંતમાંથી આતંકવાદના જોખમને નાબૂદ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચો :-

સુરતના ‘સ્પા’મા આગ, બે યુવતીઓના મોત માટે કોણ જવાબદાર? ફાયર વિભાગે નોટીસની વિગતો કેમ છુપાવી

  • શિવપૂજા બિલ્ડીંગ કોણે બનાવ્યું, કોણ બિલ્ડર હતો, ક્યારે પ્લાન મંજુર કરાયા વગેરે વગેરે વિગતો પોલીસને આપવામાં આવી પરંતુ ‘સ્પા’ને બબ્બે વખત ફટકારેલી નોટીસોની વિગત શા માટે છુપાવવામાં આવી?
  • ‘સ્પા’માં વધુ ગ્રાહકોની અવરજવર થતી હોવાથી કાયદાકીય જોગવાઈ પ્રમાણે લોકોની સલામતિ માટે અલગથી NOC લેવાનું જરૂરી હતુ પરંતુ ફાયર વિભાગે બબ્બે વખત નોટીસો ફટકારવા છતાં ‘સ્પા’ના સંચાલકોએ અવગણના કરી હતી
  • સુરતમાં ટ્યુશન ક્લાસીસ તક્ષશિલામાં બાવીસ યુવતી ભડથુ થઈ જવાની ઘટના બાદ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડતાં ૧૩૫ના મોત, રાજકોટના ગેમઝોનની આગમાં ૨૭ના મોત, વડોદરાની હોડી દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત અને હવે સુરતના ‘સ્પા’ની આગમાં બે નિર્દોષ યુવતીના મોત માટે સરકાર કોના ગળામાં ગાળિયો ફીટ કરશે

સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઈટ વિસ્તારમાં ધમધમતા ‘અમૃત્યા સ્પા’માં ભીષણ આગની દુર્ઘટના અને સ્પામાં કામ કરતી સિક્કીમની ૨૪ અને ૨૫ વર્ષની બે હોનહાર યુવતીના મોતની ઘટનામાં પોલીસે સ્પા સંચાલકો સામે ‘સાપરાધ’ હત્યાનો ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી કસ્ટડીમાં ધકેલી દીધા છે, પરંતુ સમગ્ર ઘટનાને ઈજન આપવા માટે સુરત મનપાનું તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

હકીકતમાં શિવપૂજા બિલ્ડીંગના બાંધકામને બબ્બે વખત મંજુરી આપવામાં આવી હતી પરંતુ ઈમ્પેક્ટ-ફી વસુલીને બીજી વખત બાંધકામ મંજુર કરાયા બાદ ‘સ્પા’ના સંચાલકોએ કરેલ જોખમી અને આંતરિક ફેરફાર અંગે મહાપાલિકાના ફાયર વિભાગે ‘સ્પા’ના સંચાલકોને બબ્બે વખત નોટીસો ફટકારી હતી. પરંતુ એવું કહેવાય છે કે, રાજકીય આગેવાનોની ભલામણને પગલે સંચાલકો સામે પગલાં ભરાયા નહોતા અને ‘સ્પા’ સંચાલકોને છુટ આપી દેવામાં આવી હતી. મતલબ ‘સ્પા’ની પ્રવૃત્તિ જોખમી રીતે ચાલી રહી હોવાનું સુરત મનપાના ફાયર બ્રિગેડ વિભાગની જાણમાં હતું જ.

ગઈકાલે એટલે કે, ગુરૂવારે કમિશનર શાલિની મેડમે શિવપૂજા બિલ્ડીંગના બાંધકામ સંદર્ભનો આખો અહેવાલ પોલીસ વિભાગને સુપ્રત કરી દઈને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાંખ્યા હતા. પોલીસને સુપ્રત કરેલા અહેવાલમાં ક્યાંય પણ ફાયર વિભાગે બબ્બે વખત આપેલી નોટીસ અંગે ઉલ્લેખ કરાયો નથી. મતલબ કે ‘સ્પા’ સંચાલકની જોખમી બેદરકારી અંગેની આખી ઘટના પોલીસથી છુપાવવામાં આવી હતી.

સુરત મહાપાલિકાએ માત્ર શિવપૂજા કોમ્પલેક્ષનું બાંધકામ ક્યારે થયું? ક્યાં બિલ્ડરે મંજુર કરાવ્યું? ગેરકાયદે બાંધકામ ઈમ્પેક્ટ-ફી કાયદા હેઠળ ક્યારે મંજુર કરાવ્યું સહિતની વિગતો પોલીસને સુપ્રત કરેલા અહેવાલમાં વિગતો દર્શાવી છે.

હકીકતમાં ‘સ્પા’માં કરાયેલા આંતરિક ફેરફારો જોખમી હતા, વેન્ટીલેશન બંધ કરી દેવાયું હતું વગેરે વગેરે વિગતો માત્ર ફાયર બ્રિગેડના ધ્યાનમાં જ નહીં પરંતુ રેકોર્ડ ઉપર હતી જ અને છતાં સ્પા સંચાલકો કે સ્પાની મિલક્તના માલિક સામે પગલાં ભરાયા નહોતા. આ ઘટના જ ‘સ્પા’માં લાગેલી આગ અને બે યુવતીના મોતની જવાબદારી માટે મહાપાલિકાના અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય.

પરંતુ મનપાના અધિકારીઓ બિનસત્તાવાર એવું કહી રહ્યાં છે કે, ‘સ્પા’ સંચાલકો સામે પગલાં ભરવા સામે રાજકીય પક્ષના લોકો રોકી રહ્યાં હતા. જો ખરેખર આવું જ હતું તો જવાબદાર અધિકારીએ અંગત રીતે મ્યુનિ. કમિશનરને લેખિતમાં જાણ કરવાની જરૂર હતી પરંતુ આવો કોઈ જ રિપોર્ટ કરાયો હોવાનો દાવો કરી શકે તેમ નથી. મતલબ રાજકીય ભલામણો હશે જ પરંતુ કોઈ રાજકારણી નિર્દોષના મોત થવાના હોય તો ભલે થાય એટલી હદે ભલામણ નહીં જ કરે અને કોઈકે ભલામણ કરી હોય તો ‘સ્પા’ની ભયજનક સ્થિતિ અંગે ભલામણ કરનાર વ્યક્તિને વાકેફ કરવાની જરૂર હતી, પરંતુ આવું પણ કરાયું હોવાનું જાણમાં આવતુ નથી.

સત્તાવાર જાણવા મળતી વિગતો મુજબ સુરત મહાપાલિકાના ફાયર વિભાગે તા.૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પ્રથમ નોટીસ જીમ અને સ્પા સંચાલકોને ફટકારી હતી. જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમૃત્ય સ્પા અને જીમમાં વધુ લોકો અવરજવર કરતા હોવાથી આવી સંસ્થા ‘એસેમ્બલી’ કેટેગરીમાં આવતી હોવાથી સલામતિ અંગે અલગથી ‘એનઓસી’ મેળવવું જરૂરી છે.

પરંતુ પ્રથમ નોટીસ પછી પણ સ્પાના સંચાલકોએ કોઈ જ પગલાં નહીં ભરતા ફરી તા.૨૭મી ઓગષ્ટ ૨૦૨૪ના રોજ એટલે કે લગભગ ત્રણ માસ પહેલા ફરી નોટીસ ફટકારવામાં આવી હતી છતાં પણ કોઈ પગલાં ભરાયા નહોતા. બધુ રાબેતા મુજબ ધમધમતુ હતુ અને ગઈ તા.૬ઠ્ઠી નવેમ્બર બુધવાર ૨૦૨૪ના રોજ કમનસીબ સાંજે ‘સ્પા’માં આગની ઘટના બનવા પામી હતી અને બે નિર્દોષ યુવતીઓના કરૂણ મોત નિપજ્યા હતા.

હવે જ્યારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે મહાપાલિકાએ પોતાની ચામડી બચાવવા માટે પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવાની કોશિષ કરી છે. અલબત હવે પોલીસ કેટલા તટસ્થ પગલાં ભરે છે એ પણ સમયનો સવાલ છે.

‘સ્પા’ની આગમાં મોતને ભેટેલી કમનસીબ બંને યુવતીની લાશો સુરતથી માદરે વતન સિક્કીમ રવાના થઈ ચૂકી છે. આ સાથે જ દુર્ઘટના માટે કોણ જવાબદાર અને નિર્દોષ યુવતીના મોત માટે ખરેખર જવાબદારો સુધી પોલીસની તપાસ તટસ્થ રહે છે કે કેમ એ પણ એક મોટો સવાલ છે.

ભૂતકાળમાં સુરતમાં ટ્યુશન ક્લાસ તક્ષશિલામાં લાગેલી આગમાં એક સાથે એક બે નહીં બાવીસ યુવતીઓ આગમાં ભડથું થઈ ગઈ હતી, પરંતુ દિકરીઓ ગુમાવનાર પરિવારોને હજુ વ્યાજબી ન્યાય મળ્યો નથી કે ગુનેગારોને સજા થઈ નથી. સુરત બાદ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ૧૩૫ લોકોના મોતની ઘટનાના આંસુ હજુ સુકાયા નથી. મોરબી બાદ રાજકોટના ગેમઝોનની ભીષણ આગમાં ૨૭ લોકો હોમાઈ ગયા હતા પરંતુ કોને સજા થઈ? ક્યારે સજા થશે? એ પણ સમયનો તકાતો છે.

સમગ્રતયાઃ સુરત તક્ષશિલાની આગ મોરબીના બ્રિજની હોનારત, રાજકોટના ગેમઝોનની આગ અને છેલ્લે સુરતના ‘અમૃત્યા સ્પા’માં લાગેલી આગની ઘટના પાછળ ક્યાંકને ક્યાંક વહિવટી તંત્ર શંકાના દાયરામાં આવી રહ્યું છે પરંતુ હંમેશા બનતુ આવ્યું છે તેમ સુરતના ‘અમૃત્યા સ્પા’માં આગ અને બે યુવતીઓના મોતની ઘટના પણ સમયની રેતમાં ધરબાઈ જશે.

ભારતીય રેલ્વેએ 4 નવેમ્બરે રચ્યો ઈતિહાસ, જાણીને તમે દંગ રહી જશો

0

ભારતમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. લાખોની આ સંખ્યા ઘણી વખત એક કરોડના આંકડાને પણ વટાવી ચૂકી છે. આ શ્રેણીમાંહવે ભારતીય રેલ્વેએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય રેલ્વેએ 4 નવેમ્બર 2024ના રોજ એક જ દિવસમાં 3 કરોડથી વધુ મુસાફરોને લઈને ઈતિહાસ રચ્યો છે. ભારતીય રેલ્વે માટે નવો રેકોર્ડ બનાવવા માટે મુસાફરોની આ સંખ્યા મહત્વપૂર્ણ છે.

Indian Railway Forum - 4 - Railway Enquiry

મંત્રાલયે તેને દેશના પરિવહન ઇતિહાસમાં ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. આ સિદ્ધિ, જે ભારતના તહેવારોની મોસમની ટોચ સાથે મેળ ખાય છે, તે ભારતીય રેલ્વેના વિશાળ ઓપરેશનલ સ્કેલ અને કાર્યક્ષમતાને રેખાંકિત કરે છે કારણ કે લાખો લોકોએ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની ઉજવણી માટે મુસાફરી કરી હતી.

ભારતીય રેલ્વેએ 4 નવેમ્બર, 2024ના રોજ એક જ દિવસમાં 3 કરોડથી વધુ મુસાફરોનું પરિવહન કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રેલવે મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. 4 નવેમ્બરે, ભારતીય રેલ્વેએ રેકોર્ડ 180 લાખ ઉપનગરીય મુસાફરો તેમજ 120.72 લાખ બિન-ઉપનગરીય મુસાફરોને વહન કર્યું જેમાં 19.43 લાખ આરક્ષિત મુસાફરો અને 101.29 લાખ બિનઆરક્ષિત મુસાફરોનો સમાવેશ થાય છે, જે 2024 માં એક જ દિવસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા બનાવે છે. એટલે કે ભારતીય રેલ્વેએ 4 નવેમ્બર 2024ના રોજ એક જ દિવસમાં 3 કરોડથી વધુ મુસાફરોને લઈને ઈતિહાસ રચ્યો છે. રેલવે મંત્રાલયે આ જાણકારી આપી છે.

આ પણ વાંચો :-

હરિદ્વારથી અયોધ્યા જઇ રહેલી ગુજરાતી ની બસનો અકસ્માત, 3ના મોત

0

હરિદ્વારથી અયોધ્યા જઇ રહેલી ગુજરાતી તીર્થયાત્રીઓથી ભરેલી બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રક સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચી છે. જેમાં 2 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદર નગર હવેલીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Road Accident: Latest News and Updates on Road Accident - GreatAndhra

બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદાર નગર હવેલીના રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તીર્થયાત્રાએ નિકળ્યા હતા. આ લોકો કાશી વિશ્વનાથના દર્શન કરીને અયોધ્યા જઇ રહ્યા હતા. ત્યારે ફિરોજાબાદ જિલ્લામાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઇલ્સ્ટોન 54 પાસે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ લોકો અયોધ્યાથી મથુરા જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં નોનવેજ સિઝલર ખાધા બાદ એક પછી એક 20 મહિલા થઈ બેભાન

0

સુરતના નુરપુરામાં આવેલી ઈમારતના બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો હતો. નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર, ઝાંપાબજારના નુરપુરામાં આવેલા બેઝમેન્ટમાં હોલમાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. આ દરમિયાન એસી હોવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. આ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણ માટે ભેગી થઈ હતી. હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળ્યો હતો. જેથી મહિલાઓ બેભાન થઈ હતી.

સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

સાંસદ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ ‘ફેક ન્યૂઝ’ ફેલાવવા મામલે ફરિયાદ

0

ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલના સંપાદકો વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં પોલીસે કહ્યું કે સૂર્યા અને અન્યો પર એક ખેડૂતની આત્મહત્યાના મામલાને વકફ બોર્ડ સાથે જમીન વિવાદ સાથે જોડીને નકલી સમાચાર ફેલાવવાનો આરોપ છે.

Home | Tejasvi Surya

તેજસ્વી સૂર્યાએ પોતાની પોસ્ટમાં કર્ણાટક સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘લઘુમતીઓને ખુશ કરવાની ઉતાવળમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક સરકારમાં આવાસ, વકફ અને લઘુમતી વિકાસ મંત્રી બી. જેડ. ઝમીર અહેમદ ખાને રાજ્યમાં એક વિનાશક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. જેને રોકવું અશક્ય બની રહ્યું છે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું હતું કે, ‘શેર કરાયેલા સમાચાર નકલી છે. આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. અહીં ઉલ્લેખિત ખેડૂત રુદ્રપ્પા ચન્નાપ્પા બાલિકાઈએ 6 જાન્યુઆરી, 2022 ના રોજ આત્મહત્યા કરી હોવાના અહેવાલ હતા. એવું કહેવાય છે કે તેણે દેવું અને પાકના નુકસાનને કારણે આત્મહત્યા કરી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘હાવેરી જિલ્લા પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલમાં પોસ્ટ કરાયેલા એક પોલીસ અધિકારીની ફરિયાદના આધારે, BNSની કલમ 353 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે હાવેરી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :-

મહિલાઓનું માપ પુરુષ ટેલર નહીં લઈ શકે, મહિલા આયોગે લગાવ્યો પ્રતિબંધ

0

ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષા માટે નવા દિશા-નિર્દેશ રજૂ કર્યાં છે. આયોગ પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા પર રોક લગાવવા વિચાર કરી રહ્યું છે. યુપી પેનલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કોઈપણ પુરૂષ પોલીસ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ મહિલાની સુરક્ષાને ધ્યાને લેતા મહિલા આયોગે કહ્યું કે, જીમ અને યોગા સેન્ટરમાં પણ મહિલા ટ્રેનર હોવી જોઈએ. જીમ અને યોગા સેન્ટરમાં ડીવીઆર સહિત સીસીટીવ કેમેરા અનિવાર્ય કરવામાં આવે. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા શિક્ષિકા હોવી જોઈએ.

માહિતી આપતાં યુપી મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ​​ચૌહાણે કહ્યું કે, છોકરીઓના ડ્રેસ અપ માટે પાર્લરમાં એક મહિલા હોવી જોઈએ. મહિલાઓ માટે ખાસ કપડાં વેચતા સ્ટોર્સમાં પણ મહિલાઓ હોવી જોઈએ. આ સિવાય કોચિંગ સેન્ટરો પર સીસીટીવી દ્વારા નજર રાખવી જોઈએ. આ માટે 28 ઓક્ટોબરે એક બેઠક બોલાવવામાં આવી હતી, બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પંચે તમામ જિલ્લાના ડીએમ, કમિશનર અને એસપીને આદેશનો અમલ કરવા જણાવ્યું છે.

આદેશ અંગે મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે તાજેતરમાં કાનપુરમાં એક ઘટના બની હતી, જેમાં એક જિમ ટ્રેનરે એક મહિલાની હત્યા કરી હતી. આવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં છૂટાછેડાની વાત સામે આવી છે. જીમમાં મહિલા ટ્રેનર હશે તો મહિલાઓને રોજગાર પણ મળશે. તેમણે વધુમાં કહ્યું કે પુરૂષ દરજીઓ તેમના કપડા માપતી વખતે મહિલાઓને સ્પર્શ કરે છે. મહિલા આયોગને આવી ફરિયાદો મળતી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-