મહિલાઓનું માપ પુરુષ ટેલર નહીં લઈ શકે, મહિલા આયોગે લગાવ્યો પ્રતિબંધ

Share this story

ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષા માટે નવા દિશા-નિર્દેશ રજૂ કર્યાં છે. આયોગ પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા પર રોક લગાવવા વિચાર કરી રહ્યું છે. યુપી પેનલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કોઈપણ પુરૂષ પોલીસ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ મહિલાની સુરક્ષાને ધ્યાને લેતા મહિલા આયોગે કહ્યું કે, જીમ અને યોગા સેન્ટરમાં પણ મહિલા ટ્રેનર હોવી જોઈએ. જીમ અને યોગા સેન્ટરમાં ડીવીઆર સહિત સીસીટીવ કેમેરા અનિવાર્ય કરવામાં આવે. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા શિક્ષિકા હોવી જોઈએ.

માહિતી આપતાં યુપી મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ​​ચૌહાણે કહ્યું કે, છોકરીઓના ડ્રેસ અપ માટે પાર્લરમાં એક મહિલા હોવી જોઈએ. મહિલાઓ માટે ખાસ કપડાં વેચતા સ્ટોર્સમાં પણ મહિલાઓ હોવી જોઈએ. આ સિવાય કોચિંગ સેન્ટરો પર સીસીટીવી દ્વારા નજર રાખવી જોઈએ. આ માટે 28 ઓક્ટોબરે એક બેઠક બોલાવવામાં આવી હતી, બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પંચે તમામ જિલ્લાના ડીએમ, કમિશનર અને એસપીને આદેશનો અમલ કરવા જણાવ્યું છે.

આદેશ અંગે મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે તાજેતરમાં કાનપુરમાં એક ઘટના બની હતી, જેમાં એક જિમ ટ્રેનરે એક મહિલાની હત્યા કરી હતી. આવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં છૂટાછેડાની વાત સામે આવી છે. જીમમાં મહિલા ટ્રેનર હશે તો મહિલાઓને રોજગાર પણ મળશે. તેમણે વધુમાં કહ્યું કે પુરૂષ દરજીઓ તેમના કપડા માપતી વખતે મહિલાઓને સ્પર્શ કરે છે. મહિલા આયોગને આવી ફરિયાદો મળતી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-