Home Blog Page 591

ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી વચ્ચે ઈન્સ્પેક્ટર સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

0

મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી હતી. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ મતદારોની તપાસ કરવા અને મતદાન કરતા રોકવાના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરનારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. મળતી જાણકારી મુજબ, મુરાદાબાદમાં ત્રણ અને કાનુપર તથા મુઝફ્ફરનગરમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીઓને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. સમાજવાદી પાર્ટીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી દરમિયાન કેટલાક સમુદાયોને મતદાન કરતા રોકવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.

સપાની ફરિયાદો અને જુદા-જુદા માધ્યમથી ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો મળતાં ચૂંટણી પંચે સીસામઉમાં બે પોલીસ અધિકારી, મુરાદાબાદમાં 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. મુઝફ્ફરનગરમાં પણ બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બે પોલીસ અધિકારી એસઆઈ અરૂણ કુમાર સિંહ અને રાકેશ કુમાર નાદર મતદારોના ઓળખ પત્ર ચકાસી રહ્યા હતાં. જેમની વિરૂદ્ધ અમુક સમુદાયોને મતદાન કરવાથી અટકાવ્યા હોવાની ફરિયાદ સપા દ્વારા કરવામાં આવી હતી.

મતદાન મથક પર રોકવામાં આવેલા મતદારોને અખિલેશે ફરીથી મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે,તમામ મતદારોને અપીલ છે કે, જેમને રોકવામાં આવ્યા હતા, તે તમામ ફરી મતદાન મથકે જઈને મત આપે. ચૂંટણી પંચના ચીફ સેક્રેટરીએ વીડિયો અને ફોટોના પુરાવાના આધારે ભ્રષ્ટ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. બાકીના દોષિત અધિકારીઓને પણ સસ્પેન્ડ કરશે.

આ પણ વાંચો :-

બિટકોઈન કૌંભાંડ મુદ્દે ગૌરવ મહેતાના ઘરે EDના દરોડો

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યની 288 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે પરંતુ બીજેપી એ વોટિંગના એક દિવસ પહેલા NCP (શરદચંદ્ર પવાર) સાંસદ સુપ્રિયા સુલે અને કોંગ્રેસ નેતા નાના પટોલે પર બિટકોઈન કૌંભાંડનો આરોપ લગાવ્યો છે. આ મામલે પૂણેના પૂર્વ પોલીસ અધિકારીએ બંને નેતાઓ પર વિદેશી કરન્સીનો ઉપીયોગ કરવા માટે બિટકોઈનનો ઉપીયોગ કર્યાનો આરોપ લગાવ્યો છે.

ઈડીની ટીમે બિટકોઈન વિવાદ મામલે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ગઈકાલે બહુજન વિકાસ ઉઘાડીએ વિનોદ તાવડે વિરુદ્ધ ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ કર્યો હતો, તો બીજીતરફ ભાજપે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ યોજી ‘બિટકૉઈન કૌભાંડ’ મામલો ઉછાળી સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

બીજેપી દ્વારા લગાવેલા આરોપોને લઈ એક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કથિત રીતે સુપ્રિયા સુલેનો અવાજ આવી રહ્યો છે. જોકે આજે બારામતીમાં મતદાન કર્યા બાદ સુપ્રિયા સુલેએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજેપીના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મંગળવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ આરોપોને લગાવ્યા અને કથિત પૂરાવા તરીકે કેટલાક કોલ રેકોર્ડિંગ અને વોટ્ટસ એપ ચેટના સ્ક્રિનશોટ પણ દેખાડ્યા હતા.

વિનોદ તાવડે પર ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ લાગ્યા બાદ ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી મેદાનમાં આવ્યા હતા. તેમણે ગઈકાલે તાત્કાલિક બે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રથમ કોન્ફરન્સ યોજી તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. જ્યારે બીજી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો હતો.

આ પણ વાંચો :-

લિયોનેલ મેસ્સી ભારતના ચાહકો માટે ખુશ ખબર

0

આર્જેન્ટિના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના ચાહકો દુનિયાભરમાં છે, ભારતમાં પણ મેસ્સીના કરોડો ચાહકો છે. ભારતમાં મેસ્સીના ચાહકો માટે ખુશીના સમાચાર છે, મેસ્સી 14 વર્ષ બાદ ભારતમાં ફૂટબોલ મેચ રમશે. કેરળના રમતગમત પ્રધાન વી અબ્દુરહીમાને બુધવારે જાહેરાત કરી હતી કે આર્જેન્ટિના ફૂટબોલ ટીમ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મેચ માટે રાજ્યની મુલાકાત લેશે.

અગાઉ લિયોનેલ મેસી 2011માં કોલકાતામાં ઈન્ટરનેશનલ મેચ રમવા આવ્યો હતો. અહીં તેની ટીમ આર્જેન્ટિનાએ વેનેઝુએલા સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આર્જેન્ટિનાની ટીમ આ મેચ 1-0થી જીતવામાં સફળ રહી હતી. જ્યારે મેસી આ મેચ માટે ભારત આવ્યો ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ફૂટબોલ ચાહકો તેમના સ્ટાર ખેલાડીની એક ઝલક મેળવવા કોલકાતા પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં ચાહકોની ભીડને સંભાળવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હવે ફરી એકવાર આ જ દ્રશ્ય જોવા મળવાનું છે. હા, લિયોનેલ મેસી ફરી એકવાર ભારત આવી રહ્યો છે. કેરળ સરકારે આ માહિતી આપી છે.

લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિના હાલમાં વર્લ્ડ ચેમ્પિયન છે. વર્ષ 2022માં કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2026માં યુએસ, કેનેડા અને મેક્સિકોની સહિયારી ભાગીદારીમાં યોજાનારા વર્લ્ડકપમાં પણ મેસ્સી રમતો જોવા મળે તેવી શક્યતા છે. મેસ્સીએ આઠ વખતના બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. ફૂટબોલ ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાં મેસ્સીની ગણતરી કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

આ સરકારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને કરી ટેક્સ ફ્રી

0

મધ્યપ્રદેશ-રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે પણ આજે બુધવારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મ-પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જિતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે.

આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં નિહાળશે તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી શક્યતા છે. તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડો.મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.

સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે: PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રી-ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર હતું. ‘સત્ય સામે આવે જ છે…’-પીએમ મોદી. તેમણે કહ્યું, “સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે .”

CM ભજનલાલ શર્માએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક ઘટનાને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવી જ જોઈએ કારણ કે ભૂતકાળનો ઊંડો અને વિવેચનાત્મક અભ્યાસ જ આપણને વર્તમાનને સમજવામાં અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મદદ કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને રાજસ્થાન સરકારે કરી ટેક્સ ફ્રી: CM ભજનલાલ શર્મા

0

રાજસ્થાન સરકારે પણ આજે બુધવારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ લખ્યું કે, ‘અમારી સરકારે રાજસ્થાનમાં ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ”ને કરમુક્ત કરવાનો અર્થપૂર્ણ નિર્ણય લીધો છે. આ ફિલ્મ ઈતિહાસના તે ભયાનક સમયગાળાને વાસ્તવિક રીતે દર્શાવે છે, જેને કેટલાક સ્વાર્થી તત્વોએ પોતાના હિતોને પૂર્ણ કરવા માટે વિકૃત કરવાનો દૂષિત પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ તત્કાલિન તંત્રની વાસ્તવિકતાને અસરકારક રીતે ઉજાગર કરે છે એટલું જ નહીં, તે સમયના ભ્રામક અને ખોટા પ્રચારનું પણ ખંડન કરે છે.

CM ભજનલાલ શર્માએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક ઘટનાને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવી જ જોઈએ કારણ કે ભૂતકાળનો ઊંડો અને વિવેચનાત્મક અભ્યાસ જ આપણને વર્તમાનને સમજવામાં અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મદદ કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.

ગઈ કાલે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી અને તેમણે ઈતિહાસનું એક અંધકારમય પ્રકરણ સમજવાનું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે. રાજનીતિ તેની જગ્યા એ છે, પરંતુ મતોની રાજનીતિ માટે આટલી ગંદી રમત રમવી અત્યંત શરમજનક હતી અને આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખીને ગુજરાત અને દેશનું સન્માન બચાવ્યું.

આ પણ વાંચો :-

મુઝફ્ફરનગરની આ બેઠક પર હંગામો, પોલીસ પર થયો પથ્થરમારો

0

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો અને ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એવામાં યુપીમાં આજે 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન, મુઝફ્ફરનગરની મીરાપુર સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો છે, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે.

યુપીની મીરાપુર સીટ પર પેટાચૂંટણી દરમિયાન પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ મતદારો મતદાન કરતા અટકાવી રહી હતી. કેટલાક લોકોને તો મતદાન કર્યા વગર જ મતદાન મથકોની કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી કેટલાક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસ એક્શનમાં આવી અને સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી.

જેના વિરોધમાં ગ્રામજનો મુખ્ય માર્ગ પર ઉતરી આવ્યા હતા અને પોલીસનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ રોડ જામ કરવાની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન ગ્રામજનોએ પથ્થરમારો પણ કર્યો હતો. જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. પથ્થરમારામાં કોન્સ્ટેબલ વિક્રાંત ઘાયલ થયો છે. તેના હાથ પર ઈજા થઈ છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજીવ શર્મા અને કોન્સ્ટેબલ શૈલેન્દ્ર ભાટીને પણ સામાન્ય ઈજા થઈ હતી.

આ પણ વાંચો :-

સુરતમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા

0

સુરતના અશ્વિનીકુમાર ફૂલપાડા વિસ્તારના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં ગેસ ગળતર બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. આ સિલિન્ડર બ્લાસ્ટમાં સાત જેટલા લોકો દાઝી ગયા છે. જેમાંથી બે લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. આ દુર્ઘટના આજે સવારે સાત વાગે ઘટી હતી. બ્લાસ્ટ બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ક્રિષ્ના કોમ્પલેક્સમાં ગેરકાયદેસર ચાલતા લોજમાં આજે વહેલી સવારે ગેસ ગળતર થયુ હતુ. જે બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સાત જેટલા લોકો દાઝી ગયા છે. જેમાથી બે લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગેસ લીકેજ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં કાપોદ્રા, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પોહચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

દાઝેલા યુવકોના નામઃ અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાન

આજે સવારે અહીં જમવાનું બની રહ્યુ હતુ તે દરમિયાન ગેસ ગળતર થયુ હતુ. ગેસ ગળતર બાદ બ્લાસ્ટ થતા અહીં કામ કરતા સાત જેટલા શ્રમિકો દાઝી ગયા હતા. ફાયર વિભાગે અહીંથી બેથી ત્રણ ગેસના સિલિન્ડર પણ કબજે કર્યા હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

બપોરના 1 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 32.18 ટકા, ઝારખંડમાં 47.92 ટકા મતદાન

0

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. મહારાષ્ટ્રની કુલ 288 બેઠક અને ઝારખંડની 38 બેઠકો માટે મતદાન છે. મહારાષ્ટ્રમાં આજે મતદાનની ગતિ સવારથી ધીમી રહી છે. જેમાં સવારે નવ વાગે સુધીમાં માત્ર 6.81 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.

સવારે 11 વાગે સુધીમાં મહારાષ્ટ્રમાં 18.14 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. જ્યારે બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સવારના 9 વાગ્યા સુધીમાં 12.71 ટકા સરેરાશ મતદાન થયું હતું. તેમજ સવારે 11 વાગે સુધીમાં 31.37 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. બપોરના 1 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 32.18 ટકા, ઝારખંડમાં 47.92 ટકા મતદાન.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને બારામતી વિધાનસભા મતવિસ્તારના એનસીપીના ઉમેદવાર સુપ્રિયા સુલે અને નાના પટોલે પર લાગેલા આરોપો પર અજિત પવારે કહ્યું કે તપાસ થશે અને સત્ય લોકો સામે આવશે. સીએમ પદના ઉમેદવાર અંગે તેમણે કહ્યું કે, “અમે મહાયુતિના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરીશું અને ત્યારબાદ અમે નક્કી કરીશું કે મુખ્યમંત્રી કોણ હશે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નિરસ મતદાન

0

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. મહારાષ્ટ્રની કુલ 288 બેઠક અને ઝારખંડની 38 બેઠકો માટે મતદાન છે અને ઉમેદવારોના ભાવિ EVM માં સીલ થશે. અહી નોંધનીય છે કે મહારાષ્ટ્ર માટે એક તબક્કામાં ચૂંટણી છે અને ઝારખંડની ચૂંટણી 2 તબક્કામાં છે, જેનું આજે બીજા તબક્કાનું મતદાન છે. બંને રાજ્યોમાં 23 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

ઝારખંડમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ બે કલાકમાં મહારાષ્ટ્રમાં ધીમુ મતદાન થવા પામ્યું છે. સવારના 9 વાગ્યા સુધીમાં 6.61 ટકા અને ઝારખંડમાં 12.71 ટકા મતદાન થયું છે.

મહાયુતિમાં ભાજપ 143 સીટો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે) 81 બેઠકો પર, NCP (અજિત પવાર) 59 બેઠકો પર અને અન્ય સાથી પક્ષો છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એમવીએમાંથી કોંગ્રેસ 101 સીટો પર, શિવસેના (ઉદ્ધવ) 95 અને એનસીપી (શરદ પવાર) 86 સીટો પર ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો :-

બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર સહિત આ સ્ટાર્સે કર્યું મતદાન

0

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. લોકો પોતાના તમામ કામ છોડીને વોટ આપવા જઈ રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો મતદાન મથક પર જઈને મતદાનની ફરજ નિભાવી રહ્યા છે.

આજે અમે તમને એવા સેલેબ્સની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ જે વોટ કરીને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વોટિંગ કર્યા બાદ પોલિંગ બૂથની બહાર આવ્યો છે. ભારતીય નાગરિકતા લીધા બાદ અભિનેતાએ પ્રથમ વખત વિધાનસભા માટે મતદાન કર્યું છે.

બારામતી વિધાનસભા બેઠક પરથી NCP-SCPના ઉમેદવાર યુગેન્દ્ર પવારે કહ્યું કે શરદ પવાર અમારી સાથે છે, તેથી અમે બિલકુલ નર્વસ નથી. હું પહેલીવાર ચૂંટણી લડી રહ્યો છું પરંતુ હું ઘણા વર્ષોથી રાજકારણમાં છું તેથી મારા માટે આ કંઈ નવું નથી. હવે નવી પેઢીએ આગળ આવવું જોઈએ. સુપ્રિયા સુલે પર લાગેલા આરોપો પર તેમણે કહ્યું કે મેં ઓડિયો ક્લિપ જોઈ નથી, પરંતુ ગઈ કાલે ભાજપના કેટલાક નેતાઓની વીડિયો ક્લિપ વાઈરલ થઈ છે, તમે પણ જોઈ લો.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના સાકોલી વિધાનસભા મતવિસ્તાર હેઠળના શામરાવ બાપુ કાપગેટ સિનિયર કૉલેજ સાકોલી ખાતેના મતદાન મથક પર મોક મતદાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. તમામ મતદાન મથકો પર મતદાન શરુ થાય તે પૂર્વે મોક પોલનું આયોજન કરીને મતદાનમાં કોઈ તકલીફ તો નથી તેની ચકાસણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-