Home Blog Page 591

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પ્રકાશ આંબેડકરની મોટી જાહેરાત: અમે સત્તા માજ રહીશું…..!

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં મુખ્ય હરીફાઈ ભાજપ, શિવસેના અને NCPના ગઠબંધન ‘મહાયુતિ’ અને કૉંગ્રેસની મહાવિકાસ અઘાડી, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) વચ્ચે છે. એવામાં હવે વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે પણ જાહેર કર્યું છે તેમની પાર્ટી ક્યા ગઠબંધનને સમર્થન આપશે.

વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે શુક્રવારે X પર પોસ્ટ કર્યું હતું કે, ‘જો અમારી પાર્ટીને ચૂંટણી પરિણામો પછી જરૂરી સંખ્યામાં બેઠક મળશે, તો અમે જે પક્ષ સરકાર બનાવશે તેની સાથે જઈશુ. અમે સત્તામાં રહેવાનું પસંદ કરીશું.’ જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બર, 2024ના શનિવારના રોજ આવશે.

મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર રાજ્યમાં મહાગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર મહાયુતિને બહુમતી કરતાં ઘણી વધુ સીટો મળી શકે છે. મહાવિકાસ આઘાડીને આંચકો મળી શકે છે. પોલ ડાયરી, ચાણક્ય, મેટ્રિસ, પીપલ્સ પલ્સ મુજબ મતદારોએ સ્પષ્ટપણે મહાયુતિને મત આપ્યો છે. જ્યાં એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં BJPના ‘મહાયુતિ’ ગઠબંધન માટે મોટી જીતની આગાહી કરવામાં આવી છે,

મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, વંચિત બહુજન અઘાડી (VBA) એ 200 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અગાઉ વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં VBAએ 236 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. પાર્ટી જે બેઠકો પર ચૂંટણી લડી હતી ત્યાં તેની વોટ ટકાવારી 5.5 ટકા હતી.

આ પણ વાંચો :-

રાજસ્થાનમાં જીવતા વ્યક્તિનું પોસ્ટમોર્ટમ! 3 ડોક્ટર સસ્પેન્ડ

0

રાજસ્થાનના ઝુંઝુનુમાં એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં BDK હોસ્પિટલમાં ડૉકટર દ્વારા પોસ્ટમોર્ટમ બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આપવામાં આવ્યો ત્યારે મૃત વ્યક્તિ શ્વાસ લેવા લાગ્યો, જેના પછી હોબાળો મચી ગયો હતો. આ મામલે બેદરકારી દાખવનાર ત્રણ ડૉકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભારતમાં ડોક્ટરને લોકો ધરતી પર રહેતા ભગવાન સમાન માનતા હોય છે. પણ આ પ્રોફેસનને ઘણા લોકો સમયાંતરે બદનામ કરતા આવ્યા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક શખ્સ જીવંત હોવા છતા તેનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. સમાચાર સામે આવ્યા બાદ રાજ્યની સરકારે કડક પગલા લીધા અને 3 ડોકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, આ 3 ડોકટરના હેડક્વાર્ટરને બાડમેર, જેસલમેર અને જાલોરમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની માહિતી સામે આવ્યા બાદ મેડિકલ અને હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્રણેય તબીબો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

લગભગ બે કલાક પછી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જતાં દરમિયાન મૃત રોહિતાશ જીવતો થઈ ગયો હતો. રોહિતાશને તરત જ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. હાલ મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ ત્રણ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. BDK હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખર અને ડૉ. નવનીત મીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ડૉ. સંદીપ પચારનું મુખ્યાલય CMHO ઑફિસ જેસલમેર, ડૉ. યોગેશ જાખડનું મુખ્યાલય CMHO ઑફિસ બાડમેર જેવા સરહદી વિસ્તારોમાં સજા તરીકે રહેશે, જ્યારે ડૉ. નવનીત મીલનું મુખ્યાલય CMHO ઑફિસ જાલોરમાં રહેશે. BDK હોસ્પિટલના PMO સહિત ત્રણ ડોક્ટરો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર

0

છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. IG બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, છત્તીસગઢના દક્ષિણી સુકમામાં DRG સાથેની અથડામણમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા.

Army gets success in Chhattisgarh, 4 naxalites killed in encounter, firing still going on

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટાના ભેજી વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ નક્સલવાદીઓ ઓરિસ્સા થઈને છત્તીસગઢ પહોંચ્યા હતા. 3 ઓટોમેટિક હથિયારો સાથે, એન્કાઉન્ટર સ્થળ પરથી ઘણા વધુ હથિયારો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓનો સામાન પણ મળી આવ્યો છે. બસ્તરના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું કે સુકમા જિલ્લાના દક્ષિણ ભાગમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આ ઓપરેશન વિશે માહિતી આપતા સુરક્ષા દળોએ જણાવ્યું કે શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યે સુકમાના ભંડારપાદર ગામના જંગલ વિસ્તારમાં દક્ષિણ બસ્તર ડીવીસીના માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર પછી સર્ચ ઓપરેશનમાં CPI કેડરના 10 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.

આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારામ, ભંડારપદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થતો રહ્યો. બસ્તરના IG પી સુંદરરાજે આ અથડામણની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો :-

UPSC પરીક્ષામાં 1 માર્ક્સથી રહી જતા યુવકે કરી આત્મહત્યા

સુરતમાં UPSCમાં 1 માર્ક્સથી નાપાસ થતા પરપ્રાંતિય યુવકે આપઘાત કર્યો છે. સચિન વિસ્તારમાં રહેતા યુવકે સાતમા માળેથી મોતની છલાંગ લગાવી. લો રાઈઝ એપાર્ટમેન્ટની ગેલેરમાંથી કૂદીને યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશના હરદ્વારી ગામનો રહેવાસી છે. છેલ્લા 1 મહિનાથી સચિન ખાતે કૈલાસ નગરમાં આવીને રહેતો હતો. UPSCમાં 1 માર્ક્સથી રહી જતા છેલ્લા ઘણા સમયથી યુવક તણાવમાં હતો.

ઉત્તર પ્રદેશના જૌનપુરના હરદ્વારી ગામનો શિવમ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સુરતમાં સચિન વિસ્તારમાં રહેતો હતો. શુભમ UPSCની પરીક્ષામાં એક માર્કથી નાપાસ થયો હતો. યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થતા તે તણાવમાં હતો. ગુરૂવારે (21મી નવેમ્બર) ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો અને નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડીંગના સાતમા માળેથી કુદીને આપઘાત કર્યો હતો.

યુવકના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો આભ તુટી પડયો હતો. પરિવારજનોનું કહેવું છે, ‘મૃતક શુભમને IAS બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણાં સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી.’ હાલ યુવકના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

MD ડ્રગ્સ કેસમાં નાઈજીરિયન સહિત 2 લોકોની નાલાસોપારાથી ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન કપલેથાથી ઝડપી પાડવામાં આવેલા રૂપિયા 55 લાખથી વધુના એમડી ડ્રગ્સ કેસ મામલે મોટી સફળતા મળી છે. એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલાસોપારાથી નાઈજિરિયન યુવક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નાઈજીરિયન યુવક ડેવિડની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગત 16 નવેમ્બર 2024ના રોજ સચિનના કલ્પેથા ચેકપોસ્ટ પાસેથી ફોરવ્હીલ કારમાં પસાર થઈ રહેલા ઈરફાનખાન મોહમદખાન પઠાણ, મોહમદ તૌસીફ મોહમદ રફીક શા અને અસફાક ઈર્ષાદ કુરેશીને ઝડપી પાડયા હતા. પોલીસે 55,48,200 રૂપિયાની કિમંતનું 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સહીત 58,71,950 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નાલાસોપારા ખાતેથી અજય ગુલ્લા ઠાકુરને ઝડપી પાકયો હતો. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તે એમડી ડ્રગ્સનો જત્યો નાલાસોપારામાં રહેતા નાઈજીરીયન ડેવિડ ઉચે પ્રિન્સ પાસેથી લઈ આવી અગાઉ પકડાયેલા ત્રણેય આરોપીઓને આપ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નાલાસોપારા વિસ્તારમાંથી નાઈજીરીયન ડેવિડ પ્રિન્સ ઉચેને પણ ઝડપી પાકયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 11 હજારની કિમંતના 3 મોબાઈલ ફોન અને 31,800 રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા. નાઈજીરીયન ડેવિડ પ્રિન્સ ઉચે અગાઉ મુંબઈના કાંદીવલી પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં વર્ષ 2015 થી 2019 સુધી કોલ્હાપુર-કલમબા જેલમાં કૈદ રહ્યો હતો.

બનાવ અંગે ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે ગત 16 નવેમ્બરના રોજ સચિન કલ્પેથા ચેકપોસ્ટ પાસેથી એમડી ડ્રગ્સ સાથે ૩ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં તોસીફ, ઈરફાન સહીત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તોસીફની એની પૂછપરછ દરમ્યાન તોસીફ સુરત ખાતે ડ્રગ્સ લાવીને વ્હેચતો હતો અને મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી આ ડ્રગ્સ લાવેલો હતો એક માહિતી આવી મળેલી હતી. નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના ઇસમ પાસેથી તે આ ડ્રગ્સ લાવ્યો હતો જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા નાલાસોપારા ખાતેથી અજય ગુલ્લા ઠાકુરને ઝડપી પાડયો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં નકલી હૉસ્પિટલ બાદ હવે નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ!

સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. કોના પર ભરોસો મૂકવો તેવા પ્રશ્નાર્થ વચ્ચે નકલી હોસ્પિટલ બાદ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. મેડિકલ ઇન્સ્ટિટયુટ પણ બોગસ હોવાનો આક્ષેપ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે NSUI દ્વારા એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક શોપિંગ કોમ્પલેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું.

પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના ૬ કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા. તેમાં GNM, DMLT, DPC, X-RAY, CT-SCANના કોર્સ ચાલતા હતા. વિદ્યાર્થિનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગ્લોર મોકલાતા હતા. વિદ્યાર્થિનીઓએ જ બેંગ્લોર પરીક્ષા આપવા જતી હોવાનું કબૂલાત કરી છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા હતા.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઈન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયુટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ

યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પૂછડિયાએ કહ્યું કે, અહીં માત્ર 10 બાય 20ની દુકાન છે. જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે પાછળના ભાગમાં બેંચ ગોઠવી દેવામાં આવી છે. અહીં કરાવવામાં આવતા કોર્સની 80,000 સુધીની ફી છે. અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે. જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે.ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે,જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયૂટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો :-

સુરતમાં રેશન કાર્ડના E-KYC કરાવવા માટે લોકોને હાલાકી

સુરતમાં E-KYC કરાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. સુરત જિલ્લા સહિત શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત કરાઈ છે. E-KYC માટે પુણા પુરવઠા ઝોન કચેરી પર વહેલી સવારથી લાઈનો લાગી છે. E-KYC માટે લોકો અનેક દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. જેથી કોંગ્રેસ દ્વારા શહેરભરમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ પર પૈસા ઉડાવાતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના કલ્પેશ બારોટે કહ્યું કે, લોકોને પોતાનો કામ ધંધો છોડી કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. છતા કામ થતું નથી.લોકોને પડતી હાલાકીનો સત્વરે ઉકેલ આવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ પુરવઠા ઝોન ઓફિસ ખાતે પ્રતિક ધારણા રાખવામાં આવ્યો છે.

રાશન કાર્ડ kycની ગોકળગાયની ઝડપે ચાલતી કામગીરીને લઈને લોકોને હાલાકી પહોંચી રહી છે. અમરોલી વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી. અધિકારીઓ ઉપર પૈસા ઉડાવી વિરોધ કરાયો હતો. જેથી પોલીસે વિરોધ કરનારાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

આ પણ વાંચો :-

ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને યૂપી સરકારે કરી ટેક્સ ફ્રી: CM યોગી આદિત્યનાથ

0

આ શ્રેણીમાં આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિલ્મ-પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જિતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે.

આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને રાશિ ખન્ના લીડ રોલમાં છે. દરમિયાન, ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસી 19 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આજે સીએમ યોગી આદિત્યનાથ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને અન્ય નેતાઓ હાજર હતા. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે.

સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે: PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રી-ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર હતું. ‘સત્ય સામે આવે જ છે…’-પીએમ મોદી. તેમણે કહ્યું, “સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે .

હોટલ અશોકના ઓપન થિયેટરમાં ફિલ્મનો સ્પેશિયલ શો યોજાયો હતો. આ ફિલ્મના પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ વખાણ કર્યા છે. આ ફિલ્મ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડવાની ઘટના પર આધારિત છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આજે સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મ જોયા બાદ તેની પ્રશંસા કરી છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય પણ આ ફિલ્મ જોઈ ચૂક્યા છે. આ ફિલ્મને ગુજરાત અને છત્તીસગઢમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે આપની પ્રથમ યાદી જાહેર

0

દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવા 6 ઉમેદવારોના નામ છે, જેઓ તાજેતરમાં કોંગ્રેસ અથવા ભાજપ છોડીને AAPમાં જોડાયા છે. જે છ નેતાઓ અન્ય પાર્ટીઓમાંથી AAPમાં સામેલ થયા હતા અને ટિકિટ મેળવી હતી, તેમને અરવિંદ કેજરીવાલે પોતે પાર્ટીમાં સામેલ કર્યા હતા. જેમાં ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા બે નેતાઓનો પણ સમાવેશ થાય છે.

11 ઉમેદવારોના નામ બહાર આવ્યા

  1. બ્રહ્મા સિંહ તંવર છતરપુરથી ચૂંટણી લડશે
  2. અનિલ ઝા કિરારીથી AAPના ઉમેદવાર હશે
  3. દીપક સિંઘલા વિશ્વાસ નગરથી ચૂંટણી લડશે
  4. સરિતા સિંહ રોહતાસ નગરથી AAPના ઉમેદવાર હશે
  5. બીબી ત્યાગી લક્ષ્મી નગરથી AAPના ઉમેદવાર હશે
  6. રામ સિંહ નેતાજી બાદરપુરથી ઉમેદવાર હશે
  7. ઝુબેર ચૌધરી સીલમપુરથી AAPના ઉમેદવાર હશે
  8. વીર સિંહ ધીંગાન સીમાપુરીથી ચૂંટણી લડશે
  9. ગૌરવ શર્મા ઘોંડાથી ચૂંટણી લડશે
  10. મનોજ ત્યાગી કરવલ નગરથી AAPના ઉમેદવાર હશે
  11. સોમેશ શૌકીન મટિયાલાથી AAPના ઉમેદવાર હશે.

આમ આદમી પાર્ટીએ જે નેતાઓને ટિકિટ આપી છે તેમાં બ્રહ્મ સિંહ તંવર અને અનિલ ઝા તાજેતરમાં જ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બીબી ત્યાગી 5 નવેમ્બરે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઝુબેર ચૌધરી થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વીર સિંહ ધીંગાન પણ એક અઠવાડિયા પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સોમેશ શૌકીન પણ તાજેતરમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

‘ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડ કરો’: રાહુલ ગાંધી

0

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે, અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ‘અદાણીને બચાવામાં આવી રહ્યા છે, આ એક મોટું કામ છે. વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી મારી છે. ભારતના યુવાનોને રોજગાર નથી મળતો, નાના ગુનામાં લોકો જેલમાં જાય છે. પરંતુ અદાણી ગમે તે કરે, તેમને કંઈ થતું નથી. જેપીસી પાસે અમારી માંગ છે કે અદાણીની ધરપકડ થવી જોઈએ. પરંતુ અમે જાણીએ છીએ કે તેની ધરપકડ કરવામાં આવશે નહીં, કારણ કે ભારત સરકાર અદાણીની પાછળ ઉભી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેઓએ અમેરિકામાં ગુનો કર્યો, 2 હજાર કરોડનું કૌભાંડ કર્યું. પરંતુ ભારતમાં અદાણીને કોઈ કંઈ કરી શકે તેમ નથી. અદાણીની ધરપકડ થવી જોઈએ. માધુરી બુચને હટાવી તેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન આ વ્યક્તિને 100 ટકા બચાવી રહ્યા છે. આ લોકો ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. અમારી JPCની માંગ છે. અમે કહેવા માંગીએ છીએ કે, અદાણીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે તરત જ જેપીસીની રચના થવી જોઈએ. યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી,અને તેમના ભત્રીજા સાગર અદાણી પર સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ફંડિંગ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આ કથિત યોજના હેઠળ 2020 થી 2024 દરમિયાન 250 મિલિયન ડોલર (લગભગ 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-