Home Blog Page 576

અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ફરાર ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ

0

અમદાવાદનાં ખ્યાતિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલની ફરાર ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, રાજસ્થાનમાંથી ડો. રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી તેને ઝડપી પાડી છે. રાજસ્થાનથી ઝડપાયેલ મહિલા આરોપી રાજશ્રી કોઠારીએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ ફરાર છે.

મહિલા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી કોઠારી ભાગીદાર હતા. કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપી ઝડપાઈ ચુક્યા છે. હજુ કાર્તિક પટેલની ધરપકડ હજુ પણ બાકી છે. અગાઉ ડો.સંજય પટોળીયા,ચિરાગ રાજપૂત સહિત સાત આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

અમદાવાદના એસ.જી.હાઈવે પર આ હોસ્પિટલ આવેલી છે ખ્યાતિ હોસ્પિટલ સ્કેમમાં પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરી છે.

હોસ્પિટલમાં સેવાના નામે માત્ર રૂપિયા રળવાનો ધંધો કરવામાં આવે છે. જેમાં કેટલાક ‘વેપારી’ ડોક્ટર્સને સાથે રાખીને માત્ર ધંધો કરવાના આશયથી દર્દીઓના જીવ જોખમમાં મુકવામાં આવે છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટરોના નામ સામે આવ્યા હતા. જેમાં કાર્તિક પટેલ, ડો. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે આવ્યું છે. તથા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની કાર્ડિયાક સર્જરીમાં ફરજ નિભાવનારા ડૉક્ટરે સારવાર ન કરી હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો :-

14 ડિસેમ્બર, ૨૦૨૪: શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આવક વધતાં આનંદની અનુભુતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવે છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેર બજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવામાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિધા શીખવાના યોગ બને છે.

કર્કઃ

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના ‌િમત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવુંં. ગળાના રોગો થી સાવચેતી જરૂરી.

સિંહઃ

નવી નોકરી, બદલી અથવા ‌બથતી મળે. નવા ધંધા ની શરૂઆત શકય બને. માન સન્માન વધતા જણાય. માતા-પિતા તરફ થી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ

ધરમાં આધાત્મિક વાતાવરણ બને. પૂજન અર્ચન શકય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુુલાઃ

ધન‌હાનિ ના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ગગડા થઇ શકે છે. ‌પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ

ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતોમાં અંગે અસંતોષ રહે. પરિવામાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણો થી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક, જાવક નું પાસું સરભર થતું જણાય. પરિવારમાં સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથી ની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવક નંુ પ્રમાણ વઘતું જણાય. પરિવામાં મનમેળ રહે. સંતાનની અણઘારેલી પ્રગતિ તી આનંદ થાય. સ્વાસ્થય સારૂં રહેશે. આખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ

સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દષ્ટિ અે સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ

પરિવામાં શુભ પ્રસંગનું આયોજનથાય. કરેલા કાયોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારે દિવસ. મિત્રો તરપતી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

ઈસ્તંબુલ એરપોર્ટ પર 24 કલાક ફસાયા 400 ભારતીય પ્રવાસીઓ, જાણો સમગ્ર મામલો ?

0

તૂર્કિયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગુરૂવારે (12 ડિસેમ્બર) મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઈન્ડિગો મુસાફરો કથિત રીતે ઈસ્તંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી ફસાયેલા રહ્યા હતાં. એક મુસાફરના સવાલના જવાબમાં એરલાઇને કહ્યું કે, સંચાલનના કારણે ઉડાનમાં મોડુ થયું હતું.

અમુક ઇન્ડિગો મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ અને લિંક્ડઇન પર દાવો કર્યો કે, પહેલાં ફ્લાઇટમાં મોડું થવાની વાત કહેવામાં આવી અને બાદમાં સૂચના મળી કે, તેને રદ કરી દેવામાં આવી છે. મુસાફરોમંથી એક અનુશ્રી ભંસાલીએ કહ્યું કે, ઉડાનમાં બે વાર એક-એક કલાકનું મોડું થયું અને બાદમાં તેને રદ કરી દેવામાં આવી, અંતે 12 કલાક બાદ ફરી નવો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો.

મુસાફર રોહન રાજાએ કહ્યું કે, દિલ્હીથી સવારે 6 વાગ્યે 40 મિનિટ પર ચાલનારી ફ્લાઇટ રદ થયા બાદ, લોકોને ખૂબ જ ઠંડીનો સામનો કરવો પડ્યો. કારણકે, એરલાઇને જે આવાસ તેમને આપ્યા હતા ત્યાં સુધી જવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરવામાં નહતું આવ્યું.

મુંબઈ જવાની રાહ જોઈ રહેલાં પાર્શ્વ મહેતાએ લખ્યું કે, રાત્રે 8 વાગ્યાની ફ્લાઇટને રાત્રે 11 વાગ્યા સુધી ટાળી દીધી હતી અને બાદમાં બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ટાળી દીધી. આ સિવાય, ઈન્ડિગોની તરફથી ઘોષણા ન કરવા અને તૂર્કિયે એરલાઇન્સ ક્રૂ ની સૂચના મળ્યા બાદ લોકોમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ.

આ પણ વાંચો :-

પ્રયાગરાજમાં આજે પીએમ મોદીએ મહાકુંભનો શુભારંભ કર્યો, જાણો શું કહ્યું ?

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે લગભગ ચાર કલાક સુધી પ્રયાગરાજની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મહાકુંભ મેળા માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને લગભગ રૂ. 5500 કરોડના ખર્ચે અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. નિરીક્ષણ બાદ જનતાને સંબોધતા તેમણે મુખ્યમંત્રી યોગીના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રયાગરાજમાં એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.’ તેમણે કાર્યકરોનો આભાર માનીને ભાષણની શરૂઆત કરી હતી.

મોદીએ કહ્યું- કુંભ અને ધાર્મિક યાત્રાધામોનું આટલું મહત્ત્વ હોવા છતાં, અગાઉની સરકારોએ તેના મહત્ત્વ પર ધ્યાન આપ્યું ન હતું. આવી ઘટનાઓ દરમિયાન ભક્તોને તકલીફ થતી રહી, પરંતુ તે સમયની સરકારોએ તેની ચિંતા ન કરી. તેનું કારણ એ હતું કે તેમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કોઈ લગાવ નહોતો. આજે કેન્દ્ર અને રાજ્યમાં એવી સરકાર છે જેને ભારત પ્રત્યે આસ્થા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર છે.

કેન્દ્ર અને રાજ્યએ મળીને હજારો કરોડની યોજના શરૂ કરી છે. પ્રયાગરાજની કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી મહાકુંભમાં આવવામાં કોઈ મુશ્કેલી ન પડે. ભાજપ સરકારે વિકાસની સાથે વારસાને સમૃદ્ધ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મહાકુંભ એ આપણા દેશની હજારો વર્ષો પહેલાથી ચાલી આવતી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક યાત્રાનું સદ્ગુણી અને જીવંત પ્રતીક છે. એક એવી ઘટના છે, જ્યાં દર વખતે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને કલાનો દિવ્ય સંગમ થાય છે.

મોદીએ કહ્યું- કોઈ બહારની વ્યવસ્થાની જગ્યાએ કુંભ મનુષ્યની અંતરચેતનાનું નામ છે. આ ચેતના આપોઆપ જાગે છે. આ ચેતના ભારતના દરેક ખૂણેથી લોકોને સંગમના કિનારે ખેંચે છે. ગામડાઓ, શહેરો અને નગરોમાંથી લોકો પ્રયાગરાજ તરફ આવવા લાગ્યા છે. સામૂહિકતાની આવી શક્તિ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. અહીં આવીને ઋષિમુનિઓ, વિદ્વાનો, સામાન્ય લોકો બધા એક થઈ જાય છે. સૌ સાથે મળીને ત્રિવેણીમાં ડૂબકી લગાવે છે. અહીં જ્ઞાતિના ભેદ અદૃશ્ય થઈ જાય છે. એક ધ્યેય અને એક વિચાર સાથે કરોડો લોકો જોડાય છે.

આ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા જેવી અગણિત પવિત્ર નદીઓનો દેશ છે. આ નદીઓના પ્રવાહની પવિત્રતા આ તીર્થનું મહત્ત્વ, મહાત્મ્ય છે, તેનું સંગમ છે, તેનો યોગ, તેનો સંયોગ, તેનો પ્રભાવ, તેનો પ્રતાપ, આ પ્રયાગ છે. જે વ્યક્તિ પ્રયાગરાજમાં સ્નાન કરે છે, તે દરેક પાપમાંથી મુક્ત થઈ જાય છે. રાજા-મહારાજાઓનો સમયગાળો હોય કે સૈંકડો વર્ષોની ગુલાબીનો કાલખંડ, આસ્થાનો આ પ્રવાહ ક્યારેય અટકશે નહીં.

આ પણ વાંચો :-

સંસદના શિયાળુ સત્રમાં પ્રિયંકા ગાંધીએ આપ્યું પ્રથમ ભાષણ, જાણો શું-શું કહ્યું ?

0

સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ છે. આગામી બે દિવસ લોકસભા માટે ખૂબ મહત્વના રહેવાના છે. કારણ કે 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, હવે દેશમાં રાજા-રાણીનું શાસન નથી અને ન તો બ્રિટિશ વ્યવસ્થા, પરંતુ લોકશાહી હતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘બંધારણ માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ નેહરુ અને રાજગોપાલચારીનું વિઝન છે. તે સમયના તમામ નેતાઓએ આ બંધારણ બનાવવા માટે વર્ષો સુધી કામ કર્યું હતું. આપણું બંધારણ ન્યાય, આશા, અભિવ્યક્તિ અને આકાંક્ષાનો પ્રકાશ છે જે દરેક ભારતીયના હૃદયમાં છે, આ પ્રકાશ દરેક ભારતીયને શક્તિ આપે છે કે તેને ન્યાય મેળવવાનો અધિકાર છે. કે જ્યારે તે પોતાનો અવાજ ઉઠાવશે તો સરકારે તેની સામે ઝુકવું પડશે. આ બંધારણે દરેક નાગરિકને સરકાર બનાવવાનો કે નીચે લાવવાનો અધિકાર આપ્યો છે.

આ સાથે તેમણે કહ્યું, આપણું બંધારણ ન્યાય અને આશાની અભિવ્યક્તિની જ્યોત છે જે દરેક ભારતીયના હૃદયમાં પ્રજ્વલિત છે. આ જમીને દરેક ભારતીયને એ માન્યતા આપવાની શક્તિ આપી કે તેને ન્યાય મેળવવાનો અધિકાર છે. કે તે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે તે પોતાનો અવાજ ઉઠાવશે તો સરકારે તેની સામે ઝૂકવું પડશે. આ બંધારણે દરેકને સરકાર બદલવાનો અધિકાર આપ્યો છે. દરેક ભારતીયને વિશ્વાસ અપાવ્યો કે દેશના સંસાધનોમાં તેમનો પણ હિસ્સો છે. તેને સુરક્ષિત ભવિષ્યનો અધિકાર છે. દેશ બનાવવામાં તેમનો હિસ્સો છે. મેં દેશના ખૂણે ખૂણે આ આશા અને અપેક્ષાઓ જોઈ છે.

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, હું આગ્રામાં અરુણ વાલ્મિકીના ઘરે ગયો હતો. તે પોલીસ સ્ટેશનમાં ક્લીનર તરીકે નોકરી કરતો હતો. અમારી જેમ તેમનો પણ પરિવાર હતો. નવા લગ્ન હતા. બે-ત્રણ મહિનાનું બાળક હતું. તેના પર ચોરીનો આરોપ હતો. તે તેના આખા પરિવારને પોલીસ સ્ટેશન લઈ ગયો. અરુણ વાલ્મિકીને માર માર્યો હતો. પિતાના નખ કાઢ્યા અને તેના સમગ્ર પરિવારને માર મારવામાં આવ્યો હતો. હું એ વિધવાને મળવા ગઈ. તેણે કહ્યું, દીદી અમને માત્ર ન્યાય જોઈએ છે. અમે ન્યાય માટે લડતા રહીશું. બંધારણે મહિલાઓને આ હિંમત આપી.

હૈદરાબાદના સંધ્યા થિરેટર કેશમાં અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો આ છે કારણ ?

0

હૈદરાબાદના સંધ્યા થિરેટર કેશમાં સાઉથના સુપર સ્ટાર અને “પુષ્પા 2” એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી પોલીસે તેની ઘરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિરેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિરેટર મેનેજર સામે કેશ નોંધ્યો હતો.

“પુષ્પા 2” એ ભારતમાં લગભગ 726 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ગુરૂવારે નોન-વીકઍન્ડ હોવા છતાં ફિલ્મ લગભગ 38 કરોડ રુપિયા કમાઈ હતી. આ પહેલા ફિલ્મે બુધવારે 43 કરોડ રૂપિયા અને મંગળવારે 51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલું જ નહીં 64 કરોડ સાથે પુષ્પા 2 સોમવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.

આ પણ વાંચો :-

દેશમાં જાણે કે ‘પુષ્પા-2‘ નામનો બોમ્બ ફાટયો છે અને આપણા હિન્દી ફિલ્મના હીરોલોગ અવાચક થઈને, આંખો ફાડીને, ઇર્ષ્યાથી ‘પુષ્પા-2’ના 42 વર્ષીય નાયક અલ્લુ અર્જુનના જાદુને તાકી રહ્યા છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (2021) નામના પહેલા ભાગનું હિન્દીમાં સહેજ પણ પ્રમોશન થયું નહોતું, છતાંય આ તેલુગુ ફિલ્મનું હિન્દી વર્ઝન એટલું બધું સફળ રહ્યું કે ન પૂછો વાત. લોકડાઉન પછીનો સમયગાળો હતો અને સુકુમાર નામના ડિરેક્ટરે બનાવેલી ‘પુષ્પા’ નામની આ અજાણી ફિલ્મ પાસેથી ‘નોર્થ ઇન્ડિયા’માં કોઈને કશી આગોતરી જાણ નહોતી. ‘પુષ્પા-2’ના કેસમાં જોકે એવું નહોતું. આ ફિલ્મ પાસેથી દેશભરના પ્રેક્ષકોને જોરદાર અપેક્ષા હતી જ… અને અલ્લુ અર્જુન-સુકુમારની જોડીએ આ અપેક્ષા પૂરી કરીને તહેલકો મચાવી દીધો છે.

આ પણ વાંચો :-

આજે શેરબજારમાં મોટો કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

0

શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો છે. ભારે વેચવાલીથી સેન્સેક્સમાં 1200 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. સાર્વત્રિક વેચવાલીના દબાણથી બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 800 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 550 પોઇન્ટ, સ્મોલકેપ ઈન્ડેક્સ 750 અને મિડકેપ ઈન્ડેક્સ 600 પોઇન્ટ તૂટ્યા હતા.

શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સમાં 1200 પોઇન્ટ થી મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 81289 સામે નીચા ગેપમાં આજે 81212 ખુલ્યો હતો. શરૂઆથી બેન્કિંગ, મેટલ, આઈટી શેરમાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ ગગડીને 80082 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જે પાછલા બંધ લેવલથી આજે 1207 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે કડાકો દેખાડે છે. આમ સેન્સેક્સ માટે 80000 મુખ્ય સપોર્ટ લેવલ છે. જો 80000 લેવલ નીચે જાય તો શેરબજારમાં મોટી મંદી આવવાના એંધાણ છે.

સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ 0.73 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ભારતી એરટેલના શેરમાં 0.48 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.47 ટકા, ટાટા મોટર્સના શેરમાં 0.18 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.18 ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં 0.14 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.12 ટકાનો વધારો થયો છે. ફાર્મા 0.07 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.03 ટકા. એનટીપીસીના શેર આજે કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.

આ પણ વાંચો :-

મુખ્યમંત્રી ભજનલાલ બાદ જયપુરમાં ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક….!

0

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક ઉપરાષ્ટ્રપતિના કાફલામાં ઘુસી ગઈ હતી.

આ ઘટના બુધવારે (11મી ડિસેમ્બર) સાંજે 4.10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર લઘુ ઉદ્યોગ ભારતીના સોહન સિંહ સ્મૃતિ કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ કાફલો સીતાપુરાથી જગતપુરાના અક્ષયપાત્ર સર્કલ પાસે આવી રહ્યો હતો.

આ દરમિયાન સીતાપુરા તરફથી આવી રહેલી ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ હતી. ટ્રક કાફલા સાથે ધીમી ગતિએ આગળ વધી રહી હતી. ટ્રાફિક પોલીસકર્મીએ પણ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાફલો તેજ ગતિએ ત્યાંથી પસાર થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બપોરે લગભગ 3 વાગે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાના બે વાહનોને એક ટેક્સીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ખુદ મુખ્યમંત્રી પોતાની કારમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન ડ્યુટી પોઈન્ટ પર તહેનાત એએસઆઈ સુરેન્દ્ર સિંહનું મૃત્યુ નિપજ્યું હતું. કારને મુખ્યમંત્રીના કાફલામાં જતી જોઈને સુરેન્દ્ર સિંહ વચ્ચે આવી ગયા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, એક ઝડપી કારે તેને કચડી નાખ્યો હતો. કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું.

આ પણ વાંચો :-

મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી

0

ભારતીય રિઝર્વ બેંકને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ દેખાયો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ કેસમાં માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. ગયા મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમ કેર નંબર પર ફોન કરીને RBIને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાના CEO તરીકે ઓળખાવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ધમકીઓ મળી છે. ક્યારેક એરપોર્ટને તો ક્યારેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા કોલ મળી રહ્યા છે. તપાસ દરમિયાન આમાંથી મોટાભાગના કોલ નકલી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :-

તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 7 લોકોના મોત, 29 ઘાયલ

0

તમિલનાડુની ખાનીગ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ગૂંગળામણ હોવાનું કહેવાય છે.

આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે ફેલાઈ ગઈ અને ઈમારતને લપેટમાં લઈ લીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલમાં ગાઢ ધુમાડાને કારણે ગૂંગળામણથી પીડિતોનું મોત થયું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને એક કલાકથી વધુની મહેનત કરવી પડી હતી. તે જ સમયે, અંદર ફસાયેલા લોકોને શોધવા અને મદદ કરવા માટે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ ગ્રામીણ વિકાસ મંત્રી આઈ પેરિયાસામી, પૂર્વ મંત્રી ડિંડીગુલ સી શ્રીનિવાસન, ડિંડીગુલ કલેક્ટર એમએન પૂંગોડી, પોલીસ અધિક્ષક એ. પ્રદીપ અને પલાનીના ધારાસભ્ય આઈપી સેંથિલ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડિંડીગુલના જિલ્લા કલેક્ટર એમ. એન. પૂંગોડીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે કહ્યું, એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. દર્દીઓને નજીકની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક જાનહાનિ થઈ શકે છે, પરંતુ અમે ડૉકટરોની પુષ્ટિ પછી જ મૃત્યુની સંખ્યા જાહેર કરીશું.

આ પણ વાંચો :-