Home Blog Page 572

અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 કર્મચારીઓના મૃતદેહ મળ્યાં

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના ગુદૌરી શહેરમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી એક સાથે 12 મૃતદેહો મળી આવ્યા બાદ ભારે ચકચાર મચી છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી સ્કી રિસોર્ટ નામે ઓળખાય છે. મૃતકોમાં 11 વિદેશી જ્યારે અન્ય 1 જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ છે.

જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે આ ઘટનાને “બેદરકારીને કારણે જીવ ગુમાવવાના કેસ” તરીકે ગણાવી છે. આ ગુનો જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ દાખલ કરાયો છે. 12 મૃતદેહોમાંથી 11 વ્યક્તિઓ વિદેશી નાગરિકો છે, જ્યારે એક વ્યક્તિ જ્યોર્જિયાનો નાગરિક છે. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ લાઇટના અભાવે બંધ રૂમમાં જનરેટરનો ઉપયોગ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પહોંચેલા લોકોને બેડની બાજુમાં રાખેલું જનરેટર ચાલુ જોવા મળ્યું હતું.

સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયડો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં SUV-ટ્રકની ટક્કરમાં 6 લોકોના મોત, 7 ઘાયલ

0

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં સોમવારે સવારે SUV એક ટ્રક સાથે અથડાતા છ લોકોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ અકસ્માત રવિવારે મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ થયો હતો જ્યારે પીડિતો, જિલ્લાના ગુંદરદેહી વિસ્તારના વતનીઓ પારિવારિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. “વાહન ટ્રક સાથે અથડાઈ હતી. એસયુવીમાં સવાર 13 લોકોમાંથી છના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય સાતને ગંભીર ઈજાઓ થઈ હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પાંચ મહિલાઓ અને એક બાળક સહિત સાત ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, યાંથી તેમને વધુ સારવાર માટે રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માત મોતનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે પીડિતો જિલ્લાના ગુંદરદેહી વિસ્તારના રહેવાસી હતા. આ અકસ્માત રવિવારે મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, યારે લોકો પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. મૃતકોની ઓળખ સુમિત્રા બાઈ કુંભકર (૫૦), મનીષા કુંભકર (૩૫), સગુન બાઇ કુંભકર (૫૦) અને ઇમલા બાઈ (૫૫), દુર્પત પ્રજાપતિ (૩૦) અને એક સગીર જૌશ કુંભકર (૭) તરીકે થઇ છે

આ પણ વાંચો :-

સંભલમાં પ્રાચીન કૂવાનું ખોદકામ દરમિયાન મળ્યું પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિ

0

ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટીતંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. હવે વહીવટીતંત્રને કૂવાનું ખોદકામ કરતા 3 મૂર્તિઓ મળી આવી છે. હવે વહીવટીતંત્રને કૂવો ખોદતી વખતે 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની છે. આ મંદિર 1978થી બંધ હતું. વહીવટી તંત્રે આ મંદિરને સાફ કરાવ્યું અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિ અને મંત્રોના જાપ સાથે પૂજા આરતી કરવામાં આવી.

ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીએ જણાવ્યું કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. હાલમાં કૂવાનું ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કૂવો ઢાંકી દેવામાં આવ્યો છે. ખોદકામ દરમિયાન માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓની કાર્બન ડેટિંગ કરાવવામાં આવશે. એક મૂર્તિ આરસની છે જે કાર્તિકેયજીની લાગી રહી છે. 2 મૂર્તિઓ ખંડિત છે.

સંભલનું આ મંદિર પ્રાચિન અને 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર કહેવાય છે. 82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગી કહે છે કે અહીં ખગ્ગુ સરાઈમાં તેમના પરિવારના લગભગ 40 થી 42 ઘર હતા. આ આખી શેરીમાં તેનો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કુવામાંથી પાણી લઈ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.

વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, 1978 પહેલા તેમનો આખો પરિવાર સંભલમાં રહેતો હતો. 1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ લાગી હતી. આ પછી 40 થી 42 રસ્તોગી પરિવારોએ તે જગ્યા છોડી દીધી હતી. મંદિર પણ જેમનુ તેમ છોડી દીધું હતું. આ પછી મુસ્લિમ વસ્તી ત્યાં આવીને સ્થાયી થઈ. તેમના ઘરો પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદ્યા લીધા હતા. આ પછી કોઈ રસ્તોગી પરિવાર તે મંદિરમાં પૂજા કરવા ગયો ન હતો.

આ પણ વાંચો :-

કોચિંગ ક્લાસમાં 10થી વધું વિદ્યાર્થિનીઓ અચાનક બેભાન થઈને પડવા લાગી

0

રાજસ્થાનના જયપુરમાં મહેશ નગર વિસ્તારમાં આવેલી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ રવિવારે સાંજે અચાનક બેહોશ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બે ડઝન જેટલી વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ છે. ગટરમાંથી ઝેરી ગેસ લીકેજ થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. આ ઘટના બનતાં જ ત્યાં હાજર બાળકોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું.

ગટરમાંથી ગેસ લીક ​​થવાને કારણે આ ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક વિદ્યાર્થિનીઓને ગૂંગળામણનો અનુભવ થયો અને ઘણી બેભાન થવા લાગી હતી. બે વિદ્યાર્થિનીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. બાકીની વિદ્યાર્થિનીઓ ખતરાની બહાર છે. જો કે હજુ પણ તમામની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ માહિતી નથી કે કેટલી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જયપુર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને જે પણ કારણ બહાર આવશે તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફને કારણે અહીં સાત વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓનેને શ્વાસ લેવામાં તકલીફ હતી અને સતત ઉધરસ આવી રહી હતી પરંતુ તેમને બીજી કોઈ સમસ્યા નહોતી. હાલ પોલીસ ગેસ લીક ​​થવાના કારણને લગતી માહિતી મેળવવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-

૧૬ ડિસેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક દષ્ટિએ સામાન્ય દિવસ. આવક જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થયની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આ‌ર્ધાત્કિ પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સાલહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી આ‌ર્થવૃતિ વધશે. બપોર પછી આવકમાં ધટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિ ના યોગ છે.

મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા, ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી,વી તેમજ કોન્ટોકટર ના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભ ના યોગ છે.

કર્કઃ

શારિરિક અને માનસિક તંદુરસ્તી ની કાળજી રાખવી જરૂરી, વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્ગવ રહે. આવકમાં વધારો શકય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ

રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા. હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયો થી દૂર રહેવું. મિત્રો થી લાભ મળે.

કન્યાઃ

કવિતા, સહિત્યમાં રસ વધે. વાણી દ્ગારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગ થી લાભ મળે માતા-પિતા ની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવા ની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ

વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતું જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શકય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ

જાણીતી વ્યકિત દ્ગારા વિશ્વાસ ધાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ, નસીબના સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા , ઉત્સાહી, વિષયી આનંદો હાજર જવાબી હોશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહયું છે. કાર્ય સફળતા થી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ

દિવસ દરમ્યાન તામસિકતા તથા આ‌ધાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનું બોલેલું જ સાચું અેવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશે પેદા થાય બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય અેવા પ્રયત્નો કરવા.

મીનઃ

મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફતી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર જંગમ મિલકતના રોકાણો થી લાભ. દેવું કરવાથી દૂર રહવું.

લોકસભામાં વડાપ્રધાન મોદીના સંબોધન, બંધારણ પર ચર્ચા….!

0

લોકસભાની કાર્યવાહી આજે (14 ડિસેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેઓ વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર પોતાના વિચારો રજૂ કરશે. પીએમ મોદીના સંબોધન પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાહુલે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર પછાત, દલિત અને યુવાનોનો અનાદર કરી રહી છે. એક દિવસ પહેલા શુક્રવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ કરી હતી. પ્રિયંકા ગાંધીએ વિપક્ષના આનો જવાબ આપ્યો. રાજનાથ સિંહે એક કલાકથી વધુ સમય સુધી ભાષણ આપ્યું હતું. આ પછી પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું. પ્રિયંકા ગાંધીનું સંસદમાં આ પ્રથમ ભાષણ હતું. પ્રિયંકા ગાંધીએ રાજનાથ સિંહના દરેક નિવેદનનો જવાબ આપ્યો.

લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડો. આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? તે બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે. આ વિચાર શિવથી લઈને ગુરુ નાનક, બસવનાથ, બુદ્ધ, મહાવીર, કબીર સુધીના દરેક વ્યક્તિ પાસેથી આવ્યો છે. એક લાંબી યાદી છે.’

સાવરકરને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર માટે સૌથી વધુ પૂજનીય છે અને જેના કારણે આપણા પ્રાચીન સમય આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયો છે. આજે મનુસ્મૃતિનો કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું, કે ‘અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.’

આ પણ વાંચો :-

ખેડૂતો 16 ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કરશે: સરવન સિંહ પંઢેરે

0

દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોની બેચને શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવી છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. ત્યારબાદ ખેડૂતો પરત જતા રહ્યા હતા.

આ દરમિયાન ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે 16 ડિસેમ્બરે પંજાબને છોડીને દેશના બાકીના ભાગોમાં ટ્રેક્ટર માર્ચ થશે. આ પછી પંજાબમાં 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ટ્રેનો સંપૂર્ણપણે જામ કરવામાં આવશે.

ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશભરના ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે, જો તેઓ આમ કરશે તો ટિયર ગેસ સહિતની આ તમામ બાબતો બંધ થઈ જશે અને અમને દિલ્હી જવાની મંજૂરી આપવામાં આવશે અને અમારી માંગણીઓ પૂરી કરવામાં આવશે. હરિયાણા પોલીસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. 100 લોકોનું પગપાળા ચાલવું દેશ માટે જોખમી કેવી રીતે હોઈ શકે?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દલ્લેવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ડિવિઝન બેંચે કહ્યું કે, ‘દલ્લેવાલને તાત્કાલિક તબીબી સંભાળ આપવી જોઈએ, પરંતુ તેમને ઉપવાસ તોડવા માટે દબાણ ન કરવું. દલ્લેવાલનું જીવન આંદોલન કરતાં વધુ મૂલ્યવાન છે. તેમનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.’

હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આજે ત્રીજી વખત ખેડૂતો દિલ્હી માર્ચની તૈયારીમાં છે. 101 ખેડૂતોનું એક જૂથ શંભુથી દિલ્હી તરફ કૂચ કરવા માટે આગળ વધશે, જ્યારે હરિયાણા સરહદ પર પોલીસ અને અર્ધલશ્કરી દળો બેરિકેડ સાથે તૈયાર છે. હરિયાણા પોલીસે ખેડૂતોના દિલ્હી તરફ કૂચ કરવાના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન છોડવામાં આવેલા ટીયર ગેસના શેલને કારણે ઘણા ખેડૂતો ઘાયલ થયા છે.

આ પણ વાંચો :-

લોકસભામાં રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર

0

લોકસભામાં સંવિધાનની 75મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન, શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુપી, અદાણી અને એકલવ્યના અંગૂઠા કાપવાના શાસનનો ઉલ્લેખ કર્યો. લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડો. આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? તે બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે.

લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “જ્યારે તમે બંધારણ બચાવવાની વાત કરો છો, ત્યારે તમે તમારા નેતા સાવરકરની મજાક ઉડાવો છો. જે રીતે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો હતો, તેવી જ રીતે તમે યુવાનોની મજાક ઉડાવો છો. ભારતના લોકોનો અંગૂઠો કાપી નાખે છે.”

સાવરકરને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર માટે સૌથી વધુ પૂજનીય છે અને જેના કારણે આપણા પ્રાચીન સમય આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયો છે. આજે મનુસ્મૃતિનો કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું, કે ‘અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.’

આ પણ વાંચો :-

લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

0

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણીને ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પૂર્વ નાયબ વડાપ્રધાનને બે દિવસ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં પણ તેને આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના તાજેતરના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. એલ. કે. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યનાં કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

લાલકૃષ્ણ અડવાણીએ 2002 થી 2004 સુધી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 1980 માં જનતા પાર્ટીના વિસર્જન પછી અડવાણીએ અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભાજપ પક્ષની સ્થાપના કરી. તેઓએ સાથે મળીને પક્ષની વિચારધારાને આકાર આપવામાં અને સમગ્ર ભારતમાં તેનો પ્રભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-

મેક્સિવિઝન આઈ હોસ્પિટલ ગુજરાતમાં 200 કરોડનું રોકાણ કરશે, જાણો ડૉ. GSK વેલુએ શું કહ્યું?

0

મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ, ભારતના અગ્રણી આઈ કેર નેટવર્ક્સમાંની એક છે અને ગુજરાતમાં મોટા વિસ્તરણ માટે તૈયારી કરી રહ્યું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં વ્યાપક વિસ્તાર સાથે ગ્રૂપનો ઉદ્દેશ્ય આગામી વર્ષમાં રાજ્યમાં મજબૂત સ્થિતિ સ્થાપિત કરવાની છે. મહત્વાકાંક્ષી યોજનામાં ₹200 કરોડના રોકાણ અને 25 હોસ્પિટલોની સ્થાપના સાથે આગામી વર્ષમાં 300 થી વધુ રોજગારીની તકો ઊભી કરાશે.

વર્ષ 2024માં, મેક્સિવિઝન આઈ હોસ્પિટલનું વિસ્તરણ સુરતમાં ડૉ. આર.કે. સચદેવ ની ભાગીદારીમાં થયું, જેઓ પ્રદેશના અગ્રણી નેત્ર ચિકિત્સક છે જેમની સુરતમાં બે હોસ્પિટલો છે અને વધુ બે યુનિટ શરૂ કરવા સાથે નવસારી અને ભરૂચમાં પણ યુનિટ શરૂ કરવાની યોજના ચાલી રહી છે. આ જૂથનો ઉદ્દેશ વડોદરા, હિંમતનગર અને મહેસાણાના અગ્રણી પ્રેક્ટિશનરો સાથે સહયોગ કરવાનો પણ છે.

આ પ્રસંગે બોલતા, મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલના ચેરમેન ડો. જીએસકે વેલુએ જણાવ્યું હતું કે, “અમને ગુજરાત પર પુષ્કળ વિશ્વાસ છે, જે રાજ્યમાં ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ જેવા મારા અન્ય સાહસોની સફળતા દ્વારા દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં અમારો પ્રવેશ સૌરાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત ભાગીદારીથી શરૂ થયો હતો, જે ચારથી છ હોસ્પિટલો તરફ આગળ વધશે, અને તેવી જ રીતે, સુરતમાં, અમે ડૉ. આર.કે.સચદેવની મજબૂત પ્રતિષ્ઠા સાથે આગળ વધી રહ્યાં છીએ. અમારું વિઝન ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં 25 હોસ્પિટલોનું નેટવર્ક સ્થાપવાનું છે, જેમાં સફળ ભાગીદારી મોડલ અને અમદાવાદ જેવા મહત્વના શહેરોમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સનો લાભ લઈ શકાય.”

મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલના ગ્રૂપ સીઇઓ શ્રી સુધીરે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમારું વ્યવસાયિક રીતે સંચાલિત નેટવર્ક ડૉ. સપોવાડિયા અને ડૉ. સચદેવ જેવા અમારા ક્લિનિકલ લિડર્સની કુશળતાને કારણે વિકાસ પામ્યું છે. યોગ્ય સારવાર પદ્ધતિ, વ્યાજબી દરે સારવાર અને વ્યક્તિગત સંભાળ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાએ અમને ચાર શહેરોમાં આઠ હોસ્પિટલો વિકસાવવામાં મદદ કરી છે. ગુજરાતની અમારી તમામ હોસ્પિટલોમાં SMILE 800, Contura, રોબોટિક મોતિયાની શસ્ત્રક્રિયા અને નિદાન સહિતની અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરાય છે. અમારી પાસે ડાયાબિટીક રેટિના ક્લિનિક્સ, પિડિયાટ્રિક ક્લિનિક્સ, માયોપિયા ક્લિનિક્સ, ઓક્યુલોપ્લાસ્ટી અને આઈ બેંક સેવાઓ સહિતની વિશેષ સેવાઓ પણ છે. આ સેવાએને કારણે મેક્સિવિઝન ગુજરાતમાં આઈ કેરમાં પસંદગીને પાત્ર બન્યું છે.

આ પણ વાંચો :-