Home Blog Page 569

રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત

0

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી લેફ્ટિનેન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યા કરી દેવામાં આવી છે. રશિયન તપાસ સમિતિએ જણાવ્યું હતું કે મંગળવારે મોસ્કોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છુપાયેલા બોમ્બથી તેમનું મોત નીપજ્યું હતું. આ બ્લાસ્ટ ક્રેમલિનની નજીક થયો હતો. રોયટર્સના રિપોર્ટ અનુસાર ઇગોર કિરિલોવ રશિયાના ન્યૂક્લિયર ચીફ હતા.

બ્રિટને ઓક્ટોબરમાં ઈગોર કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. બ્રિટને આરોપ લગાવ્યો હતો કે,ઈગોર કિરિલોવે યુક્રેનમાં રાસાયણિક હથિયારના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર કર્યો હતો. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ઈગોર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર હતા.’

રશિયન તપાસ સમિતિના અહેવાલમાં ઇગોર કિરિલોવની હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. જ્યાં આ કેસ સામે આવ્યો છે તે સ્થળ રિયાઝાન્સ્કી પ્રોસ્પેક્ટ તરીકે ઓળખાતો રસ્તો છે, જે ક્રેમલિનથી લગભગ 7 કિલોમીટર (4.35 માઇલ) દક્ષિણપૂર્વમાં શરૂ થાય છે. જણાવવામાં આવ્યું છે કે ઇગોર કિરિલોવની સાથે તેમના સહાયકનું પણ મોત થયું છે.

આ મામલાની તપાસ કરી રહેલી રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે આ બોમ્બને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવનું મોત થયું હતું. તેઓ રશિયાના પરમાણુ, જૈવિક અને રાસાયણિક સુરક્ષા દળોના વડાના પદ પર તૈનાત હતા. આ ઘટના એક બિલ્ડિંગની બહાર થઇ હતી.

તપાસ એજન્સી હવે આ કેસની તપાસ કરી રહી છે અને જુદા જુદા સ્થળોએથી સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ વિસ્ફોટ ખૂબ જ જોરદાર હોવાની માહિતી મળી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં જોરદાર અવાજ સંભળાયો હતો.

આ પણ વાંચો :-

આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે: જાણો હવામાન વિભાગે કહ્યું ?

0

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત ઉપર ફરી વળ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે અને જનજીવન ઉપર અસર પડી રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો સરેરાશ 10 ડિગ્રીની સારપાસ નોંધાઈ રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન ઉચકાઈને 7.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આમ છતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.

હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે દાસના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર માટે મહત્ત્વનો છે. ત્યાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી. જોકે, આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પહેલીવાર રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ નોંધાય તેવી શક્યતા છે. જેમાં 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે. ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. બંગાળનાં ઉપસાગરમાંથી આવતા ભેજનાં લીધે રાજ્યમાં ઝાપટા પડી શકે છે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે.

ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. મધ્ય ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 15 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વિસ્તારમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપનાં લીધે વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક

0

ગુજરાતમાં ડુંગળીના ભાવ ઘટવાના સંકેત મળી રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક થતાં વાહનોની લાઇનો પણ લાગી છે. જેના પગલે નવી આવક માટે કામચલાઉ રોક લગાવામાં આવી છે.

માત્ર એક જ દિવસમાં એકીસાથે 15,000 થી વધુ રેકોર્ડબ્રેક ડુંગળીની ગુણીની આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે, અને નવી આવક માટે રોક લગાવવામાં આવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા છે, અને પોતાની જુદી જુદી જણસોને વેચાણ અર્થે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે.

મગફળી અને કપાસની નવી આવક થયા બાદ હવે આ વખતે ડુંગળીનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો 225થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા, અને લાંબી કતાર લગાવી હતી.

આ પણ વાંચો :-

લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન બિલ રજૂ, જાણો સમગ્ર બાબત ?

0

વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલ મંગળવારે એટલે કે આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ તેને ગૃહમાં રજૂ કરશે. આ બંધારણનું 129મું બિલ છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની ભલામણ કરશે.

હવે બિલ વિશે વિગતવાર વાત કરીએ તો, કેન્દ્ર સરકારનું ધ્યાન દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવા પર છે. અર્જુન રામ મેંઘવાલ લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરશે. બંધારણ સુધારા બિલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની જોગવાઈ છે. બીજો દિલ્હી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓ માટે સમાન સુધારા કરવાનો છે.

ભારતનું બંધારણ તેના દરેક નાગરિકને દેશની સરકાર ચૂંટવાનો અધિકાર આપે છે. ભારત એક ડેમોક્રેટિક દેશ છે અને તેમાં અલગ અલગ ચુંટણીના માળખા પ્રવર્તમાન છે. આઝાદી પછી ભારતમાં અત્યાર સુધીમાં કુલ 400 લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાઇ છે જેમાં ભારતના ઇલેક્શન કમિશનની પારદર્શકતા અને સૈદ્ધાંતિક્તા દેખાય છે. તેમ છતાં ઘણીવાર હજુ વધારે સક્ષમ અને પારદર્શક અને વધુ સારી રીતે કાર્ય થઈ શકે તેવી ચૂંટણી પ્રક્રિયા પર અને માંગ ઊભી થઈ છે ત્યારે વન નેશન વન ઇલેક્શનનો કાયદો ચૂંટણી” ની વિભાવનાને પુનર્જીવિત કરીને ચર્ચાઓને વેગ આપ્યો છે.આ વિચાર, જેને એકસાથે ચૂંટણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના ચૂંટણી ચક્રને સમન્વયિત કરવાની રજૂઆત કરે છે.

સૌથી પહેલા વન નેશન વન ઈલેક્શન બિલ પર ચર્ચા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવશે. સંયુક્ત સંસદીય સમિતિની રચના વિવિધ રાજકીય પક્ષોના સાંસદોની સંખ્યાના આધારે કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે સૌથી મોટી પાર્ટી છે, તેથી માનવામાં આવે છે કે તે સમિતિની અધ્યક્ષતા પણ કરશે. જેપીસી તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય લેશે અને ગહન ચર્ચા પણ કરશે. આ વિધેયક પર બને તેટલા પક્ષકારો વચ્ચે સર્વસંમતિ સાધવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ફરજ પરથી ઘરે જતાં સુરતના પોલીસ કોન્સ્ટેબલનું રોડ અકસ્માતમાં મોત

સુરતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતાં પોલીસ પણ બની રહ્યાં હોવાનું સામે આવ્યું છે. સચિન ઓવર બ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે સોમવાર તારીખ 16 /12/ 2024 ના રોજ રાત્રે 8:00 વાગ્યે નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા તે દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી.

મૃતક પોલીસ કોન્સ્ટેબલના કાકા કસ્તુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારો ભત્રીજો સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. ગઈકાલે તે પોતાની ફરજ પૂરી કરી પોતાના ઘરે સુરત જિલ્લાના મહુવા ગામમાં જ્યાં રહેતા હતા ત્યાં પરત આવ્યો હતો. આ દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. મારા ભત્રીજાની બાઈકને પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.

આ પણ વાંચો :-

શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, સેન્સેકસમાં 500 પોઇન્ટ અને નિફ્ટી પણ તૂટ્યો

0

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ખુલતાની સાથે જ કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટ અને નિફ્ટી 160 પોઇન્ટ તૂટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81748 સામે ઘટીને આજે 81511 ખુલ્યો હતો. રિલાયન્સ, ભારતી એરટેલ જેવા બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81220 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24668 સામે આજે 24584 ખુલ્યો. સેન્સેક્સ જેમ નિફ્ટી ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 160 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 380 પોઇન્ટ ડાઉન હતો.

મહત્વનું છે કે વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. રૂપિયાના અવમૂલ્યન અને ચીનના નબળા આર્થિક ડેટા વચ્ચે મેટલ અને આઈટી શેરોમાં વેચવાલીના દબાણને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો.

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 384.55 પોઈન્ટના ઘટાડા સાથે 81,748.57 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.05 પોઈન્ટ ઘટીને 24,668.25 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારના નિષ્ણાતોના મતે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આ સપ્તાહે પોલિસી રેટ અંગે નિર્ણય કરશે. આને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું જેના કારણે વૈશ્વિક બજાર નરમ રહ્યું હતું.

આ પણ વાંચો :-

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત

0

ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વહેલી સવારે મોટા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. અહીં ત્રાપજ પાસે હાઈવે પર ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

સંભલ હિંસામાં એક પણ દોષીનહીં બચેઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

0

ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે સંભલ હિંસા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિરોધીઓને આડે હાથ લીધા હતા. કહ્યું કે, સંભલમાં 1947થી અત્યાર સુધીમાં 209 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જેઓ આજે સંભલમાં માર્યા ગયેલા લોકો માટે મગરના આંસુ વહાવી રહ્યા છે, તેઓએ આ હિંદુઓ માટે ક્યારેય એક શબ્દ બોલ્યો નથી. તેમણે કહ્યું કે સંભલ હિંસામાં સામેલ એક પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. આ દરમિયાન મુખ્યમંત્રીએ સંભલમાં અત્યાર સુધી થયેલા રમખાણોનો આખો ઈતિહાસ યાદ કરાવ્યો.

CMએ 1978ના રમખાણોની સ્થિતિ સમજાવી તેમણે કહ્યું, “1978માં સંભલમાં જે રમખાણો થયા હતા. ત્યાં કેવી સ્થિતિ હતી. એક વૈશ્ય જેણે દરેકને પૈસા ઉછીના આપ્યા હતા. નજીકના વિસ્તારોમાંથી હિંદુઓ તેના ઘરે ભેગા થતા હતા, એકઠા થયા પછી તેને ઘેરી લેવામાં આવશે. જ્યારે તેઓએ પૂછ્યું, તોફાનીઓએ પૈસા માંગ્યા અને પછી તેમના પગ કાપી નાખ્યા. આ લોકો સંવાદિતાની વાત કરે છે.”

સીએમ યોગીએ વિધાનસભામાં કહ્યું, “સંભલમાં રમખાણોનો ઈતિહાસ 1947થી શરૂ થાય છે. 1948માં છ લોકો માર્યા ગયા હતા. 1958માં ફરી રમખાણો થયા હતા. 1962, 1976માં ત્યાં 5 લોકોના મોત થયા હતા. 1978માં 184 હિંદુઓને સામૂહિક સળગાવી દેવામાં આવ્યા હતા અને ત્યાં 184 હિંદુઓ પણ માર્યા ગયા. તમે આ સત્યને સ્વીકારશો નહીં અને ત્યાં સતત કેટલાક મહિનાઓ સુધી કર્ફ્યુ હતો. 1980માં વધુ એક રમખાણ થયું જેમાં એકનું મોત થયું, 1982માં હુલ્લડ થયું જેમાં એકનું મોત થયું, 1986માં ચાર લોકો માર્યા ગયા. “1990, 1992 માં પાંચ, 1996 માં બે, લગાતાર આ સિલસિલો ચાલુ રહ્યો.”

બાબરનામા જરૂર વાંચવું જોઈએ. મોહરમનું જુલૂસ કે કોઈ પણ મુસ્લિમ સમાજનું જુલૂસ હિન્દુ વિસ્તારમાંથી શાંતિથી નીકળે છે, પણ જ્યારે હિન્દુઓનું કોઈ જુલૂસ કોઈ મસ્જિદ પાસેથી નીકળે છે તો રમખાણો કેમ થઈ જાય છે. બહરાઇચમાં તોફાનો રસ્તા પર નહોતા થતા, ગોળી ઘરની અંદરથી ચલાવવામાં આવી હતી. પોલીસ ઘરમાં ઘૂસે છે તો આરોપ અલગ લગાવવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો :-

ગુજરાત પોલીસની નવી એપ્લીકેશન “E Sakshya” લોન્ચ, જાણો સમગ્ર માહિતી ?

0

નવા ફોજદારી કાયદા હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)માં ટેક્નોલોજી અને તેના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ (એફઆઈઆર)થી લઈને વિચારણા, ટ્રાયલ સુધી તમામ ચરણોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાકીય પ્રક્રિયા અને તપાસમાં પારદર્શિતાના મામલે મહત્ત્વપૂર્ણ અને મોટો બદલાવ છે. આ ક્રમમાં ભારત સરકારે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.

હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અધઇકારીઓને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે.

ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન દ્વારા તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઈ-સાક્ષ્ય એપમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે.

આ પણ વાંચો :-

પાટણની HNG યુનિવર્સિટીમાં MLA કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

0

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી બોયસ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહીતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહીત NSUIના સભ્યો HNG યુનિવર્સિટીમાં ભૂખ હરતાલ પાર ઉતાર્યા હતા.

HNGUમાં MLA કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. HNGUના દરવાજા બંધ કરી દેતા, MLAએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે સમર્થકોને અટકાવતા ધારાસભ્યએ દાદાગીરી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીનો કોલર પકડીને MLA કિરીટ પટેલ અપશબ્દો બોલ્યા હોવાનું પોલીસે કહ્યું છે. દાદાગીરી બાદ લાજવાને બદલે ગાજ્યા ધારાસભ્ય. પોલીસે દાદાગીરી કરી એટલે અમે દાદાગીરી કરી તેમ MLA કિરીટ પટેલે જણાવ્યું હતું.

ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે વર્ષોથી કુલપતિઓની મહેનતથી HNG યુનિવર્સિટી વિશ્વ લેવલે નામે લેવલે નામ ધરાવતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી ભાજપના શાસનમાં માત્ર ભષ્ટાચારી કુલપતિઓની નિમણુક થાય છે. આગાઉ કુલપતિ જે. જે. વેરાની પણ રાજ્ય સરકારની ચીફ સેક્રેટરીની કમિટી ગેરરીતિ સાબિત થઇ છે. આ ઉપરાંત ઉત્તરવહીનું કૌભાંડ હોય કે કોઈપણ કૌભાંડ હોય આ લોકોની કારગીરી ચાલે છે. જેના લીધે વિદ્યાર્થીઓમાં ભય છે.

8 ડિસેમ્બરને રવિવારે રાત્રે HNG યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા બાસ્કેટ બોલના ખેલાડીઓની દારૂની મહેફિલ માણી હતી. ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતાં દાદાગીરી કરી તેમને રૂમમાં પુરી ભગવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવા જતાં રેક્ટર ઉપર મર્સીડીઝ બેન્ઝ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતાં ગાડી ઉભી રાખતાં આણંદના ત્રણ ખેલાડીને પકડી પોલીસે જાણ કરતાં પોલીસે સ્થળ પર આવી ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા .

આ પણ વાંચો :-