Home Blog Page 553

સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં બનાવી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ ડોનાલ્ડ ટ્રમ્પ લેવાના છે. ત્યારે સુરતના રત્નકલાકારો દ્વારા તેમની એક અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ બનાવાઈ છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે.

સુરત શહેર હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતું છે. ત્યારે સુરત શહેરમાં સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ સ્મિત પટેલ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે. 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.

સુરતના પાંચ અનુભવી રત્નકલાકારો દ્વારા આ હીરા પર કામ કરવામાં આવ્યું છે. રો મટીરિયલ બનાવવામાં 40 દિવસ લાગ્યા હતા, જ્યારે ગ્રોઇંગ અને પ્રોસેસિંગની તમામ પ્રક્રિયા 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી.ડી કલરમાં આ ડાયમંડ છે, જે તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.

નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાઈમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.

આ પણ વાંચો :-

શાહની માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે, રાહુલ ગાંધીને રાહત

0

સુપ્રીમ કોર્ટે સોમવારે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને બીજેપી નેતાને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે.

2019ની લોકસભા ચૂંટણી પહેલા ઝારખંડના ચાઈબાસામાં એક ભાષણ દરમિયાન ગાંધીએ શાહને ખૂની કહ્યા હતા. આ પછી બીજેપી કાર્યકર નવીન ઝાએ 2019માં અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

સુનાવણી દરમિયાન રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ઘણા ન્યાયિક નિર્ણયોમાં કહેવામાં આવ્યું છે કે માત્ર પીડિત વ્યક્તિ જ ફોજદારી માનહાનિની ​​ફરિયાદ દાખલ કરી શકે છે. ત્રીજા પક્ષ વતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. માનહાનિના કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી.

2018માં પણ ચાઈબાસામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં રાહુલે કહ્યું હતું કે, ‘ભાજપમાં કોઈપણ ખૂની રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. તે સમયે શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. રાહુલના આ નિવેદન બાદ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રતાપ કટિયારે ચાઈબાસાની સીજેએમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

ત્યારબાદ મેજિસ્ટ્રેટે 28 નવેમ્બર 2018ના રોજ એક નવો આદેશ પસાર કર્યો અને તારણ કાઢ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 500 હેઠળ ગાંધી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે. પરિણામે મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને હાજર થવા માટે સમન્સ જારી કર્યું. ત્યારબાદ ગાંધીએ રાંચી જ્યુડિશિયલ કમિશનરના 15 સપ્ટેમ્બર 2018ના આદેશને પડકારતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સિંગલ જજ જસ્ટિસ અંબુજ નાથે જાણવા મળ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ જૂઠા છે જેઓ સત્તાના નશામાં છે અને ભાજપના કાર્યકરો હત્યાના આરોપી વ્યક્તિને પોતાના અધ્યક્ષ તરીકે સ્વીકારશે. હાઈકોર્ટે કહ્યું કે, ગાંધીના આ નિવેદનો ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 હેઠળ પ્રથમદ્રષ્ટિએ અપમાનજનક છે. પ્રથમ દૃષ્ટિએ રાહુલ ગાંધીના નિવેદન પરથી એવું લાગે છે કે, ભાજપનું નેતૃત્વ સત્તાના નશામાં છે અને તેમાં છેતરપિંડી કરનારા લોકો સામેલ છે.

આ પણ વાંચો :-

કોલકાતા રેપ મર્ડર કેસમાં સંજય રોયને કોર્ટે ફટકારી આજીવન કેદ

0

કોલકાતા રેપ મર્ડર કેસમાં સંજય રોયને આજે સજા સંભળાવી હતી. કોર્ટ આરોપીને આજીવન કેદની સજાનું એલાન કર્યું હતું. સિયાલદહ કોર્ટે શનિવારે સંજયને દોષિત જાહેર કર્યો હતો. સીબીઆઈએ ગુનેગારને ફાંસી આપવાની માંગ કરી છે. સંસજા અંગેની ચર્ચા દરમિયાન સીબીઆઈ ગુનેગારને કડકમાં કડક સજાની માંગ કરી હતી.

કોલકાતા રેપ મર્ડર કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે. સિયાલદહ કોર્ટમાં સજા પરની ચર્ચા દરમિયાન CBI ગુનેગારને ફાંસી અપાવવાનો પ્રયાસ કરશે. આરજી કર હોસ્પિટલમાં આ ઘટનાના લગભગ 162 દિવસ બાદ કોર્ટે શનિવારે પોતાનો ચુકાદો આપ્યો અને સંજય રોયને દોષિત જાહેર કર્યો

સજા સંભાળતા પહેલાં જજે સંજયને પૂછ્યું હતું કે, ‘તારા ઉપર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે. સંભવિત સજા વિશે શું કહેશો?’ જેના પર સંજયે કહ્યું હતું કે, ‘મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રૂદ્રાક્ષની માળા પહેરુ છું. જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઈમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત. મને બોલવા જ દીધો નથી. અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરાવી લેવામાં આવ્યા છે.’

કોલકાતા કાંડને લઈને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે અમે તપાસમાં સહયોગ આપ્યો છે. અમે ન્યાયની માગ કરી હતી, પરંતુ ન્યાયાલયે પોતાનું કામ કરવાનું હતું, તેથી આમાં એટલો સમય લાગ્યો. અમે હંમેશા ઈચ્છતા હતા કે પીડિતાને ન્યાય મળે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડમાં UCC નિયમાવલીને મંજૂરી

0

ઉત્તરાખંડ સરકારે યૂસીસી લાગૂ કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. જે અંતર્ગત હાલમાં જ યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા માટે તૈયાર કરવામાં આવેલી નિયમાવલીમાં આંશિક સંશોધન કર્યા બાદ સોમવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં તેના પર મહોર લગાવી દીધી છે. ત્યારે આવા સમયે હવે ઉત્તરાખંડ રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાનો મોર્ગ મોકળો થઈ ગયો છે. તેથી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ઉત્તરાખંડ રાજ્યમાં યૂસીસી લાગૂ થઈ શકે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી ‘યુનિફોર્મ સિવિલ કોડ’ એટલે કે UCC લાગૂ કરવામાં આવશે. આ માટેની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જો આવું થશે, તો ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ ‘સમાન નાગરિક સંહિતા’ લાગૂ કરનાર રાજ્ય બની જશે.

વાસ્તવમાં, સમાન નાગરિક સંહિતા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા ક્ષેત્રોને આવરી લે છે. UCC એ બધા લોકો માટે સમાન કાયદો છે, પછી ભલે તેમનો ધર્મ, જાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય. 2015માં સુપ્રીમ કોર્ટમાં UCCના અમલીકરણ માટે પહેલી વાર અરજી દાખલ કરનાર વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે તેમનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. UCCના અમલીકરણ સાથે કયા નિયમ કાયદા બદલાશે અને કોને કયા અધિકારો મળશે તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે.

રાજ્ય ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધામી મંત્રીમંડળની બેઠક, સોમવારે સચિવાલયમાં શરુ થઈ હતી. મંત્રીમંડળ તરફથી આ બેઠકમાં મહત્ત્વના બિંદુ યુનિફોર્મ સિવિલ કોડ નિયમાવલીને મંજૂરી આપી હતી. અડધા કલાક સુધી ચાલેલી આ બેઠક દરમ્યાન મંત્રી મંડળે યૂનિફોર્મ સિવિલ કોડની નિયમાવલીને મંજૂરી આપી હતી. ત્યારે હવે સંભાવના એવી છે કે ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીના રોજ યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરી દેશે.

આ પણ વાંચો :-

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

અમેરિકામાં ઇતિહાસ રચવા માટે હવે વધુ સમય બાકી નથી. આખી દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યાભિષેક પર છે. આ વખતે, ઘણી બધી એવી ઘટનાઓ બની રહી છે જે દાયકાઓમાં ક્યારેય બની ન હતી. આ વખતેની જેમ અમેરિકન રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર એટલે કે ઘરની અંદર થઈ રહયો છે. આનું કારણ કોઈ દુશ્મનના હુમલાનો ડર નથી, પરંતુ અહીં ભારે ઠંડી અને હિમવર્ષા છે. આમ છતાં, તેમના સમર્થકો વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે.

ટ્રમ્પ સમર્થકો ફટાકડા ફોડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં પણ અમે તેમના માટે વાતાવરણ બનાવી રહયા છીએ. તમને જણાવી દઈએ કે યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહ સોમવારે ભારતીય સમય મુજબ રાત્રે ૧૦.૩૦ વાગ્યે થશે. પહેલી વાર, વિદેશી મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આ વખતે ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ માટે ટેક્નોલોજી જગતના અનેક દિગ્ગજ લોકોને આમંત્રિત કર્યા છે. આ યાદીમાં એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગનો સમાવેશ થાય છે. આ સિવાય TikTok ચીફ શો ચીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ બિડેન, તેમના પત્ની બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા પણ તેમની પત્નીઓ સાથે હાજરી આપશે. ટ્રમ્પના શપથ ગ્રહણમાં કમલા હેરિસ પણ હાજર રહેવાના છે.

  • 3.30 PM: ​​ઉપસ્થિત લોકો માટે નેશનલ મોલ પર સુરક્ષા સ્ક્રિનિંગ શરૂ થશે.
  • 8:00 a.m.: કેપિટોલના વેસ્ટ લૉન પર લાઇવ પર્ફોર્મન્સ થશે, જેમાં કેરી અંડરવુડ અમેરિકા ધ બ્યુટીફુલ ગાશે.
  • ચૂંટાયેલા પ્રમુખ અને તેમનો પરિવાર વ્હાઇટ હાઉસ નજીક જોન્સ એપિસ્કોપલ ચર્ચમાં સેવાઓમાં હાજરી આપશે. વ્હાઇટ હાઉસમાં
  • બિડેન અને ટ્રમ્પ પરિવારો માટે ચાનું આયોજન કરવામાં આવશે. આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા માઇક પેન્સ શપથ ગ્રહણ સમારોહ માટે યુએસ કેપિટોલ બિલ્ડીંગ જશે.
  • 10.30 am: મુખ્ય ન્યાયાધીશ ટ્રમ્પને સત્તાવાર રીતે શપથ લેશે. શપથ બાદ ટ્રમ્પ એક ભાષણ આપશે, જેમાં તેઓ જણાવશે કે આગામી ચાર વર્ષ દરમિયાન તેઓ કેવા પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે.
  • રાષ્ટ્રપતિની પરેડ પછી પેન્સિલવેનિયા એવન્યુ થઈને વ્હાઇટ હાઉસ તરફ આગળ વધશે, જેમાં લશ્કરી રેજિમેન્ટ્સ, માર્ચિંગ બેન્ડ્સ અને ફ્લોટ્સનો સમાવેશ થશે.

વિદેશી નેતાઓની વાત કરીએ તો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, હંગેરીના વિક્ટર ઓર્બન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી શપથ ગ્રહણમાં જોવા મળશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમના આગમનને લઈને હજુ પણ સસ્પેન્સ છે. એસ જયશંકર ભારતમાંથી પ્રતિનિધિ તરીકે પોતાની હાજરી નોંધાવવા જઈ રહ્યા છે. અબજોપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રમ્પ સાથેની તેમની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ પણ વાંચો :-

રાજસ્થાનમાં 10 દિવસમાં 400થી વધુ સ્કૂલોને લાગ્યાં તાળાં, જાણો આ છે કારણ ?

0

રાજસ્થાનમાં પ્રાઇમરી સ્કૂલો પછી હવે 160 સેકેન્ડરી સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભજનલાલ સરકારે છેલ્લા 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દીધી છે. માધ્યમિક શિક્ષણ નિયામક આશિષ મોદીએ રાજ્યભરમાં 260 સરકારી શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે. જોકે અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવામાં નથી આવી. આ બંધ થનારી તમામ શાળા હિન્દી માધ્યમની છે.

આ શાળાઓમાંથી બિકાનેરમાં ભાજપ ધારાસભ્ય અંશુમન સિંહ ભાટીના ઘર પાસે સ્થિત એક કન્યા શાળાને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ શાળા એક જ પરિસરમાં બે શાળાનું સંચાલન કરી રહી હતી, જેને બંધ કરીને કુમાર શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. કારણ કે, આ શાળામાં આશરે 300 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી.

આ બંધ કરવામાં આવેલી 260 શાળામાંથી 14 શાળાની સિનિયર સેકન્ડરી સ્કૂલ પણ છે. આ શાળામાં બાળકોનું નામાંકન પણ એકદમ ઓછું હતું, જેથી આ શાળાઓને બંધ કરી નજીકની બીજી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. જેમાં જયપુર, અજમેર, પાલી, બ્યાવર, બીકાનેર, હનુમાનગઢ, ઉદયપુર અને જોધપુરની સ્કૂલનો સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રાઇમરી શિક્ષણના નવ સ્કૂલોઓને તેની નજીકની હાયર સેકન્ડરી સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવી છે.

શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે કોંગ્રેસ સરકારે સમજ્યાવિચાર્યા વિના ચૂંટણી જીતવા માટે શાળાઓ ખોલી દીધી છે, જ્યાં ન તો બાળકો છે અને ન તો શિક્ષકો છે. આવી સ્કૂલોમાં બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું હતું. બાળકોના સારા ભણતર માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અમુક શાળાઓની બીજી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. એક જ પ્રાંગણમાં ત્રણ-ત્રણ શાળા સંચાલિત થઈ રહી હતી, એવામાં ત્રણ શાળાને મર્જ કરીને એક બનાવી દેવાામાં આવી છે. જેથી, બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને ત્યાં શિક્ષક પણ હાજર હોય.

આ પણ વાંચો :-

પાકિસ્તાને સ્વદેશી સેટેલાઈટ લોન્ચ કર્યું તો લોકોએ મજાક ઉડાવી, પાણીની ટાંકી સાથે તુલના

0

પાકિસ્તાને શુક્રવારે ચીનના જિઉક્વાન લોન્ચ સેન્ટરથી પોતાનું પ્રથમ સ્થાનિકરીતે નિર્મિત ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઈટ લોન્ચ કર્યું છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જો કે જેવી તેમણે પોસ્ટ કરી તો લોકોએ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. ખાસ કરીને આ સેટેલાઈટની ડિઝાઈનના કારણે પાકિસ્તાનને નીચે જોવા જેવું થયું છે. લોકોએ તેની તુલના પાણીની ટાંકી સાથે કરી દીધી.

પાકિસ્તાની વડાપ્રધાન શહબાજ શરીફે પાકિસ્તાનની ઉપલબ્ધિના વખાણ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સેટેલાઇટની તસ્વીરો પોસ્ટ કરી. ત્યાર બાદ યુઝરે મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર યુઝર પાકિસ્તાની સેટેલાઇટની સાથે પાણીના ટેંકરની તસ્વીરો શેર કરતા બંન્નેએ સમાનતા ગણાવી રહ્યા છે.

સેટેલાઇટની તસ્વીર શેર કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે તેને દેશ માટે ગર્વની પળ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને ચીનના જિઉક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી પોતાના પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઉપગ્રહને ગર્વથી લોન્ચ કર્યો છે. ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે પણ એક પોસ્ટમાં શુભકામના પાઠવી અને લોન્ચને મહત્વપુર્ણ ઉપલબ્ધિ અને અંતરિક્ષ વિજ્ઞાનમાં પાકિસ્તાનની વધતી ક્ષમતાઓનું પ્રમાણ ગણાવ્યું.

આ પણ વાંચો :-

ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત

ટીવી સીરિયલ ‘ધરતીપુત્ર નંદિની’ ફેમ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. શૂટિંગ પૂરું કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી. તે હાઈવે પર પક્યો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની લગભગ 25-30 મિનિટમાં જ તેનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે અમન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર તેની બાઈક પર ઓડિશન આપવા જઈ રહ્યો હતો અને આ દરમિયાન તેની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ, અમનને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઉલ્લેખનીય છે કે અકસ્માતના 30 મિનિટ એટલે કે અડધા કલાક બાદ અમનનું મૃત્યુ થયું હતું.

અમન જાયસ્વાલ વિશે વાત કરીએ તો, અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. અમન ‘ધરતીપુત્ર નંદિની’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય અમન સોની ટીવીના શો ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’માં પણ યશવંત રાવની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. આ શો જાન્યુઆરી 2021 માં શરૂ થયો હતો અને ઓક્ટોબર 2023 માં સમાપ્ત થયો હતો. અમાને પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે રવિ દુબે અને સરગુન મહેતાના શો ‘ઉદારિયાં’નો પણ ભાગ હતો.

આ પણ વાંચો :-

દીપિકા પટેલ આપઘાત કેસમાં મોટો ખુલાસો, મોબાઇલમાંથી દીપિકા-ચિરાગના હજારો ફોટા મળ્યા

0

સુરતના અલથાન વિસ્તારમાં મહિલા મોરચાના મંત્રી દીપિકા પટેલના આપઘાત મામલે FSLમાં મોકલેલા મોબાઈલનો રિપોર્ટ આવતાની સાથે મોટો ઘટસ્ફોટ થયો છે. ખાસ કરીને ચિરાગ નામના નગરસેવકનું જે રીતે તેની સાથે નામ જોડાયેલું હતું તેના હજારોની સંખ્યામાં ફોટા મળી આવતા હવે નવો વિવાદ ઊભો થયો છે.

સુરતના અલથાન વિસ્તારમાં ભીમરાડ ગામ ખાતે રહેતી અને ભાજપની મહિલા મોરચાની પ્રમુખ દીપિકા પટેલે થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. આ સમગ્ર મામલાને લઈને હાહાકાર મચી જવા પામ્યો હતો. કારણ કે આ મહિલા સાથે રહેનારો નગરસેવક ચિરાગનું નામ સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. આ કેસને સુરતની અલથાણ પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી.

સૌપ્રથમ ચિરાગના નિવેદન બાદ ચિરાગના ફોન સાથે મૃતક દીપિકાનો ફોન FSLમાં મોકલવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આવી જતા પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો સંખ્યામાં ફોટા મળી આવ્યા છે. જેને લઈને હવે પોલીસની તપાસ અલગ જ દિશામાં જઈ રહી છે. જોકે ચિરાગ આ સમગ્ર ઘટનામાં દીપિકાને પોતાની બહેન બતાવતો હતો. આવામાં અલથાણ પોલીસ રિપોર્ટને આધારે વધુ તપાસ કરશે.

આપઘાત પછી કોર્પોરેટર ચિરાગ સોલંકી જવાબદાર છે કે નહીં તે હજુ સુધી પોલીસે પણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ફોટા અને કોલ ડેટાના આધારે દિપીકા સૌથી વધુ ચિરાગ સાથે જોડાયેલી હોવાના સજજડ પુરાવા પોલીસને મળ્યા છે. પરંતુ આપઘાત કેસમાં પરિવારના કોઈ સભ્ય દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવે તો જ ફરિયાદ થઈ શકે તેમ હોવાથી આ કેસમાં દોઢ મહિના પછી પણ પોલીસ ફરિયાદ થઈ નથી. સમાજના સભ્યો દ્વારા પણ દિપીકાના પરિવારને ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા હતા.

આ પણ વાંચો :-

કેજરીવાલની વધુ એક મોટી જાહેરાત, દિલ્હીમાં ભાડૂઆતોને મળશે મફત વીજળી-પાણી

0

દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે હવે દિલ્હીમાં ભાડૂતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે એવી સ્કીમ લાવશું જેના દ્વારા ભાડૂતોને પણ મફત વીજળી અને પાણી મળશે. કેજરીવાલે કહ્યું કે આ યોજનાથી પૂર્વાંચલીના લોકોને ઘણો ફાયદો થશે.

 

અરવિંદ કેજરીવાલે કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું ત્યાં ભાડૂતો મને ઘેરી લે છે અને કહે છે કે તમે સારી શાળાઓ બનાવી છે, અમને તેનો લાભ મળી રહ્યો છે. તમને તમારી મફત બસ સેવાનો લાભ મળી રહ્યો છે પરંતુ તમને વીજળી અને પાણીનો લાભ નથી મળી રહ્યો. દિલ્હીના લોકોને 200 યુનિટ સુધીની મફત વીજળી અને 400 યુનિટ સુધીની અડધી વીજળીનો લાભ મળે છે. જ્યારે 20,000 લીટર પાણી મફત છે. પરંતુ દુર્ભાગ્યે ભાડૂતોને તે મળતું નથી. આવી સ્થિતિમાં હું જાહેરાત કરું છું કે જો સરકાર બનશે તો ભાડૂતોને પણ આ મફતમાં મળશે.

AAP લીડર કેજરીવાલે કહ્યું કે, મોટાભાગના ભાડૂઆતો બિહાર અને પૂર્વી યુપીથી આવે છે. તેઓ દિલ્હીમાં ગરીબીમાં રહે છે. એક બિલ્ડિંગમાં 100 લોકો રહે છે. આટલી ગરીબીમાં પણ તેમને વીજળી અને પાણીની સબસિડીનો લાભ ન મળવાથી તકલીફ પડે છે. હવે બધા ભાડૂઆતોને પણ આ લાભ મળશે.

આ પણ વાંચો :-