Home Blog Page 551

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

0

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢતા સમયે છાતીમાં દુખાવો થતાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી.

ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી જો કે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સંચાલકોએ બાળકીનું મોત હાર્ટ એટેકનાં કારણે થયું હોવાનું જણાવ્યું છે. જો કે આ દાવાની સચ્ચાઇ અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી બાળકી. અચાનક હાર્ટ એટેક આવવાના કારણે શાળા દ્વારા તેને તત્કાલ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવી હતી. જો કે ત્યાં ટુંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :-

મેરઠમાં 3 છોકરીઓ સહિત એક જ પરિવારના 5 લોકોની હત્યા

0

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના 5 સભ્યોની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. મૃતકોમાં મોઈન, તેની પત્ની આસ્મા અને ત્રણ માસૂમ પુત્રીઓ અફસા (8), અઝીઝા (4) અને અદીબા (1)નો સમાવેશ થાય છે. મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુહેલ ગાર્ડર કૉલોનીમાં એક નાના મકાનમાં કડિયાકામ કરતો મોઈન ભાડે રહેતો હતો. આ ઘરમાંથી 5 મૃતદેહ મળી આવ્યા છે. આ હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પરિવારના 5 સભ્યોની ક્રૂર હત્યા કોણે કરી તે જાણવા માટે પોલીસ મૃતક પરિવારના પરિચિતો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. મૃતક મોઇને 3 લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું બીમારીને કારણે અવસાન થયું હતું. તો, તે તેની બીજી પત્ની સાથે દરરોજ ઝઘડો થતો હતો. જ્યારે વિવાદ વધુ વધ્યો, ત્યારે બંનેએ છૂટાછેડા લઇ લીધા. તેની ત્રીજી પત્નીથી તેમને 3 પુત્રીઓ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મોઈન કડિયાકામનું કામ કરતો હતો. પોલીસને એક વર્ષની બાળકીનો મૃતદેહ કોથળામાંથી મળ્યો છે. બુધવાર સાંજથી કોઈએ પરિવારને જોયો ન હતો. ગુરુવારે તેમના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે આ કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

જોકે, પોલીસે હજુ સુધી હત્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. થોડા સમય પહેલા બનારસમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસ હજુ પણ વણઉકેલાયેલ છે. હવે મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ હત્યા કોણે કરી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. કેસ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં પાઈપ બનાવતી ફેક્ટરીમાં ચીમની તૂટી પડતા 8 શ્રમિકોના મોત

0

છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં નિર્માણાધીન કુસુમ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ચીમની તૂટી પડવાથી 25 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાની આશંકા છે.

જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઘટના સરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના રામબોડ વિસ્તારમાં બની હતી.

ઘટનાની માહિતી મળતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નજીકના જિલ્લાઓમાંથી પણ વહીવટી ટીમો આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે પ્લાન્ટમાં લોખંડના પાઈપો બનાવવામાં આવી રહ્યા હતા. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં ઘણા કામદારોના મોત થયા હોવાની આશંકા છે.

માહિતી મળતાં સ્થાનિક ગ્રામજનો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બધા બચાવ કાર્યમાં રોકાયેલા છે. કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે. નજીકના જિલ્લા બિલાસપુર, પેંડરા, રાયગઢ અને જાંજગીર ચંપામાંથી આપત્તિ અને વ્યવસ્થાપન ટીમોને બોલાવવામાં આવી છે. જિલ્લાની તમામ હોસ્પિટલોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

નવી સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૨મું સફળ અંગદાન થયું હતું. ડાંગ જિલ્લાના અંતરિયાળ વાનરચોંડ ગામના આદિવાસી ખેડૂત પરિવારના બ્રેઈનડેડ કિશોરની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાનરચોંડ ગામે રહેતા રતનભાઈ ચૌરેના 17 વર્ષીય પુત્ર અરૂણનો ગત તા. 3જી જાન્યુ.ના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં રોડ અકસ્માત થયો હતો. જેથી 108 એમ્બ્યુલન્સમાં વઘઈની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અરૂણને માથાના ભાગે ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરીનું નિદાન થતા ડોકટરોએ વધુ સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલ રિફર કર્યા હતા. ઈજા ગંભીર હોવાથી વધુ પ્રાઈવેટ હોસ્પિટલના તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યું હતું. જેથી 108 એમ્બ્યુલન્સમાં તા. 04થીએ બપોરે 1.15 વાગે સારવાર માટે દાલખ કરાયા હતા, જ્યાં આઈ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

આજે બ્રેઈનડેડ અરૂણભાઈની એક કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ, બીજી કિડની સુરતની કિરણ હોસ્પિટલમાં તેમજ લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો :-

દરોડા પાડવા નીકળેલી આસામની ટીમને ગૂગલ મેપે નાગાલૅન્ડ પહોંચાડી દીધી

0

આસામ પોલીસની 16 સભ્યોની એક ટીમ દરોડા પાડવા ગઈ ત્યારે ગૂગલ મેપ્સની મદદથી અજાણતા નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકોએ પોલીસકર્મીઓને ગુનેગાર સમજીને તેમના હુમલો કરી દીધો અને તેમને આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા.

ગૂગલ મેપના સહારે આસામમાં દરોડા પાડવા જઈ રહેલી પોલીસની એક ટીમને ગૂગલ મેપે નાગાલૅન્ડ પહોંચાડી દીધી. આ દરમિયાન મોટા ભાગના પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં જ હતા. તેથી લોકો પોલીસની ટીમને મોર્ડન હથિયારો સાથે જોઈ તો તેઓ તેમને બદમાશ સમજી બેઠા અને તેમના પર હુમલો કરી તેમને બંધક બનાવી લીધા.

આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવાર રાતે તે સમયે થઈ જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે ચાના બગીચાવાળો વિસ્તાર હતો, જેને ગૂગલ મે પર આસામ બતાવ્યું હતું. જો કે, વાસ્તવમાં તે નાગાલેન્ડની અંદર હતુ. GPS પર ભ્રમ અને ભ્રામક માર્ગદર્શનના કારણે ગુનેગારની તલાશીમાં ટીમ નાગાલેન્ડ સરહદે પહોંચી ગઈ. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકોએ આસામ પોલીસની ટીમના કર્મીઓને અત્યાધુનિક હથિયાર લઈને આવેલા ગુંડા સમજ્યા અને તેમની ધરપકડ કરી લીધી.

નાગાલૅન્ડમાં પ્રતિકૂળ સ્થિતિની સૂચના મળતાં જ જોરહાટ પોલીસે તાત્કાલિક મોકોકચુંગના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ ઘટના સ્થળ પર મોકલી. ત્યારબાદ સ્થાનિક લોકોને ખ્યાલ આવ્યો કે, આ આસામની વાસ્તવિક પોલીસ ટીમ હતી અને પછી તેમણે ઘાયલ કર્મચારી સહિત પાંચ સભ્યોને છોડી મૂક્યા. જોકે, તેમણે રાતભર 11 લોકોને બંધક બનાવી રાખ્યા અને પછી સવારે તેમને મુક્ત કરી દીધા.

આ પણ વાંચો :-

‘જાટ સમુદાયને OBCમાં સામેલ કરો’, કેજરીવાલનો પીએમ મોદીને પત્ર

0

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીના જાટ સમુદાયને અનામત આપવાનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જાટ સમુદાયને ભાજપ દ્વારા છેલ્લા 10 વર્ષથી છેતરવામાં આવી રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારની કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે સંસ્થામાં દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીના જાટોની યાદ ચૂંટણી પહેલા આવે છે. દિલ્હીની અંદર, રાજસ્થાનના જાટ સમુદાયને અનામત મળે છે પરંતુ દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતી નથી. દિલ્હીની સ્ટેટ ઓબીસી લિસ્ટમાં પાંચ વધુ જાતિઓ છે, જે કેન્દ્રીય ઓબીસી લિસ્ટમાં નથી.

કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી યાદીમાં સામેલ કરવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષથી ઓબીસી અનામતના નામે જાટ સમુદાય સાથે છેતરપિંડી કરી છે.

પત્રમાં લખ્યું છે કે તમે 2015 જાટ સમુદાયના નેતાઓને ઘરે બોલાવીને વચન આપ્યું હતું કે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવશે. 2019 માં, અમિત શાહે જાટ સમુદાયને કેન્દ્રીય OBC યાદીમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, ‘કેન્દ્રની OBC લિસ્ટમાં ન હોવાને કારણે દિલ્હીના જાટ સમુદાયના હજારો બાળકોને DUમાં પ્રવેશ નથી મળતો. મોદી સરકાર દિલ્હીમાં ઓબીસી લિસ્ટમાં હોવા છતાં ન્દ્ર સરકારની સંસ્થાઓમાં જાટ સમાજને લાભ નથી મળવા દઈ રહી. દિલ્હીના જાટ સમુદાયને અનામત નથી મળતું. તેમને કોલેજમાં એડમિશન કે નોકરીઓમાં અનામત નથી મળતું. વડાપ્રધાને પોતે જાહેરાત કરી હતી કે જાટ સમુદાયને અનામત મળશે, પરંતુ તેમ છતાં તેમને કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં સામેલ કરવામાં ન આવ્યા.’

આ પણ વાંચો :-

સુરતમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત

ઉત્તરાયણના તહેવારમાં દોરીથી વાહનચાલકોને ઈજા થવાની કે અન્ય બીજા અકસ્માતોની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. પણ સુરતમાં એક એવી ઘટના ઘટી છે, જે માતા-પિતા માટે ચિંતા ઉપજાવનારી છે. સુરતના સચિન GIDCમાં પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત થયું છે.

મળતી માહિતી મુજબ પ્રિન્સ ચૌધરી નામનો 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ઉડાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગ હાઈટેન્શન વીજલાઈનમાં જઈને ફસાઈ ગયો. પતંગ નીકાળવાનો પ્રયાસ કરવા જતા બાળકે જેવી દોરીને અડી કે વીજળીના જોરદાર કરંટથી ધડાકો થયો અને બાળક ઉછળીને પટકાયો હતો.

સુરતમાં પતંગનાં કારણે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, સચીન GIDC વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગરમાં 13 વર્ષીય બાળક ઘરનાં ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. દરમિયાન, પતંગની દોરી હાઈટેન્શન લાઈનમાં લાગી જતાં મોટો ધડાકો થયો હતો. આ ઘટનામાં બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો :-

સંભલમાં 1978માં થયેલા તોફાનોની ફરી ખુલશે ફાઈલ, યોગી સરકારનો આદેશ

ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે હિંસા ફાટી નીકળી હતી. ત્યારપછી પોલીસ હિંસામાં સામેલ આરોપીઓ સામે બુલડોઝર, સામ, દામ, દંડ, ભેદ વગેરેની કાર્યવાહી કરી રહી છે. રમિયાન, સંભલમાં 1978ના રમખાણોની બંધ થયેલી ફાઇલને ફરીથી ખોલવા અને તપાસ શરૂ કરવાના પ્રયાસો શરૂ થયા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનું માનવું છે કે તપાસમાં હિંદુઓ સાથે ઘણો ભેદભાવ કરવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં 1978ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 1947થી અત્યાર સુધીમાં સંભલમાં રમખાણોને કારણે 209 હિંદુઓએ જીવ ગુમાવ્યા છે. સંભલમાં 29 માર્ચ 1978ના રોજ રમખાણો દરમિયાન આગજનીની ઘટનાઓ બની હતી. આ ઘટનામાં ઘણા હિંદુઓ માર્યા ગયા હતા.

સંભલ રમખાણોની ફાઈલ ફરીથી ખોલવા પાછળ સરકારના ઈરાદા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સપા અને કોંગ્રેસ આને રાજકીય ફાયદો ઉઠાવવાની ચાલ ગણાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે તે સ્પષ્ટ છે કે, ભાજપ સરકાર સાંપ્રદાયિકતાનું ઝેર ફેલાવીને મત મેળવવા માંગે છે, 1978 પછી 4 મુખ્યમંત્રી ભાજપના જ રહ્યા છે. અત્યાર સુધી તેણે રમખાણો વિશે વાત કરી નથી. તેઓ હવે કેમ કરી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાસે તેની સિદ્ધિઓ માટે બતાવવા માટે કંઈ નથી.

આ પણ વાંચો :-

શંભુ બોર્ડર પર આંદોલન દરમિયાન એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યો

0

શંભુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન એક ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેડૂતે ગુરુવારે સવારે લંગર સાઇટ પાસે સલ્ફાસ લીધુ હતું. આ વાતની જાણ થતાં જ તેને તાત્કાલિક સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

ખેડૂત રેશમ સિંહ (55) તરનતારન જિલ્લાના પહુવિંદના રહેવાસી હતા. ખેડૂત નેતા તેજબીર સિંહે કહ્યું કે રેશમ શંભુ ખનૌરી બોર્ડર પર 11 મહિનાના આંદોલન છતાં કોઈ ઉકેલ ન મળતા તેઓ સરકારથી નારાજ હતા.

આ પહેલા પણ 14 ડિસેમ્બરે ખેડૂત રણજોધ સિંહે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તે દિવસે દિલ્હી જવાની મંજૂરી ન મળવાથી નારાજ હતા. લગભગ 4 દિવસ પછી પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

ખેડૂત નેતા તેજબીર સિંહે કહ્યું કે શંભુ અને ખનૌરી બોર્ડર પર 11 મહિનાના આંદોલન છતાં ઉકેલ ન મળવાને કારણે રેશમ સિંહ સરકારથી નારાજ છે. આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે જગજીત સિંહ દલ્લેવાલના આમરણાંત ઉપવાસનો આજે 45મો દિવસ છે. જો દલ્લેવાલ જીને કંઈ થશે તો સરકાર પરિસ્થિતિને સંભાળી શકશે નહીં.

મોદી સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર નથી. 328 દિવસથી ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડર પર ખુલ્લા આકાશ નીચે બેસીને MSP ગેરંટી એક્ટની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 35 ખેડૂતોના મોત થયા છે.

આ પણ વાંચો :-

કારોબારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો લેટેસ્ટ

0

આજના શરૂઆતના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ગુરુવારે શરૂઆતના કારોબારમાં સોનામાં થોડી મજબૂતી જોવા મળી છે. આજે, ગુરુવાર, 9 જાન્યુઆરી, 2025 ના રોજ, સોનાના ભાવમાં 100 રૂપિયાની તેજી જોવા મળી. 24 કેરેટ સોનાના ભાવમાં 120 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે.

દેશના મોટાભાગના શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ 78,900 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 72,400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 9 જાન્યુઆરી 2025 ના રોજ મોંઘી ચાંદી થઈ ગઈ છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 92,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો દર

ગ્રામ આજે અમદાવાદનો દર (₹) ગઇકાલે અમદાવાદનો દર (₹) દૈનિક કિંમતમાં ફેરફાર (₹)
1 ગ્રામ 7,925 7,887 38
8 ગ્રામ 63,400 63,096 304
10 ગ્રામ 79,250 78,870 380
100 ગ્રામ 792,500 788,700 3,800
1k ગ્રામ 7,925,000 7,887,000 38,000

મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 78,830 રૂપિયા પર પહોંચી ગયો છે. તે લખનૌમાં 78,980 રૂપિયા, બેંગલુરુમાં 78,830 રૂપિયા, ચેન્નઈમાં 78,830 રૂપિયા, કોલકાતામાં 78,830 રૂપિયા, હૈદરાબાદમાં રૂ. 78,830 અને અમદાવાદમાં 78,880 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો દર 72,250 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,820 રૂપિયા છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો દર 72,400 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,970 રૂપિયા છે. જયપુરમાં 22 કેરેટ સોનાનો દર 72,400 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,970 રૂપિયા છે.

આ પણ વાંચો :-