Home Blog Page 543

સુરતમાં પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરો પકડાયા

સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેરનાં ઇચ્છાપુર પોલીસે પશ્ચિમ બંગાળના 3 નકલી ડોક્ટરોને ઝડપ્યા. ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતાં હતાં. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યાં છે.

પકડાયેલા ત્રણેય બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખીલવાડ કરતા હતા. જેમાં પોલીસે બોગસ ડોક્ટર આરોપીઓમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર, ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની ધરપકડ કરી છે. તેમજ આગળની કાર્યવાહી ઇચ્છાપોર પોલીસે હાથ ધરી છે. અગાઉ બોગસ ડોક્ટર બનાવવાનાં કૌભાંડ મામલે તપાસમાં મોટા ખુલાસા થયા હતા. જેમાં સુરતમાં વિવિધ 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનું ખુલ્યું હતુ.

સુરત શહેરનાં 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હતી. જ્યારે, પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હતું. ઉપરાંત, ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47 બોગસ ડિગ્રી વેચવામાં આવી હતી. જ્યારે, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ 34 બોગસ ડોક્ટર્સ ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સુરતનાં અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને બોગસ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડની કિંમતનું 4.6 કિલો ડ્રગ્સ

0

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વેક્યુમ કરેલા 10 હાઈડ્રોફોનિક વીડ ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે.

બેંગકોકથી આવેલા પ્રવાસી પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. પાછલા એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો છે. મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામનો પેસેન્જર ડ્રગ્સ સાથે ઝડપાયો છે. અગાઉ થાઈલેન્ડથી આવેલી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ છે.

મળતી માહિતી મુજબ બેંગકોકથી આવી રહેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન 4.6 કિલો હાઈડ્રોપોનિકવીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજે કિંમત 7 કરોડની છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા. આ હાઈડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં શાકભાજી વેચવા જતો ટ્રક ઉંધો વળી ગયો, 10 લોકોના મોત

0

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં યલાપુરા હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાપુરામાં, શાકભાજી લઈ જતી એક ટ્રકે કાબુ ગુમાવ્યો અને ટ્રિપર સાથે અથડાઈ ગઈ, જેના કારણે ટ્રકના ચીથર ઊડી ગયા હતા. ટ્રક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે શાકભાજીનો ટ્રક 50 મીટર ઊંડી ખાડીમાં પડી ગયો હતો. પીડિતો, બધા ફળ વિક્રેતાઓ, સાવનુરથી નીકળ્યા હતા અને ફળો વેચવા માટે યલાપુરા મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક એમ નારાયણે જણાવ્યું હતું કે તેઓ સાવનુર-હુબલી રોડ પર મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત જંગલ વિસ્તારમાં થયો હતો.

માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ લહેરાઈ ગયો હતો અને 50 મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં 8 લોકોના મોતની પુષ્ટી થઇ હતી પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં 1,400 પોઈન્ટથી વધુનો કડાકો

0

ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય સૂચકાંક નિફ્ટી 50,350 પોઈન્ટથી વધુ ઘટ્યો છે અને 23,000 ના સ્તરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, સેન્સેક્સમાં 1,400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો 1% થી વધુ ઘટાડા સાથે બંધ થયા. સોમવારે બજારની શરૂઆત સકારાત્મક રહી હતી, પરંતુ આજના કારોબારમાં તે ઝડપથી ઘટવા લાગ્યું. આ પાછળનું સૌથી મોટું કારણ કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નકારાત્મક અસર છે.

મંગળવારે ભારતીય શેર બજારનો ટ્રેન્ડ બદલાઇ ગયો છે. આજે બજારમાં તમામ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી. 21 જાન્યુઆરીના રોજ ભારે અસ્થિરતા વચ્ચે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 23,000 ની આસપાસ નબળા સ્તરે બંધ થયો. ડિક્સન ટેક્નોલોજીસના શેર 13.5% ઘટ્યા કારણ કે કંપનીના પરિણામો અપેક્ષાઓ મુજબ હતા, પરંતુ રોકાણકારોએ તેના પર નિરાશા વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ બજાર આટલું બધું કેમ ગબડી ગયું? તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ પડોશી દેશો પર વેપાર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. આ કારણે આજે ભારતીય બજાર તેમજ વિશ્વ બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે.

કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણના જણાવ્યા અનુસાર, આજે બેન્ચમાર્ક સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો. નિફ્ટી 320 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે સેન્સેક્સ 1235 પોઈન્ટ ઘટીને બંધ થયો. ક્ષેત્રોમાં, બધા મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા, પરંતુ રિયલ્ટી સૂચકાંક સૌથી વધુ ઘટ્યો, જે 4 ટકાથી વધુ ઘટ્યો. ટેકનિકલી, ગેપ-અપ ઓપનિંગ પછી, બજારને ઊંચા સ્તરે સતત વેચવાલીનો સામનો કરવો પડ્યો. અમારું માનવું છે કે, જ્યાં સુધી બજાર 23,100/76000 ની નીચે ટ્રેડ થશે ત્યાં સુધી નબળાઈ ચાલુ રહેશે. નકારાત્મક બાજુએ, બજાર 22,900/75500 ની તરફ ઘટી શકે છે. નબળાઈ હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ ધરપકડ વૉરંટ, ભ્રામક જાહેરાત કર્યાનો આરોપ

0

થિરુવનંથપુરમમાં ભ્રામક જાહેરાતોના કેસમાં કેરળની એક અદાલતે યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ સામે જામીપાત્ર વોરંટ જારી કર્યું છે. કેરળના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે.

 

મળતી માહિતી મુજબ પલક્કડના એક ડ્રગ ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ડ્રગ ઇન્સ્પેક્ટરે દાવો કર્યો હતો કે બાબાની કંપનીએ એવી ભ્રામક જાહેરાત કરી હતી કે તેમના ઉત્પાદનો ડાયાબિટીસ અને કોવિડ જેવી પરિસ્થિતિનો ઉપચાર કરી શકે છે. તેમની ફરિયાદના આધારે ડ્રગ્સ એન્ડ મિરેકલ રેમિડિઝ (વાંધાજનક જાહેરાત) અધિનિયમ, 1954ની કલમ 3(D) અને કલમ 7 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટ તરફથી આ મામલે બાબા રામદેવ અને બાલકૃષ્ણ તેમ જ દિવ્યા ફાર્મસીને સમન્સ બજવણી કરવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરી મહિનામાં કેસની સુનાવણી દરમિયાન કોઇ પણ હાજર થયું નહોતું, જેના કારણે કોર્ટે વોરંટ જારી કર્યું હતું. આ કેસની આગામી સુનાવણી હવે પહેલી ફેબ્રુઆરીના રોજ થશે.

હકીકતમાં IMA એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહ્યું હતું કે, તેઓ કોવિડ વેક્સિન અને એલોપેથી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હતો અને આયુર્વેદિક દવાઓ વિશે ખોટા દાવા કરી રહ્યો હતા. પતંજલિ પર કાયદાનો તોડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત પતંજલિની જાહેરાતોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો :-

ભાજપના સંકલ્પ પત્ર-2માં KGથી PG સુધી મફત શિક્ષણ, જાણો અનુરાગ ઠાકુરે શું કહ્યું ?

0

ભાજપે દિલ્હી ચૂંટણી માટે સંકલ્પ પત્ર 2 જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાના ભાજપે વિદ્યાર્થીઓ, યુવાનો, દલિતો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે મહત્ત્વની જાહેરાત કરી છે. ભાજપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં KGથી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સનું વચન આપતા કહ્યું કે જો અમે સત્તામાં આવીશું, તો અમે કૌભાંડોની તપાસ માટે SITની રચના કરીશું. તેમણે કહ્યું કે દિલ્હી જે ક્યારેય ખોટમાં નહોતી તે પહેલીવાર મહેસૂલ ખાધમાં હશે અને આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને આતિશીના કારણે આવું થશે.

અનુરાગ ઠાકુરે દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા ITIથી લઈને મેડિકલ અને નર્સિંગ કોલેજો સુધીના કાર્યોની ગણતરી કરી અને કહ્યું કે અમે વિજ્ઞાન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે. આપણો દેશ દુનિયામાં ક્યાંય નહોતો, હવે તે ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયો છે.

અમે દિલ્હીમાં ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઈપેન્ડ સ્કીમ લાવશું. આ શિષ્યવૃત્તિ યોજના ભીમરાવ આંબેડકરના નામે શરૂ કરાશે. આ અંતર્ગત, અમે ITI અને સ્કિલ સેન્ટર પોલિટેકનિક વગેરેમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂ.1,000નું સ્ટાઇપેન્ડ આપીશું.

ભાજપના સાંસદે દિલ્હીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થાઓમાં KGથી PG સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું કે અમે UPSC અને રાજ્ય PSCની તૈયારી માટે વિવિધ રાજ્યોમાં યોજનાઓ શરૂ કરી છે.અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે દિલ્હીના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયાની સહાય પૂરી પાડીશું. પરીક્ષા કેન્દ્ર સુધીનો મુસાફરી ખર્ચ અને ફી અમારી સરકાર દ્વારા બે પ્રયાસો સુધી ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, જાણો સમગ્ર મામલો ?

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કરિયાણાની દુકાન ધરાવતા પરિવારની 13 વર્ષીય અને ધોરણ આઠમાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારનો આક્ષેપ છે કે, છેલ્લા ત્રણ મહિનાની 17000 ફી બાકી હતી. જેને લઈને દીકરીને ક્લાસની બહાર ટોયલેટ પાસે ઉભી રાખતા હતા. તેને સજા આપવામાં આવતી હતી અને દબાણ કરવામાં આવતું હતું. જેને લઈને તે સતત ઘરે આવીને રડતી હતી.

મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8મા અભ્યાસ કરતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, તેઓ તેના પર દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચુ કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે, મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી. ઘરે રડતાં રડતાં આવી હતી. બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો. એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું. મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી. અમે કામ પર ગયા હતાં. એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો. અમારી એક જ માગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ.

આ પણ વાંચો :-

તાઈવાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

ભૂકંપના આંચકાથી ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે તાઇવાનના દક્ષિણ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકન જિયોલૉજિકલ સર્વે (USGS) એ ભૂકંપની પુષ્ટિ કરતા કહ્યું કે તાઈવાનમાં આવેલા ભૂકંપથી 15 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી.

ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના યુજિંગ શહેરથી 12 કિલોમીટર ઉત્તરમાં જોવા મળ્યું હતું. તાઈવાન ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા છ લોકો એવા છે જેમને તૈનાન શહેરના નાનક્સી જિલ્લામાં ભૂકંપના કારણે નાશ પામેલા મકાનના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ભૂકંપના કારણે સ્ટેટ હાઈવે પર આવેલા ઝુવેઈ બ્રિજને પણ નુકસાન થયું છે, પરંતુ કોઈ મૃત્યુના સમાચાર નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ચૂંટણીપંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ

0

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં આ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓની તારીખ આજે જાહેર થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામો આવવાની શક્યતા છે.

રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

યુપીમાં મોટું એન્કાઉન્ટર, એક લાખના ઈનામી અરશદ સહિત 4 બદમાશ ઠાર

0

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાતે એન્કાઉંટર થયું છે. યૂપી STFની મેરઠ ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં સોમવારે રાતે લગભગ 2.30 કલાકની આસપાસ મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંદી કરી. આ દરમ્યાન આમને સામને ફાયરિંગમાં એક લાખની ઈનામી સહિત ચાર બદમાશો એન્કાઉન્ટરમાં ઠાર થઈ ગયા. જ્યારે STFના ઈંસ્પેક્ટર સુનીલ કુમારને કેટલીય ગોળીઓ વાગી. સુનીલ કુમાર હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત થયા છે.

STF મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ અને તેના ત્રણ સાથીઓ, મનજીત, સતીશ અને એક અન્યને શામલીના ઝીંઝાના વિસ્તારમાં ઘેરી લીધા હતા. બધા બદમાશો કારમાં સવાર હતા. આ દરમિયાન અરશદ અને તેના સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું. ASP બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ‘ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે STF ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા છે.’

મરનારા બદમાશોની ઓળખાણ એક લાખના ઈનામી અરશદ અને તેના 3 સાથી મંજીત, સતીશ અને અન્ય અજાણ્યા શખ્સ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂટ, ધાડ તથા હત્યાના એક ડઝનથી પણ વધારે કેસ નોંધાયેલા છે. ઈંસ્પેક્ટર સુનીલને કરનાલના અમૃત ધારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રેફર કરી દીધા છે.

આ પણ વાંચો :-