Home Blog Page 525

૮ માર્ચ, ૨૦૨૫ : આ રાશિ માટે શનિવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ

ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ

માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો અનુભવ થશે.

સિંહઃ

આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ

જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ

થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ

માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ

પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતુ જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

સુરતના વિકાસ માટે કેન્દ્રની વિશેષ સહાય: જાણો PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં જણાવ્યું હતું કે, પીએમ બન્યા બાદ આ મારી પડેલી સુરતની મુલાકાત છે. ગુજરાતે જેને ઘયો તેને દેશે વ્હાલથી અપનાવ્યો છે. હંમેશા આપ સૌનો ઋણી છું. જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સુરતની સ્પીરિટ યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને. કામ અને દામ આ બે એવી વસ્તુ છે જે સુરતને વધુ વિશેષ બતાવે છે. એકબીજાને સપોર્ટ કરવો. સૌના વિકાસને સેલિબ્રેટ કરવો. એ આપણને સુરતના દરેક ખૂણામાં જોવા મળે છે.આજનો આ કાર્યક્રમ સુરતની આ સ્પિરીટ અને ભાવનાને આગળ વધારનારો છે. સુરત અનેક બાબતોમાં ગુજરાતનું અને દેશાનું પ્રમુખ રાહેર છે.

સુરત આજે ગરીબને વિચતને ભોજન અને પોષણની સુરક્ષા આપવાના મિશનમાં આગળ વધી રહ્યું છે.આગે જણાવ્યું કે જેનો જન્મ પણ નહોતો થયો તેવાના રાશનકાર્ડ બની જતા હતા. અમે પાંચ કરોડો બોગસ નામોને સિસ્ટમથી દૂર કર્યા. રાશન સાથે જોડાયેલી સંપૂર્ણ વ્યવસ્થાને આધારકાર્ડ સાથે લિંક કર્યા. અમે રાશનકાર્ડ સાથે જોડાયેલી એક મોટી સમસ્યાનો હલ કર્યો. અન્ય રાજ્યમાંથી આવેલા લોકો અહીં મોટી સંખ્યામાં કામ કરે છે. પહેલા એક જગ્યાનું રાશનકાર્ડ બીજી જગ્યાએ નહોતું ચાલતું. અમે આ સમસ્યાનું સમાધાન કરી વન નેશન વન રાશનકાર્ડ લાગુ કર્યું. હવે રાશનકાર્ડ ગમે ત્યાંનું હોય લાભાર્થીને તેનો ફાયદો દેશના દરેક શહેરમાં મળે છે.

સ્વચ્છતાની સ્પર્ધા થાય ત્યારે સુરત પહેલા અથવા બીજા નંબરે જ હોય- મોદીવડાપ્રધાને સ્વચ્છતા અભિયાનની વાત કરતા કહ્યું-જ્યારે દેશમાં સ્વચ્છતાની સ્પર્ધા થાય ત્યારે સુરત શહેર પ્રથમ અથવા બીજા નંબરે હોય છે. તેનો શ્રેય સુરતી લાલાઓને જાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેલવાસમાં નમો હોસ્પિટલના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 2500થી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. સેલવાસમાં વિકાસને ભેટો આપ્યા બાદ પીએમ મોદી સુરત પહોંચ્યા છે.

સુરતમાં તેઓ રોડ શો કર્યો હતો. સુરતમાં ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઈનનો શુભારામ કરાવ્યો હતો.સેલવાસમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સિંગાપોર એક જમાનામાં માછીમારોનું એક નાનકડું ગામ હતું. માછીમારીનું જ કામ હતું. ત્યાના લોકોના સંકલ્પ રશક્તિએ આ સિંગાપોર બનાવી દીધું. સંદાપ્રદેશનો દરેક નાગરીક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો છું.

હરિયાણામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ, પાયલોટ સુરક્ષિત

0

હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયો છે. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું.

હરિયાણાના મોરની નજીકના બલદવાલા ગામમાં એક ફાઇટર જેટ અચાનક ક્રેશ થતાં હંગામો મચી ગયો. જેટ ક્રેશ થવાથી ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જેટનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અકસ્માતની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ પણ મોકલવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી તાલીમ ઉડાન ભરી હતી. પાયલોટ સુરક્ષિત છે. વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરી શક્યો.

આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયો છે. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મુંબઈમાં પાર-લે ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા

0

મુંબઈમાં કંપનીના અનેક સ્થળોએ સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગના વિદેશી સંપત્તિ એકમ અને મુંબઈની આવકવેરા તપાસ શાખા દ્વારા આ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ઇન્કમ ટેક્સ વિભાગે મુંબઈમાં પારલે ગ્રુપ પર દરોડા પાડ્યા છે. પારલે ગ્રુપ એક એવી કંપની છે જે પારલે-જી. મોનાકો અને અન્ય બ્રાન્ડ નામો હેઠળ બિસ્કિટ વેચે છે. મુંબઈમાં કંપનીના અનેક સ્થળોએ સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગના વિદેશી સંપત્તિ એકમ અને મુંબઈની આવકવેરા તપાસ શાખા દ્વારા આ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

સૌ પ્રથમ, નાણાકીય વર્ષ 2023-24 માં પારલે-જી બિસ્કિટ દ્વારા કરવામાં આવેલા નફા વિશે વાત કરીએ, તો પીટીઆઈ અનુસાર, નાણાકીય વર્ષ 24 માં તેનો નફો બમણો થઈને રૂ. 1,606.95 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 23 માં રૂ. 743.66 કરોડ હતો. ગયા નાણાકીય વર્ષમાં, પારલે બિસ્કીટની કાર્યકારી આવક 2 ટકા વધીને રૂ. 14,349.4 કરોડ થઈ છે. જો આપણે આવકની વાત કરીએ તો તે 5.31 ટકા વધીને 15,085.76 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે પારલે બિસ્કિટની માંગ હજુ પણ મજબૂત છે.

કંપની ક્યારે શરૂ થઈ હતી?
પાર્લેની સ્થાપના વિશે વાત કરીએ તો, દેશને આઝાદી મળી તે પહેલાં 1929 માં તે શરૂ થયું હતું. 90 ના દાયકાના બાળકોને તે સમય યાદ હશે જ્યારે ચા સાથે પારલે-જીનું કોમ્બિનેશન સૌથી પ્રખ્યાત હતું જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો. એવું કહેવાય છે કે કંપનીએ મુંબઈના વિલે-પાર્લે વિસ્તાર પરથી પાર્લે નામ રાખ્યું છે.

પારલેએ સૌપ્રથમ 1938માં પારલે-ગ્લુકો નામથી બિસ્કિટનું ઉત્પાદન શરૂ કર્યું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કીટ હતું. પરંતુ આઝાદી પછી ગ્લુકો બિસ્કિટનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું. તે સમયે દેશમાં ખાદ્ય સંકટ આનું મુખ્ય કારણ હતું, કારણ કે આ બિસ્કિટ બનાવવા માટે ઘઉંનો ઉપયોગ થતો હતો. જ્યારે આ મોટું સંકટ ઓછું થયું, ત્યારે કંપનીએ ફરીથી તેનું ઉત્પાદન શરૂ કર્યું. પરંતુ ત્યાં સુધીમાં આ ક્ષેત્રમાં સ્પર્ધા ઘણી વધી ગઈ હતી અને ઘણી કંપનીઓ બજારમાં પ્રવેશી ચૂકી હતી. ખાસ કરીને બ્રિટાનિયાએ ગ્લુકોઝ-ડી બિસ્કિટથી પોતાની છાપ છોડી હતી.

પીએમ મોદીના કાર્યક્રમ પહેલા રિહર્સલ દરમિયાન કિશોરને માર મારનાર પોલીસને નોટિસ

સુરતમાં પોલીસે સાયકલ પર જતા બાળકને વાળ ખેંચી માર્યો હોવાનો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ આજે પીએમ મોદી આવનાર હોવાના કારણે ગતરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રિહર્સસ દરમિયાન ભૂલથી એક બાળક સાયકલ લઇને વચ્ચે આવી ગયો હતો. ત્યારે સાયકલ પર જઈ રહેલા એક બાળકને પોલીસ કર્મી દ્વારા વાળ ખેંચી મારવામાં આવ્યો હતો.

પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, એ મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યા છે. મોરબીનાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે !

વડાપ્રધાન મોદીના આગમનને લઈ રિહર્સલ ચાલી રહ્યુ હતું તે સમયે રિહર્સલ દરમિયાન સાઈકલ સવાર બાળક આવતા પોલીસ કર્મીને ગુસ્સો આવ્યો હતો. જેના પગલે PSIએ પોતાની બેદરકારીનો રોષ બાળક પર ઉતાર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. PSI બાળકને વાળ પકડીને મોં પર મુક્કા માર્યા હતા.

40 વર્ષના સુનીલ છેત્રી ફરી એકવાર ફૂટબોલના મેદાનમાં જોવા મળશે

0

ભારતના રેકોર્ડ ગોલ સ્કોરર અને શાનદાર સ્ટ્રાઈકર સુનિલ છેત્રીએ પોતાની નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. આ સાથે જ તેઓ માર્ચમાં FIFA ની આંતરરાષ્ટ્રીય વિન્ડો દરમિયાન ભારતીય ટીમમાં જોડાશે. તે 19 માર્ચે માલદીવ સામેની મૈત્રીપૂર્ણ મેચ માટે ભારતીય ટીમનો ભાગ બનશે અને ત્યારબાદ એશિયા કપ 2027ના ત્રીજા રાઉન્ડ ક્વોલિફાયરમાં બાંગ્લાદેશનો સામનો કરશે. આ પહેલા, 40 વર્ષીય ખેલાડીએ 6 જૂન, 2024 માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી.

લાંબા અને શાનદાર કારકિર્દી પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે છેત્રીને લાગ્યું કે હવે યુવા પ્રતિભાઓને તક આપવાનો સમય આવી ગયો છે, જેથી નવા ખેલાડીઓ ટીમનું નેતૃત્વ સંભાળી શકે. તેમની નિવૃત્તિને ભારતીય ફૂટબોલમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહી હતી, કારણ કે તેઓ 16 વર્ષથી વધુ સમયથી ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા.

જોકે, આગામી ટુર્નામેન્ટ્સ, ખાસ કરીને AFC એશિયન કપ 2027 ક્વોલિફાયર્સના મહત્વને કારણે, છેત્રી હવે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. કોચ માર્ક્વેઝે છેત્રીના અનુભવની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું, “ટીમ માટે એશિયન કપ માટે ક્વોલિફિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

ટુર્નામેન્ટ અને આગામી મેચોના મહત્વને ધ્યાનમાં રાખીને, તેમણે સુનિલ છેત્રી સાથે રાષ્ટ્રીય ટીમને મજબૂત બનાવવા માટે વાપસી કરવા અંગે ચર્ચા કરી. તેઓ સંમત થયા, અને તેથી અમે તેમને ટીમમાં સામેલ કર્યા છે. ભારત સૌપ્રથમ 19 માર્ચે માલદીવ સામે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ રમશે અને ત્યારબાદ ૨૫ માર્ચે બાંગ્લાદેશ સામે તેમની પહેલી AFC એશિયન કપ ૨૦૨૭ ક્વોલિફાયર મેચ રમશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, સી.આર.પાટીલ સહિત પદાધિકારીઓએ કર્યું સ્વાગત

પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું છે. પીએમ મોદીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરીયા, સંગીતા પાટીલ, ગોવિંદ ધોળકીયા, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત અન્ય પદાધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.

આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આજે ફરી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (7 માર્ચે) શુક્રવારે બપોરના 1:30 વાગ્યે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સેલવાસા જવા રવાના થશે. જ્યાં મોદી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટીયા હેલીપેડ પર પહોંચશે. જ્યારે સાંજે 4:30 વાગ્યે પર્વત પાટીયાથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શૉ કર્યા બાદ 5 વાગ્યે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે અને સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ માટે રવાના થશે. જ્યાં તેમણે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 8 માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.

પ્રધાનમંત્રી મોદી સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ (ફેઝ-1)નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે રૂ. 2580 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ત્યાર બાદ તેઓ સુરતનો પ્રવાસ કરશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ સુરત ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવશે. સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે.

ગુજરાતમાં વડા પ્રધા મોદીના કાર્યક્રમ માટે તમામ મહિલા સુરક્ષા કવચ

0

આજથી બે દિવસ વડા પ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે નવતર પહેલ હાથ ધરીને 8 માર્ચે શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં વડા પ્રધાનની સુરક્ષામાં 2400થી વધુ મહિલા પોલીસ તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્ર ને માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંભાળશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલિસિંગ અને લૉ ઑર્ડર ક્ષેત્રે માઇલસ્ટોન સ્ટેપ સાબિત થશે. કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ ભારતનો આ સૌપ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વડા પ્રધાનની સુરક્ષા-વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સંભાળશે. હેલિપૅડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભાસ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ પર ગુજરાતની મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે.’

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગળહ વિભાગના અગ્ર સચિવ નિપૂર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત-વ્યવસ્થા માટે ૨૧૪૫ મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ, ૧૮૭ મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ૬૧ મહિલા પોલીસ-ઇન્સ્પેક્ટર, ૧૯ મહિલા DYSP, પાંચ મહિલા SP. એક મહિલા DIG અને 1 મહિલા અધિક પોલીસ મહાનિદેશક બંદોબસ્તમાં રહેશે.

આજે સુરતના લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતળપ્તીકરણ અભિયાન હેઠળ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લાભ આપવામાં આવશે. એ ઉપરાંત સેલવાસમાં પણ એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને ત્યાર બાદ સુરત જશે. સુરતમાં રોડ-શો યોજીને સભાસ્થળે જશે.

ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માગતા તહવ્વુર રાણાને મોટો ઝટકો, યુએસ કોર્ટે અરજી ફગાવી

0

અમેરિકાના સુપ્રીમ કોર્ટે 2008 મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાને મોટો ઝટકો આપ્યો હતો. ભારતને પ્રત્યાર્પણ કરવાની રોક લગાવવાની તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાએ યુએસ ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં ઇમરજન્સી અરજી કરી દાવો કર્યો હતો કે જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેના પર અત્યાચાર કરવામાં આવશે.

હ્યુમન રાઈટ્સ વોચ 2023ના વર્લ્ડ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. જોકે સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દેતા મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરને મોટો ઝટકો લાગ્યો હતો.

આ ઉપરાંત અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ભારત સરકાર સતત તાનાશાહ થઈ રહી છે અને ભારત સરકારને સોંપવામાં આવ્યા બાદ તેના પર અત્યાચાર નહીં કરવામાં આવે તેનું કોઈ ચોક્કસ કારણ નથી. તહવ્વુર રાણાએ કહ્યું, તે અનેક પ્રકારની બીમારીથી પીડાય છે. પાર્કિંસંસની સમસ્યા પણ છે. જ્યાં રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે નિશાન બનાવવામાં આવે તેવી જગ્યાએ ન મોકલવો જોઈએ.

કોણ છે તહવ્વુર હુસૈન રાણા?

તહવ્વુર હુસૈન રાણા મૂળ પાકિસ્તાની છે, જે હવે કેનેડિયન નાગરિક છે. આ પહેલા તેઓ શિકાગોના નાગરિક પણ રહી ચૂક્યા છે. તેમણે લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કર્યું, પરંતુ બાદમાં તેમણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયા. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર તે 2006 થી 2008 દરમિયાન પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના અન્ય કાવતરાખોર ડેવિડ હેડલી સહિત અનેક આતંકવાદી જૂથોના સંપર્કમાં હતો. તેણે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જીહાદ-એ-ઇસ્લામીને મુંબઈ પર હુમલો કરવામાં મદદ કરી જ નહીં, પરંતુ સમગ્ર આયોજનનો પણ એક ભાગ હતો. પરિણામે,પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈની તાજ હોટેલ સહિત અનેક સ્થળોએ એક સાથે આતંકવાદી હુમલાઓ કર્યા. આમાં લગભગ 179 લોકો માર્યા ગયા હતા. ડેવિડ હેડલી હવે આ કેસમાં સરકારી સાક્ષી બની ગયો છે.

૭ માર્ચ, ૨૦૨૫ : શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું પ્રેમુનં વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂ રહેશે.

વૃષભઃ

કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્યકિતત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં ‍વધારો થોડી સ્વાર્થવૃતિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્યો સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્રગતિ સફળતા મળે.

મિથુનઃ

સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ધટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભુતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

દિવસ દરમ્યાન શારિકિ અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય.

સિંહઃ

નાણાંકીય બાબતો થી લાભ સંભવે. કુંટુંબમાં સુખ શાંતિ વધે. જમીન મકાન મિલકત થી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યકિતઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખ ન થાય અે સાચવવું.

કન્યાઃ

આજનો દિવસ આપના માટે શુભ પુરવૃર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દ પૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોન‌ી શરૂઆત શકય બને. નોકરી ધંધામાં બઠતી તથા ધંધા માં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ

બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધામાં પરિસ્થિ‌િત સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ‌ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતું જણાય. વિધાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતો માં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ધટતી જણાય. શરીરમાં થાક સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

ગઇ કાલની માનસિક અશાંતિ દુર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ

આવક ધટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આધાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન શકિત સ્ફુતિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુંટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણો થી લાભ થાય. જુના રોકાણો માંથી આવક વધતી જણાય. શરદી ખાંસી નો ઉપદ્ગવ રહે.

મીનઃ

માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધું નોકરી ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શકય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહન ની ખરીદી શકય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળા ના દુઃખાવાથી સાચવવું.