ભારતના રેકોર્ડ ગોલ સ્કોરર અને શાનદાર સ્ટ્રાઈકર સુનિલ છેત્રીએ પોતાની નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. આ સાથે જ તેઓ માર્ચમાં FIFA ની આંતરરાષ્ટ્રીય વિન્ડો દરમિયાન ભારતીય ટીમમાં જોડાશે. તે 19 માર્ચે માલદીવ સામેની મૈત્રીપૂર્ણ મેચ માટે ભારતીય ટીમનો ભાગ બનશે અને ત્યારબાદ એશિયા કપ 2027ના ત્રીજા રાઉન્ડ ક્વોલિફાયરમાં બાંગ્લાદેશનો સામનો કરશે. આ પહેલા, 40 વર્ષીય ખેલાડીએ 6 જૂન, 2024 માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી.
લાંબા અને શાનદાર કારકિર્દી પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે છેત્રીને લાગ્યું કે હવે યુવા પ્રતિભાઓને તક આપવાનો સમય આવી ગયો છે, જેથી નવા ખેલાડીઓ ટીમનું નેતૃત્વ સંભાળી શકે. તેમની નિવૃત્તિને ભારતીય ફૂટબોલમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહી હતી, કારણ કે તેઓ 16 વર્ષથી વધુ સમયથી ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા.
જોકે, આગામી ટુર્નામેન્ટ્સ, ખાસ કરીને AFC એશિયન કપ 2027 ક્વોલિફાયર્સના મહત્વને કારણે, છેત્રી હવે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. કોચ માર્ક્વેઝે છેત્રીના અનુભવની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું, “ટીમ માટે એશિયન કપ માટે ક્વોલિફિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
ટુર્નામેન્ટ અને આગામી મેચોના મહત્વને ધ્યાનમાં રાખીને, તેમણે સુનિલ છેત્રી સાથે રાષ્ટ્રીય ટીમને મજબૂત બનાવવા માટે વાપસી કરવા અંગે ચર્ચા કરી. તેઓ સંમત થયા, અને તેથી અમે તેમને ટીમમાં સામેલ કર્યા છે. ભારત સૌપ્રથમ 19 માર્ચે માલદીવ સામે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ રમશે અને ત્યારબાદ ૨૫ માર્ચે બાંગ્લાદેશ સામે તેમની પહેલી AFC એશિયન કપ ૨૦૨૭ ક્વોલિફાયર મેચ રમશે.