Home Blog Page 510

સુરતમાં કથિત તોડકાંડમાં ગુજરાત સમીકરણના 2 પત્રકારોની ધરપકડ, જાણો આ છે મામલો

સુરતમાં બે તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સમીકરણના તલ્હા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે. સેવન સી ન્યૂઝના મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરાઇ છે. કથિત તોડકાંડમાં એલિગન્ટ હોટલના ચિરાગ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં હોટલનું બાંધકામ ચાલતુ હતુ ત્યારે તોડબાજ પત્રકારોએ પૈસા માંગ્યા હતા. ફરિયાદી પાસેથી તોડબાજી કરવા માટે બંને તોડબાદ પત્રકારોએ 50-50 હજાર માંગ્યા હતા. તલ્હા ચાંદીવાલાએ રૂ.12 હજારનો તોડ કર્યો હતો, જ્યારે મુસ્તાક બેગે 22 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ, સુરતમાં પત્રકારો RTI કરી બિલ્ડરો અને વેપારીઓની ધમકી આપી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. RTI- કથિત પત્રકાર તોડકાંડમાં વધુ એક પત્રકારની ધરપકડ કરવામાં આવી. કથિત પત્રકાર બની મનીષ નામના શખ્સે બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. મનીષે બિલ્ડરને ધમકી આપી હતી કે તેમણે જે બાંધકામ કર્યું છે તે તોડી પાડવામાં આવશે. જેના બાદ બિલ્ડરે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

RTI કરી તોડ કરવાની અને ખંડણી માંગવાની બાબતે કરવામાં આવેલ ફરિયાદના આધારે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. અરવિંદ રાણાએ સવાલ કરતાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે RTI તોડકાંડમાં અત્યાર સુધી 38 ગુના નોંધાયા છે. જેના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો પોતાના ક્ષેત્ર બહાર આરટીઆઈ કરી બ્લૂટૂથમાં વિડીઓ બનાવતા અને પત્રિકાઓ મંત્રી અધિકારીઓની ઓફીસમાં મોકલતા હતા. ગુજરાત પોલીસે પ્રતિનિધિઓ સાથે મળી આરટીઆઈના નામે તોડ કરતા લોકો સામે ડર પેદા કરવામાં સફળતા મળી છે.

સ્વતંત્રના દૂરઉપયોગ કરનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ધારાસભ્ય માત્ર પોલિટીકલ સ્ટંટ કરાવવા પેપર મંત્ર હેડલાઈનમાં છપાવવા, પરંતુ સંકલન બેઠકમાં વિગતો મુકે તો પરિણામ મળી શકે. સુરત શહેર માં આરટીઆઈના નામથી ધંધો કરતા લોકો સુરત શહેર નહીં ગુજરાત છોડીને ભાગી ગયા. ચીટર ગેંગને પકડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી છે. લેભાગુ તત્ત્વો દ્વારા સારા કામો માટે બનેલા નિયમો લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

સુરત-અમદાવાદ-રાજકોટના નવા વિસ્તારોમાં BRTS ન ચલાવવાનો તંત્રનો નિર્ણય

0

બીઆરટીએસમાં મુસાફરી કરતાં લોકો માટે માઠા સમાચાર છે. બીઆરટીએસ માટે હવે નવા કોરિડોર નહીં બને. સુરત ઉપરાંત રાજકોટ અને અમદાવાદના નવા વિસ્તોરમાં બીઆરટીએસની સુવિધાનો લાભ નહીં મળે. તંત્ર દ્વારા તેનું વિસ્તરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

બીઆરટીએસના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે. તેને મિક્સ ટ્રાફિકમાં જ દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર બન્યો હતો. જે બાદ નવો કોરિડોર બન્યો નથી. સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાં જ બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદમાં બીઆરટીએસ શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવાયા હતા. બસો ઝડપથી અને સરળતાથી પસાર થાય તે માટે કોરિડોર બનાવવામાં આવ્યા હતા. તેમજ અલગથી સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

ગુજરાતમાં અસામાજિક, ગુંડાતત્ત્વો સામે માત્ર ૧૦૦ કલાકમાં કાયદાનો કોરડો વિંઝવા પોલીસવડા વિકાસ સહાયનો આદેશ

0

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું છે. તેમણે આગામી 100 કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે. આ માટે તેમણે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, પોલીસ વડાએ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.

ગુજરાત રાજ્યની જાહેરજનતાને પજવતા ‘‘અસામાજીક ગુંડા’’ તત્ત્વોની તત્કાળ એટલે કે આગામી ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરીને પગલા ભરવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આદેશ કર્યો છે.

આજે તા.૧૫ માર્ચ ૨૦૨૫ના દિવસે જાહેર કરાયેલા પરિપત્ર (૩૦૫/૨૦૨૫)માં પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યભરની પોલીસને એક કડક આદેશ આપવા સાથે ‘ગુંડા’ તત્ત્વો સામે તત્કાળ આકરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

‘અસામાજીક ગુંડા’ તત્ત્વોની વ્યાખ્યા કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે

(૧) જે વ્યક્તિ વારંવાર શરીર સંબંધી હુમલા કરવામાં સંડોવાયેલા હોય
(૨) ખંડણી ઉઘરાવવા ધાકધમકી આપવામાં અથવા આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૩) વારંવાર મિલકત વિરોધી ગુના આચરતો હોય
(૪) દારૂ-જુગાર ઉપરાંત પ્રતિબંધીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૫) ખનીજચોરી એટલે કે રેતી, જેવી ખનન કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૬) આ ઉપરાંત અન્ય અસામાજીક કૃત્યો લોકોમાં ભય ભેલાવતા તત્ત્વો સામે.

આવા કૃત્યોમાં સંડોવાયેલા તત્ત્વોની તત્કાળ યાદી તૈયાર કરી પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના પરિપત્ર (આદેશ)માં વધૂમાં જણાવાયું છે કે

(૧) ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો સ્થાનિક સંસ્થાઓ સાથે મળી કાર્યવાહી કરવી.
(૨) સરકારી જમીન ઉપર દબાણ કર્યુ હોય તો કાર્યવાહી કરવી.
(૩) ગેરકાયદે વીજ જોડાણ લેનારાઓ સામે પગલા ભરવા.
(૪) બેંક એકાઉન્ટની તપાસમાં નાણાંકીય વ્યવહારમાં ગેરકાયદે કૃત્ય જણાય તો પગલા ભરવા.
(૫) જામીન પર છુટેલા અને કોઇ અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાય તો જામીન રદ કરવા કાર્યવાહી કરવી.
(૬) ‘પાસા’ અને ‘તડીપાર’ જેવી અસરકારક કાયદાનો ઉપયોગ કરવો.
(૭) ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો ફોજદારી કાર્યવાહી કરવી.

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત

રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતા, ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર આઠ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.

મૃતકોની યાદી

  • હિતેશ પટેલ (ઉં.વ. 49)
  • વિનય પટેલ (ઉં.વ. 24)
  • દિપીકાબહેન પટેલ (ઉં.વ. 28)

    ઈજાગ્રસ્તની યાદી

    • જગદીશભાઈ પટેલ (ઉં.વ. 47)
    • નીરજબહેન જગદીશભાઈ પટેલ
    • વિનય જગદીશભાઈ પટેલ (ઉં.વ. 32)
    • ચિરાગ પટેલ (ઉં.વ. 24)
    • ધ્રુવ પટેલ (ઉં.વ. 26)

      સુરતમાં કારે ટક્કર મારતા બાળકી પર ગેટ, કચળાઇ જતા 4 વર્ષની માસૂમનું મોત

      સુરતના કુંભારિયા વિસ્તારમાં એક કાર ચાલકે સોસાયટીના લોખંડનો દરવાજો સાથે કાર અથડાવી હતી. આ દરમિયાન એક ચાર વર્ષની બાળકી ગેટ પાસે રમી રહી હતી. ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ તેના માથે પડી જતાં બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

      સુરતમાં સુડા સહકાર રેસિડેન્સીમાં ઘરની બહાર રમતી છોકરી પર ગેટ પડી જતા મોત નિપજ્યું છે. 4 વર્ષની બાળકી સોસાયટીના ગેટ પાસે ઉભી હતી. ત્યારે અચાનક કાર આવી સોસાયટીના ગેટ સાથે ટક્કરાઈ હતી. જેના કારણે ગેટ બાળકી પર પડ્યો હતો. છતા કારચાલક ઉભો રહીને બાળકીની મદદ કરવાની જગ્યાએ ગેટ પર કાર ચઢાવી જતો રહ્યો હતો. કાર ચાલકે બ્રેક ન મારતા બાળકી ગંભીર રીતે કચડાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના કુંભારિયા ગામની સુડા સહકાર રેસિડેન્સીમાં બની હતી.

      પોલીસે ઘટના સ્થળે જઈ બાળકીના મૃતદેહનો કબજો લીધો છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,તો મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,તો બાળકો જયારે એકલા રમતા હોય ત્યારે માતા-પિતામાંથી કોઈ એક વ્યકિતએ તેમની સાથે રહેવું જરૂરી છે,કયારેક નાની ભૂલ તમારા બાળકનો જીવ લઈ શકે છે,ત્યારે પોલીસ આરોપી સામે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

      હરિયાણામાં ભાજપ નેતાની હત્યા, જમીન વિવાદમાં પાડોશીએ ગોળી મારી

      0

      હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જમીન વિવાદમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગોળી માર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

      ભાજપ નેતા સુરેન્દ્ર જવાહરાની ગત રાત્રે તેમના ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપ નેતાએ પડોશીના સંબંધીની જમીન ખરીદી હતી. જેને લઈ વિવાદ ચાલતો હતો. આરોપીએ થોડા દિવસ પહેલા ભાજપ નેતાને જમીન પર પગ નહીં મૂકવાની ચેતવણી આપી હતી. જેને લઈ ભાજપ નેતાની અનેક વખત આરોપી સાથે બોલાચાલી થઈ હતી. શુક્રવારની રાત્રે જ્યારે ભાજપ નેતા આ જમીનમાં વાવેતર કરવા ગયા ત્યારે આરોપી પણ ત્યાં આવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ભાજપ નેતા ત્યાંથી જતા રહ્યા હતા.

      ભાજપ નેતાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે અનેક ટીમો બનાવી આરોપીને શોધવા ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોર દુકાનમાં ઘૂસ્યા હતા અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા.

      પશ્ચિમ બંગાળમાં ભયાનક અકસ્માત, કારની ટક્કરથી 7 લોકોના મોત

      0

      પશ્ચિમ બંગાળથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શુક્રવારે એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ દરમિયાન ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત લગભગ 7 લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક ઝડપથી આવતી કારે એક પછી એક ત્રણ ઈ-રિક્ષાઓને ટક્કર મારી હતી.

      આ અકસ્માત વિસ્તારના લક્ષ્મીગચ્છમાં થયો હતો જ્યારે ઇ-રિક્ષા સવારો ઘરે પરત ફરી રહ્યા હતા. વિરુદ્ધ દિશામાંથી આવતી એક ઝડપી SUV એ એક પછી એક ત્રણ ઈ-રિક્ષાઓને ટક્કર મારી જેમાં ઈલેક્ટ્રિક વાહનોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને આઠ અન્ય ઘાયલ થયા જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા.

      સુરતમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, CCTV ફૂટેજ તપાસમાં

      સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં એક 6 વર્ષની નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાત્રિ દરમિયાન અજાણ્યા આરોપીએ બાળકીને અપહરણ કરી લઇ જઇ પોતાનું હવસ પૂરી કરી હતી. બાદમાં બાળકી ગંભીર હાલતમાં મળી આવતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર ચાલી રહી છે.

      આ ઘટનાને પગલે કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી સંભવિત CCTV ફૂટેજમાં કેદ થયો હોવાની માહિતી મળી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી રહી છે.

      શહેરમાં માસૂમ બાળકી પર થયેલા આ અત્યાચારથી લોકોમાં ભારે રોષ છે. સ્થાનિક રહીશો આરોપીને ઝડપથી પકડી કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. બાળકીના પરિવારજનો આ ઘટનાથી ગભરાઈ ગયા છે અને તેઓ માટે આ માનસિક આઘાતજનક છે.

      પોલીસે આ ગુનામાં દોષિતને ઝડપવા માટે વિશેષ ટીમ ગોઠવી છે. સુરત શહેરની જનતા અપેક્ષા રાખે છે કે આરોપીને ઝડપથી પકડવામાં આવશે અને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે.

      અમદાવાદ વસ્ત્રાલમાં ગુંડાગર્દી કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ

      0

      અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ આતંક મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાલમાં આરોપીઓના ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પોલીસ અને AMCની ટીમ પહોંચી છે. પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડવા AMCની ટીમ પહોંચી છે.

      અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે ટીમ પહોંચી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિક, સેક્ટર 2 ઝોન 5 ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે આરોપીના પરિવારે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરીને ઉગ્ર વિરોધ કર્યો છે.

      આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાશે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું છે. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢી તોડી પાડવામાં આવ્યું છે. ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે.

      કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.

      લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા

      0

      લદ્દાખના કારગિલમાં શુક્રવારની સવારે ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા જમ્મુ અને કાશ્મીરમાં પણ મહેસૂસ કરવામાં આવ્યા. આ ભૂકંપનું કેન્દ્ર સવારે 2.50 વાગ્યે 15 કિલોમીટર અંદર હતું.

      કેટલું તીવ્ર, કેટલું જોખમી?

      ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

      ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.

      જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.

      જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.

      ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.

      ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.

      ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.

      જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.

      ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.

      ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.