Home Blog Page 510

રાજકોટમાં નબીરાએ મોડી રાત્રે ચારને અડફેટે લીધાં, એકનું મોત

0

રાજકોટમાં 16 માર્ચની રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડે આવતી કારે રસ્તે જતાં ત્રણ જેટલા વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરિયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું.

રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જો કે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કિયા કંપનીની છે અને તેનો નંબર GJ01 KX 5080 છે.

આ ઘટનાની જાણ તાત્કાલિક માલવિયાનગર પોલીસને કરતા બંનેની અટકાયત કરી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અગાઉ રાજકોટના 150ના રિંગ રોડ પર મોડી રાત્રે કાર ચાલકે 3 કાર સાથે એક બાળકીને અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી દેવાઈ હતી. કારની ટક્કરથી અન્ય બે કારના બોનેટ તૂટી ગયા હતા. કાર ચાલકોને પણ નાની મોટી ઇજા થઈ હતી જ્યારે એક બાળકી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી.

રામ મંદિર ટ્રસ્ટે સરકારને ચૂકવ્યો 400 કરોડનો ટેક્સ, જાણો સમગ્ર મામલો

0

મંદિરો ચોક્કસ શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ તેની સાથે અર્થવ્યવસ્થા પણ જોડાયેલી છે. મંદિરોની આજુબાજુમાં વિકસતી સુવિધાઓ અને પર્યટનને મળતા વેગને લીધે સ્થાનિક રોજગારી વધે છે અને સરકારને પણ આવક મળે છે. રામ જન્મભૂમિ મંદિરમાં આવેલા દાનની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષમાં 944 કિલો ચાંદી દાનમાં આવી હતી. જે ચાંદીને 20 કિલોની ઈંટોમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ સાથે કરોડો રૂપિયાનું પણ દાન આવેલું છે. ભગવાનના આભૂષણો, મુગટ, ઝવેરાત બધુ જ દાનમાં આવેલું છે. અહી આવતા ભક્તો દિલ ખોલીને દાન કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તાજેતરમાં યોજાયેલા મહાકુંભ મેળાના કારણે લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતાં, જેના કારણે મંદિરની આવકમાં પણ વધારો થયો છે.

રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટીઓએ મંદિર પર થયેલા ખર્ચ અને રામ મંદિરના નિર્માણની પ્રગતિ અંગે ચર્ચા કરી. મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી 2020 ના રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. GST પેટે 272 કરોડ, TDS પેટે 39 કરોડ, લેબર સેસ 14 કરોડ, ESI 7.4 કરોડ, વીમા પેટે 4 કરોડ, જન્મસ્થળના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે 29 કરોડ, વીજળી બિલમાં 10 કરોડ, રોયલ્ટી તરીકે સરકારને 14.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાન સરકાર, કર્ણાટક સરકાર, મધ્યપ્રદેશ સરકાર અને યુપી સરકારને પથ્થરોની રોયલ્ટી આપવામાં આવી છે.

5 વર્ષમાં કુલ ખર્ચ 2150 કરોડ રૂપિયા હતો. બાંધકામ માટે જમીન પણ ખરીદવામાં આવી છે. ટ્રસ્ટને સમાજ તરફથી આ સહાય મળી છે. પરંતુ સરકાર તરફથી કોઈ આર્થિક મદદ લેવામાં આવી નથી. કોર્પોરેશન પાસેથી પાણી લેવામાં આવતું ન હોવાથી હજુ સુધી પાણી વેરો ચૂકવવામાં આવ્યો નથી. યુપીના રાજ્ય બાંધકામ નિગમને 200 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જે હેઠળ લગભગ 70 એકરમાં રામ કથા સંગ્રહાલય, વિશ્રામ ગૃહ, ત્રણ દરવાજા બનાવવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં બની રહેલા રામ જન્મભૂમિ મંદિરનું કામ પણ હવે પૂર્ણ થવાના આરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મંદિર 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિર ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે, તેવું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે. રામ મંદિરે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
મણિરામ દાસ છાવણી ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વિગતો આપી કે, મંદિર બનાવવા પાછળ અત્યાર સુધીમાં 2150 કરોડનો ખર્ચ થયો છે. જેમાંથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સરકારને 396 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે.

ડિંડોલી ઉમિયાધામ મંદિરમાં દશાબ્દી મહોત્સવ : આજે મુખ્યમંત્રી હાજર રહેશે

ડિંડોલી સ્થિત ઉમિયામાતા મંદિર ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવના આયોજન સાથે જ ભક્તોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી દશાબ્દી મહોત્સવને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સોમવારે બપોરે મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ફરશે. ત્યારબાદ મંગળવારથી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.

સોમવારે સાંજે પ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીના આશીવા મેળવશે.ઉમિયાપુરમના આંગણે ડિંડોલી સ્થિત ઉમિયામાતા મંદિરે ૧૮થી ૨૦ માર્ચ દરમિયાન ભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે. સોમવારે બપોરે ડિંડોલી વિસ્તારમાં કળશયાત્રા-શોભાયાત્રા નીકળશે.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. જ્યારે ૧૮ માર્ચને મંગળવારથી ૨૦ માર્ચના ગુરુવાર સુધી સહસ્ત્ર ચંદી મહાયજ્ઞ, સહસ્ત્ર કળશ અર્ચા શુદ્ધિ પ્રયોગનું આયોજન કરાયું છે. ૧૮ માર્ચના મંગળવારે સવારે ૮.૩૦થી બપોરે ૧૧.૩૦ વાગ્યા સુધી મોઢેરા તપોવન આશ્રમના મહામંડલેશ્વર અવધકિશોરદાસ રામાયણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. મંગળવારે બપોરે ૨થી સાંજે ૫ વાગ્યા સુધી પરિવારોત્સવ યોજાશે. રાત્રીએ ૯ વાગ્યે ડાયરો, બુધવારે સવારે ધર્મસભા, ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુરુવારે રાત્રીએ રાસગરબા, ગુરુવારે સાંજે ૭ વાગ્યે ઉમિયામાતાની મહાઆરતી થશે.

ત્રિદિવસીય રંગારંગ કાર્યક્રમો પૂર્વે સોમવારે સાંજે ૫ વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયેલી સભા મંડપ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવશે.

૧૭ માર્ચ, ૨૦૨૫/ સોમવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પ‌િત્ન સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટા‍ળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ

આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વ‌ૃશ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિ‌રતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીયક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી, અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો પડવા વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો

બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેક બાદ હવે પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરાયો હોવાનો દાવો કરાયો છે. આ હુમલામાં ઘણા સૈનિકો માર્યા ગયા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી અને દાવો કર્યો કે, આ હુમલામાં 90 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા.

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ રવિવારે પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો છે. BLA અનુસાર, તેમના માજીદ બ્રિગેડ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો.આમાં 90 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા.

BLA અનુસાર, ક્વેટાથી કફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહન પર હુમલો કર્યો હતો. આત્મઘાતી લડવૈયાઓએ નોશ્કીમાં હાઇવે નજીક વાહનોને નિશાન બનાવ્યા. નોશ્કીના એસએચઓ ઝફરઉલ્લાહ સુલેમાનીએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન સેનાના કાફલા સાથે અથડાવ્યું હતું.

આ પછી BLAની ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ સેનાના કાફલામાં ઘૂસીને સૈનિકોને મારી નાખ્યા. જે વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.સુલેમાનીના જણાવ્યા મુજબ, ઘાયલોને નોશ્કીની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ વિસ્તારમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. માત્ર 5 દિવસ પહેલાં BLAએ એક પેસેન્જર ટ્રેનની હાઇજેક કરી હતી. એમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યાં હતાં.

લશ્કરને સૌથી મોટો ઝટકો, હાફિઝ સઈદની નજીકના આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં ઠાર

ભારતનો નંબર વન દુશ્મન ખલ્લાસ થઈ ગયો છે? હા, આતંકી હાફિઝ સાઈદને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સાઈદ મારી નાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં ગુપચુપ ચર્ચા છે કે આતંકી હાફિઝ સાઈદનો પણ ગેમ ઓવર થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને પાકિસ્તાની હેન્ડલ્સ પર હાફિઝ સાઈદ પર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. X પર તો હાફિઝ સાઈદ ટ્રેન્ડ કરી રહ્યો છે. ઘણા અકાઉન્ટ્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઝેહલમ વિસ્તારમાં જમાત-ઉદ-દાવાનો વડો અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સાઈદ મારી નાખવામાં આવ્યો છે. જોકે, આ દાવાની કોઈ પુષ્ટિ થઈ નથી.

કોણ છે આતંકી હાફિઝ સાઈદ?

હાફિઝ સાઈદ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે. ભારત સરકાર તેની પ્રત્યર્પણની કોશિશ કરી રહી છે. હાફિઝ સાઈદ ભારતની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. માત્ર એટલું જ નહીં, તે 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. साथે જ હાફિઝ સાઈદ પુલવામા હુમલાનો પણ મુખ્ય સૂત્રધાર છે. ભારત સિવાય અન્ય અનેક દેશોએ હાફિઝ સાઈદને આતંકી જાહેર કર્યો છે. હાફિઝ સાઈદ અને તેના સંગઠન પર અમેરિકા દ્વારા ઈનામ પણ ઘોષિત કરાયું છે.હાફિઝ સાઈદનું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા છે. આ આતંકી સંગઠન પર અંદાજે 1 કરોડ ડોલરનું ઈનામ છે. આતંકી ફંડિંગ કેસમાં હાફિઝ સાઈદને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

૧૬ માર્ચ, ૨૦૨૫/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને રવિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મે‍ળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીયક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની, મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ-

મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. મિત્રોનો સાથ સહકાર મળે તથા જુના મિત્રોને મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારૂ રહેશે.‌

મિથુનઃ-

વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. એકાઉન્ટ્સ, એડવોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશેષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવાય.

કર્કઃ-

પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગમાં સામેલ થઇ શકો. આર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.‌

સિંહઃ-

આવકમાં વધારો થતો જણાય. જુની ઉઘરાણી છુટી થાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ.

કન્યાઃ-

વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્ષટાઇલ, પબ્લીશર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ-

આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતિથી કામ લેવું.

વૃ‌શ્ચિકઃ-

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાતના પ્રસંગ બને.

ધનઃ-

આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકે ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકરઃ-

ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃધ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવત્તર બને. જીવનસાથીની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભઃ-

માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી-ખાંસી તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીનઃ-

મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. જીવનસાથી સાથે મધુરતાનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફની ચિંતામાં વધારો થતો જણાય.

સુરતમાં કથિત તોડકાંડમાં ગુજરાત સમીકરણના 2 પત્રકારોની ધરપકડ, જાણો આ છે મામલો

સુરતમાં બે તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સમીકરણના તલ્હા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે. સેવન સી ન્યૂઝના મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરાઇ છે. કથિત તોડકાંડમાં એલિગન્ટ હોટલના ચિરાગ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં હોટલનું બાંધકામ ચાલતુ હતુ ત્યારે તોડબાજ પત્રકારોએ પૈસા માંગ્યા હતા. ફરિયાદી પાસેથી તોડબાજી કરવા માટે બંને તોડબાદ પત્રકારોએ 50-50 હજાર માંગ્યા હતા. તલ્હા ચાંદીવાલાએ રૂ.12 હજારનો તોડ કર્યો હતો, જ્યારે મુસ્તાક બેગે 22 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ, સુરતમાં પત્રકારો RTI કરી બિલ્ડરો અને વેપારીઓની ધમકી આપી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. RTI- કથિત પત્રકાર તોડકાંડમાં વધુ એક પત્રકારની ધરપકડ કરવામાં આવી. કથિત પત્રકાર બની મનીષ નામના શખ્સે બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. મનીષે બિલ્ડરને ધમકી આપી હતી કે તેમણે જે બાંધકામ કર્યું છે તે તોડી પાડવામાં આવશે. જેના બાદ બિલ્ડરે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

RTI કરી તોડ કરવાની અને ખંડણી માંગવાની બાબતે કરવામાં આવેલ ફરિયાદના આધારે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. અરવિંદ રાણાએ સવાલ કરતાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે RTI તોડકાંડમાં અત્યાર સુધી 38 ગુના નોંધાયા છે. જેના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો પોતાના ક્ષેત્ર બહાર આરટીઆઈ કરી બ્લૂટૂથમાં વિડીઓ બનાવતા અને પત્રિકાઓ મંત્રી અધિકારીઓની ઓફીસમાં મોકલતા હતા. ગુજરાત પોલીસે પ્રતિનિધિઓ સાથે મળી આરટીઆઈના નામે તોડ કરતા લોકો સામે ડર પેદા કરવામાં સફળતા મળી છે.

સ્વતંત્રના દૂરઉપયોગ કરનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ધારાસભ્ય માત્ર પોલિટીકલ સ્ટંટ કરાવવા પેપર મંત્ર હેડલાઈનમાં છપાવવા, પરંતુ સંકલન બેઠકમાં વિગતો મુકે તો પરિણામ મળી શકે. સુરત શહેર માં આરટીઆઈના નામથી ધંધો કરતા લોકો સુરત શહેર નહીં ગુજરાત છોડીને ભાગી ગયા. ચીટર ગેંગને પકડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી છે. લેભાગુ તત્ત્વો દ્વારા સારા કામો માટે બનેલા નિયમો લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

સુરત-અમદાવાદ-રાજકોટના નવા વિસ્તારોમાં BRTS ન ચલાવવાનો તંત્રનો નિર્ણય

0

બીઆરટીએસમાં મુસાફરી કરતાં લોકો માટે માઠા સમાચાર છે. બીઆરટીએસ માટે હવે નવા કોરિડોર નહીં બને. સુરત ઉપરાંત રાજકોટ અને અમદાવાદના નવા વિસ્તોરમાં બીઆરટીએસની સુવિધાનો લાભ નહીં મળે. તંત્ર દ્વારા તેનું વિસ્તરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

બીઆરટીએસના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે. તેને મિક્સ ટ્રાફિકમાં જ દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર બન્યો હતો. જે બાદ નવો કોરિડોર બન્યો નથી. સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાં જ બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદમાં બીઆરટીએસ શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવાયા હતા. બસો ઝડપથી અને સરળતાથી પસાર થાય તે માટે કોરિડોર બનાવવામાં આવ્યા હતા. તેમજ અલગથી સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

ગુજરાતમાં અસામાજિક, ગુંડાતત્ત્વો સામે માત્ર ૧૦૦ કલાકમાં કાયદાનો કોરડો વિંઝવા પોલીસવડા વિકાસ સહાયનો આદેશ

0

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું છે. તેમણે આગામી 100 કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે. આ માટે તેમણે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, પોલીસ વડાએ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.

ગુજરાત રાજ્યની જાહેરજનતાને પજવતા ‘‘અસામાજીક ગુંડા’’ તત્ત્વોની તત્કાળ એટલે કે આગામી ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરીને પગલા ભરવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આદેશ કર્યો છે.

આજે તા.૧૫ માર્ચ ૨૦૨૫ના દિવસે જાહેર કરાયેલા પરિપત્ર (૩૦૫/૨૦૨૫)માં પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યભરની પોલીસને એક કડક આદેશ આપવા સાથે ‘ગુંડા’ તત્ત્વો સામે તત્કાળ આકરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

‘અસામાજીક ગુંડા’ તત્ત્વોની વ્યાખ્યા કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે

(૧) જે વ્યક્તિ વારંવાર શરીર સંબંધી હુમલા કરવામાં સંડોવાયેલા હોય
(૨) ખંડણી ઉઘરાવવા ધાકધમકી આપવામાં અથવા આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૩) વારંવાર મિલકત વિરોધી ગુના આચરતો હોય
(૪) દારૂ-જુગાર ઉપરાંત પ્રતિબંધીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૫) ખનીજચોરી એટલે કે રેતી, જેવી ખનન કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૬) આ ઉપરાંત અન્ય અસામાજીક કૃત્યો લોકોમાં ભય ભેલાવતા તત્ત્વો સામે.

આવા કૃત્યોમાં સંડોવાયેલા તત્ત્વોની તત્કાળ યાદી તૈયાર કરી પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના પરિપત્ર (આદેશ)માં વધૂમાં જણાવાયું છે કે

(૧) ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો સ્થાનિક સંસ્થાઓ સાથે મળી કાર્યવાહી કરવી.
(૨) સરકારી જમીન ઉપર દબાણ કર્યુ હોય તો કાર્યવાહી કરવી.
(૩) ગેરકાયદે વીજ જોડાણ લેનારાઓ સામે પગલા ભરવા.
(૪) બેંક એકાઉન્ટની તપાસમાં નાણાંકીય વ્યવહારમાં ગેરકાયદે કૃત્ય જણાય તો પગલા ભરવા.
(૫) જામીન પર છુટેલા અને કોઇ અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાય તો જામીન રદ કરવા કાર્યવાહી કરવી.
(૬) ‘પાસા’ અને ‘તડીપાર’ જેવી અસરકારક કાયદાનો ઉપયોગ કરવો.
(૭) ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો ફોજદારી કાર્યવાહી કરવી.