Home Blog Page 508

“કાયદામાં રહેજો, નહીં તો ભોગવવું પડશે!” ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર, ગુનેગારોને ચેતવણી

0

ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા મળ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકારના નિર્ણયની ટીકા કરી. વધુમાં તેમણે કહ્યું કે આખરે કર્ણાટકની કોંગ્રેસ સરકારની માનસિકતા છતી થઈ છે. કર્ણાટક સરકાર ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે બિલ લાવી. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લીમનોને અનામત અપાયું છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે બિલ લાવી છે તેનાથી અનેક લોકોને અન્યાય થશે.હું કર્ણાટક સરકારના નિર્ણયને વખોડુ છું.

આ ઉપરાંત, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા એક બિલ અંગે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે તેમની માનસિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે આ નિર્ણયને નિમ્ન કક્ષાનો ગણાવતા કહ્યું હતું કે દેશના કોઈપણ રાજ્યમાં પહેલીવાર સરકારી ટેન્ડરમાં મુસ્લિમ સમાજને 4 ટકાનું રિઝર્વેશન આપવામાં આવ્યું છે. સંઘવીએ કર્ણાટક સરકાર પર વિવિધ ચૂંટણીઓમાં આપેલા વચનો પૂરા કરવા માટે સરકાર પાસે નાણાં ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના આ નિર્ણયને વખોડ્યો હતો અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ગોધરા કાંડ અંગે લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં પીએમ મોદીએ શું કહ્યું ?

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રસિદ્ધ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં ગુજરાતના ગોધરા કાંડ અંગે મહત્ત્વના ખુલાસા કર્યાં હતા. 3 કલાકના આ પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રશ્નોનો અંગે ખાસ ચર્ચાઓ કરી હતી. 2002માં થયેલા ગોધરાકાંડ વિશે પણ પીએમ મોદીએ ચર્ચા કરી હતી. જ્યારે આ અંગે લેક્સ ફ્રિડમેને પીએમ મોદીને અનેક બાબતના ધારદાર સવાલો કર્યા ત્યારે વડા પ્રધાને તેનો જવાબ પણ શાનદાર આપ્યો હતો.

પીએમ મોદીએ તે સમયની કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, “તે સમયે કેન્દ્રમાં વિપક્ષની સરકાર હતી અને તેમણે ગુજરાત રમખાણો દરમિયાન અમારી સામેના ખોટા કેસોમાં અમને સજા કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.” જો કે, તેમણે ઉમેર્યું કે તેમના તમામ પ્રયત્નો છતાં, ભારતના ન્યાયતંત્રએ સમગ્ર ઘટનાનું ખૂબ જ વિગતવાર વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ આરોપીઓને કાયદેસરની સજા થઈ છે.

2002ના રમખાણો પહેલાની પરિસ્થિતિ વર્ણવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “તમે 2002ના રમખાણો વિશે વાત કરો તે પહેલાં, હું તમને એ સમયની પરિસ્થિતિનો યોગ્ય ખ્યાલ આપવા માટે પાછલા વર્ષોની કેટલીક ઘટનાઓ યાદ કરાવવા માંગુ છું. 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી જતું વિમાન હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો અને ઓક્ટોબર 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકવાદી હુમલો થયો હતો.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુલ્લડના કારણની વાત કરતા કહ્યું કે, ટ્રેનમાં આગની ઘટનાએ કેટલાક લોકોએ હિંસા માટે પ્રેરિત કર્યા હતાં. કેન્દ્રમાં સત્તામાં રહેલા વિપક્ષે અમારી સરકાર પર આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોર્ટે પરિસ્થિતિ જોઈ અને અમને નિર્દોષ જાહેર કર્યા. અમારા રાજકીય વિરોધીઓ ઇચ્છતા હતા કે અમારા પરના આરોપો સાચા સાબિત થાય. જે લોકો જવાબદાર હતા તેમને કોર્ટમાંથી ન્યાય મળ્યો.

વક્ફ બિલ મુદ્દે મુસ્લિમ સંગઠનોનું જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન

0

ભારતમાં વક્ફ બોર્ડને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં રેલવે અને ડિફેન્સ બાદ સૌથી વધારે જમીન વક્ફ બોર્ડ પાસે છે. દેશમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ એકરથી વધુ જમીન હોવાનું કહેવાય છે. એટલું જ નહીં પરંતુ વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે, દેશમાં વકફની 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે. હવે બોર્ડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વક્ફ બોર્ડની જમીન સરકાર હસ્તક લેવા માટે વિચારણા ચાલી રહી છે. જેનો મુસ્લિમો સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

AIMPLBના ધરણા પર પ્રતિક્રિયા આપતાં વક્ફ JPC અધ્યક્ષ અને ભાજપ સાંસદ
જગદંબિકા પાલે દાવો કર્યો કે, આ બિલ ગરીબ મુસ્લિમ અને પસમાંદા મુસ્લિમ માટે છે. જ્યારે બેઠક થઈ રહી હતી તો તેમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, તમામ સ્ટેઇક હોલ્ડર સામેલ હતા, તેમ છતાં વિરોધ કરવો યોગ્ય નથી. આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ કાયદાને લઈને ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. દેશના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. દેશ અને રાજ્ય કાયદાથી ચાલે છે. 370 સમયે પણ લોહીની નદીઓ વહેવાની વાત કરવામાં આવી હતી પરંતુ, જમ્મુ-કાશ્મીરમાં એવું કંઈ ન થયું. ત્રિપલ તલાકના સમયે પણ જંતર-મંતર પર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમ પહેલાંના સંશોધન દેશના ભલા માટે કરવામાં આવ્યા હતા તેમ વક્ફ પણ દેશના ભલા માટે કરવામાં આવી રહ્યું છે.

એક મુસ્લિમ નેતાએ કહ્યું કે, દરેક ધર્મિક બાબતોનું રક્ષણ કરવું એ ભારતીય બંધારણનો અધિકાર છે. જે આપણાં માટે નમાઝ અને રોજા જરૂરી છે, તેવી જ રીતે વક્ફની રક્ષા કરવી પણ જરૂરી છે. સરકારે વકફ જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ સરકારે વકફ જમીન પર કબજો કરવા માટે કાયદો બનાવ્યો. આપણે ભારતને ગુલામીના આધારે નહીં પણ વફાદારીના આધારે સ્વીકાર્યું છે.

મોટાભાગના મુસ્લિમ નેતાઓ દ્વારા વક્ફ બોર્ડ સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહી માત્ર વક્ફ બોર્ડ જ નહીં પરંતુ હોળી પર મસ્જિદોને ઢાંકવામાં આવી હતી તેનો પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ નેતા ઉબૈદુલ્લાહ આઝમીએ કહ્યું કે, આઝાદ ભારતમાં આટલી નફરત ક્યારેય નથી જોઈ. કહ્યું કે, તમે શાસન કરી રહ્યા છો અને નફરતની જ્વાળાઓને ભડકાવી રહ્યા છો. હિન્દુનો ‘હ’ અને મુસ્લિમનો ‘મ’ સાથે મળીને ‘હમ’ બને ​​છે, જેનાથી દેશને આઝાદી મળી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

સુરતમાં હાઈ ક્વોલિટી જાલી નોટ સાથે બે યુવકો ઝડપાયા, એસ.ઓ.જીની મોટી કાર્યવાહી

સુરતમાંથી અવારનવાર નકલી નોટ ઝડપાઈ જતી હોય છે. ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત જ હાઈ ક્વોલિટી જાલી નોટ ઝડપાઈ છે. આ નેટવર્ક નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાનું સામે આવી રહ્યું છે. સુરત પોલીસ પશ્ચિમ બંગાળથી ચાલતું નેટવર્ક ને નેસ્ટે નાબૂદ કરવા માટે કેન્દ્રીય અને રાજ્યને અલગ એજન્સીઓની મદદ મેળવશે.

સુરતના પુણા ગામ વિસ્તારમાંથી ભારતીય અર્થતંત્રને ખોખલું કરતાં ઇન્ટરનેશનલ જાલી નોટ પ્રકરણમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની 500ના દરની નોટ કુલ 9 હજારના દરની નોટ પકડાઈ હતી. પકડાયેલા આરોપી પૈકી એક આરોપી એનઆઈએ અને એટીએસમાં પણ અગાઉ પકડાઈ ચૂક્યા છે અને બે કેસમાં વોન્ટેડ પણ રહ્યા છે.

પુણા વિસ્તારમાં રહેતો સુરેશ ગુરૂજી લાઠી દડિયા ઉર્ફે પટેલ તેના સાગરિત વિજય નરસિંહ ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ભારતીય બનાવટ ચલણી સુરતમાં વેચવા ફરી રહ્યો હતો. વહેલી સવારે સુરેશ ગુરુજી માવજી લાઠી દડીયાના ઘરે દરોડો પાડયો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન હાઈ ક્વોલિટી ભારતીય બનાવટની જાલી નોટ 500 દરની 18 નગ કિંમત 9000 રૂપિયાની મળી આવી હતી.

આ નોટ વિજય નરસિંહ ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ કરતા સુરેશ ગુરુજી ઉફે ચકોર માવજી લાઠી દડીયા અગાઉ પણ એના એ અને એટીએસ તેના વિરુદ્ધ જાલી નોટના કેસો કર્યા હતા. છ જેટલા કેસોમાં ઈન્વોલ્વ હતો. દોઢ વરસ વર્ષ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. સાથે આ જાલી નોટ પ્રકરણમાં સુરેશ અને વિજય ચૌહાણ પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી તાહિર ઉફે કાલીયા રઇયુદિન શેખએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

હાલમાં પોલીસે સુરેશ અને વિજયને ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. જ્યારે પશ્ચિમ બંગાળના માલદા શેખને વોન્ટેડ બતાવવામાં આવ્યું છે. સુરત એસઓજીના ડીસીપી રાજદીપ નકુમે જણાવ્યા મુજબ આ ભારતીય બનાવટની 500ના દરની નોટ અત્યંત બારીકથી બનાવવામાં આવી છે. અસલ નોટ અને ડુપ્લીકેટ નોટમાં ફરક દેખાતો નથી. તેમજ તેના માટે ચેક કરવા માટેનું સુરેશે મશીન ચેક કરવા માટે વસાવ્યું હતું. આ બધું ના જાલી નોટ પકરણમાં કાચો માવો અને પાકો માવોનો કોડવર્ડ માં ઉપયોગ થતો હતો. જેને પોલીસે આ કોડવર્ડ ઉકેલોમાં સફળતા પ્રાપ્ત થઈ છે. કાચો માવો એટલે જાલી નોટમાં થોડી ખરાબી છે. પાકો માવો એટલે જાલી નોટ બરાબર છે. એવાં કોડવર્ડનો ઉપયોગ થતો હતો.

સુરતમાં હિચકો તૂટતો 1 વર્ષની બાળકીનું દુઃખદ મોત

સુરતમાં એક અજબનો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી હિચકા પર ઝુલી રહી હતી અને હિચકો નીચે પડતા તેનું મોત થયું છે,હિચકો તૂટીને ફાસો આવી જતા તેનું મોત થયું છે, ત્યારે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,સુરતના ભેસ્તાનની સંગમ સોસાયટીમાં આ બનાવ બન્યો હોવાની વાત છે.

સુરતમાં હિચકો તૂટતા બાળકીનું મોત થયું છે,બાળકી ઘરે હતી અને હિચકે ઝૂલી રહી હતી ત્યારે અચાનક હિંચકો પડતા બાળકી પણ નીચે પડી હતી અને બાળકીને ગળાના ભાગે ટૂપો આવી ગયો હતો જેના કારણે તેનું મોત થયું છે,પીએમ થયા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે ત્યારે માતા-પિતા બાળકોનું ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે,બાળકીને સારવાર મળે તે પહેલા જ ઘરમાં તેનું મોત થયું હતુ.પરિવારમાં આક્રંદ છવાયો છે,ત્યારે માતા-પિતા બાળકનું ધ્યાન ખાસ રાખે તે જરૂરી બન્યું છે.

વૈષ્ણોદેવીનાં દર્શન કરવા પહોંચેલ ઓરેએ હોટલમાં દારૂનું સેવન કર્યું! કટારામાં નોંધાઈ ફરિયાદ

બોલિવૂડ સ્ટારનાં મિત્ર ઓરી મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે. તેમની વિરૂદ્ધ જમ્મુના કટારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઓરી પર ડીએમના આદેશોનું ઉલ્લંઘન કરવાનો અને જમ્મુના કટરા સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં તેના મિત્રો સાથે દારૂ પીવાનો આરોપ છે. 5 સ્ટાર હોટલમાં દારૂ પીતા હોવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ઓરીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. હોટલમાં દારૂ પીવાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો તેમાં ઓરી પણ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કટરામાં વૈષ્ણો દેવી માતાનું મંદિર આવેલું છે. જેને હિંદુ ધર્મનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જેના કારણે અહીં દારૂ પર પ્રતિબંધ છે. જો કે, ઓરીએ અહીં તેના મિત્રો સાથે દારૂ સાથે નોનવેજની પાર્ટી કરી હતી. મીડિયા રિપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, ઓરીને અને તેના મિત્રો પહેલા જ કહેવામાં આવ્યું હતું કે, અહી દારૂ અને નોનવેજ પર પ્રતિબંધ છે. તેમ છતાં સૂચનાઓને અવગણીને દારૂની પાર્ટી કરી હતી. જેથી તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે ઓરી અને તેના મિત્રો દર્શન સિંહ, પાર્થ રૈના, રિતિક સિંહ, રક્ષિતા ભોગલ, ઋષિ દત્તા, શગુન કોહલી અને અનસતાસિલા અર્જમસ્કિના સાથે અહીં 15 માર્ચે દારૂની પાર્ટી કરી હતી. ઓરીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દારૂની બોટલો સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે ત્યાં ટેબલ પર રાખવામાં આવી હતી. જેથી આ મામલે કટરા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને એફઆઈઆર દાખલ કરી અને તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ઓરી સાથે તેના 7 મિત્રો દર્શન સિંહ, પાર્થ રૈના, ઋત્વિક સિંહ, રાશિ દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિલા અરઝામાસ્કીના પણ આ કેસમાં સામેલ છે. તે બધાને કહેવામાં આવ્યું હતું કે કુટીર સ્યુટની અંદર દારૂ અને માંસાહારી ખોરાક લેવાની મંજૂરી નથી કારણ કે આવા દિવ્ય માતા વૈષ્ણો દેવી મંદિરમાં આવું કરવું સખત પ્રતિબંધિત છે.ઓરી તેના મિત્રો સાથે બેસીને દારૂ પીતો હતો.

રાજકોટમાં નબીરાએ મોડી રાત્રે ચારને અડફેટે લીધાં, એકનું મોત

0

રાજકોટમાં 16 માર્ચની રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડે આવતી કારે રસ્તે જતાં ત્રણ જેટલા વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરિયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું.

રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જો કે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કિયા કંપનીની છે અને તેનો નંબર GJ01 KX 5080 છે.

આ ઘટનાની જાણ તાત્કાલિક માલવિયાનગર પોલીસને કરતા બંનેની અટકાયત કરી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અગાઉ રાજકોટના 150ના રિંગ રોડ પર મોડી રાત્રે કાર ચાલકે 3 કાર સાથે એક બાળકીને અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી દેવાઈ હતી. કારની ટક્કરથી અન્ય બે કારના બોનેટ તૂટી ગયા હતા. કાર ચાલકોને પણ નાની મોટી ઇજા થઈ હતી જ્યારે એક બાળકી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી.

રામ મંદિર ટ્રસ્ટે સરકારને ચૂકવ્યો 400 કરોડનો ટેક્સ, જાણો સમગ્ર મામલો

0

મંદિરો ચોક્કસ શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ તેની સાથે અર્થવ્યવસ્થા પણ જોડાયેલી છે. મંદિરોની આજુબાજુમાં વિકસતી સુવિધાઓ અને પર્યટનને મળતા વેગને લીધે સ્થાનિક રોજગારી વધે છે અને સરકારને પણ આવક મળે છે. રામ જન્મભૂમિ મંદિરમાં આવેલા દાનની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષમાં 944 કિલો ચાંદી દાનમાં આવી હતી. જે ચાંદીને 20 કિલોની ઈંટોમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ સાથે કરોડો રૂપિયાનું પણ દાન આવેલું છે. ભગવાનના આભૂષણો, મુગટ, ઝવેરાત બધુ જ દાનમાં આવેલું છે. અહી આવતા ભક્તો દિલ ખોલીને દાન કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તાજેતરમાં યોજાયેલા મહાકુંભ મેળાના કારણે લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતાં, જેના કારણે મંદિરની આવકમાં પણ વધારો થયો છે.

રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટીઓએ મંદિર પર થયેલા ખર્ચ અને રામ મંદિરના નિર્માણની પ્રગતિ અંગે ચર્ચા કરી. મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી 2020 ના રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. GST પેટે 272 કરોડ, TDS પેટે 39 કરોડ, લેબર સેસ 14 કરોડ, ESI 7.4 કરોડ, વીમા પેટે 4 કરોડ, જન્મસ્થળના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે 29 કરોડ, વીજળી બિલમાં 10 કરોડ, રોયલ્ટી તરીકે સરકારને 14.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાન સરકાર, કર્ણાટક સરકાર, મધ્યપ્રદેશ સરકાર અને યુપી સરકારને પથ્થરોની રોયલ્ટી આપવામાં આવી છે.

5 વર્ષમાં કુલ ખર્ચ 2150 કરોડ રૂપિયા હતો. બાંધકામ માટે જમીન પણ ખરીદવામાં આવી છે. ટ્રસ્ટને સમાજ તરફથી આ સહાય મળી છે. પરંતુ સરકાર તરફથી કોઈ આર્થિક મદદ લેવામાં આવી નથી. કોર્પોરેશન પાસેથી પાણી લેવામાં આવતું ન હોવાથી હજુ સુધી પાણી વેરો ચૂકવવામાં આવ્યો નથી. યુપીના રાજ્ય બાંધકામ નિગમને 200 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જે હેઠળ લગભગ 70 એકરમાં રામ કથા સંગ્રહાલય, વિશ્રામ ગૃહ, ત્રણ દરવાજા બનાવવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં બની રહેલા રામ જન્મભૂમિ મંદિરનું કામ પણ હવે પૂર્ણ થવાના આરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મંદિર 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિર ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે, તેવું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે. રામ મંદિરે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
મણિરામ દાસ છાવણી ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વિગતો આપી કે, મંદિર બનાવવા પાછળ અત્યાર સુધીમાં 2150 કરોડનો ખર્ચ થયો છે. જેમાંથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સરકારને 396 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે.

ડિંડોલી ઉમિયાધામ મંદિરમાં દશાબ્દી મહોત્સવ : આજે મુખ્યમંત્રી હાજર રહેશે

ડિંડોલી સ્થિત ઉમિયામાતા મંદિર ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવના આયોજન સાથે જ ભક્તોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી દશાબ્દી મહોત્સવને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સોમવારે બપોરે મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ફરશે. ત્યારબાદ મંગળવારથી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.

સોમવારે સાંજે પ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીના આશીવા મેળવશે.ઉમિયાપુરમના આંગણે ડિંડોલી સ્થિત ઉમિયામાતા મંદિરે ૧૮થી ૨૦ માર્ચ દરમિયાન ભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે. સોમવારે બપોરે ડિંડોલી વિસ્તારમાં કળશયાત્રા-શોભાયાત્રા નીકળશે.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. જ્યારે ૧૮ માર્ચને મંગળવારથી ૨૦ માર્ચના ગુરુવાર સુધી સહસ્ત્ર ચંદી મહાયજ્ઞ, સહસ્ત્ર કળશ અર્ચા શુદ્ધિ પ્રયોગનું આયોજન કરાયું છે. ૧૮ માર્ચના મંગળવારે સવારે ૮.૩૦થી બપોરે ૧૧.૩૦ વાગ્યા સુધી મોઢેરા તપોવન આશ્રમના મહામંડલેશ્વર અવધકિશોરદાસ રામાયણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. મંગળવારે બપોરે ૨થી સાંજે ૫ વાગ્યા સુધી પરિવારોત્સવ યોજાશે. રાત્રીએ ૯ વાગ્યે ડાયરો, બુધવારે સવારે ધર્મસભા, ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુરુવારે રાત્રીએ રાસગરબા, ગુરુવારે સાંજે ૭ વાગ્યે ઉમિયામાતાની મહાઆરતી થશે.

ત્રિદિવસીય રંગારંગ કાર્યક્રમો પૂર્વે સોમવારે સાંજે ૫ વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયેલી સભા મંડપ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવશે.

૧૭ માર્ચ, ૨૦૨૫/ સોમવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પ‌િત્ન સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટા‍ળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ

આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વ‌ૃશ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિ‌રતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીયક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી, અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો પડવા વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.