Home Blog Page 506

1 એપ્રિલથી હોટેલમાં રહેઠાણ અને ભોજન થશે મોંઘું, જીએસટી રેટમાં વધારો

0

1 એપ્રિલથી હોટલમાં રોકાવું અને જમવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કહ્યુંકે, એક નાણાકીય વર્ષમાં કોઇ પણ સમયે દૈનિક 7500 રૂપિયા થી વધારે રૂમ ભાડું વસૂલનાર હોટલને આગામી વર્થ માટે સ્પેસિફાઇડ પરિસર માનવામાં આવશે. આવા પરિસરની અંદર જ આપવામાં આવતી રેસ્ટોરન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે 18 ટકા જીએસટી લાગુ પડશે. 1 એપ્રિલ, 2025થી આવા રેસ્ટોરેન્ટ જે હોટેલની અંદર ચાલે છે, તેની ટેક્સેબિલિટી ટ્રાન્ઝેક્શનલ વેલ્યૂ કે સપ્લાયની વેલ્યૂ પર આધારિત હશે.

તે હાલના ડિક્લેયર્ડ ટેરિફ સિસ્ટમનું સ્થાન લેશે. ડિક્લેયર્ડ ટેરિફ સિસ્ટમમાં રહેવા માટે ભાડા પર આવેલી જગ્યા પર આવપામાં આવતી તમામ સુવિધા માટે ચાર્જિસ સામેલ છે, જેમ કે ફર્નિચર, એસી, રિફ્રિજરેટ કે અન્ય સુવિધાઓ. CBIC સ્પેસિફાઇડ પરિસરમાં આપવામાં આવતી રેસ્ટોરેન્ટ્સ સર્વિસ ટોપિક પર જારી કરેલા FAQ માં આ વાત જણાવી છે.

CBIC મુજબ, રેસ્ટોરેન્ટ સર્વિસ ધરાવતી આવી હોટેલ જેનું રૂમ ભાડું પાછલા વર્ષમાં 7500 રૂપિયા દૈનિકથી વધારે હતું, તેની અંદર આપવામાં આવતી રેસ્ટોરેન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાતે 18 ટકા જીએસટી લાગુ થશે. અલબત્ત એવી હોટેલ જેનું રૂમ ભાડું પાછલા વર્ષમાં 7500 રૂપિયાથી વધારે નથી, તેની અંદર રેસ્ટોરેન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર 5 ટકા જીએસટા લાગુ થશે.

સુરતમાં મોકડ્રિલ વચ્ચે લાગી મોટી આગ, 11 લોકોને રેસ્કયૂ કરી બચાવ્યા

સુરતમાં NSG કમાન્ડોની મોકડ્રિલ અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ત્યારે અલથાણ ભીડરાડ રોડ ઉપર આવેલ ખાનગી કોમ્પલેક્ષના હોટલમાં NSG કમાન્ડો રોકાયા હતા. ત્યાં મોડી રાતે તે કોમ્પ્લેક્સના હોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આશરે 160 જેટલા NSG કમાન્ડો હોટલમાં રોકાયા હતાં.

ફાયરની 10 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં 10 લોકોનું ફાયરના જવાનોએ રેસ્ક્યું કર્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. NSG કમાન્ડો અને તેઓના હથિયાર પણ સહી સલામત છે. આગ લાગવાનું કારણ એકબંધ રહેવા પામ્યું છે.

સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરી રહ્યું હતુ તે દરમિયાન બિલ્ડિંગમાં પ્રંચડ બ્લાસ્ટ થયો અને લોકો દોડતા થયા હતા,આ બિલ્ડિંગમાં 160 NSG જવાનો હોટલમાં રોકાયા હતા તો NSG કમાન્ડો સમજ્યા કે મોકડ્રિલ છે પરંતુ જયારે સાચી આગ લાગી ત્યારે સૌ કોઈ દોડતા થઈ ગયા હતા,ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાંથી 9 લોકોને રેસ્કયૂ કરીને બચાવવામાં આવ્યા હતા, ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.

સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરતુ હતુ અને તેની વચ્ચે આગ લાગી હતી ત્યારે આ ઘટનામાં સૌ કોઈ ચિતિંત થયા હતા,એટલા માટે ચિંતિત થયા હતા કે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો, ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી, તો ફાયર વિભાગે સુરક્ષિત રીતે તમામ લોકોને ઘરની બહાર નીકાળ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો, આગ કેમ લાગી તેનું સાચું કારણ સામે આવ્યું નથી અને ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે.

કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે વધુ 3 FIR નોંધાવી

0

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ વધવા લાગી છે. ખાર પોલીસે કામરા વિરુદ્ધ વધુ ત્રણ કેસ નોંધ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, એક કેસ જલગાંવના મેયર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય બે ફરિયાદો નાસિકના બે વેપારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. ખાર પોલીસે કુણાલ કામરાને બે વખત પૂછપરછ માટે બોલાવ્યા છે. પરંતુ તેઓ હજુ સુધી દેખાયા નથી.

ડેપ્યુટી સીએમ પર તેમની વાંધાજનક ટિપ્પણી બાદ પોલીસે કામરાને ત્રણ સમન્સ જારી કર્યા છે. ત્રીજા સમન્સમાં, પોલીસે કોમેડિયનને 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું છે. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે ખાર પોલીસ સ્ટેશનમાં કામરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. છેલ્લા બે સમન્સમાં કામરા પોતાનો પક્ષ રજૂ કરવા પોલીસ સમક્ષ હાજર થયો ન હતો.

કામરાની ટિપ્પણીને પગલે રાજકીય તોફાન ઊઠ્યું છે. એકનાથ શિંદેના સમર્થકોએ તેમના નેતાને અપમાનિત કરવા બદલ કામરાની આલોચના કરી, જ્યારે કામરાના પ્રશંસકોએ “અભિવ્યક્તિની સ્વતંત્રતા” માટે તેમનો સમર્થન કર્યું. 23 માર્ચે, જ્યાં કામરાએ પ્રદર્શન કર્યું હતું, ત્યાં શિંદેના સમર્થકોએ તોડફોડ કરી, જ્યારે શિવસેના કાર્યકર્તાઓએ ખાર પોલીસ સ્ટેશન અને MIDC પોલીસ સ્ટેશનમાં કામરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા

અફઘાનિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સવારે 5.16 વાગે રેક્ટર સ્કેલ 4.7 અને 4.3 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા. તમને જણાવી દઇયે કે, શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી મ્યાનમારમાં 140 થી વધુ લોકોના મોત અને 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક સમય મુજબ સવારે 4:51 અને 5:16 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપના કારણે લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી હતી. જોકે, હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ગઈકાલે 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા હતા, જેની તીવ્રતા 7 થી વધુ હતી, તે જ સમયે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ભૂકંપથી મ્યાનમારમાં હાહાકાર, અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત

શુક્રવારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભયાનક ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા 7.7 હતી, જે ખૂબ જ મજબૂત હતી. આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને લોકો ગભરાઈ ગયા. માહિતી અનુસાર, ભૂકંપમાં ઓછામાં ઓછા 694 લોકોના મોત થયા છે અને 1,670 થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, મૃત્યુઆંક હજુ પણ વધુ હોવાની આશંકા છે. આ સાથે, દેશમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. બચાવ કાર્ય હાલમાં ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મ્યાનમાર-થાઈલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જુન્ટાના વડા મિન આંગ હ્લેઇંગે એક વીડિયો ભાષણમાં કહ્યું, મેં રાહત પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સમર્થનની વિનંતી કરી છે. શુક્રવારે બપોરે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું. આ પછી, લગભગ 11 મિનિટ પછી, 6.4 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેનો અંદાજ છે કે મૃત્યુઆંક 1,000 થી વધુ હોઈ શકે છે. મ્યાનમારના લશ્કરી જુન્ટાના નેતા જનરલ મીન આંગ હ્લેઇંગે મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધવાની ​​ચેતવણી આપી છે. તેમણે કોઈપણ દેશને સહાય અને દાન આપવા આમંત્રણ પણ આપ્યું, જ્યારે મેજર જનરલ ઝાવ મીન તુને કહ્યું કે નેપીડો, માંડલે અને સાગાંગ શહેરોની હોસ્પિટલો ઘાયલ લોકોથી ભરેલી છે.

બીજીબાજુ બેંગકોકમાં બાંધકામ હેઠળની એક ઈમારત પત્તાના મહેલની જેમ સેકંડોમાં કડડભૂસ થઈ જતાં અનેક કામદારો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે અને 90થી વધુ લાપતા છે તેમ સંરક્ષણ મંત્રી ફુમથામ વેચાયાચીએ કહ્યું હતું. એડિનબર્ગ યુનિવર્સિટીમાં જીયોસાયન્સ સ્કૂલના સિસ્મોલોજી અને રોક ફિઝિક્સમાં પર્સનલ ચેર પ્રોફેસર ઈયાન મેને જણાવ્યું કે, બંને દેશોમાં ભૂકંપમાં અંદાજે 10000થી એક લાખ લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે. માંડલેમાં સ્થિત મસ્જિદ તૂટી પડી હતી. આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢી રહેલાં 20થી વધુ લોકોનાં મોત થયા છે. આ સિવાય પણ અન્ય બે મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂનો અવા બ્રિજ તૂટી પડયા હતા.

છત્તીસગઢના દાંતેવાડામાં 16 નકસલી ઠાર, બે જવાન ઘાયલ

0

છત્તીસગઢના દાંતેવાડા સુરક્ષાદળોએ 16 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આજે શનિવારે ફરી એકવાર દાંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 15 નક્સલીઓના મોત થયા છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તેમણે હજુ પણ ઘણા નક્સલીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણ કેરલાપાલા વિસ્તારના જંગલમાં થઈ હતી. અહીં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. તેમાં જિલ્લા રિઝર્વ ગાડ અને CRPFના જવાન સામેલ હતા. આ ઓપરેશન શુક્રવારે રાત્રે આ વિસ્તારમાં નકસલીઓની હાજરી હોવાની બાતમી મળ્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના અહેવાલો છે. ગોગુંડા ટેકરી પર ઉપમપલ્લીમાં બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ડીઆરજી અને સીઆરપીએફના જવાનો નક્સલવાદીઓનો સામનો કરી રહ્યા છે. એવો અંદાજ છે કે 30 થી 40 નક્સલવાદીઓ હોઈ શકે છે. સૈનિકોએ એન્કાઉન્ટરમાં 20 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ અથડામણમાં બે સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ અને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને વિસ્ફોટોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળોએ માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલ દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે.

એલોન મસ્કે X પોતાની જ કંપની xAIને વેચ્યું, 33 અબજ ડોલરમાં થયો સોદો, કોણ છે નવો માલિક ?

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમણે 33 અબજ અમેરિકન ડોલરના ઓલ સ્ટોક સોદામાં સોશિયલ મીડિયા સાઇટ એક્સને તેની પોતાની એક્સએઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને વેચી દીધી છે. અમેરિકાના ઉદ્યોગપતિ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કે 2022 માં ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું અને તેનું નામ X રાખ્યું હતું.

મસ્કે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ પગલું એક્સએઆઈની અદ્યતન એઆઈ ક્ષમતા અને એક્સની વ્યાપક પહોંચ સાથે કુશળતાને જોડીને પુષ્કળ સંભાવનાઓ ખોલશે.” તેમણે કહ્યું કે આ ડીલમાં એક્સએઆઇનું મૂલ્ય 80 અબજ અમેરિકન ડોલર અને એક્સનું મૂલ્ય 33 અબજ અમેરિકન ડોલર છે. બંને કંપનીઓ ખાનગી માલિકીની છે, જેનો અર્થ એ છે કે તેઓએ તેમના નાણાકીય નિવેદનો જાહેર કરવાની જરૂર નથી.

ઇલોન મસ્કે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, એકએઆઈ અને એક્સનું ભવિષ્ય પરસ્પર જોડાયેલું છે. આજે આપણે ડેટા, મોડલ, કમ્પ્યુટર, ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટને ભેગી કરવા સત્તાવાર પગલું ભરી રહ્યા છીએ. એકસએઆઈ એક્સ માટે 45 અબજ ડોલરની ચૂકવણી કરશે. જે મસ્ક દ્વરા 2022માં કરવામાં આવેલી ચૂકવણી કરતા થોડી વધારે છે. ઉપરાંત આ ડીલમાં 12 અબજ ડૉલરનું ઋણ પણ સામેલ છે.

ગુજરાતમાં ૨૦૨૬ની મહાપાલિકાઓનો અને ૨૦૨૭ની વિધાનસભાનો ચૂંટણીજંગ જીતવા સી.આર.પાટીલની આગોતરી તૈયારી

  • કેન્દ્ર સરકારમાં ઝડપથી ઊભરી રહેલા સી.આર.પાટીલ રાષ્ટ્રીય પ્રચાર માધ્યમોનાે પણ આકર્ષણનો ચહેરો
  • વડાપ્રધાન મોદીનું સપનું ‘‘જળ જીવન મિશન’’ પાર પાડવા કમર કસીને દેશભરમાં જળશક્તિ મંત્રાલયનો પ્રભાવ ઊભો કરવામાં પાટિલ સફળ પુરવાર થયા
  • ગુજરાતની ગ્રામ પંચાયતથી શરૂ કરીને તાલુકા, જિલ્લા પંચાયતો, નગર અને મહાપાલિકાઓ અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને સતત જીતના માર્ગે લઇ જવા નિમિત્ત બનેલા સી.આર.પાટીલની ગુજરાતમાં ભાજપનો વાવટો વધુ ઊંચાઇએ લઇ જવાની નેમ

પાછલી ચાર ચાર ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવેલા ભાજપના સુરત(નવસારી બેઠક)ના સાંસદ સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રીમંડળમાં કદમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાજપના ગણતરીના આગલી હરોળના નેતાઓમાં સી.આર.પાટીલની ગણના કરવામાં આવે છે. સરકાર અને ભાજપ પક્ષની વ્યૂહરચનામાં સી.આર.પાટીલના અવાજને મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાથી હવે ભાજપના નિર્ણાયક નેતાઓમાં તેમનું સ્થાન અં‌િકત થઇ ચૂક્યું છે. અને હવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રચાર માધ્યમો માટે પણ સી.આર.પાટીલ ક્રમશઃ ચહેરો બની રહ્યા છે.

તાજેતરમાં એક રાષ્ટ્રીય મીડિયાએ કરેલા અભ્યાસમાં પણ સી.આર.પાટીલને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું તથા સી.આર.પાટીલની કેટલીક બાબતો ઉજાગર કરી પ્રિન્ટ અને ન્યૂઝ ચેનલમાં સી.આર.પાટીલના વિશેષ ઇન્ટરવ્યૂ સાથે તેમના વિચાર અને ભાવિ આયોજન અને સરકારની વ્યૂહરચના જાણવાના પ્રયાસો કરાયા હતાં. લાંબા અને ઉત્કંઠાભર્યા કરાયેલા સવાલોના સી.આર.પાટીલે જરા પણ ચલિત થયા વગર એક પૂર્ણ કક્ષાના અને પીઠ રાજકીય નેતાને છાજે એવા જવાબો આપવા સાથે સરકારની પ્રતિભાને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન સી.આર.પાટીલે કોઇ કાગળ ઉપર ટપકાવેલી નોંધનો સહારો લીધા વગર આંકડા સાથે માહિતીઓ દર્શાવી હતી.

દેશમાં કુલ કેટલો વરસાદ પડે છે, દેશની પાણીની જરૂરિયાત અંગે આંકડાકીય રસપ્રદ વિગતો રજૂ કરવા સાથે તેમણે મુદ્દાની વાત કરતા કહ્યું હતું કે વરસાદી અને નદીના પાણીનો સંગ્રહ કરવા માટે ડેમ બાંધવા જરૂરી છે? પરંતુ એક ડેમનું નિર્માણ કરતા વર્ષો નીકળી જાય છે. અનેક ગામડાઓ ખાલી કરાવવા પડે છે અને ગામ અને ખેતીની જમીન ડેમના ડુબાણમાં ચાલી જાય છે. બલ્કે એમ કહી શકાય કે પરિવારની એક પેઢીની ૨૫ થી ૩૦ ટકા‌ જિંદગી નીકળી જાય છે.

તેની સામે જળસંચય યોજનાના ફાયદા ગણાવતા સી.આર.પાટીલે કહ્યું હતું કે ગામ હોય કે ખેતર-વરસાદી પાણીનો સંચય કરવાનું કામ ખૂબ જ આસાન છે. ગામમાં પાણીના બોર કરીને વરસાદી પાણીને નદી, નાળા કે દરિયામાં વહી જતું રોકી શકાય છે એ પ્રમાણે સરેરાશ ખેતરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે કૂવા કે બોર બનાવવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થવા સાથે લાંબા ગાળે બારમાસી ખેતીની ઊપજ લઇ શકાય અને આ કામગીરી માદરે વતન સુરત અને ગુજરાતથી કરીને સારા પરિણામો પણ મેળવી ચૂક્યા હોવાનો સી.આર. પાટીલે દાવો કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસુઓ પૈકીના એક સી.આર.પાટીલની રાજકીય કારકીર્દી જોવામાં આવે તો તેમણે ઉપાડેલી કે સોંપેલી જવાબદારીમાં ક્યારેય પણ પીછેહઠ કરી નથી. પક્ષના અંદરના કે પક્ષ બહારના આક્રમણ સામે તેઓ હંમેશા ઝઝૂમીને બહાર આવવા સાથે નેતૃત્વનો વિશ્વાસ અને વફાદારી જાળવી રાખવામાં હંમેશા સફળ થતા આવ્યા છે અને એટલે જ વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની જવાબદારી સી.આર.પાટીલના માથે મૂકી હતી.‘‘જળ જીવન મિશન’’ આ પણ ખુદ વડાપ્રધાન મોદીનું અભિયાન છે. વડાપ્રધાન મોદી જાણે છે જળ વગર જીવન શક્ય નથી અને એટલે જ તેમણે છેક વર્ષ ૨૦૨૧થી ‘‘જળ જીવન મિશન’’ શરૂ કર્યું હતું અને આ યોજના વર્ષ ૨૦૨૮ સુધી લંબાવી છે. વળી સી.આર.પાટીલની આગેવાની હેઠળના જળશક્તિ મંત્રાલયને ૯૯૫૦૨ કરોડની ફાળવણી પણ કરી છે.

સી.આર.પાટીલે મંત્રાલય સંભાળ્યું તે દિવસથી ‘‘જળ જીવન મિશન’’ નિર્ણાયક રીતે પાર પાડવા કમર કસી લીધી હતી અને માદરે વતન અને પોતાના મતવિસ્તાર સુરત-નવસારીથી જળસંચય અભિયાનનાે પ્રારંભ કર્યો હતો. સદનસીબે સુરત એક એવું શહેર છે કે અહીંયા દેશભરના વિવિધ રાજ્યોના લોકો વેપાર કરવા સાથે વસવાટ પણ કરે છે. જેનો લાભ ઉઠાવીને સી.આર.પાટીલે જળસંચય અભિયાનનો દેશભરમાં અમલ કરવાની શરૂઆત કરી હતી. વળી સી.આર.પાટીલના વખતોવખતના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હરહંમેશ સાથે રહ્યા છે. સી.આર.પાટીલની હજુ તો શરૂઆત છે. આગામી વર્ષોમાં દેશની નદીઓ જોડવાનું પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇ, વડાપ્રધાન મોદી અને ખુદ તેમનું પોતાનું સપનું સાકાર કરવાની મનમાં ગાંઠ વાળીને બેઠા છે.

કેન્દ્રીય મંત્રી બન્યાના ગણતરીના સમયમાં વડાપ્રધાન મોદી સી.આર.પાટીલની અનેક વખત સાથે ઊભા રહીને તેમને સતત પ્રોત્સાહિત કરતા આવ્યા છે. તાજેતરમાં સી.આર.પાટીલની આગેવાની હેઠળના કાર્યક્રમમાં વડાપ્રધાને સતત બે દિવસ સુરતમાં રોકાણ કરીને સી.આર.પાટીલના રાજકીય અને સામાજિક વર્ચસ્વમાં વધારો કર્યો હતો.સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી તરીકે અસરકારક ફરજ બજાવવા ઉપરાંત ગુજરાતમાં આગામી ૨૦૨૬ના વર્ષમાં યોજનારી મહાનગરપાલિકાઓની અને ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બમ્પર બહુમતી જ નહીં, પરંતુ વિપક્ષને ઊભા રહેવાની પણ જગ્યા નહી આપવાની તૈયારી સાથે અત્યારથી જ વ્યૂહરચના શરૂ કરી દીધી છે. વળી ગુજરાતની વર્તમાન રાજકીય હાલત જોતા નસીબના બળિયા સી.આર.પાટીલ ગુજરાતના ખૂણે-ખૂણે ભાજપનો ભગવો ફરકાવવામાં જરૂર સફળ ખેલાડી પુરવાર થશે.

એક વાત ચોક્કસ છે કે જન્મકુંડળી, ગ્રહો અને જ્યોતિષ સાવ જુઠ્ઠા નહીં જ હોય. વર્ષો પહેલા સુરતના એક જ્યોતિષના જાણકાર સજ્જને સી.આર.પાટીલના હાથની રેખા અને કુંડળી જોઇને ભાખેલું ભવિષ્ય અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. ભવિષ્ય ભાખનાર મનહરલાલ ચોકસી (ડો. મુકુલ ચોકસીના પિતા) આજે આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમનો એક એક શબ્દ ‘પથ્થરની લકીર’’ જેવા પુરવાર થઇ રહ્યાે છે.

૨૯ માર્ચ, ૨૦૨૫ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચાલવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખ માં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ

સ્વભાવમાં સરળતા નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબધી રોગો થી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શકય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આધાત્મિકતા માં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષ થી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય ક્ષેત્રે સફળતા આરોગ્ય બાબતે આનંદ દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ધટે. પરિવારમાં શાંતિ રહે. અગત્ય ના નાણાંકીય રોકાણો મુલતલી રાખવી. માતાની તબિયત ની કાળજી જરૂરી. સંતાન સંબંધી ચિંતા રહે. શરદી ખાંસીનો ઉપદ્ગવ રહે.

કન્યાઃ

બુધ્ધિ થી કાર્યસફળતા મળતી જણાય. અેડવોકેટ, વિમા સંબધી ક્ષેત્રો થી વધુ લાભની શકયતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂં રહે. દામ્પત્યક્ષેત્રે ઉત્તમ સમય.

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા પ્રવાસ શકય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. સંતાન સુખ ઉત્તમ સંતાનની પ્રગતિ થી આનંદ. વિધાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ માન સન્માન માં વધારો.

ધનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવક નો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદા કારક નીવડશે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી ખાંસી રહે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગ નું આયોજન શકય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિખ પાસુ મજબૂત બને. નવી આવક ના રસ્તા ખુલે. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ

અંતમુખી, થોડો આર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્ર ને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂં. આરોગ્ય મધ્યમ.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર

0

કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં, મોદી સરકારે 7 મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થો વધીને 2 ટકા થયો છે.

કેન્દ્રીય કર્મચારીઓ (DA Hik)અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની રાહ જોઈ રહ્યા હતા. જોકે, અત્યાર સુધી જ્યારે સંસદમાં આ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવતા હતા, ત્યારે સરકાર આવી કોઈ દરખાસ્ત ન આવવાની વાત કરતી જોવા મળતી હતી, પરંતુ હવે અચાનક સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપવાનો રસ્તો સાફ કરી દીધો છે.

આ વધારાની અસર પગાર પર સીધી જોવા મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 50,000 હોય, તો તેને અત્યાર સુધી 53 ટકા એટલે રૂ. 26,500 મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. હવે 55 ટકા દરે તેમને રૂ. 27,500 મળશે, એટલે કે મહિને રૂ. 1,000નો વધારો થશે. એ જ રીતે, રૂ. 70,000ના મૂળ પગાર પર ભથ્થું રૂ. 1,400 વધશે, જ્યારે રૂ. 1,00,000ના મૂળ પગાર પર મહિને રૂ. 2,000નો વધારો થશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.

સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આવા કિસ્સામાં, બે મહિનાના બાકી પગારને એકસાથે ઉમેરીને માર્ચ મહિનાના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સાથે, માર્ચ મહિનાનો મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈપણ કેન્દ્ર સરકારી કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હોય, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે.