Home Blog Page 507

કેશકાંડમાં જસ્ટિસ યશવંત વર્માને આંશિક રાહત, જાણો

0

સુપ્રીમ કોર્ટે કેશકાંડ પ્રકરણમાં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ મામલાની તપાસ ઇન-હાઉસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) પાસે પગલાં લેવા માટે ઘણા વિકલ્પો છે. આવી સ્થિતિમાં આ અરજી પર વિચાર કરવો યોગ્ય નથી.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે એડવોકેટ્સ મેથ્યુસ જે નેદુમપરા અને હેમાલી સુરેશ કુર્ને દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સમય પૂર્વેની ગણાવી હતી. બેન્ચે કહ્યું, આંતરિક તપાસ ચાલુ છે. જો રિપોર્ટમાં કંઈપણ ખોટું જણાય તો FIR નોંધવા માટે નિર્દેશ આપવામાં આવી શકે છે અથવા મામલો સંસદમાં મોકલવામાં આવી શકે છે. આજનો સમય તેના પર વિચાર કરવાનો નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની તપાસ ઇન-હાઉસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા પછી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા(CJI) પાસે કાર્યવાહી કરવા માટે ઘણા વિકલ્પો છે. આવી સ્થિતિમાં, આ અરજી પર વિચાર કરવો યોગ્ય રહેશે નહીં.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે 3 ન્યાયાધીશોની સમિતિ બનાવવાનું કોઈ વાજબી કારણ નથી. આ મામલાની તપાસ દિલ્હી પોલીસે કરવી જોઈએ. અરજી એવી પણ માંગ કરવામાં આવી કે ન્યાયતંત્રના તમામ સ્તરે ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારને અસરકારક અને અર્થપૂર્ણ પગલાં લેવા નિર્દેશ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે અરજીને “સમયથી પહેલા” દાખલ કરવામાં આવી હોવાનું કહ્યું. બેન્ચે કહ્યું, “આંતરિક તપાસ ચાલી રહી છે. જો રિપોર્ટમાં કંઈક ખોટું જણાય તો FIR નો આદેશ આપી શકાય છે અથવા મામલો સંસદમાં મોકલી શકાય છે. આજે તેના પર વિચાર કરવાનો સમય નથી.”

જસ્ટિસ વર્માએ આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમણે કે તેમના પરિવારે ક્યારેય સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી. તેમનો દાવો છે કે આ તેમની છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને તેનો સખત વિરોધ કર્યો છે. વિરોધ પ્રદર્શન કરતા વકીલોએ કહ્યું કે પહેલા જસ્ટિસ વર્મા વિરુદ્ધ સીબીઆઈ તપાસ થવી જોઈએ અને તેમની ટ્રાન્સફર અટકાવવી જોઈએ.

મ્યાનમારમાં ભૂકંપથી બિલ્ડિંગ ધરાશાયી, 40થી વધુ લોકોના મોત

મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની હાહાકાર મચી ગયો છે. ચારેબાજુ તબાહી જોવા મળી રહી છે. ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગ ધરાશાયી થયા છે. જાનમાલને મોટું નુકસાન થયું છે. આશરે 40 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ભૂકંપની ભયાનકતા જોતા આંકડો વધારે હોઈ શકે છે. બેંગકોકમાં 1. 70 કરોડ તો મ્યાનમારમાં 5 કરોડ લોકો રહે છે. મ્યાનમારમાં જે વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું ત્યાં આશરે 20 લાખ લોકો રહે છે.

શુક્રવારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે 11:50 વાગ્યે (સ્થાનિક સમય) મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તે અક્ષાંશ 21.93 ઉત્તર અને રેખાંશ 96.07 પૂર્વ પર નોંધાયો હતો. જર્મનીના જીએફઝેડ સેન્ટર ફોર જીઓસાયન્સિસે જણાવ્યું હતું કે મધ્યાહનનો ભૂકંપ 10 કિલોમીટરનો છીછરો હતો, જેનું કેન્દ્ર પડોશી મ્યાનમારમાં હતું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ભૂકંપ બાદની સ્થિતિને લઈ ખૂબ ચિંતામાં છું. તમામની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. સંકટના સમયમાં ભારત મ્યાનમાર અને થાઈલેન્ડને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ મામલે અધિકારીઓને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત વિદેશ મંત્રાલયને પણ મ્યાનમાર અને થાઈલેન્ડ સરકારના સંપર્કમાં રહેવા કહ્યું છે.

ભૂકંપના આંચકા બપોરે અનુભવાતાં જ બેંગકોકના મધ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. ગીચ વસ્તીવાળા આ શહેરમાં ઊંચી ઇમારતો, હોટેલો અને ઓફિસોમાંથી ગભરાયેલા લોકો સીડીઓ દ્વારા બહાર દોડી આવ્યા. લગભગ એક મિનિટ સુધી જમીન ધ્રુજતી રહી, જેના કારણે કેટલીક ઊંચી ઇમારતોના સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર વહેવા લાગ્યું. બહાર નીકળેલા લોકોને તડકાનો સામનો કરવો પડ્યો, અને તેઓ છાંયડો શોધવા માટે શેરીઓમાં દોડાદોડ કરતા જોવા મળ્યા.

અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્ય મ્યાનમારમાં હતું, જે મોનીવા શહેરથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. આ ભૂકંપની તીવ્રતા બેંગકોક સુધી પહોંચી, જે દર્શાવે છે કે તેની અસર ખૂબ વ્યાપક હતી. મ્યાનમાર, જે પહેલેથી જ ગૃહયુદ્ધથી પીડાઈ રહ્યું છે. જોકે, આવી પ્રાકૃતિક આફત દેશની વર્તમાન પરિસ્થિતિને વધુ બગાડી શકે છે, જેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હોવાથી તેની તીવ્રતા સપાટી પર વધુ અનુભવાઈ, જેના કારણે નુકસાનની શક્યતા વધી ગઈ.

અમદાવાદની વટવા GIDCમાં શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ

0

ગુજરાતભરમાં જાણે આગ લાગવાની ઘટનાઓની હારમાળ સર્જાઈ રહી છે. સુરતમાં આગ બાદ હવે અમદાવાદની એક GIDCમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદની વટવા GIDC ફેઝ-1માં આવેલી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ તેલ ફેક્ટરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા અને ઓલવવાના પ્રયાસોમાં રોકાયેલા છે, જેથી તેને નજીકના ઔદ્યોગિક એકમોમાં ફેલાતી અટકાવી શકાય. આગ ફેક્ટરીના સ્ટોરેજ સેક્શનમાં લાગી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યાર સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ પણ સામે આવ્યા નથી. ફેક્ટરીના કામદારો અને નજીકના દુકાન માલિકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા અને ઓલવવાના પ્રયાસોમાં રોકાયેલા છે, જેથી તેને નજીકના ઔદ્યોગિક એકમોમાં ફેલાતી અટકાવી શકાય. આગ ફેક્ટરીના સ્ટોરેજ સેક્શનમાં લાગી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યાર સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ પણ સામે આવ્યા નથી. ફેક્ટરીના કામદારો અને નજીકના દુકાન માલિકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા.

યુરોપિયન શૈલીનું પ્રખ્યાત ક્લોક ટાવર : સુરતનું પ્રતીક

સુરત એક સમયે સમગ્ર ભારતનું અગ્રણી વ્યાપારી શહેર અને વિશ્વના જગપ્રસિધ્ધ બંદરોમાંનું એક ગણાતું હતું. સમગ્ર ભારતના ઈતિહાસના મધ્યયુગથી સુરત એક અગત્યના વેપાર કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. સુરતનો ભાગળ વિસ્તાર અને ભાગળ રોડ રાજમાર્ગ તરીકે ઓળખાય છે. રાજમાર્ગ પર આવેલી પુરાતન હવેલીઓ, મસ્જિદો અને મંદિરો તેમજ અન્ય ઐતિહાસિક સ્મારકો માટે જાણીતો છે. ભાગળ પાસે ઝાંપાબજાર વિસ્તારમાં આવેલો ક્લોક ટાવર આજે પણ અડીખમ ઉભો છે. 18મી સદીમાં બનેલો ભાગળનો આ ઐતિહાસિક લાલ ક્લોક ટાવર સુરતના ગૌરવભર્યા ઈતિહાસનો સાક્ષી છે, જે શહેરના સમૃદ્ધ ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે.

ક્લોક ટાવરનું નિર્માણ 1871ના દાયકામાં થયું હતું. તે સમયે સુરત એક મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર હતું અને ક્લોક ટાવર શહેરની આગવી ઓળખ બન્યો હતો. યુરોપિયન શૈલીથી તૈયાર થયેલો ક્લોક ટાવર સુરતના સૌથી જૂના સ્મારક અને સ્થાપત્ય કળાનું આગવું પ્રતિક છે. ટાવરની ઘડિયાળ રૂ.૨૨૩ પાઉન્ડ અને સંપૂર્ણ ટાવર તે સમયે ૧૪૦૦૦ રૂપિયાની લાગતથી તૈયાર થયો હતો.

ઈ.સ. 1871ના સમયકાળમાં સુરત દેશવિદેશના વેપારીઓ માટે મોટું વ્યાપારી કેન્દ્ર હતું. તે સમયના જાણીતા પારસી વ્યાપારી ખાન બહાદુર બરજોરજી મેરવાનજી ફ્રેઝરના પિતાજી મેરવાનજી ફ્રેઝરનું અવસાન થયું હતું. તે સમયે યાદગીરી માટે સ્મારકો બંધાવવાનું ચલણ હતું. એટલે ખાનબહાદુર બરજોરજી ફ્રેઝરે પોતાના પિતાની યાદમાં શહેરના મધ્યભાગમાં ભાગળ પાસે ઝાંપાબજારમાં આવેલા એક મોટા કૂવાના સ્થાન પર 80 ફૂટની ઊંચાઈનો ક્લોક ટાવર બંધાવ્યો હતો. એ સમયે સમગ્ર સુરત શહેરના કોઈ પણ ખુણેથી ટાવર જોઈ શકાતો હતો અને દર કલાકે વાગતા ટકોરા સમગ્ર શહેરમાં સાંભળી શકાતા હતા.

ક્લોક ટાવરના ઘડિયાળની કલા અને ડિઝાઈન સૌ કોઈને મોહિત કરે તેવી છે. તેમાં રોમન અંકમાં આંકડાઓ લગાડવામાં આવ્યા છે. આ ક્લોક ટાવરમાં ચારેય દિશામાં ચાર ઘડિયાળ છે. ટાવરમાં એક મોટું ઘંટાઘર છે.

ઐતિહાસિક ક્લોક ટાવર વિષે જૂની યાદો વાગોળતા સુરતના 83 વર્ષીય દુકાનદાર ઈબ્રાહિમ અબ્દુલ હુસેન માંજનીવાલાએ કહ્યું હતું કે, સુરતના ભવ્ય ભૂતકાળનો હું સાક્ષી રહ્યો છું.. સુરતના રાજમાર્ગ ઉપર રેલ્વે સ્ટેશનથી ડચ ગાર્ડન સુધી ઘોડાગાડીઓ ચાલતી. સુરતનો ક્લોક ટાવર અને અંગ્રેજોની કોઠી સુપ્રસિધ્ધ હતી. લાલ ક્લોક ટાવર સુરતનો જ નહીં પણ સમગ્ર ભારતનો સૌથી જૂનો ક્લોક ટાવર છે. તે લાલ ટાવરથી પણ ઓળખાય છે. 18 મી સદીનો લાલ ક્લોક ટાવર ૨૧મી સદીમાં પણ કાર્યરત છે, કાંટાની ઝડપમાં કે સમયમાં ક્યારેય ફર્ક પડ્યો નથી. તે સમયે સુરતનો રૂવાલા ટેકરો, ટાવર રોડ, લક્ષ્મી ચોકીથી સ્ટેશન રોડ સૌથી ઉંચા રોડ હતા. એ સમયે સુરત માત્ર કોટ (કિલ્લા)ની અંદર વસેલું હતું. અને કિલ્લાના ફરતે લાલ દરવાજા, સહારા દરવાજા, વેડ દરવાજા, કતારગામ દરવાજા જેવા ૧૨ જેટલાં દરવાજા હતા. જે દરવાજાની જગાને ભાગોળ કહેવાતી હતી. આ દરવાજાની અંદરનો વિસ્તાર કોટ વિસ્તાર તરીકે ઓળખાતો હતો. દરવાજા પાસેનો વિસ્તાર એ જ જૂનું સુરત શહેર છે. હીરા, કાપડ, જરી જેવા વ્યવસાયોથી દરવાજાની બહાર વિકસેલું સુરત શહેર આધુનિક સુરત છે.

વધુમાં ઈબ્રાહિમભાઈએ કહ્યું હતું કે, ઈ.સ. 16 મી સદીના અંતભાગમાં સુરતમાં લૂંટ થઈ તે પછી શહેરને ફરતે પહેલો કોટ બનાવવાની શરૂઆત કરાઈ હતી, જેને ‘શહેરપનાહ કોટ’ કહેવાતો હતો. કતારગામ દરવાજાથી લાલ દરવાજા સુધીના ભાગમાં જ બીજા એક કોટ ‘આલમપનાહ કોટ’ના અવશેષો જોવા મળે છે.

સુરત : સીવેજ ટ્રીટમેન્ટમાં દેશભરમાં અગ્રેસર, 19 એસટીપી ને ફાઇવ સ્ટાર રેટિંગ, જાણો

સુરત મહાનગર પાલિકા (SMC) એ સીવેજ ટ્રીટમેન્ટ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શહેરમાં ચલાવવામાં આવતાં 20 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) માંથી 19 પ્લાન્ટ્સને કેન્દ્ર સરકારની સ્વચ્છ જલ ક્રેડિટ પહેલ હેઠળ ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવી છે. આ ઊંચી રેટિંગના આધારે, સુરત મહાનગર પાલિકાને રાજ્યમાં સૌથી વધુ ₹104.75 કરોડનું અનુદાન મળશે. આ અનુદાન જલ હી અમૃત યોજના હેઠળ આપવામાં આવશે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત એક અન્ય એસટીપી ને ચાર સ્ટાર રેટિંગ આપવામાં આવી છે, કારણ કે તે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને નિરીક્ષણ સમયે સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત નહોતું. હાલમાં, સુરત મહાનગર પાલિકા પોતાના 20 એસટીપી નેટવર્ક મારફત દરરોજ અંદાજે 1,225 મિલિયન લિટર (MLD) ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે.

સીવેજ ઉપયોગમાં નવાચાર માટે ભારતમાં પ્રથમ સ્થાન
સુરત મહાનગર પાલિકા (SMC) એ સીવેજ પુનઃઉપયોગ અને જળ સંરક્ષણ ક્ષેત્રે પોતાના નવીન પ્રયાસો માટે ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને, અંજના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ તેના અસરકારક પ્રદર્શનને કારણે દેશભરમાં એક મોડેલ તરીકે ઓળખાયું છે. આ પ્લાન્ટમાં રેટ્રોફિટિંગ ટેકનિક નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે વધી છે. હવે, તેને દેશના જુના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ માટે આદર્શ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

જલ હી અમૃત યોજના અંતર્ગત દેશભરમાં ચલાવવામાં આવતાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ યોજના હેઠળ એવા એસટીપી ને માન્યતા અને અનુદાન આપવામાં આવે છે, જે ઉચ્ચ સ્તરીય શુદ્ધિકરણ માપદંડોનું પાલન કરે છે અને પર્યાવરણની સ્થિરતામાં મહત્વનો ફાળો આપે છે.

સુરત મહાનગર પાલિકા (SMC) એ સીવેજ ટ્રીટમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવી, તૃતીયક-ઉપચારિત પાણી ઉદ્યોગોને સપ્લાય કરી, તેમજ વિશાળ સ્તરે પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપી આસિયા ના અગ્રણી શહેર તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સિદ્ધિને કારણે સુરત, માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જળ સંચાલન માટે એક મોડેલ શહેર બન્યું છે.

ગ્રેટર નોઈડાના ગર્લ્સ હોસ્ટેલમાં આગ, વિદ્યાર્થિનીઓએ કૂદી બચાવ્યો જીવ

0

ગ્રેટર નોઈડાના અન્નપૂર્ણા હોસ્ટેલમાં ભયાનક આગ લાગતા વિદ્યાર્થીનીઓએ બાલ્કનીમાંથી કૂદી જીવ બચાવવો પડ્યો. અગ્નિશામક વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 40 વિદ્યાર્થીનીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી. આગ એસીના કમ્પ્રેસર ફાટવાને કારણે લાગી હતી. જેમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો.

માહિતી અનુસાર, ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં ગુરુવારે સાંજે એસી બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. જે બાદ હોસ્ટેલમાં હાજર છોકરીઓએ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. છોકરીઓ કૂદતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર, બધી 160 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે. કેટલીકને નાની-મોટી ઈજાઓ થઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ, ગર્લ્સ હોસ્ટેલમાં ACમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થિનીઓ કૂદીને પોતાનો જીવ બચાવી રહી છે. આ દુર્ઘટનામાં ઘણી વિદ્યાર્થિનીઓ ઘાયલ પણ થઈ હતી. એવો આરોપ છે કે માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચી હતી. હાલમાં, હોસ્ટેલમાં લાગેલી આગની તપાસ ચાલી રહી છે. હોસ્ટેલને ફાયર વિભાગ તરફથી NOC મળ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો હોસ્ટેલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાયર બ્રિગેડના અધિકારી પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું કે ગુરુવારે સાંજે આગ લાગવાની માહિતી મળી હતી. જે બાદ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. જોકે, હોસ્ટેલમાં ફસાયેલી વિદ્યાર્થિનીઓને સ્થાનિક લોકોએ સીડીઓ દ્વારા બહાર કાઢી લીધી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓએ કૂદી પડી હતી, જેના કારણે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે.

અમદાવાદમાં SUV કાર અને બસનો ભયાનક અકસ્માત, કારના ભુક્કા બોલાયા, એકનું મોત

0

અમદાવાદમાં કાર ચાલકો બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદા ચાંદખેડામાં એસયુવી કાર ચાલક એએમટીએસ બસની પાછળ ઘૂસી ગયો હતો. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતામાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

મળતી વિગત પ્રમાણે, ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. બસ સ્ટેન્ડ પાસે એએમટીએસની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ ઈજા થઈ હતી.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, કાર ફૂલ સ્પીડમાં જતી હતી ત્યારે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. બસામાં ચડતા લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માત સમયે XUV કારની ઝડપ એટલી વધારે હતી કે બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ખસી ગઈ હતી. તેમજ કારમાં ફસાઈ ગયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેમાં કાર કોની છે અને અકસ્માત થયેલ લોકો ક્યાથી આવ્યા હતા તેની પોલીસ તપાસ કરી રહી છે. તેમજ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

ચેનલો પર FIRના કારણે મનીષ કશ્યપ ભાજપથી નારાજ, જાણો શું કહ્યું ?

0

બિહારના ખૂબ પ્રખ્યાત યુટ્યુબર એવા મનીષ કશ્યપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. યુટ્યુબર મનીષ કશ્યપએ જાહેરાત કરી છે કે, તેઓ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. ત્યારબાદ તે છાપરા જશે અને આત્મસમર્પણ કરશે. છાપરામાં તેમની યુટ્યુબ ચેનલ સચ ટોક્સ સહિત 11 ચેનલો સામે દાખલ કરાયેલી FIRથી તેઓ ગુસ્સે ભરાયા હતા બાદ ભાજપને છોડવાની જાહેરાત કરી છે.

મનીષ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરીને ભાજપ છોડવાના નિર્ણયની જાહેરાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે સારણ જિલ્લાના દિઘવારામાં હોળી પર હોબાળો મચાવવા અને પોલીસ સ્ટેશનને ઘેરી લેવા બદલ મહિલાઓને માર માર્યો હતો. તેમણે પોતાની ચેનલ પર આ સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ કારણે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મનીષ કશ્યપે જણાવ્યું કે સારણ એસપીના નિર્દેશ પર તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જે કલમો હેઠળ ફરીયાદ્ દાખલ કરવામાં આવી છે તે બિનજામીનપાત્ર છે. એટલા માટે તે પોતે શુક્રવારે છપરા પહોંચીને આત્મસમર્પણ કરી રહ્યા છે. અમે જેલ જવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમે લૂંટારા કે દારૂના વેપારી નથી. તેઓ રેતી માફિયાઓ પાસેથી પૈસા પણ લેતા નથી. હું જેલમાં જઈશ અને પછી બહાર આવીને ગરીબોનો અવાજ ઉઠાવીશ.

મનીષ કશ્યપ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. પશ્ચિમ ચંપારણ જિલ્લાના રહેવાસી કશ્યપ ત્યારે સમાચારમાં આવ્યા જ્યારે તમિલનાડુમાં બિહારીઓ પર મારપીટનો બનાવટી વીડિયો વાયરલ થયા બાદ અનેક કેસોમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. તે લગભગ 9 મહિના સુધી તમિલનાડુ અને પટનાની જેલમાં રહ્યો. જોકે, ભાજપમાં જોડાયા પછી પણ, તેઓ તેમની ચેનલ પર નીતિશ સરકારની નીતિઓનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મિરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ જવાન શહીદ

0

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે, જુથાના વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં 3 સૈનિકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે. સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે અને આતંકીઓને ઘેરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.

દરમિયાન, ગુરુવારે, કઠુઆ જિલ્લાના જંગલી સુફૈન વિસ્તારમાં ચાલી રહેલી ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરના ત્રણ પોલીસકર્મીઓ અને ત્રણ શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા. એક નાયબ પોલીસ અધિક્ષક (DSP), બે અન્ય પોલીસકર્મીઓ અને 1 PARA (સ્પેશિયલ ફોર્સ) ના એક સૈન્ય સૈનિક ઘાયલ થયા.

મળતી માહિતી પ્રમાણે એક ઘાયલ સુરક્ષા કર્મચારીને કઠુઆ જીએમસીમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે બેને જમ્મુ જીએમસીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારે સુરક્ષાદળોને ઈનપુટ મળ્યા હતા કે જુથાની વિસ્તારમાં ચારથી પાંચ આતંકીઓ છુપાયેલા છે. કેટલાક આતંકવાદીઓએ એક મહિલા અને તેના પતિને પકડી લીધા હોવાની માહિતી પણ મળી હતી.

ગુરુવારે અગાઉ, કઠુઆના સુફૈન વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન ગોળીબાર થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના કારણે ભારે ગોળીબાર શરૂ થયો હતો.

સોમવારે સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા ટીમોએ M4 કાર્બાઇનના ચાર લોડેડ મેગેઝિન, બે ગ્રેનેડ, એક બુલેટપ્રૂફ જેકેટ, સ્લીપિંગ બેગ, ટ્રેકસુટ અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવવા માટેની સામગ્રી જપ્ત કરી. બીજા દિવસે ડિંગા અંબ ગામમાં એક મહિલાએ યુદ્ધના પોશાક પહેરેલા બે પુરુષોને પાણી માંગતા જોયા ત્યારે એક સફળતા મળી, જેના કારણે શોધખોળનો વિસ્તાર થયો.

મ્યાનમારમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા, જાણો કેવી છે સ્થિતિ?

0

શુક્રવારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે 11:50 વાગ્યે (સ્થાનિક સમય) મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તે અક્ષાંશ 21.93 ઉત્તર અને રેખાંશ 96.07 પૂર્વ પર નોંધાયો હતો. જર્મનીના જીએફઝેડ સેન્ટર ફોર જીઓસાયન્સિસે જણાવ્યું હતું કે મધ્યાહનનો ભૂકંપ 10 કિલોમીટરનો છીછરો હતો, જેનું કેન્દ્ર પડોશી મ્યાનમારમાં હતું. નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી.

મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં અનુભવાઈ. હાલમાં કોઈ નુકસાન થયું નથી. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સૌપ્રથમ 11:52 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ 12: 02 વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.