Home Blog Page 490

રામ નવમી રેલી માટે પોલીસ દ્વારા સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ શરૂ

રામ નવમીનો તહેવાર નજીક આવતાં સુરત પોલીસે શહેરમાં કોમી સૌહાર્દ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. 6 એપ્રિલ, 2025ના રોજ રામ નવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ભીડભાડવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવા માટે ડ્રોન પેટ્રોલિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉધના પોલીસે ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું છે, જ્યાં હજારો મુસાફરોની સતત અવરજવર રહે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગડબડ ન થાય તે માટે પોલીસે અદ્યતન ટેકનોલોજીનો સહારો લીધો છે. ડ્રોનની મદદથી સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ પગલું ભક્તોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવામાં મદદ કરશે. રામ નવમીના દિવસે સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવે છે.

આ રેલીઓના રૂટ પર સુરક્ષા મજબૂત કરવા પોલીસે ડ્રોન સર્વેલન્સની સાથે ગ્રાઉન્ડ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે. ખાસ કરીને સંવેદનશીલ સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દળ સતત મોનીટરીંગ કરી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી રેલી દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય.

મુંબઈથી દુબઈ 2 કલાકમાં? જાણો પાણીની અંદર હાઇ-સ્પીડ રેલ કોરિડોર વિશે

મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્ચે અન્ડરવોટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નેશનલ એડ્વાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્ડરવોટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટ્યુબ પર મૂક્યો છે.

અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે. દુબઈ અને મુંબઈ વચ્ચે 1,200 માઇલ (આશરે 2,000 કિમી) લાંબી પાણીની અંદરની ટ્રેન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

UAEના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર UAE અને ભારત જ નહીં, પણ અન્ય દેશોને પણ ફાયદો થશે. બ્યુરોના વડા અબદુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે.

  • અહીં કેટલીક મુખ્ય વિગતો છે:
  • અહેવાલો અનુસાર, આ ટ્રેનની ગતિ 600 થી 1000 કિમી/કલાકની વચ્ચે હશે.
  • મુંબઈથી દુબઈની સફર માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે.
  • આ પાણીની અંદર ટ્રેન પ્રોજેક્ટ સસ્તો નહીં હોય અને તેના માટે અબજો ડોલરના રોકાણની જરૂર પડશે.
  • આ ટ્રેન માત્ર મુસાફરોની સુવિધામાં વધારો કરશે નહીં પરંતુ દુબઈથી ભારત સુધી ક્રૂડ ઓઇલ અને અન્ય માલસામાનના પરિવહન માટે એક નવો માર્ગ પણ બનાવશે.
  • આ પ્રોજેક્ટ પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, જો તેને મંજૂરી મળી જાય તો તેને 2030 સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
  • આ ટ્રેન હવાઈ સેવાઓને સખત સ્પર્ધા આપશે. આ ટ્રેન શરૂ થયા પછી, બંને દેશો વચ્ચે મુસાફરી અત્યંત સરળ બનશે. લોકો ફક્ત 2 કલાકમાં એક દેશથી બીજા દેશમાં પહોંચી શકશે

ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધી, 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા

0

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનેએ મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવ્યા છે અને તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહાદેવ બેટિંગ એપના રૂ. 6000 કરોડના ઓનલાઈન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં CBIએ બઘેલનું નામ FIRમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલાં એજન્સીએ ચાર રાજ્યોમાં 60 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં બઘલેના નિવાસસ્થાન, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓનાં ઘર સામેલ હતાં. તેમને છ નંબરના આરોપી બનાવ્યા છે.

FIRમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન લેવામાં ન આવે. આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે ઘણા પોલીસ અને તંત્રના અધિકારીઓએ પોતાને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો. એજન્સીએ 18 ડિસેમ્બર 2024એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી.

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેની પર યુઝર્સ પોકર જેવા કાર્ડ ગેમ્સ અને અન્ય ગેમ રમી શકતાં હતાં. આ એપ દ્વારા ક્રિકેટ, ફુટબોલ, બેડમિન્ટન, ટેનિસ, જેવી રમતોમાં સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. તેની શરૂઆત 2019એ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકારે કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં લઇ જવાશે, જાણો

0

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમનું બ્લડ સુગર લેવલ વધતા તબિયત બગડી છે. જ્યારે તેમની પ્રાથમિક સારવાર ડોકટરે તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જેના પગલ લાલુ યાદવે દિલ્હી લઈ જવાશે. તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવશે. જેમા મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવ છેલ્લા બે દિવસથી બીમાર હતા. જ્યારે આજે સવારથી તેમની તબિયત વધુ બગડી ગઈ છે.

લાલુ પ્રસાદ યાદવને ગયા વર્ષે જુલાઈમાં દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બીમારીઓની સારવાર કરાવી છે, જેમાં 2022 માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. 2022માં, લાલુને કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેમની કિડનીનો માત્ર 25 ટકા ભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો.

ડૉક્ટરોએ લાલુ પ્રસાદ યાદવને ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, ત્યારબાદ સિંગાપોરમાં રહેતી તેમની દીકરી રાહિની આચાર્યએ તેની એક કિડની પિતાને દાન કરી. 5 ડિસેમ્બર 2022ના રોજ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

વકફ સુધારા બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ, વિપક્ષનો હોબાળો, જાણો કિરેન રિજિજુએ શું કહ્યું

0

વકફ સુધારા બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ તેને પ્રશ્નકાળ પછી બપોરે 12 વાગ્યે ગૃહમાં ચર્ચા માટે રજૂ કરશે. સ્પીકર ઓમ બિરલાએ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કર્યો છે. તેમાંથી NDAને 4 કલાક 40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષને બાકીનો સમય મળ્યો છે.

ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડ (JDU)એ બિલને સમર્થન જાહેર કર્યું છે. બંને પક્ષોએ પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ પણ જાહેર કર્યો છે.

કિરેન રિજિજુએ કહ્યું કે મુસ્લિમોમાં પણ જેઓ વકફ હેઠળ તેમની મિલકતનું સંચાલન કરવા માગે છે તેમનું સ્વાગત છે. જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટ દ્વારા પોતાની મિલકતનું સંચાલન કરવા માંગે છે તો તેને તેમ કરવાની છૂટ છે.

તમારા ટ્રસ્ટનું સંચાલન ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવે છે. તમે કેવી રીતે કહી શકો કે કમિશનર મારી જાતિનો હોવો જોઈએ? તેવી જ રીતે, આપણે કેવી રીતે કહી શકીએ કે વક્ફ બોર્ડમાં ફક્ત મુસ્લિમો જ હશે. આનો ધાર્મિક વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. 2013 પછી, અમે કેટલાક ફેરફારો કર્યા. કેટલાકે શંકા વ્યક્ત કરી હતી. કેટલાકે કહ્યું કે સરકાર મસ્જિદ અને દરગાહને છીનવી લેશે. અમે મુસ્લિમોની સંપત્તિ છીનવી લઈશું.

રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં 8.72 લાખ વકફ મિલકતો છે. જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીશું, તો માત્ર મુસ્લિમોનું ભાગ્ય જ નહીં પરંતુ દેશનું ભાગ્ય બદલાઈ જશે. હું જમ્મુ અને કાશ્મીર ગયો, એક મહિલા વક્ફ બોર્ડના અધ્યક્ષ બન્યા. તેમણે કહ્યું કે અગાઉ આવક અને તેના રેકોર્ડ માટે કોઈ સિસ્ટમ નહોતી. તેમના આગમન પછી, આવક 40 કરોડ રૂપિયા થઈ ગઈ. હઝરતબલ દરગાહમાં સમારકામ અને નવીનીકરણનું કામ પણ ચાલી રહ્યું છે.

વક્ફ સુધારા બિલમાં ઘણા સુધારાઓની ભલામણ કરવામાં આવી હતી, અમે તેમને બિલમાં સામેલ કર્યા. સંસદીય સમિતિઓ વચ્ચે ઘણા મુદ્દાઓ છે. સૂચન નાનું હોય તો પણ અમે તેનો સમાવેશ કર્યો છે. આ બધી વ્યવસ્થા જોયા પછી, દરેકના મનમાં આશા જાગશે. એક નવી સવાર આવવાની છે.

ગૌરવ ગોગોઈએ કહ્યું- આ બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલો છે

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે 2013માં યુપીએ સરકાર વિશે તેમણે જે કંઈ કહ્યું તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારું અને જૂઠાણું છે. તેમણે આરોપો લગાવ્યા અને ભ્રમ ફેલાવ્યો. હું એ પણ ભાગ્યશાળી છું કે ગયા ગૃહમાં મેં અયોધ્યા રામ મંદિર પર મારા પક્ષનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આજે હું વિપક્ષ વતી વક્ફ બિલ પર મારો વિચાર રજૂ કરી રહ્યો છું. બંને કિસ્સાઓમાં ફક્ત એક જ માર્ગદર્શક છે. ભારતનું બંધારણ.

બંધારણ કહે છે કે દરેકને સામાજિક, ધાર્મિક અને રાજકીય ન્યાય અને સમાનતા મળવી જોઈએ. આ બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલો છે. મંત્રીનું આખું ભાષણ સંઘીય માળખા પર હુમલો છે. આ બિલ દ્વારા આ સરકારના 4 ઉદ્દેશ્યો છે. બંધારણને નબળું પાડવું, ભ્રમ ફેલાવવો અને લઘુમતીઓને બદનામ કરવા, ભારતીય સમાજને વિભાજીત કરવો અને ચોથો ઉદ્દેશ્ય લઘુમતીઓને મતાધિકારથી વંચિત રાખવાનો છે.

ફોર્બ્સ અબજોપતિઓની યાદીમાં ભારત 205 અબજોપતિઓ સાથે ત્રીજા ક્રમે, જાણો

0

ભારતે વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, ફોર્બ્સની વાર્ષિક અબજોપતિઓની યાદીમાં કુલ 205 અબજોપતિઓ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી જ સ્થાન આપે છે. ભારતના અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ નોંધપાત્ર રીતે વધીને આશરે $1.1 ટ્રિલિયન થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ શેરબજારમાં તેજી અને આર્થિક સુધારા છે.

વિશ્વભરમાં અબજોપતિઓની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં ફોર્બ્સની 2025 અબજોપતિઓની યાદીમાં 3,028 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જે ગયા વર્ષ કરતા 247 વધુ છે. તેમની સામૂહિક સંપત્તિ 16.1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જે પાછલા વર્ષ કરતા 2 ટ્રિલિયન ડોલરનો વધારો છે, જે અમેરિકા અને ચીન સિવાયના દરેક રાષ્ટ્રના GDP ને વટાવી ગઈ છે. અબજોપતિઓની સરેરાશ સંપત્તિ હવે 5.3 બિલિયન ડોલર છે.

આ યાદી મુજબ ટેસ્લા અને સ્પેસએક્સના સહ-સ્થાપક ઇલોન મસ્ક વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 342 બિલિયન ડોલર છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ બીજા નંબરે છે અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. આ વર્ષે કુલ 3,028 રોકાણકારો, વારસદારો અને ઉદ્યોગપતિઓએ ફોર્બ્સની વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ચીન 450 અબજોપતિઓ માટે બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. જેમની સંયુક્ત સંપત્તિ 1.7 ટ્રિલિયન ડોલર છે. જોકે 2024માં બજારમાં કડાકો અને શેરબજારમાં મંદીની ચીનની સંપત્તિ પર નોંધપાત્ર અસર પડી છે. જેના કારણે લગભગ 400 બિલિયન ડોલરનું નુકસાન થયું.

ટિકટોકની પેરેન્ટ કંપની બાયટેન્સના સહ-સ્થાપક ઝાંગ યિમિંગ ચીનના સૌથી અમીર વ્યક્તિ બન્યા. બાયટેન્સે તેના શેર ફરીથી ખરીદ્યા પછી આ વાત સામે આવી છે, જેનાથી કંપનીનું મૂલ્ય 312 બિલિયન ડોલર થયું છે. પરિણામે ઝાંગની વ્યક્તિગત સંપત્તિ આશરે 65.5 બિલિયન ડોલર સુધી વધી ગઈ. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટિકટોકને અમેરિકન માલિકને વેચવા અથવા યુએસ પ્રતિબંધનો સામનો કરવા માટે 5 એપ્રિલની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2025મા ભારત ત્રીજા ક્રમે છે. જેમા 205 અબજોપતિઓ પાસે 941 અબજ ડોલરની સામૂહિક સંપત્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 92.5 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. જે પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકોમ, રિટેલ, મીડિયા અને નાણાકીય ક્ષેત્રે કાર્યરત છે.

ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 56.3 બિલિયન ડોલર છે અને તેઓ યાદીમાં 28મા ક્રમે છે. ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન છે. જે પોર્ટ એરપોર્ટ, વીજળી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કામગીરી કરે છે.

વક્ફ બિલ આજે લોકસભામાં રજૂ થશે, સરકારને ચંદ્રબાબુ અને નીતીશ કુમારનો સમર્થન

0

કેન્દ્ર સરકાર બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે. દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન, વક્ફ બોર્ડનો સમય હવે ભૂતકાળની વાત થઈ જશે કે નહીં તે નક્કી થશે. સરકાર આવતીકાલે બપોરે 12 વાગ્યે લોકસભામાં વકફ સુધારા બિલ લાવી રહી છે. આજે મતદાન પણ થશે અને એવું માનવામાં આવે છે કે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના સૌથી મહત્વપૂર્ણ બિલ પર જીતી શકે છે.

આજે મતદાન પણ થશે અને એવું માનવામાં આવે છે કે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના સૌથી મહત્વપૂર્ણ બિલ પર જીતી શકે છે. અત્યાર સુધી, નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, દેવેગૌડા, ચિરાગ પાસવાન, માંઝી, જયંત ચૌધરીના પક્ષોએ બિલને સમર્થન આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કર્ણાટકમાં સાથી પક્ષ જે.ડી.એસ.ના બંને સાંસદો પણ આવતીકાલે વકફ સુધારા બિલને સમર્થન આપશે.

ત્રીજા પ્રયાસમાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવા માટે 32 બેઠકો ઓછી હોવા છતાં, સરકાર થોડા કલાકોમાં જ સંસદમાં વક્ફ સુધારા બિલ પર પોતાની તાકાત બતાવશે. ભલે ભાજપે લોકસભામાં ગત વખતની સરખામણીમાં 63 બેઠકો ગુમાવી હોય, પણ સરકાર કહેવા જઈ રહી છે કે બેઠકો ગુમાવવાને કારણે અમે મોટા નિર્ણયો લેવામાં અચકાતા નથી. જો કે ત્રીજા કાર્યકાળમાં, મોદી સરકાર 14 ગઠબંધન પક્ષોના 53 સાંસદોના સમર્થન પર નિર્ભર છે.

‘ધર્મનિરપેક્ષતાની રાજનીતિ’ એ એક એવો શબ્દ છે જે 90ના દાયકાના રાજકારણમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જ્યાં વિપક્ષ ભાજપને સાંપ્રદાયિક કહીને અને ધર્મનિરપેક્ષતાનો દાવો કરીને એક થશે, અને પછી ભાજપ સત્તામાં હોવા છતાં, ધર્મનિરપેક્ષતાના છત્રછાયા હેઠળ વિપક્ષના રાજકારણ સામે મોટા નિર્ણયો લેવામાં ખચકાટ અનુભવશે. પરંતુ 21મી સદીમાં મોદી શૈલીનું રાજકારણ અલગ છે. બુધવારે વક્ફ સુધારા બિલના મુદ્દા પર બિનસાંપ્રદાયિકતાના ધોરણે ભાજપ સામે એક થવાની વિપક્ષની યોજનાઓ હવામાં લટકતી રહી શકે છે કારણ કે ગઠબંધન સરકાર હોવા છતાં, નીતિશ-નાયડુ, ચિરાગ, માંઝીના સમર્થનથી મોદી સરકારનો હાથ ઉપર હોય તેવું લાગે છે.

ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું, ઘણા લોકોએ વકફ બોર્ડની લગભગ 9 લાખ એકર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. અમારો પક્ષ વકફ સુધારા બિલને સમર્થન આપશે.

વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થાય તે પહેલાં દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે તે વક્ફ સુધારા બિલને સમર્થન આપશે. ટીડીપીએ કહ્યું કે સીએમ ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે. ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે.

૨ એપ્રિલ, ૨૦૨૫ / બુધવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

મેષઃ-

બપોર સુધી ઉષ્ણ પ્રકૃ‌તિ રહે. ત્યારબાદ લાગણી શીલતા વધતી જણાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-‌મિત્રોથી પરેશાની વધે.

વૃષભઃ-

માન‌સિક સ્વસ્થતા જળવાય. મોજ શોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પ‌રિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ-રૂશ્‍વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ.‌

મિથુનઃ- ‌

નિખાલસ અને ચ‌રિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પ‌‌રિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્કઃ-

આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પ‌રિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળત. ‌વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.‌

સિંહઃ-

નકારાત્મક ‌વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય. આ‌‌ર્થિક બાબતો અંગે લાભ. પ‌રિવારમાં આનંદ-ઉત્સાહ. સ્થાવર ‌મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી કફનો ઉપદ્દવ રહે.

કન્યાઃ-

નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મ‌વિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની ત‌બિયત સાચવવી. સંતાનની પ્રગ‌તિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલાઃ-

લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પ‌રિવારમાં ‌ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અ‌‌ગ્નિથી સાચવવું. માથુ મગજ તથા નેત્રરોગોથી સાચવવું.

વૃ‌શ્ચિકઃ-

ગુસ્સાનું વાતાવરણ રહે. આ‌‌ર્થિક બાબતો માટે સામાન્ય ‌દિવસ. પ‌રિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ ‌મિલકત અંગે શુભફળની પ્રા‌‌િપ્‍ત‌‌‌ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ- ‌

દિવસ દરમ્યાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ ‌દિવસ. સંતાનની પ્રગ‌તિ થતી જણાય. ‌મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકરઃ-

શાંતિનો અનુભવ થાય. નાના ભાઇ-બહેનોની ‌ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભઃ- ‌

વિચારો ડામાડોળ રહે. આ‌‌ર્થિક બાબતો અંગે સામાન્ય ‌દિવસ. પ‌રિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ ‌મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીનઃ-

માન‌સિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. પ‌રિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગ‌તિના સાથી બની શકાય. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે GSTથી કરી તગડી કમાણી, GST કલેક્શનમાં આટલો ઉછાળો…

0

આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ છે, આ સાથે જ ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ ન્યુઝ મળ્યા છે. આજે મંગળવારે કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકના આંકડા જાહેર કર્યા છે. અહેવાલ મુજબ માર્ચ મહિનામાં ગ્રોસ GST કલેક્શન 9.9 ટકાનો વધારો નોંધાયો, માર્ચમાં GST હેઠળ સરકારને કુલ રૂ. 1.96 લાખ કરોડની અવાક થઇ.

નોંધનીય છે કે, માર્ચ મહિનો નાણાકીય વર્ષ 2024-25નો છેલ્લો મહિનો હતો. આ મહિના દરમિયાન GST કલેક્શનમાં 9.9 ટકાનો ઉછાળો થયો છે. સરકારી આંકડા મુજબ, માર્ચ મહિના દરમિયાન GST કલેક્શન 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે.

સરકારી આંકડા મુજબ સેન્ટ્રલ GST (CGST) કલેક્શન રૂ. 38,100 કરોડ, સ્ટેટ GST (SGST) રૂ. 49,900 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST (IGST) રૂ. 95,900 કરોડ રહ્યું છે.

જૂની ટેક્સ વ્યવસ્થાને બદલે, 1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી પછી દેશમાં આ સૌથી મોટો ટેક્સ સુધારો માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના મતે, 7 વર્ષ અગાઉ લાગુ કરાયેલા GSTએ દેશના લોકો પર ટેક્સનો બોજ ઘટાડવામાં મદદ કરી છે.

ફેબ્રુઆરીમાં GST કલેક્શનમાં 9.1 ટકાનો વધારો જોવા મળ્યો, કુલ GST અવાકનો આકડો 1,83,646 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. જાન્યુઆરીમાં GST કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આમાં 12.3% નો વધારો દર્શાવે છે. ડિસેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.77 લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 7.3% ની વૃદ્ધિ દર્શાવે છે.

GST એટલે ગુડ્સ અને સર્વિસ ટેક્સ. આન આવવા બાદ તમામ પ્રકારના ટેક્સને નાબૂદ કરવામાં આવ્યા. આમાં બે પ્રકારના ટેક્સનો સમાવેશ થાય છે, જેમાં ડાયરેક્ટ ટેક્સ (Direct Tax) અને ઈનડાયરેક્ટ ટેક્સ (Indirect Tax)નો સમાવેશ થાય છે. અગાઉ રાજ્યો અને કેન્દ્ર સરકારના ટેક્સ અલગ અલગ હતા, પરંતુ GST આવ્યા પછી, ફક્ત એક જ ટેક્સ રહ્યો છે.

લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા

મંગળવારે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.

તાજેતરના સમયમાં, દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે. જોકે, ક્યારેક અથડામણ કે ઘર્ષણ થાય છે. આ કારણોસર, પૃથ્વી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. આના કારણે સામાન્ય લોકોને સૌથી વધુ તકલીફ પડે છે. ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થાય છે, અને હજારો લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.