Home Blog Page 489

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી, જાણો

0

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંધેરી વિસ્તારમાંથી લોરેન્સ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. આ ધરપકડ શનિવાર, 2 એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં પોલીસને આરોપીઓ પાસેથી 7 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગ કોઈ સેલિબ્રિટીને નિશાન બનાવવાની યોજના બનાવી રહી હતી.

સૂત્રોની જાણકારી પ્રમાણે ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિકાસ ઠાકુર ઉર્ફે વિકી, સુમિત કુમાર દિલાવર, શ્રેયસ યાદવ, દેવેન્દ્ર સક્સેના, વિવેક ગુપ્તાનો સમાવેશ થાય છે. આ બધા આરોપીઓ રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જેમાંથી સુમિત કુમાર અને વિકાસ ઠાકુર હિસ્ટ્રીશીટર છે, એટલે કે તેમની પાસે પહેલેથી જ અપરાધિક રેકોર્ડ છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તેમણે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે તમામની ધરપકડ કરી લધી છે, અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 23,200 પર ખુલ્યો

0

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાભરના દેશો પર આજથી ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે ત્યારે એશિયન શેરબજાર સહિત, જાપાન, હોંગકોંગના શેરબજારમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ભારતીય શેરબજારમાં અરાજકતા છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 450 પોઈન્ટ નીચે ગયો. બીજી તરફ, નિફ્ટીમાં પણ 180 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.

દેશ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવે તો ભારતને $31 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે. અમેરિકાએ લાદેલા 26 ટકા ટેરિફને કારણે, આઇટી શેરો અને બેંકિંગ શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. TCS અને ઇન્ફોસિસના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો નિષ્ણાતોનું માનીએ તો, શેરબજારમાં ટેરિફની અસર લાંબા સમય સુધી જોવા મળશે નહીં.

જ્યારે નિફ્ટીની વાત કરીએ ગઈ કાલનું નિફ્ટીનું ક્લૉઝિંગ 23332.35 પોઈન્ટ પર રહ્યું હતું જેમાં આજે 180 જેટલા પોઈન્ટનો કડાકો બોલાઈ જતો પ્રિ ઓપનિંગ સેશનમાં નિફ્ટી ઈન્ડેક્સ 23145.80 પર પહોંચી ગયો હતો. જોકે એમાંય રિકવરી દેખાતા સમાચાર લખવામાં સુધીમાં નિફ્ટી 23240 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

બીજી તરફ, શેરબજારના રોકાણકારોને પણ ભારે નુકસાન થયું છે. જે BSE ના માર્કેટ કેપ સાથે જોડાયેલ છે. એક દિવસ પહેલા, જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ 4,12,98,095.60 કરોડ રૂપિયા હતું. જે ગુરુવારે બજાર ખુલતાની સાથે જ 4,09,71,009.57 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આનો અર્થ એ થયો કે BSE બજારને એક મિનિટમાં રૂ. 3,27,086.03 કરોડનું નુકસાન થયું. આનો અર્થ એ થયો કે સવારે શેરબજારમાં 21 કરોડથી વધુ રોકાણકારોને 3.27 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 25 હજાર શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય યથાવત્

0

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં CJI સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 25 હજાર શિક્ષકો અને શાળા કર્મચારીઓ અંગે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શિક્ષક ભરતી કેસમાં માત્ર ચુકાદો જ આપ્યો નહીં પણ આ ભરતીને કલંકિત અને કલંકિત પણ ગણાવી.

રાજ્ય સરકારે લગભગ 25 હજાર શિક્ષકો અને શાળા કર્મચારીઓની નોકરીઓ રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ૨૦૧૬ ની આ નિમણૂકો ભ્રષ્ટાચારને કારણે કલકત્તા હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. આ સાથે, આ શિક્ષકોને વ્યાજ સાથે તેમનો પગાર પરત કરવા કહેવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારની અરજી ઉપરાંત, સુપ્રીમ કોર્ટે 123 અન્ય અરજીઓ પર પણ સુનાવણી કરી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણયના મુખ્ય મુદ્દાઓ

  • 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂક રદબાતલ જાહેર કરવામાં આવી હતી અને તેમની પસંદગી પ્રક્રિયાને “ખામીયુક્ત” ગણાવવામાં આવી હતી.
  • CJI સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે નિમણૂકો રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના 22 એપ્રિલ 2024ના નિર્ણયને સમર્થન આપ્યું.
  • ચુકાદો સંભળાવતી વખતે, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે જે કર્મચારીઓની નિમણૂકો રદ કરવામાં આવી છે તેમને તેમના પગાર અને અન્ય ભથ્થાં પરત કરવાની જરૂર નથી.
  • સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પસંદગી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવા અને તેને ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
  • જોકે, કોર્ટે માનવતાના ધોરણે અપંગ કર્મચારીઓને મુક્તિ આપી હતી અને કહ્યું હતું કે તેઓ નોકરીમાં ચાલુ રહેશે.
  • સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ માટે હાઇકોર્ટના નિર્દેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજીની સુનાવણી માટે બેન્ચે 4 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
  • સુપ્રીમ કોર્ટે 10 ફેબ્રુઆરીએ આ કેસ સંબંધિત અનેક અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

જામનગરમાં ધડાકા સાથે એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાઈલટનું મોત

જામનગર જિલ્લાના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે વિમાન ક્રેશ થયું, તેની આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી છે. જ્યારે એકનું મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે.

સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. જોકે સમગ્ર મામલે 1 પાયલટના મોતની આશંકા સેવાઈ રહી છે. જ્યારે અન્ય 1 પાયલટ ગંભીર રીતે ઘાયલ છે જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનાં ટુકડે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. જેમા તંત્ર દ્વારા પણ પરિસ્થિતીને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલા.

ફાઈટર પ્લેનના અનેક ટુકડાઓ થયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા. હાલ તંત્ર પણ તાત્કાલિક સ્થળ પણ દોડી આવ્યું છે. આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. SP, કલેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડતો થયો છે. સાથે ફાયર વિભાગની ટીમ પણ રવાના થઈ ગઈ છે.

12 કલાક ચર્ચા પછી વકફ સુધારા બિલ લોકસભામાં પસાર, સમર્થનમાં પડ્યા 288 મત

0

વકફ સુધારા બિલ લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે. બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢ્યા હતા. લોકસભામાં આ બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી અને આ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માટે ગૃહની બેઠક રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી. હવે આ બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે.

વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોડી રાત્રે 1.56 વાગ્યે આ જાહેરાત કરી હતી. બિલના સમર્થનમાં 288 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં રજૂ કરવામાં આવશે. સૌથી મોટું રાહસે ગણાતા NDAનાં સાથી પક્ષોએ આ બિલને ટેકો આપ્યો હતો. આ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષે બિલનાં વિરોધમાં જોરદાર હંગામો કર્યો હતો.

વક્ફ બિલમાં કયા સુધારા થશે?

  1. જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તથા મિલકતોના સંચાલનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવે.
  2. વક્ફ બોર્ડના સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવાને બદલે સરકાર દ્વારા નિમણૂક થશે. પ્રત્યેક બોર્ડમાં ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હશે. બિન-મુસ્લિમને પણ બોર્ડના સીઈઓ બનવાની તક મળશે.
  3. સામુદાયિક સમાનતા લાવવા માટે વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ અપાશે.

વિપક્ષ અને મુસ્લિમ સમાજ શા માટે વિરોધમાં?

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વક્ફ બિલના સુધારાનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેમણે નીચે મુજબના મુદ્દા આગળ કર્યા છે.

  1. પ્રસ્તાવિત સુધારા લાગુ કરવાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે, જેને લીધે મુસ્લિમોની ધાર્મિક બાબતો પ્રભાવિત થશે.
  2. મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને તેમના અધિકારો નબળા પડશે. પોતાની સંપત્તિ સ્વેચ્છાએ વક્ફને દાન કરવાના મુસ્લિમ વ્યક્તિના હક પર પ્રતિકૂળ અસર પડશે.
  3. વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જેનાથી લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન થશે.
  4. હિન્દુ મંદિરો અને ટ્રસ્ટોના બોર્ડમાં બિન-હિંદુઓને સ્થાન નથી મળતું, તો પછી વક્ફમાં બિન-મુસ્લિમોને પ્રવેશ આપવાનો આગ્રહ કેમ? – એવો પ્રશ્ન મુસ્લિમો કરી રહ્યા છે.
  5. વક્ફ પ્રોપર્ટીને સરકારી મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત કરીને સરકાર લાંબે ગાળે અમુકતમુક મિલકતો પોતાને હસ્તક લઈ લેશે.

કયા કારણસર વક્ફ બિલ લાવી સરકાર?

  1. 1995ના કાયદામાં વક્ફ પ્રોપર્ટી, ટાઈટલ વિવાદો અને વક્ફ જમીનના ગેરકાયદે કબજાના નિયમન સંબંધિત કેટલીક છટકબારી છે. આ છટકબારી સુધારીને વક્ફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શકતા લાવીને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવું જરૂરી છે.
  2. વક્ફ પ્રોપર્ટીની કોઈ ન્યાયિક દેખરેખ નથી, વ્યવસ્થિત મૂલ્યાંકન થતું નથી.
  3. વક્ફ બોર્ડના બંધારણમાં મર્યાદિત વિવિધતા છે.
  4. બોર્ડના વર્તમાન નિયમો સત્તાનો દુરુપયોગ કરવાની તક આપે છે.
  5. વક્ફ બોર્ડ અને સ્થાનિક મહેસૂલ સત્તાવાળાઓ વચ્ચે અસરકારક સંકલનનો અભાવ છે.
  6. મિલકત પર દાવો કરવા માટે વક્ફ બોર્ડને વ્યાપક સત્તા અપાઈ છે, જે વિવાદો અને કોર્ટ કેસની સ્થિતિમાં પરિણમે છે.

વકફ સુધારા બિલની ચર્ચા દરમિયાન AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીનાં આકરા રૂપમાં જોવા મળ હતા. તેમણે લોકસભામાં કહ્યું કે – આ બિલમાં વકફ અલ ઔલાદ નિયમ કલમ 25 નું ઉલ્લંઘન છે. આ કાયદો દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ પેદા કરવા માટે લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું આ બિલનો હેતુ ફક્ત મુસ્લિમોને અપમાનિત અને બદનામ કરવાનો અને તેમને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના કાયદાને ફાડી નાખ્યો હતો, તેથી હું આ બિલને ફાડી નાખું છું.

વિવાદાસ્પદ વક્ફ મિલકતોનો કબજો સરકાર લેશે?
અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે, કોઈ પ્રોપર્ટી અમુક સમયગાળા માટે ધાર્મિક હેતુસર મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય તો વક્ફ તે પ્રોપર્ટીને પોતાને હસ્તક લઈ લેતું હતું. આ રીતે સરકારી જમીનો પણ વક્ફ હસ્તક જતી રહી છે. નવું બિલ આ મુદ્દે તપાસ કરવાની છૂટ આપશે. એના અંતર્ગત કાયદેસર વક્ફ સંપત્તિ તો વક્ફ પાસે જ રહેશે, પણ જે સંપત્તિ ફક્ત વપરાશને કારણે વક્ફ હસ્તક લઈ લેવાઈ છે, એ સરકાર પાછી લઈ શકશે.

સરકારના ઈરાદા સામે શંકા
વક્ફ બિલ મુદ્દે સરકારના ઈરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે, દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મિડીયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે.

૩ એપ્રિલ, ૨૦૨૫ / ગુરુવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

‌િદવસ દરમ્યાન નવી શકિતનો સંચાર થતો જણાય. આવકનું પાસું મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ

કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ

સ્વાભાવમાં જીદ્દી પણું વઘતું જણાય. આવકનું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારૂ રહે.

કર્કઃ

સ્વભાવમાં ભાવનાત્મતા નું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને ચે. નાના ભાઇ બહેનો પ્રગતિ થી આનંદ. વાહન સુખ મિલકત સુખમાં વૃધ્ધિ નાણાંકીય, વ્યવહારોમાં લાભ.

સિંહઃ

નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદા કરાક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિ થી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મલે.

કન્યાઃ

વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર જંગમ મિલકત અંગે લાભ ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહી થી થતા રોગોથી સાચવવું.

તુલાઃ

ઘંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. ખોટંુ લાગે અેવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ

જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળૈ છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરીફાને શીકસ્ત આપી શકો.

ધનઃ

વિચારવાયુંનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠન માં સામેલ થઇ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યોનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિધ્ધિ શકય બને.

મકરઃ

સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાન સુખમાં વૃ‌ધ્ધિ થતી જણાય. પડવા વાગવા થી સાચવવું. મિત્રોનો સાથ મળવી શકાય.

કુંભઃ

જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતુસુખમાં વધારો થતો જણાય.

મીનઃ

ખોટા ખર્ચ ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. નોકરીમાં બઠતી બદલી સંભવ, વૈવાહિક જીવનમાં આનંદ. સાંઘાના દુઃખાવાથી સાચવવું.

રાંચીમાં ભાજપ નેતા અનિલ ટાઈગરની ગોળી મારીને હત્યા, જાણો

0

ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઈગરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બુધવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને કારણે ભીડભાડવાળા કાંકે ચોકમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝારખંડના પાટનગર રાંચીના કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે ચારેક વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સોએ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઇગરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની વધુ તપાસ શરૂ કરી હતી.

ગોળીબારની ઘટના બાદ સ્થાનિક લોકોએ કાંકે ચોકને બ્લોક કરી દીધો હતો. લોકોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કાંકે ચોક પર આટલી મોટી ભીડ હોવા છતાં, ગુનેગારોએ ઘટનાને અંજામ આપ્યો. તેની હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ભાજપના પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “ભાજપ રાંચી ગ્રામીણ જિલ્લા મહામંત્રી અને ભૂતપૂર્વ જિલ્લા પરિષદ સભ્ય અનિલ ટાઇગરને ગુનેગારો દ્વારા ગોળી મારવાના સમાચારથી હું આઘાત પામ્યો છું. ગુનેગારો નિર્ભયતાથી જનપ્રતિનિધિઓ પર હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે, જ્યાં ન તો જનપ્રતિનિધિઓ સુરક્ષિત છે કે ન તો સામાન્ય નાગરિકો.

દરિયાઈ દાણચોરી સામે INS તરકશની મોટી સફળતા, હિન્દ મહાસાગરમાં 2,500 કિલો ડ્રગ્સ જપ્ત

0

ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં મોટી સફળતા મેળવી છે. નૌકાદળે 2,500 કિલોથી વધુ માદક દ્રવ્યોની દાણચોરીને અટકાવી છે. આ પ્રવૃત્તિ દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતાને મજબૂત બનાવવાના ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. INS તરકશે તેની અદ્યતન ક્ષમતાઓ અને ઝડપથી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા દ્વારા આ કામગીરીને સફળ બનાવી.

INS તરકશ જાન્યુઆરી 2025થી પશ્ચિમ હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા માટે તૈનાત છે અને કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ (CTF) 150 સાથે સંકળાયેલું છે. આ ટાસ્ક ફોર્સ કમ્બાઈન્ડ મેરીટાઇમ ફોર્સ (CMF)નો ભાગ છે, જે બહેરીનમાં સ્થિત છે. ઓપરેશન એન્જેક ટાઈગર હેઠળ, INS તરકશને શંકાસ્પદ જહાજોની ગતિવિધિઓ અંગે ભારતીય નૌકાદળના P8I વિમાન તરફથી મહત્વપૂર્ણ માહિતી મળી.

INS તરકશે બોર્ડિંગ ટીમ અને મરીન કમાન્ડોઝની મદદથી શંકાસ્પદ જહાજ પર કાર્યવાહી કરી. શોધખોળ દરમિયાન, વિવિધ કાર્ગો હોલ્ડમાં સંગ્રહિત 2,386 કિલો હશીશ અને 121 કિલો હેરોઈન મળી આવ્યું. જપ્ત કરાયેલા માદક દ્રવ્યોની કિંમત બજારમાં અબજો રૂપિયાની ગણવામાં આવે છે.

આ કામગીરી માત્ર ભારતીય નૌકાદળની સતર્કતા દર્શાવતી નથી, પણ દરિયાઈ ગુનાઓ સામેના લડતમાં દેશની પ્રતિબદ્ધતાને પણ સ્પષ્ટ કરે છે. INS તરકશના સાહસથી, નશો અને ગેરકાયદેસર તસ્કરી પર નિયંત્રણ લાવવા માટે નૌકાદળનો મહત્વપૂર્ણ ફાળો વધુ મજબૂત થયો છે.

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 4 લોકોનાં મોત

બનાસકાંઠામાં એક ગોઝારી ઘટના બની છે. થરાદ નજીક દેવપુરા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં ત્રણ બાળકો અને એક પુરુષના સહિત 4 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને લાશોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ત્રણ બાળકો અને એક પુરુષની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે

રામ નવમી રેલી માટે પોલીસ દ્વારા સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ શરૂ

રામ નવમીનો તહેવાર નજીક આવતાં સુરત પોલીસે શહેરમાં કોમી સૌહાર્દ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. 6 એપ્રિલ, 2025ના રોજ રામ નવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ભીડભાડવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવા માટે ડ્રોન પેટ્રોલિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉધના પોલીસે ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું છે, જ્યાં હજારો મુસાફરોની સતત અવરજવર રહે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગડબડ ન થાય તે માટે પોલીસે અદ્યતન ટેકનોલોજીનો સહારો લીધો છે. ડ્રોનની મદદથી સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ પગલું ભક્તોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવામાં મદદ કરશે. રામ નવમીના દિવસે સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવે છે.

આ રેલીઓના રૂટ પર સુરક્ષા મજબૂત કરવા પોલીસે ડ્રોન સર્વેલન્સની સાથે ગ્રાઉન્ડ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે. ખાસ કરીને સંવેદનશીલ સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દળ સતત મોનીટરીંગ કરી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી રેલી દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય.