Home Blog Page 484

ખડગેને ખુરશી પર બેસાડી રાહુલ સોફા પર બેસી ગયા! ભાજપનો કોંગ્રેસ પર વાર

0

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દલિતોના અપમાન અંગે ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર અલગથી બેઠેલા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સોફા પર બેઠા છે. ભાજપે તેને દલિતોનું અપમાન ગણાવ્યું છે.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપને દલિત વિરોધી કહેવામાં આવ્યું અને એવો આરોપ મૂકવામાં આવ્યો કે જ્યારે વિપક્ષના નેતા ટીકા રામ જુલી રામ મંદિર ગયા, ત્યારે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યએ તે મંદિર ધોઈ ધોવડાવ્યુ. રાહુલ ગાંધીએ કોંગ્રેસની આ પોસ્ટ શેર કરી અને લખ્યું કે આ ભાજપની દલિત વિરોધી અને મનુવાદી વિચારસરણીનું બીજું એક ઉદાહરણ!

ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી, સહીત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ જોવા મળે છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે અલગ બેસાડીને તેમનું આપમાન કર્યું હતું.

રાહુલ ગાંધીની તે પોસ્ટ પર, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર બેઠેલા અને રાહુલ સોનિયા સોફા પર બેઠેલાનો એક વીડિયો શેર કર્યો. અમિત માલવિયાએ લખ્યું કે પહેલા ખડગે જીનું સન્માન કરતા શીખો. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમની ખુરશી છેડે રાખવાનો અર્થ શું હતો? આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ દલિત વિરોધી છે.

વક્ફ બોર્ડ મામલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મારામારી

0

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ફરી એકવાર મોટો હોબાળો થયો છે. ભાજપ અને આપના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વધી ગયો હતો કે, બંને પક્ષના નેતાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એનસીના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા પર ચર્ચાની માગ કરતાં સદનમાં દેખાવો કર્યા હતા.

ભાજપના ધારાસભ્યે જણાવ્યું હતું કે, તેઓ મીડિયા સાથે વાતચીત દરમિયાન હિન્દુઓ વિરૂદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતાં. વિધાનસભાની કાર્યવાહી જોવા આવેલા પીડીપીના કાર્યકરોએ પણ મુફ્તી મોહમ્મદ સૈયદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતાં તેમણે પણ AAP ના ધારાસભ્યો સાથે મારામારી કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકે કહ્યું કે, આ લોકો મને જણાવશે કે, તેઓ બહાર તમાશો કેમ કરી રહ્યા હતા, ભાજપના લોકોએ હુમલો કર્યો હતો.

શું હતી બબાલ?

ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ નિવેદન આપ્યું હતું કે, બે કોડીના ધારાસભ્ય હિન્દુઓને ગાળો આપશે, આજે તેમને બતાવવું પડશે. જ્યારે AAPના ધારાસભ્યે કહ્યું કે, હિન્દુ તિલક લગાવી દારૂ પીવે છે, ચોરી કરે છે.

વક્ફ બિલ સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર લાગતાં કાયદો બન્યો છે. જે ગઈકાલથી સત્તાવાર ધોરણે લાગુ પણ થયો છે. પરંતુ તેના વિરોધમાં રાજકારણની લડાઈ થંભી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી વક્ફ કાયદા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગઈ છે. પીડીપીના નેતાની આ મુદ્દે ચર્ચા કરવાની માગ ફગાવી દેવામાં આવતાં હોબાળો થયો હતો. આ હોબાળાએ આજે ઉગ્ર સ્વરૂપ લીધુ હતું.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 300થી વધુ પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

0

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટેરિફ વોરની અસર વૈશ્વિક બજર સાથે ભારતીય બહાર પર પણ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. સેન્સેક્સ 379.93 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 73,847.15 પર બંધ થયો હતો, અને નિફ્ટી 136.70 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 22,399.15 પર બંધ થયો હતો. લગભગ 1500 શેર વધ્યા હતા, 2241 શેર ઘટ્યા હતા અને 138 શેર યથાવત રહ્યા હતા.

નિફ્ટીમાં વિપ્રો, SBI, ટેક મહિન્દ્રા, L&T, ટ્રેન્ટ મુખ્ય ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે નેસ્લે, HUL, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન કંપની, પાવર ગ્રીડ કોર્પના શેરોમાં વધારો થયો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો. ઓટો (0.3 ટકા વધ્યો) અને FMCG (1.5 ટકા વધ્યો) સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા હતા, જેમાં IT અને PSU બેંક દરેક 2 ટકા ઘટ્યા હતા.

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 3.47%, કોરિયાનો કોસ્પી 1.20% અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.55% ઘટ્યો છે. 8 એપ્રિલના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ 0.84% ઘટ્યો. S&P 500 ઇન્ડેક્સ 1.57% ઘટ્યો અને નાસ્ડેક કમ્પોઝિટ 2.15% ઘટ્યો. આજનો દિવસ નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેના સાપ્તાહિક ઓપ્શન્સ એક્સપાયરીના દિવસ છે. મહાવીર જયંતિના કારણે 10 એપ્રિલ, ગુરુવારના રોજ સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વધુ એક ગુજરાતીની હત્યા, આરોપીની ધરપકડ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા, યુરોપ હોય કે પછી ઓસ્ટ્રેલિયા, સતત હત્યાની ઘટનાની સામે આવતી રહે છે. આ કડીમાં વધુ એક દુઃખદ ઘટના ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી છે, અહીં ગુજરાતી યુવાનની હત્યા થઇ છે. જોકે, હત્યા કયા કારણોસર થઇ તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

માહિતી પ્રમાણે, નવસારીના બીલીમોરાના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઇ છે. મેલબોર્નના બરવૂડમાં રહેતા મિહિર દેસાઈ નામના યુવાનની ચપ્પૂના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ મેલબોર્ન પોલીસે ઘરમાંથી એક 42 વર્ષીય યુવકની અટકાયત કરી હતી. જોકે, તપાસમાં હુમલાખોર વ્યકિત ગુજરાતી મૂળનો જ હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે, આ બન્ને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. મિહિર દેસાઈની હત્યાના પગલે હાલમાં ગુજરાતમાં વતન બીલીમોરામાં શોકનો માહોલ છવાયો છે. મેલબોર્ન પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

સુરતમાં ડાયમંડ કંપની સામે બીજા દિવસે વેપારીઓના ધરણા યથાવત્

સુરતની જાણીતી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરવામાં આવેલા કેસને લઇ વેપારીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. ગઈકાલે વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા ઉપર બેઠેલા વેપારીઓને મળવા માટે અને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે આજે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયા અને કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા હતા. સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા દ્વારા કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી.

કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ડાયમંડ વેપારીના પરિવારો ધરણા ઉપર બેઠા છે. વેપારીઓ તેમના પત્ની સાથે ધરણા ઉપર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. છ વર્ષ પહેલા ડાયમંડના ધંધામાં નુકસાન થતા વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીને નાણા પરત કરી શક્યા ન હતા. જે બાબતે કંપનીના માલિક ડાયમંડ એસોસિએશન દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરીને શક્ય તેટલું બાકી નીકળતા નાણા લઈ લેવામાં આવ્યા હતા અને સમાધાન કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા જ્યારે વેપાર ધંધો સાથે કરવામાં આવતો હતો ત્યારે કંપનીએ તેમની પાસેથી સિક્યુરિટી પેઠે એડવાન્સ ચેક લઈ લીધા હતા. તે ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવીને વેપારીઓ સામે કેસ દાખલ કર્યો છે. જેનાથી વેપારીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા એ જણાવ્યું કે, કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક દ્વારા સમાધાન કરી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન વેપારીઓ દ્વારા તેમની જમીનો, ઘરેણા, રોકડ રકમ અને પ્રોપર્ટી પણ આપી દેવામાં આવી હતી. આજે બાર જેટલા પરિવારો કંપની સામે ધરણા ઉપર બેઠા છે. અમે કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે રજૂઆત કરી રહ્યા છે, કારણકે અમે પોતે પણ આ 12 પરિવારોની સંપત્તિ અંગે ખરાઈ કરી લીધી છે તેમની પાસે હવે આપવા માટે કશું બચ્યું નથી. આવી સ્થિતિમાં અમે તેમને સહાનુભૂતિ આપવા માટે કેપી સંઘવી ડાયમંડ કંપનીની સામે ધરણા સ્થળ ઉપર આવ્યા છે.

તાઇવાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા

બુધવારે સવારે તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અરાજકતાનો માહોલ જોવા મળ્યો. કેન્દ્રીય હવામાન વિભાગે ભૂકંપની તીવ્રતા 5.8 માપી હતી. ભૂકંપના કારણે તાઈપેઈમાં ઇમારતો ઘણી સેકન્ડો માટે કંપન પામી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તરપૂર્વ કિનારે યિલાનથી લગભગ 21 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું. તે પૃથ્વીની સપાટીથી 69 કિલોમીટર નીચે ઊંડાઈએ હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.

રિઝર્વ બેંકે આપી મોટી ખુશખબરી! વ્યાજદરમાં ફરી ઘટાડો, EMI થશે સસ્તી

0

રિઝર્વ બેંકે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે કારણ કે RBIની મોનિટરી પૉલિસી કમિટી (MPC) એ એપ્રિલની મીટીંગમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 7 થી 9 એપ્રિલ દરમિયાન ચાલેલી MPCની મીટીંગમાં વ્યાજદરમાં ઘટાડા અંગે સહમતિ થઈ.

આ અંતર્ગત રેપો રેટ 6.25%માંથી ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે કમિટીનો સ્ટાન્સ “અકોમોડેટિવ” રાખવામાં આવ્યો છે, જે ફેબ્રુઆરીમાં “ન્યુટ્રલ” હતો. તેમણે કહ્યું કે સ્ટાન્સમાં ફેરફારને લિક્વિડિટી પૉલિસી સાથે ન જોડી જોવાં જોઈએ.

સંજય મલ્હોત્રા 6 સભ્યોની મોનિટરી પૉલિસી કમિટી (MPC)ના અધ્યક્ષ છે. આ પહેલાં પણ MPC એ ફેબ્રુઆરીમાં 5 વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, જેમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એટલે કે 2025માં અત્યારસુધી બે મહિનાના અંતરે યોજાયેલી મીટીંગોમાં કુલ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.

એપ્રિલમાં RBIની નીતિગત દરો:

  • રેપો રેટ: 6.00%પૉલિસી સ્ટાન્સ:
  • અકોમોડેટિવSDF રેટ:
  • 5.75%MSF રેટ:
  • 6.25%

5 વર્ષ પછી ફેબ્રુઆરીમાં થયો હતો ઘટાડો

મોનિટરી પૉલિસી કમિટી (MPC) માટે FY26 માટેની આ પ્રથમ મીટીંગ હતી. છેલ્લા નાણાકીય વર્ષ એટલે FY25ની છેલ્લી મીટીંગ ફેબ્રુઆરી 2025માં થઈ હતી. તે મીટીંગમાં RBIએ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો. આ 5 વર્ષ પછી થયેલ વ્યાજદરમાં ઘટાડો હતો, જે અંતર્ગત રેટ 0.25% ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો.

RBI શા માટે વધારેછે કે ઘટાડેછે રેપો રેટ?

વિશ્વભરના સેન્ટ્રલ બેંકો વધતી જતી જિયોપોલિટિકલ તણાવની વચ્ચે મહેંગાઈ પર કાબૂ મેળવવા માટે વ્યાજદરમાં ફેરફાર કરે છે. એ જ રીતે ભારતની રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ફેરફાર કરે છે. રેપો રેટ એ એવી રીત છે કે જેને દ્વારા RBI મહેંગાઈ સામે લડી શકે છે. જ્યારે પણ મહેંગાઈ વધારે થવા લાગે છે ત્યારે RBI રેપો રેટ વધારી દે છે.

તેના કારણે અર્થતંત્રમાં લિક્વિડિટીનો પ્રવાહ ઘટે છે. જ્યારે રેપો રેટ વધારે હોય ત્યારે બેંકોને RBI પાસેથી લોન મોંઘી પડે છે, એટલે બેંકો ગ્રાહકોને પણ વધુ વ્યાજે લોન આપે છે. આથી મની ફ્લો ઘટે છે અને મહેંગાઈ પર કાબૂ આવે છે. જ્યારે અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવી હોય ત્યારે RBI રેપો રેટ ઘટાડે છે. એટલે બેંકોને સસ્તું લોન મળે છે અને ગ્રાહકોને પણ સસ્તા વ્યાજે લોન મળે છે. અર્થતંત્રને ઝડપ મળે છે. જેમ કે કોરોના મહામારીના સમયમાં RBIએ રેપો રેટ ઘટાડીને અર્થતંત્રને ટેકો આપ્યો હતો.

રિવર્સ રેપો રેટમાં ફેરફારનો શું અસર પડે છે?

MPC પૉલિસીમાં રેપો રેટની સાથે રિવર્સ રેપો રેટ પણ જાહેર થાય છે. રિવર્સ રેપો રેટ એ દર છે જેમાં રિઝર્વ બેંક બેંકો પાસે પૈસા રાખવાના બદલામાં વ્યાજ આપે છે. જ્યારે RBI રિવર્સ રેપો રેટ વધારશે ત્યારે માર્કેટમાંથી લિક્વિડિટી દૂર થાય છે. બેંકો RBIમાં પૈસા રાખીને વ્યાજ મેળવે છે. આનો અર્થ એ છે કે બેંકો પાસે ગ્રાહકોને લોન આપવા માટે ઓછો ફંડ રહે છે. આ રીતે RBI મહેંગાઈ પર અસરકારક રીતે નિયંત્રણ લાવે છે.

ગુરમીતસિંહ રામ રહીમ 13મી વખત જેલમાંથી બહાર આવ્યો, 21 દિવસની પેરોલ મળી

0

બળાત્કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી જેલની બહાર આવ્યો છે. તેને 21 દિવસના પેરોલ મળ્યા છે, કડક સુરક્ષા વચ્ચે રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાંથી સિરસા સ્થિત ડેરા મુખ્યાલય પહોંચ્યો હતો. સિરસામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેના અનુયાયીઓ ખુશ છે, જ્યારે એક બાલાત્કારીને ફરી પે રોલ આપવા બદલ ઘણા લોકો હરિયાણા સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

સુનારિયા જેલમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરમીત રામ રહીમને બુધવારે સવારે મુક્ત કરવામાં આવ્યો હતો અને તે સિરસામાં ડેરા મુખ્યાલય જવા રવાના થયો હતો. 2017 માં દોષિત ઠર્યા પછી તે બીજી વખત મુખ્યાલય મુલાકાત લઈ રહ્યો છે. હરિયાણા રાજ્ય સરકારે બાળાત્કારના કેસમાં દોષિત રામ રહીમને આ 13મી વખત પેરોલ આપ્યા છે.

નોંધનીય છે કે રામ રહીમને અગાઉ ઘણીવાર પેરોલ મળી ચુક્યા છે. છલ્લે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના આઠ દિવસ પહેલા 28 જાન્યુઆરીએ તેને 30 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તેના પેરોલ પુરા થયા બાદ તેને ફરી સુનારિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેને હરિયાણામાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા 20 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા.

શું છે તેના પર ગુનો
રામ રહીમને ઓગસ્ટ 2017 માં બે મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2019 માં, પંચકુલાની એક ખાસ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા બદલ તેમને અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 25 ઓગસ્ટ, 2017 ના રોજ તેમને દોષિત ઠેરવ્યા બાદ, પંચકુલા અને સિરસામાં હિંસા ફાટી નીકળી હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260 થી વધુ ઘાયલ થયા હતા.

૯ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિ માટે બુધવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ-શોખ, આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગે ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના-ભાઈ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઈસ્ક્રીમ, ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઈ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલક્તના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે. હાડકાંની સંભાળ રાખવી.

સુરતની SVNIT કોલેજમાં ‘Entertainment’ના નામે જોખમી કાર-બાઈક સ્ટંટ, જુઓ

સુરતમાં આવેલી SVNIT કોલેજમાં એક પ્રોગ્રામ દરમ્યાન જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક અને કાર વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં આવેલી જાણીતી SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) કોલેજમાં એક કાર્યક્રમ દરમ્યાન જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. 7 એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં માઈન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર અને બાઈક વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા.

કેમ્પસમાં માઇન્ડ બેન્ટ ઇવેન્ટ માટેની મંજૂરી લેવામાં આવી હતી. કાર ડ્રિફ્ટીંગના કરતબો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાડાઈ હતી. પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

માહિતી મુજબ, કેમ્પસમાં “કાર-શો” માટે મંજૂરી લેવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ દરમિયાન કાર અને બાઈક દ્વારા જોખમી ડ્રિફ્ટિંગ અને સ્ટંટ બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં ઉચ્ચ અવાજે સાઇલેન્સરો, રબર બર્નિંગ અને હાઈ-સ્પીડ ડ્રાઇવિંગ જોવા મળી રહી છે. સ્ટન્ટ એવા જોખમી હતા કે થોડી પણ ગફલત થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી.