Home Blog Page 480

અમરેલીમાં મોટી દુર્ઘટના : રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં એકનું મોત

અમરેલીમાં આજે મંગળવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અમરેલીના ગિરિયા રોડ ઉપર વિમાન ક્રેશ થતાં એકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાયલોટનું મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.

ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે અમરેલીના ગિરિયા રોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પ્લેન ક્રેશ થતાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. જેના ઉપર કાબુ મેળવીને ફાયર બ્રિગેડની ટીમે આગળની કાર્યવાહી હાથધર હતી. ફાયરની ટીમે મૃતદેહને પણ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને EDનું સમન્સ, આ મામલે થશે પૂછપરછ

0

તેલુગુ ફિલ્મ એક્ટર મહેશ બાબુને મુશ્કેલીમાં ફસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એહવાલ મુજબ હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે જોડાયેલા એક મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં EDએ મહેશ બાબુને સમન્સ પાઠવ્યા છે. મહેશ બાબુને 28 એપ્રિલે EDની હૈદરાબાદ ઓફીસમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે 16 એપ્રિલના રોજ ED એ તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. હૈદરબાદની જાણીતી કન્સ્ટ્રકશન કંપનીઓ સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સાથે જોડાયેલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ(PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા પાડ્યા બાદ મહેશ બાબુને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન કરવાના આરોપો સાથે ED આ કંપનીઓ સામે કાર્યવાહી કરી રહી છે. સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા ‘ગ્રીન મીડોઝ’ નામના પ્રોજેક્ટમાં કથિત ખામીઓની પણ તપાસ થઇ રહી છે. એક્ટર મહેશ બાબુ આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, હજુ સુધી તેની સામે કોઈ આરોપ લાગવવામાં આવ્યો નથી.

10 ગ્રામ ગોલ્ડની કિંમત 1 લાખને પાર પહોંચી, જાણો તમારા શહેરનો ભાવ

0

દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. દિલ્હી બુલિયન બજારમાં, 21 એપ્રિલ 2025 ના રોજ સાંજે 6.28 વાગ્યા સુધીમાં, 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 250 રૂપિયાના આંકડાને વટાવી ગયો. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 1,650 રૂપિયાનો વધારો થયો હતો કારણ કે ડોલર નબળા પડવાથી માંગ વધી હતી અને યુએસ-ચીન વેપાર યુદ્ધની અનિશ્ચિતતા હતી, પરંતુ સાંજ સુધીમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો.

સોનાના ભાવમાં 3 ટકા GST ઉમેર્યા પછી, દર 10 ગ્રામ દીઠ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો છે. તે જ સમયે, ફ્યુચર્સ માર્કેટમાં, મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹98,991 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 1.76% વધીને છે, જ્યારે ચાંદી 0.62% વધીને ₹95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.

સત્તાવાર વેબસાઇટના ડેટા મુજબ, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ ₹97,352 પ્રતિ 10 ગ્રામ હતો, જે ₹73/10 ગ્રામના વધારા સાથે ઓલ ટાઈમ હાઈ છે. તે જ સમયે MCX પર ચાંદીના ભાવ પણ ₹238/કિલો વધીને ₹97,275/કિલો થયા. વધુમાં 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાના ઇન્ડિયન બુલિયન એસોસિયેશન (IBA)ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹97,560/10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત ₹89,430/10 ગ્રામ છે. તે જ સમયે, IBA વેબસાઇટ અનુસાર, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ચાંદીનો ભાવ ₹95,720/કિલો (ચાંદી 999 ફાઇન) હતો.

ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાનો આજનો ભાવ આ મુજબ છેઃ

  • અમદાવાદ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,620 પ્રતિ 10 ગ્રામ છે.
  • સુરત: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97.620 પ્રતિ 10 ગ્રામ છે.
  • વડોદરા: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,620 પ્રતિ 10 ગ્રામ છે.
  • રાજકોટ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,620 પ્રતિ 10 ગ્રામ છે.

આજે સ્થાનિક બજારમાં 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,600 રૂપિયા વધીને 99,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો હતો. ગયા ટ્રેડિંગ સત્રમાં, તે 97,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થોડો ઘટાડો સાથે બંધ થયો હતો. પરંતુ સાંજે 6:28 વાગ્યે, 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો.

તે જ સમયે, જો આપણે MCX પર છેલ્લા 3 અઠવાડિયાની વાત કરીએ તો, સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ગયા મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 90,717 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો, જે વધીને 96,875 રૂપિયાના આજીવન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે સોનાના ભાવમાં 6,158 રૂપિયાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન સોનાએ રોકાણકારોને લગભગ 7 ટકા કમાણી કરવામાં મદદ કરી છે.

મધ્ય પ્રદેશમાં લગ્નમાંથી પરત ફરતી પીકઅપ જીપ પલટી, 5 લોકોના મોત

0

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના બાણસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક પીકઅપ પલટી મારી ગઈ હતી. જેના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં જ અફરા-તફરી મચી ગઈ હતી.

વાસ્તવમાં સીધી જિલ્લાના મડવાસના બૈગા પરિવારની લગ્નની સરઘસ શહડોલ જિલ્લાના કરોંડિયા ગામમાં આવી હતી. લગ્નની વિધિ પૂરી થયા બાદ લગ્નની પાર્ટી પીકઅપમાં પરત ફરી રહી હતી. જ્યારે પીકઅપ ગડા કરાઉંડિયા રોડ પર પહોંચ્યું ત્યારે પીકઅપની સામે એક બાઇકસવાર આવ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં પીકઅપ કાબુ બહાર જઈને પલટી મારી ગઈ હતી.

શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા, IndusInd Bank શેર 5 ટકા તૂટ્યો

શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઉછાળે ખુલ્યા બાદ એકંદરે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79408 સામે 300 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 79728 ખુલ્યો હતો. જો કે અમુક બ્લુચીપ શેર ઘટતા માર્કેટનો આરંભિક ઉછાળો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ 100 પોઇન્ટના સુધારે ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24125 સામે આજે 24185 ખુલ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડ્સઇન્ડ બેંક 5 ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, પાવરગ્રીડ, એશિયન પેઇન્ટ અને ભારતી એરટેલ શેર 1 ટકાના ઘટાડે ટોપ 5 લૂઝર હતા. બેંક નિફ્ટી 130 પોઇન્ટ વધીને જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 150 પોઇન્ટ ડાઉન હતો.

ઝારખંડમાં 16,500 કરોડ રૂપિયાના અલ્ટ્રા સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે Coal India એ દામોદર વેલી કોર્પોરેશન સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. તે જ સમયે, કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 8491.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો પણ નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક રૂ. 35,779.8 કરોડ રહી. સોમવારે Coal Indiaના શેર રૂ. 400.70 ના વધારા સાથે બંધ થયા.

બ્રિગેડ એન્ટરપ્રાઇઝ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપનીએ બેંગલુરુ નજીક લગભગ 20 એકરમાં ફેલાયેલા વિકાસ પ્રોજેક્ટ માટે સંયુક્ત વિકાસ કરાર (JDA) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટનું કુલ વિકાસ મૂલ્ય આશરે રૂ. 175 કરોડ છે. સોમવારે કંપનીના શેર 2.5 ટકાના વધારા સાથે ₹1,010.20 પર બંધ થયા હતા.

૨૨ એપ્રિલ, ૨૦૨૫: મંગળવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષ:

આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરી માં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય. તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ

દિવસની શરૂઆત સુંદર રીતે થાય. અવાક જળ‍વાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુન:

જીવનસાથી સાથે પ્રેમ જળ‍વાય. મોજશોખ માં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી ખાંસીનો ઉપદ્ગવ રહે. સ્થાવર જંગમ મિલકત થી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળ‍વાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળ‍વાય.

સિંહઃ

સંતાનની પ્રગતિ થી હર્ષ. વિધાર્થી વર્ગને સફળતા. આધાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતતી થાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી ખાંસી. કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ

જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. અેકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ

કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહન સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

બેંક બેલેન્સ વધતું જણાય. પરિવાર માં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગો ની કાળજી રાખવી.

ધનઃ

આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ

વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વઘતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોકટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યકિતઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ

ધંધામાં માટોં નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શકયતા છે. આવક જળ‍વાય. મિત્રો થી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી ખાંસી નો ઉપદ્ગવ રહે.

મીનઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રો થી લાભ. યશ પ્રતિષ્ઠા વધે. આરોગ્ય જળવાય.

કૌશલ્ય આધારિત શિક્ષણથી યુવાનો બન્યા આત્મનિર્ભર

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમના અધિકૃત તાલીમ ભાગીદાર એટલે કે “રેડ એન્ડ વ્હાઈટ કૌશલ્ય શિક્ષણ સંસ્થા” દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમણે પોતાનો કૌશલ્ય આધારિત કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માત્ર પ્રમાણપત્ર મળ્યું નહીં પરંતુ તેમની કારકિર્દી માટે શક્તિશાળી કૌશલ્ય પણ પ્રાપ્ત થયું છે. આજે આ વિદ્યાર્થીઓ શહેરના પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં વિકાસકર્તા, સર્જનાત્મક ડિઝાઇનર અને મોબાઇલ એપ ડેવલપરતરીકે સફળતાપૂર્વક નોકરી કરી રહ્યા છે.

આજના યુગમાં કહેવું પડે કે “કૌશલ્ય છે તો નોકરી છે, કારકિર્દી છે અને સફળતા છે.” ઘણા યુવાનો ગ્રેજ્યુએશન પછી પણ નોકરી માટે સંઘર્ષ કરે છે, કારણ કે તેઓ પાસે વ્યવહારુ કૌશલ્ય અને ઉદ્યોગ લક્ષી તાલીમનો અભાવ હોય છે. “રેડ એન્ડ વ્હાઈટ કૌશલ્ય શિક્ષણ સંસ્થાએ આ ખામી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને વિદ્યાર્થીઓને આવા કૌશલ્યો આપી રહી છે કે તેઓ ઇન્ડસ્ટ્રીની હાલની જરૂરિયાતો અનુસાર પોતાને તૈયાર કરી શકે.

“કૌશલ્ય એ શક્તિ છે” આ વાક્યને ભારત સરકાર દ્વારા સ્થાપિત NSDC (રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ) પણ સમર્થન આપે છે. રેડ એન્ડ વ્હાઈટ કૌશલ્ય શિક્ષણ સંસ્થા, NSDCના માન્ય ટ્રેનિંગ પાર્ટનર તરીકે આ વિચારધારાને મજબૂત બનાવે છે. અમારું મુખ્ય લક્ષ્ય છે કે વિદ્યાર્થીને માત્ર શીખવનું નહીં, પરંતુ તેને એ રીતે સજ્જ બનાવવો કે તે આત્મનિર્ભર બની પોતાનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે.

સુરતમાં ટ્રક ચાલકે પોલીસવાન સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા, એકનું મોત

સુરતમાં ટ્રકે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં નવા ગામ બ્રિજ પાસે માંતેલા સાંઢની માફક ટ્રકે પોલીસવાન, બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકનું મોત નીપજ્યું હતું. બોલેરો ચાલકની ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કામગીરી હાથધરી હતી.

પાલનપુર જકાત નાકા વિસ્તારમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. ટ્રકના ચાલકના કહેવા મુજબ, રાત્રિના સમયમાં અજાણી ઓળખનો એક યુવક ટ્રકના પાછળના ટાયર નજીક સૂઈ ગયો હતો. વહેલી સવારે ટ્રક સ્ટાર્ટ કરીને આગળ ધપાવતાં પાછળના ટાયર યુવકના માથા પર ફરી વળ્યું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઝટકો, 6 ભારતીય રાજ્ય પર વિઝા પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ગુજરાત અને રાજસ્થાન સહિત દેશના 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડીનો આરોપ છે, આ ઉપરાંત એવો પણ આરોપ છે કે, આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ વિઝા પર પૂર્ણ-સમય કામ કરી રહ્યા છે. ગુજરાત ઉપરાંત, જે રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મું કાશ્મીર, હરિયાણા અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, બે વર્ષ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાએ આ 6 રાજ્યો પર પ્રતિબંધ લાદ્યો હતો, જોકે પછીથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના જણાવ્યા મુજબ, આ રાજ્યોના અમુક વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર આવીને અભ્યાસ બદલે વોકેશનલ કોર્સમાં જોડાય છે અથવા નોકરી કરવા લાગે છે. આનાથી યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા અને નાણાકીય સ્થિતિને નુકસાન થાય છે. ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના અહેવાલ મુજબ, ભારતીય વિદ્યાર્થીઓની લગભગ 24.3% અરજીઓને “ફ્રોડ્યુલન્ટ” અથવા “નોન-જેન્યુઈન” ગણવામાં આવે છે, જે 2012 પછીનો સૌથી ઊંચો રિજેક્શન રેટ છે.

વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી અને ફેડરેશન યુનિવર્સિટી સહિતની સંસ્થાઓએ આ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અથવા કડક ચકાસણી શરૂ કરી છે. 2023ની શરૂઆતમાં એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારે વિક્ટોરિયા યુનિવર્સિટીએ રાજસ્થાન સહિત આઠ રાજ્યો પર નિયંત્રણો લાદ્યા હતા.

અમેરિકા અને કેનેડામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા રિજેક્શન દર વધ્યો છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષક વિકલ્પ બન્યું હતું. જોકે, 2022-23 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની વિઝા મંજૂરી 48% ઘટી, જે ઓસ્ટ્રેલિયાના 2025 સુધી નેટ માઈગ્રેશન અડધું કરવાના લક્ષ્ય સાથે જોડાયેલું છે.

એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝેન્ટેટિવ ઈન ઈન્ડિયા (AAERI)એ આ પ્રતિબંધને ખોટો ગણાવ્યો છે, જણાવ્યું કે વ્યક્તિગત કેસના આધારે મૂલ્યાંકન થવું જોઈએ. ભૂતપૂર્વ રાજદ્વારી દીપક વોહરાએ પણ આને ખોટો અભિગમ ગણાવ્યો, જે ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી અભ્યાસ કરતા અથવા કામ કરતા ભારતીયોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તેમણે ઉમેર્યું કે આવી નીતિઓ માત્ર ભારત સાથે જ નહીં, ચીન અને અન્ય એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓ સાથે પણ અપનાવવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયન સરકારે આ રાજ્યો પર સરકારી સ્તરે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી; આ નિર્ણયો સ્વતંત્ર યુનિવર્સિટીઓ દ્વારા લેવાયા છે. 2023ના પ્રતિબંધો પછી કેટલીક યુનિવર્સિટીઓએ નિયંત્રણો હટાવ્યા હતા, પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કેટલીક સંસ્થાઓએ ફરીથી પ્રતિબંધ લાગુ કર્યો છે. જોકે, ઉચ્ચ રેન્કિંગવાળી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે આ પ્રતિબંધોની ઓછી અસર થઈ શકે છે, કારણ કે તેમની પ્રવેશ પ્રક્રિયા પહેલેથી જ કડક હોય છે.

આ પ્રતિબંધથી ખાસ કરીને નાની અથવા ઓછી રેન્કિંગવાળી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અસર થશે. ભારતમાં 60,000થી વધુ કોલેજો હોવા છતાં, ઘણા વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારી લાઈફસ્ટાઈલ અને વૈશ્વિક કારકિર્દીની તકો માટે વિદેશ જવાનું પસંદ કરે છે. આ નીતિઓથી વિદ્યાર્થીઓની આશાઓને નુકસાન થઈ શકે છે, ખાસ કરીને જેઓ નિયમોનું પાલન કરીને અભ્યાસ કરવા ઈચ્છે છે.

ઈન્ડોનેશિયાના સેરામ ટાપુ પર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા

આજ રોજ ઈન્ડોનેશિયાના સેરામ ટાપુ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ ઊંડાઈને કારણે આંચકા જોરદાર અનુભવાયા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સુલાવેસીના ઈન્સેરામ ટાપુ પર કોટામોબાગુથી દક્ષિણપૂર્વમાં રાત્રે 11:50 વાગ્યે (IST) આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.