Home Blog Page 463

વકફ કાયદાના વિરોધમાં ભારતના મુસ્લિમો આજે રાત્રે થોડા સમય માટે વીજળી બંધ રાખશે

0

અખિલ ભારતીય મુસ્લિમ વ્યકિતગત કાયદા બોર્ડ (AIMPLB) ની અપીલ પર ભારતના ઘણા મુસ્લિમ સંગઠનો એ વક્‍ફ સુધારા અધિનિયમ 2025 ના દેશવ્યાપી શાંતિપૂર્ણ પ્રતિકાત્મક વિરોધરૂપે આજે બુધવાર રાત્રે 9 વાગ્યાથી 15 મિનિટ માટે ‘બત્તી ગુલ’ રાખવા આહ્વાન કર્યું છે. તેના અંતર્ગત આજે બુધવારે રાત્રે 9 થી 9:15 સુધી નાગરિકોને તેમના ઘરો, દુકાનો અને કચેરીઓની લાઇટો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. બોર્ડના એક અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે, “અમે તમામ જાગૃત નાગરિકો, ખાસ કરીને મુસ્લિમ સમાજને અહિંસક નાગરિક ક્રિયા દ્વારા આ કાયદાનો વિરોધ કરવા અપીલ કરીએ છીએ.”

આ વિરોધ માત્ર ધર્મગત મુદ્દો નહિ, પરંતુ રાષ્ટ્રીય ચિંતા છે
પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, આ વિરોધ માત્ર એક ધર્મગત મુદ્દો નથી, પરંતુ એક રાષ્ટ્રીય ચિંતા છે. બોર્ડે યુવાનો અને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ નિષ્ક્રિય ન રહે, પરંતુ હિંમત અને પ્રતિબદ્ધતાથી આ આંદોલનનું નેતૃત્વ કરે.

સોશિયલ મીડિયા પર વહેંચવાની અપીલ
આંદોલનને વ્યાપક બનાવવા ડિજિટલ માધ્યમોના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ સંબંધિત વિડિયો, છબીઓ અને સંદેશાઓ શેર કરવા અને મીડિયાને તથા પ્રભાવશાળી વ્યક્તિઓને ટૅગ કરવાની અપીલ કરવામાં આવી છે. દેશભરના મુસ્લિમ સમાજ સુધી આ સંદેશો પહોંચાડવામાં આવ્યા છે.

વક્‍ફ બચાવો સંમેલન – 22 એપ્રિલે ટાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી
AIMPLB 22 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘વક્‍ફ બચાવો સંમેલન’નું આયોજન કરીને આ વિરોધને વધુ મજબૂત બનાવશે.

AIMIMના વિરોધ પ્રદર્શન
AIMIM તરફથી હૈદરાબાદમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ અધિનિયમને બંધારણવિરોધી જાહેર કર્યો છે. જમીઅત ઉલેમા-એ-હિંદ, ઇમારત-એ-શરિયા, મુસ્લિમ યુથ અસોસિએશન સહિતના સંગઠનોએ પણ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યા છે.

વક્‍ફ સુધારા અધિનિયમ 2025: વિવાદનું કારણ
આ અધિનિયમમાં વક્‍ફ સંપત્તિઓના સંચાલનમાં ગેરમુસ્લિમ સભ્યોને સામેલ કરવાની અને સરકારની દેખરેખ વધારવાની જોગવાઈ છે. આ કાયદાના વિરોધકર્તાઓનું કહેવું છે કે આથી મુસ્લિમ ધર્મગત સંપત્તિઓ પર સરકારનો નિયંત્રણ વધશે અને તેમની ધાર્મિક સ્વતંત્રતા પર અસર થશે.

ભારતભરમાં વિરોધ પ્રદર્શન
AIMPLB અને AIMIMના સંયુક્ત તત્વાવધાન હેઠળ “Save Waqf, Save Constitution” રેલીનું આયોજન થયું હતું. કટક, ઓડિશા ખાતે ગાંધી ભવનથી જિલ્લાકલેક્ટર કચેરી સુધી માર્ચ કરીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવાયું હતું. લુધિયાણા, પંજાબમાં જમા મસ્જિદ બહાર જમીઅત મજલિસ અહરાર ઇસ્લામના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમ જ, કોયમ્બતૂર, તમિલનાડુમાં તમિલગા વિત્રિ கழગમ દ્વારા તહસીલદાર કચેરી બહાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સરકારી પક્ષનો દાવો – પારદર્શિતા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો ઉદ્દેશ્ય
ભારત સરકારનું કહેવું છે કે આ અધિનિયમનો ઉદ્દેશ્ય વક્‍ફ સંપત્તિઓના સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને ભ્રષ્ટાચાર રોકવાનો છે. કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું છે કે ગેરમુસ્લિમ સભ્યોની નિમણૂંક માત્ર વહીવટી કાર્યો માટે થશે, ધાર્મિક બાબતોમાં નહીં.

પદ્મશ્રી અખ્તરુલ વાસેનો પ્રતિસાદ
પ્રખ્યાત ઉદારવાદી ઇસ્લામિક વિદ્વાન અને સાહિત્યકાર પદ્મશ્રી અખ્તરુલ વાસેએ જણાવ્યું કે વક્‍ફ કાયદા વિરુદ્ધ ‘બત્તી ગુલ’ કરવું દેશમાં વિરોધ દર્શાવવાનો લોકશાહી માર્ગ છે. તેમણે ઉમેર્યું કે, “જે દેશમાં કોવિડ સમય દરમિયાન પણ આ રીત અપનાવતો હતો, હવે તેને વિરોધ માટે ઉપયોગ કરે છે, એ સારો સંકેત છે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમે પહેલગામ અને કાશ્મીરના મામલામાં સરકારે સાથે છીએ, પરંતુ વક્‍ફ કાયદો ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં અગ્રગણ્ય રહેલા મુસ્લિમ સમાજ વિરુદ્ધ છે અને તેમના હકોના ઉલ્લંઘન સમાન છે, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ.”

સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ, 100 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા

સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં 45થી વધુ મહિલાઓ છે તથા 50 લોકોના મોબાઇલમાંથી બાંગ્લાદેશનાં નંબર-ચેટ પણ મળ્યાં છે. સુરત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં આ ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યા હતા. તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન અન્ય 50 શંકાસ્પદ લોકોના મોબાઇલમાંથી પણ બાંગ્લાદેશના નંબર અને ચેટ મળ્યાં છે, જેના કારણે તેમના વિરુદ્ધ પણ વધુ તપાસ ચાલી રહી છે. સુરત પોલીસ, એરફોર્સ, બીએસએફ, નેવી અને સ્ટેટ તથા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) સાથે મળીને એક જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વ્યક્તિની ઊંડી પૂછપરછ કરવામાં આવી હતી.

હાલમાં તમામ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને સુરતના ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે. અહીં દરેકની ઓળખ પુષ્ટિ કરવા માટે તમામ દસ્તાવેજોની તપાસ કરાઈ રહી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી હવે તમામ તપાસની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને એજન્સીઓએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને સબ્મિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સુરતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન

સુરતના ઈતિહાસમાં આ અત્યારસુધીનું સૌથી મોટું બાંગ્લાદેશી ઘૂસણખોરોનું કાવતરું સામે આવ્યું છે, જેમાં એકસાથે 100થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે. સમગ્ર ઓપરેશનને લઈને સુરતના પોલીસતંત્ર અને કેન્દ્રની ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે, જેથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરી શકાય.

જડબેસલાક સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ

0

અત્યારના સંવેદનશીલ પરિસ્થિતિના પગલે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું આયોજન ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આવાં સંજોગોમાં 30મી એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. વેકેશનનો સમયગાળો હોવાના કારણે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરીની શક્યતા છે.

યાત્રાના તમામ રૂટ્સ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. છ હજારથી વધુ પોલીસકર્મીઓની તૈનાતી સાથે 17 પીએસી કંપનીઓ તથા ૧૦ અર્ધ સૈન્ય દળોની ટીમ યાત્રામાર્ગ પર સતત પેટ્રોલિંગ કરશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી 15 અલગ ઝોનમાં બે હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક ધામ પર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ ઉપલબ્ધ રહેશે જેથી તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય.

પ્રશાસનના અંદાજ મુજબ, આ વર્ષે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 60 લાખ સુધી પહોંચી શકે છે. આ સંભાવિત ભીડને નિયંત્રિત રાખવા માટે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 63 પોસ્ટ બનાવી દેવાઈ છે. તમામ યાત્રાળુઓના પત્રો, ઓળખપત્રો તથા સામાનની પણ સઘન ચકાસણી કરવામાં આવશે. ગુપ્તચર એજન્સીઓ પણ સતત માહિતી એકત્ર કરી રહી છે.

યાત્રામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 28મી એપ્રિલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે જે માટે 20 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. કુલ રજિસ્ટ્રેશનમાંથી 60 ટકા ઓનલાઇન અને 40 ટકા ઓફલાઇન દ્વારા કરવામાં આવશે. તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રચવામાં આવી છે.

દિલ્હીમાં ACBએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કરપ્શનનો કેસ નોંધ્યો

0

દિલ્હીમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ દિલ્હી સરકારની સ્કૂલોમાં 12,748 ક્લાસના બાંધકામમાં ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2000 કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ ACBએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસાદિયા અને જૈન વિરૂદ્ધ શાળાઓના ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં 12748 ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જ્યારે જૈન પીડબ્લ્યુડી (પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ)નો ચાર્જ સંભાળી રહ્યા હતા.

ક્લાસરૂમના બાંધકામનો કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જે તમામ AAP સાથે જોડાયેલા હતા. ACBએ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ એડવાઈઝર અને આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. સસ્તી ગુણવત્તાના ક્લાસરૂમ બાંધી ખર્ચ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાને સમકક્ષ દર્શાવવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 24.86 લાખ પ્રતિ રૂમ દર્શાવાયો હતો. જ્યારે દિલ્હીમાં આ પ્રકારના ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 5 લાખ પ્રતિ રૂમ છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ સુધી દબાવી દેવામાં આવી હતી.આ ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ નોંધાવી છે. એક ક્લાસરૂમનો સામાન્ય ખર્ચ પાંચ લાખ રૂપિયા હોવો જોઈએ, પરંતુ આ પ્રોજેક્ટમાં તે પ્રતિ ક્લાસરૂમ 24.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. એસપીએસ બાંધકામનો ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ 2292 રૂપિયા સુધી પહોંચ્યો, જે શાળાના પાકા બાંધકામના ખર્ચ (2044-2416 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ) જેટલો છે, એમ સીવીસી અહેવાલ કહે છે.

ચંડોળા તળાવ ડિમોલેશન પર ગૃહરાજ્યમંમત્રી હર્ષ સંઘવીનું નિવેદન

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ચાલી રહેલા મેગા ડિમોલેશન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું.

આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે.

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે પણ સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં બે દિવસ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને ગેરકાયદે દબળો દૂર કરવામાં આવશે.

વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરે અકસ્માત, દીવાલ પડવાથી 7 લોકોનાં મોત

0

વિશાખાપટ્ટનમના પ્રસિદ્ધ સિંહાચલમ મંદિરે મોટો અકસ્માત થયો છે. મંદિરે જતા રસ્તા પર આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સની સિમેન્ટની દીવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ભક્તો ઘાયલ થયા છે. ઘટના બાદ તરત જ NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ સ્થિતી સંભાળી છે અને રાહત તથા બચાવ કામગીરી સતત ચાલુ છે. ઘાયલોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે.

ગૃહમંત્રી અનિતા ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનો ખ્યાલ લીધો. તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે મળીને રાહત કામગીરીની દેખરેખ રાખી. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે બચાવ કાર્યમાં કોઈ ઢીલાશ ન રાખવામાં આવે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળી રહે.

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, “ટોટલ બોર્ડર શ્રી વરાહ લક્ષ્મીનરસિંહ સ્વામીના ચંદનોત્સવ દરમિયાન દીવાલ ધરાશાયી થતા સાત ભક્તોના મોત થયા તે સમાચારથી હું દુઃખી છું. ભારે વરસાદને કારણે થયેલા આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે મેં ત્યાંની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અને એસપી સાથે વાત કરી છે. મેં આદેશ આપ્યો છે કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે. હું સમયાંતરે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું.

કોલકાતાની હોટેલમાં લાગી ભીષણ આગ, 14 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

0

પશ્ચિમ બંગાળના કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની શક્યતા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે હું રાજ્ય વહીવટી તંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરું છું. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સલામતી નિયમો બનાવવા જોઈએ.

કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું હતું કે આ એક દુ:ખદ અકસ્માત છે. સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી. મને સમજાતું નથી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે.

૩૦ એપ્રિલ, ૨૦૨૫/ આ રાશિ માટે બુધવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શકય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શકય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ

નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંઘો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ધટાડો જણાય.

મિથુનઃ

આકસ્મિક ધનહાનિ ના યોગ બને છે. શેર બજારમાં રોકાણો ટાળવું. કોર્ટ કચેકી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વાસાથે રાખવાથી અશુભતા દૂર થાશે.

કર્કઃ

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાય. ભાઇ બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

અભિમા‌નમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ બહેન પરિવારના સભ્યો તરફતી આનંદ કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યકિત થી સાચવવું.

કન્યાઃ

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્ય નો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહવું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ

સફળતા માટે સંધર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશવત લેવાથી દૂર રહેવું અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળું રહે. પાચન શ‌િ‌કત મંદ પડે. પ્રવાસ યાત્રા શકય બને. આવક વધતી જણાય. નોકરી ધંધામાં ક્ષેત્રે માં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ

વિવેક પૂર્ણ મીઢીવાણી રહેશે. અત્તર-પરફયુમની ખરીદી શકય બને. મનમાં અનિશ્ચિતા રહે. અભિમાન ધમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇરછા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમ માં વધારો થાય.

ધનઃ

માન ઉપર ખોટા નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ સ્નેહ જળવાય. કાર્યમાં સફલતા મળતી જણાય. શરદી ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્ય નો સાથ છુટતો જણાય.

મકરઃ

દિવસની શરૂઆત આનંદ થી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતો થી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શકયતા છે. સંતાન તરફથી સારા સમાચાર મલે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શખય બને.

કુંભઃ

નિર્ણય શકિત વધતી જણાય. નવા વાહનની ખરીદી શકય બને. સુખ શાંતિ આનંદનો અનુભવ થાય. પતિ પત્નિના સબંધોમાં મધુરતા જણાય. ઉધાર ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફાસઇ જાય.

મીનઃ

પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગો થી સાચવવું. આકસ્મિક‌ ધનલાભ નો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

પહલગામ હુમલા બાદ આવતીકાલે બીજી વખત મળશે CCS બેઠક

0

સુરક્ષા દળોએ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઝુંબેશને તેજ બનાવી દીધું છે. ભારતે હવે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. પોતાને સરહદ પાર આતંકવાદનો શિકાર બતાવીને ભારતે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના કબૂલનામાને ઉજાગર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની રાજદૂત યોજના પટેલે જણાવ્યું કે તેમનું કબૂલનામું આશ્ચર્યજનક નથી અને તે પાકિસ્તાનને એક દુષ્ટ દેશ તરીકે પ્રગટ કરે છે, જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પટેલે જણાવ્યું હતું કે હવે વિશ્વ વધુ લાંબો સમય આંખો બંધ રાખીને રહી નથી શકતું.

બુધવારે સવારે 11 કલાકે તમામ મંત્રીઓની મીટિંગ બોલાવવામાં આવી છે. ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક મળી નહોતી,. માત્ર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ સુરક્ષા (સીસીએસ)ની 23 એપ્રિલે બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરવામાં આવી હતી.

સીસીએસની બેઠક બાદ ભારતે ગત બુધવારે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેને લઈ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીએ 26 લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી હતી. હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતા. આ સમયે પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે હતા અને ઘટના બાદ તેઓ તાત્કાલિક પરત ફર્યા હતા.

પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ઘણા વાતોના વીરોએ સુફીયાણી સલાહો આપી હતી કે આપણે મોટી સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ જેથી આતંકવાદીઓનો જુસ્સો તૂટી જાય. પણ આવું વાસ્તવમાં હોતું નથી. સરકારે અને સુરક્ષાબળોએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને તેથી જ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે 87માંથી 48 પર્યટન સ્થળોને પર્યટકો માટે પ્રતિબંધિત જાહેર કરી છે. સરકારને મળેલી માહિતી અનુસાર હજુ પણ હુમલો થવાની શક્યતા છે, આથી આ નિર્ણય લેવાની જાહેરાત કરી છે.

ચંડોળા તળાવ પર સરકારનું મેગા ઓપરેશન યથાવત, હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી

ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદે વિદેશીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા વધુ ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન જોવામાં મળ્યું. અહીં વર્ષોથી વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના બનાવેલા ગેરકાયદે નિવાસોને તોડી પાડવા માટે બે હજારથી વધુ પોલીસ જવાનો, ક્રાઇમ બ્રાન્ચ, SRP અને SOG જેવી ટીમો તૈનાત કરાઈ. 50 જેટલા બુલડોઝર અને ડમ્પર સાથે તળાવના આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે, જ્યાંથી અત્યારસુધી 800થી વધુ શંકાસ્પદ લોકો અટકાવવામાં આવ્યા છે.

માહિતી અનુસાર આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની સાથે, આ ઝુંબેશ માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ બાદ અહીં ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના ઐતિહાસિક વારસા ગણાતા ચંડોળા તળાવનું સમગ્ર ભૂગોળ બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. માત્ર 14 વર્ષમાં તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે. 2010ના વર્ષમાં ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025ના વર્ષમાં એટલે કે 14 વર્ષ પછી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું છે. ઘણી વખત એવું સામે આવ્યું છે કે ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ થયું છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી છે.

ડિમોલિશન પ્રક્રિયાને રોકવા માટે 18 જેટલા રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દલીલ આપવામાં આવી કે તેઓ બાંગ્લાદેશી નહી, સ્થાનિક રહેવાસી છે અને તેમને કોઈ નોટિસ કે પુનર્વસન વિના મકાન તોડવામાં આવી રહ્યા છે. પણ હાઈકોર્ટે આ તમામ દલિલો ફગાવીને સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. ચંડોળા તળાવ નજીક છેલ્લા 14 વર્ષથી દોઢ લાખ સ્ક્વેર મીટરથી વધુ સરકારી જમીન પર દબાણ હતું. હવે તે દબાણ સામે તંત્ર દ્વારા પહેલીવાર મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઈ છે.