Home Blog Page 457

ઇન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજનનો ભયાનક અકસ્માત, હાલત ગંભીર

ઇન્ડિયન આઈડલ સીઝન 12ના વિજેતા અને લોકપ્રિય ગાયક પવનદીપ રાજનનો સોમવારે વહેલી સવારે 3:40 વાગ્યે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં ગંભીર કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પવનદીપને ગંભીર ઈજાઓ થઈ છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સોશિયલ મીડિયા પર પવનદીપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ઘાયલ હાલતમાં નજરે પડે છે અને ડોક્ટરો તેમનો સારવાર કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ પવનદીપના ડાબા પગ અને જમણા હાથમાં ઈજા પહોંચી છે. દુર્ઘટનાની વિગતો હજુ સામે આવી રહી છે, પરંતુ કારની હાલત જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ખતરનાક હતો. પવનદીપના ચાહકો તેમના સ્વાસ્થ્યને લઈ ખુબ ચિંતિત છે અને તેમના માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

પવનદીપ રાજન ઉત્તરાખંડના ચમ્પાવત જિલ્લાના રહેવાસી છે. તેમના પિતા સુરેશ રાજન, માતા સરોજ રાજન અને બહેન જ્યોતિદીપ રાજન—ઓલ કુમાઉંની લોક કલાકાર છે. પવનદીપની મ્યુઝિક જર્ની 2015માં ‘દ વોઇસ ઈન્ડિયા’ જીતવાથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેમણે ‘ઇન્ડિયન આઈડલ 12’ જીત્યો હતો અને ટ્રોફી સાથે કાર અને ₹25 લાખની ઇનામ રકમ જીતી હતી.

પવનદીપને વિવિધ મ્યુઝિક જોનર વચ્ચે સરળતાથી સ્વિચ કરવાની અને તેમના ઇન્સ્ટ્રુમેન્ટલ ટેલેન્ટ માટે ઓળખ મળે છે. રિયાલિટી શો પછી પણ તેઓ સક્રિય રીતે સોલો મ્યુઝિક કેરિયર આગળ ધપાવી રહ્યા છે. તેઓએ સ્વતંત્ર એલ્બમ રિલીઝ કર્યા છે, વિવિધ કલાકારો સાથે સહયોગ કર્યો છે અને ફિલ્મ મ્યુઝિકની દુનિયામાં પણ પગ મૂક્યો છે. સંગીત પ્રત્યેનો તેમનો સમર્પણ દરેક નોટમાં ઝલકે છે.

રાજકોટમાં ભયાનક અકસ્માત: ટ્રકની ટક્કરથી બે મહિલાઓનું કરુણ મોત

રાજકોટમાં એક કરૂણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકે હડફેટે લેતા સાસુ વહુના મૃત્યુ નિપજ્યા છે. ટ્રક ચાલકે બેફામ ટ્રક ચલાવી ટુ-વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થયો હતો ગોંડલના વતની સાસુ-વહુના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જનોઇ પ્રસંગે સાસુ-વહુ રાજકોટ આવ્યા હતા.

રાત્રીના 1:00 વાગ્યા આસપાસ 5 મે 2025 ના રોજ મનોજભાઈ બાવનીયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનીયા પોત પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલક દ્વારા રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલી કોરાટ ચોકડી પાસે પિતા પુત્રને તેમની પત્નીઓ સાથે અડફેટે લેવામાં આવતા 49 વર્ષીય જ્યોતિબેન બાવનીયા તેમજ તેમની 23 વર્ષીય પુત્રવધુ જાનવી બાવનીયાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની ઘટનામાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું મોટું એલાન

0

પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું છે કે તેઓ લાહોર અને કરાચીમાં આગામી ગુરુકુળ બનાવશે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ગુરુકુળ ત્યાં જ બનાવવા પડશે. રામદેવે કહ્યું કે પાકિસ્તાનના ઘણા પ્રાંતો આઝાદીની માંગ કરી રહ્યા છે તેથી પાકિસ્તાન પહેલેથી જ તૂટી ગયું છે, તેની પાસે ભારત સાથે લડવાની હિંમત નથી.

બાબા રામદેવને બંને દેશોની વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન પહેલેથી જ એક દુષ્ટ દેશ છે, તે પોતાની મેળે તૂટી જશે.’ બીજી બાજુ પખ્તુનો તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બલુચિસ્તાનના લોકો તેમની સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. પીઓકેમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે તો તે ભારત સામે લડવાની ક્ષમતા કેવી રીતે રાખી શકે?

રામદેવે કહ્યું કે પાકિસ્તાન એક દિવસ પણ ભારત સાથે ઉભું રહી શકે નહીં. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આપણે કરાચી અને લાહોરમાં આગામી ગુરુકુળ બનાવવું પડશે અને ત્યાંથી આપણી ગુરુકુળ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી. જો આ અભિયાન ફરી શરૂ થાય છે તો પૂજ્ય આચાર્યજી અહીં ત્રણ ગુરુકુળ બનાવશે અને અમે કરાચી અને લાહોરમાં આગામી ગુરુકુળ બનાવીશું.

જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા હાથ ધરવામાં આવેલા આ હુમલાનો પ્રાથમિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

શેરબજારમાં તેજી પરત ફરી, સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા

ભારત-પાકિસ્તાન તણાવ અને વૈશ્વિક બજારમાં મજબૂતાઈ વચ્ચે સોમવારે ભારતીય શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 279.19 પોઈન્ટના વધારા સાથે 80,781.18 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.નિફ્ટી પણ 69.95 પોઈન્ટના વધારા સાથે 24,416.65 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આજના કારોબારની શરૂઆતમાં, સેન્સેક્સમાં, જેમાં 30 મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં 23 શેર શેર વધારા સાથે તેમજ 7 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સોમવારે, જ્યારે શેરબજારે વેપાર શરૂ કર્યો, ત્યારે BSE સેન્સેક્સ 80,661.62 ના સ્તરે કૂદી ગયો અને થોડા જ સમયમાં, તે લગભગ 360 પોઈન્ટના વધારા સાથે 80,888 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. સેન્સેક્સની જેમ, NSE નિફ્ટી પણ 24,419.50 પર ગ્રીન ઝોનમાં ખુલ્યો અને પછી 24,460.75 પર પહોંચી ગયો. સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું અને શરૂઆતના વેપાર દરમિયાન, 1520 કંપનીઓના શેર લીલા નિશાન પર ટ્રેડ થવા લાગ્યા, જે તેમના અગાઉના બંધની તુલનામાં વધ્યા. તે જ સમયે, ૧૨૧૫ કંપનીઓના શેર રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા. આ સિવાય ૧૭૨ કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આજના કારોબારની શરૂઆતમાં નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એટરનલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ સૌથી વધુ ઘટ્યા હતા. બેંકો સિવાયઅન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો. એફએમસીજી, ઓઇલ અને ગેસ 1-1 ટકા વધ્યા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અડધા ટકાના વધારા સાથે બંધ થયા છે.

ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

0

ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. ઉંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે.

મુખ્ય પરીક્ષા 2025 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કૂલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નિયમતિ વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયા હતા. તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું છે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટ્સ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદાવરો નોંધાયા હતા. જે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9785 ઉમેદવારો સફળ થયા હતા. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 ટકા આવ્યું છે.

૫ મેં, ૨૦૨૫ / સોમવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

બપોર સુધી પ્રસન્નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણો માંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિ‌િત ઉલટી થતાં સાવઘાની રાખવી જરૂરી.

વૃષભઃ

બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મિથુનઃ

આવક નો પ્રવાહ ધટતો જણાય. નાના ભાઇ બહેન ની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ

આજનો દિવસ શુભત્વ નો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃધ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્ત થાય. સંતાન તરપ થી સારા સમાચાર મળે. વિઘા પ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ આરોગ્ય જળ‍વાય.

સિંહઃ

થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદા કારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શકય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ

નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ શાંતિ અને સ્નેહ વઘે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતા ની તબિયત ની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલાઃ

મોજ શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડાં માં ખર્ચ થાય. બપોર બાદ સાવધાની થી કાર્ય કરવું. માતૃ સુખમાં વૃધ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ

આધાત્મિકતા વધે. હોશિયારી અને કાબેલીયત થી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચ થી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ

માનસિક અશા‌ંતિ રહે. વિચાર વાયુનંુ પ્રમાણ વધે. પાણી થી દૂર રહેવાની સલાહ છે. શરદી ખાંસી નો ઉપદ્ગવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી ધંધા માટે બપોર સુધી સારૂં. આકસ્મિક ખર્ચની તૈયારી રાખ‍વી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ

મિત્રો તરફ થી લાભ મળતો જણાય. નવી ઓણખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સાલહ છે. કોસ્મેટીકસ, સ્ત્રી શણગાર ના ધંધાર્થી ઓને લાભ.

કુંભઃ

નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇરછુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિ થી કામ લેવું.

મીનઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

૪ મેં, ૨૦૨૫/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને રવિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ- ‌
દિવસ દરમ્યાન નથી શ‌કિલનો સંચય થતો જણાય. પ‌રિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણ થી લાભ મળતો જણાય,પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની ત‌‌બિયત બગડતી જણાય.

વૃષભઃ-
પ‌રિવારમાં ‌વિખવાદ થવાની શકયતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથ ની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. ‌મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ- ‌
દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ધટતું જણાય.નાના ભાઈ બહેનોની ત‌‌બિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું.સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્કઃ-
અભ્યાસ ગ્રહણશ‌કિત વધે,બીજાની નકલ કરવાની ઇચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લાગતાં,ટ્રાવેલીંગ,દલાલ,પ્રાણીઓ-પશુઓ લગતા ધંધાવાળા ને ફાયદો.જીવનસાથીની ત‌બિયત બગડતી જણાય.

સિંહઃ-
રોગ પ્ર‌‌તિકાર શ‌કિત નબળી પડતી જણાય. શરદી,ખાંસી નો ઉપયોગ વધે. ‌‌‌ડિપ્રીશનના ‌શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું આક‌સ્મિક ધનહા‌નિ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગ‌તિ.

કન્યાઃ-
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ‌‌ચિંતા રહે. ‌‌વિદ્યાર્થી વર્ગને માન‌‌સિક ટેન્સન રહે.આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી,અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ- ‌
વિચારવાયુ પ્રમાણ વધે, ‌‌વિલંબે કાટાંસફળતૈૈ ‌સિધ્ધ થતી જણાય. પ‌રિવારના સભ્યોની ‌ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ‌ચિંતા વધે ખોટા ‌નિર્ભય લેવાઇ જાય. પ્ર‌તિષ્ઠાને હા‌નિ પાહોંચતી જણાય.

વૃ‌શ્ચિકઃ-
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકણ કયુઁ હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબ નો સાથ મળતો નથી. ધા‌ર્મિક બાબતો માં રસ વધતો જણાય.

ધનઃ-
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે, આજે સંભાળજો, શરદી-ખાંસી-તાવ થી અવશ્ય સાચવશો. માન‌સિક હાલત બગડતી જણાય.પાણી થી દૂર રહેવ‌‌ું આજનો ‌‌દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ-
આજે આપે પ‌ત્નિની તબ‌યિત નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શકય  હોય ત્યાં સુધી પ‌ત્નિ એ બહાર નીકળવાનું ટાળવું. થોડી માન‌સિક અશાં‌તિ રહેશે. આપન‌‌ું આરોગ્ય જળવાશે.નોકરી-ધંધા માટે સારો ‌દિવસ છે.

કુંભઃ-
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો ‌હિંમત થી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આ‌‌ર્થિક બાબતો માટે શુભ સ્ત્રી વર્ગથી લાભ.

મીનઃ-
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની ત‌‌બિયતની સાવચેતી રાખવી.પેટના રોગો થી સાચવવું. ‌મિત્રો થી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધા માં સફળતા  મળતી જણાશે. બૅંક,એકસપોર્ટ-ઇમ્પોર્ટના ધંધા માં પ્રગ‌તિ.

સુરતમાં આયુષ્માન કાર્ડથી પ્રકાશચંદ્રને નવજીવન, રૂ. 4.50 લાખની બાયપાસ સર્જરી નિઃશુલ્ક

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘ PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર સાબિત થઈ છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન પાસે આવેલા કનકપુરના વયોવૃદ્ધ 73 વર્ષીય પ્રકાશચંદ્ર ચુનીલાલ ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી ‘આયુષ્માન કાર્ડ’થી થઈ છે. ભાવસાર પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.

‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે પ્રકાશચંદ્ર ભાવસાર જણાવે છે કે, કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ દહેશતમાં ડૂબી ગયું હતું, મારા જેવા સામાન્ય નાગરિકો માટે દિવસ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો. બજારો બંધ, રોજગારી બંધ થતા હ્રદયમાં સતત ભય હતો. એ જ સમયમાં મારી તબિયત ખરાબ થઈ અને ડોક્ટરોએ કહ્યું કે, તરત બાયપાસ સર્જરી કરાવવી જરૂરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. એવી સ્થિતિમાં મને ‘આયુષ્યમાન કાર્ડ’ યાદ આવ્યું. આ યોજનામાં મને નિ:શુલ્ક સારવાર ઓપરેશન થઈ શકે છે એનો મને ખ્યાલ આવ્યો એટલે સુરતના પીપલોદ સ્થિત સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં એપ્રિલ-૨૦૨૦ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ. ચાર દિવસ આઈસીયુમાં અને ચાર દિવસ જનરલમાં એમ કુલ આઠ દિવસ હોસ્પિટલમાં સારવાર અને ચાર બ્લોકની બાયપાસ સર્જરી બાદ રજા અપાઈ અને ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું હતું. આજે ૫ વર્ષ પછી પણ એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ આયુષ્યમાન કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સંજીવની છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. સરકારનો આભાર માનું છું કે તેણે મારા જેવા હજારો પરિવારને નવું જીવન આપ્યું છે. સૌ નાગરિકોને અનુરોધ છે કે સરકારી યોજનાઓથી અજાણ ન રહો, જાગૃતિ ફેલાવો, અને જરૂર પડે ત્યારે મદદરૂપ બનો.”

અંતે તેમણે કહ્યુ કે, હમણાં આયુષ્યમાન કાર્ડની સમય મર્યાદા પુર્ણ થવા આવી છે, ત્યારે મને સરકારની વંયવદના યોજના હેઠળ ઘરબેઠા આરોગ્ય વિભાગ દ્વારા વંયવદના કાર્ડ પણ મળ્યું છે. હવે દવા, સારવાર અને ઓપરેશન પછીના ખર્ચ માટે પણ મને ચિંતા નથી રહી. ‘આયુષ્યમાન કાર્ડ’એ જીવ બચાવ્યો અને ‘વંયવદના કાર્ડ’ હવે સ્વાસ્થ્ય માટે એક મોટો સહારો બનશે.

“હવે સહન નહીં થાય” : ઓવૈસીએ આપ્યું પાકિસ્તાન-બાંગ્લાદેશ સામે કરારૂં નિવેદન

0

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર આકરા પ્રહારો કર્યા છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે પહેલગામમાં જે બન્યું તે દુઃખદ છે. તેમણે પીએમ મોદીને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવ્યું. આ ઉપરાંત, બાંગ્લાદેશ અંગે સતત આવી રહેલા નિવેદનો પર તેમણે કહ્યું કે તમને જે દેશ મળ્યો છે, તે અમારા કારણે મળ્યો છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “પહલગામમાં જે બન્યું તે દુઃખદ છે, અમે તેની નિંદા કરીએ છીએ. કોઈ બહારથી આવીને આપણા લોકોને મારી શકે નહીં. આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાનથી લોકો આવીને આપણા લોકોને મારી નાખે છે. આપણે નરેન્દ્ર મોદીજીને અપીલ કરીએ છીએ કે તેઓ તેમની સામે કાર્યવાહી કરે. અમને આશા છે કે પાકિસ્તાન ફરીથી આવું ન કરે તે માટે નક્કર પગલાં લેવામાં આવશે. અમે આસિફ મુનીરને કહેવા માંગીએ છીએ કે 1947 માં અમે નક્કી કર્યું હતું કે ભારત આપણી ભૂમિ હતી, છે અને રહેશે.

આ ઉપરાંત, તેમણે કહ્યું, “પાકિસ્તાનમાં જે લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે તમે ઇસ્લામને જાણતા નથી. તમે એવા દેશમાં છો જ્યાં લોકો ગરીબીથી પરેશાન છે. તમારી લડાઈ અફઘાનિસ્તાન સાથે છે, તમારી લડાઈ ઈરાન સાથે છે, પાકિસ્તાન એક નિષ્ફળ રાષ્ટ્ર છે. યાદ રાખો કે આ શક્તિઓ ભારતને ક્યારેય શાંતિથી રહેવા દેશે નહીં. આજે આપણે એક થઈને પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ જેથી આતંકવાદનું આ ઝેર સમાપ્ત થાય.”

પહેલગામના બદલો ન લેવાય ત્યાં સુધી સન્માન નહીં’ : સી.આર. પાટીલ

પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં શોકનો માહોલ છવાયો છે. સૌ કોઈ આતંકી હુમલાનો બદલો લેવાની માગ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, જ્યાં સુધી આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.

સુરતના અવધ ઉટોપિયા ખાતે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના અને અન્ય શહેર ઇન્વેસ્ટરો એકત્રિત થયા હતા. ખાસ કરીને શેર બજારમાં ઇન્વેસ્ટ કરનારાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળ સંપત્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં આયોજકોએ સી.આર.પાટીલનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, પાટીલે માનભેર આયોજકોને સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. પાટીલ દ્વારા જ્યાં સુધી પહેલગામ હુમલાનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં બુકે કે મોમેન્ટો દ્વારા થતું સન્માન સ્વીકારશે નહીં. સુરતમાં આયોજીત આજના કાર્યક્રમમાં તેઓએ ફક્ત આયોજકો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો સન્માન સ્વીકાર્યું ન હતું.