Home Blog Page 454

ઓપરેશન સિન્દૂર : 25 મિનિટમાં પાકિસ્તાનમાં 9 આતંકસ્થળોનો સફાયો, કર્નલ સોફિયા કુરેશીએ શું કહ્યું ?

0

ભારત પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેનો નામ “ઓપરેશન સિન્દૂર” આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પ્રતિસાદરૂપે કરવામાં આવી છે. આ ઠેકાણાં લશ્કર-એ-તૈયબા, જયેશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોના હતા અને આશરે 900 આતંકવાદીઓને નિશાન બનાવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સોફિયા કુરેશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિશ્વસનીય માહિતીને આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2008ના મુંબઈના આતંકવાદી હુમલાનું કાવતરું પણ આ વિસ્તારમાં જ રચાયું હતું. કર્નલ સોફિયાએ જણાવ્યું કે સામાન્ય નાગરિકોને કોઈ હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ફક્ત આતંકવાદી તત્ત્વોને જ નિશાન બનાવવામાં આવ્યાં હતા.

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે વિગતો આપી. તેમણે જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે 1:05 થી1:30 સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ નવ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોબ જવાબ આપવામાં આવશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યાં છે જ્યાંથી ભારત પર હુમલાની યોજના ઘડવામાં આવતી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ એરસ્ટ્રાઈકને “કાયરતાપૂર્ણ” કહ્યો છે.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વ્યસ્થિત નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન અને પીઓકે બંને વિસ્તારોમાં ફેલાયેલું છે. ઉત્તર તરફ સવાઈ નાલા અને દક્ષિણ તરફ બહાવલપુરમાં આવેલા પ્રખ્યાત તાલીમ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા.

છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણ, 15 નક્સલવાદી ઠાર

0

પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15 થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.

ભારતીય હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતી મંગળવાર રાત્રે દેરથી હવાઈ હુમલો કર્યો. આ હુમલાથી પાકિસ્તાનમાં ભારે તબાહી સર્જાઈ છે. ભારતીય સેનાએ POKના ધમોલ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં પણ મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.

આ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર આપાતકાલીન સ્થિતિ જાહેર કરીને તેને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સિયાલકોટ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પહલગામ હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિન્દૂર’ શરૂ

ભારત પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (પી.ઓ.કે.)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેનો નામ “ઓપરેશન સિન્દૂર” આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પ્રતિસાદરૂપે કરવામાં આવી છે.

હુમલામાં કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા, જ્યાંથી આતંકવાદી હુમલાઓની યોજના બનાવવામાં આવી રહી હતી અને તેમને નિર્દેશ આપવામાં આવી રહ્યા હતા.

ભારત સરકારે કહ્યું, “અમારી કાર્યવાહી કેન્દ્રિત, ચોકસાઇભરી અને ઉશ્કેરણી વગરની રહી છે. કોઈ પણ પાકિસ્તાની સૈનિક સ્થાપનાને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારતે લક્ષ્યોના પસંદગી અને અમલમાં ખૂબ સાવચેતાઈ દર્શાવી છે.”આ હુમલો જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે બે અઠવાડિયા પહેલાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની આતંકીઓએ પ્રવાસન સ્થળ પર 26 નાગરિકોને ગોળી મારીને મારી નાખ્યા હતા.

ભારત દ્વારા આ હુમલાની જાહેરાત થતા જ થોડા જ મિનિટોમાં ભારતીય સેના દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી: “ન્યાય મળ્યો. જય હિન્દ.

”એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાએ બુધવારે પુષ્ટિ કરી કે ભારતીય મિસાઇલ હુમલાઓએ પાકિસ્તાનના અંદર ત્રણ સ્થળો – મુઝફ્ફરાબાદ, કોટેલી અને બહાવલપુરના અહમદ ઈસ્ટ વિસ્તારને નિશાન બનાવ્યા.

ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ડીજી આઈએસપીઆર)ના મહાનિદેશક લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીના જણાવ્યા મુજબ, આ હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું છે, જ્યારે એક પુરુષ અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. મોડી રાત્રે થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ડીજી આઈએસપીઆરએ જણાવ્યું: “થોડી જ વારમાં ભારતે બહાવલપુરના અહમદ ઈસ્ટ વિસ્તારમાં સુભાનુલ્લાહ મસ્જિદ, કોટેલી અને મુઝફ્ફરાબાદમાં ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા.”

આવતીકાલે 244 નહીં, 295 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે, જુઓ લિસ્ટ

0

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે વધતા તણાવને કારણે ઉદ્ભવતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આવતીકાલે, બુધવારે દેશના ઘણા શહેરોમાં મોક ડ્રીલ કરી રહ્યું છે. પહેલા આ સંખ્યા 244 હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે 295 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે.

આ સંખ્યામાં પણ વધારો થયો કારણ કે ઘણા જિલ્લાઓનું વિભાજન થયું હતું અને તેમની સંખ્યા 2 કે તેથી વધુ કરવામાં આવી હતી, જેના કારણે હવે તેમની સંખ્યા વધી ગઈ છે. નાગરિક સંરક્ષણ માટે જવાબદાર સંસ્થાઓ દ્વારા સમયાંતરે આવી મોક ડ્રીલ યોજવામાં આવે છે.

પરંતુ 5 દાયકાથી વધુ સમય પછી, આ પહેલી વાર છે જ્યારે દેશમાં નાગરિક સંરક્ષણ કર્મચારીઓ દ્વારા આટલા મોટા પાયે મોક ડ્રીલ યોજાઈ રહી છે. આ પહેલા ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન જ આટલા મોટા પાયે મોકડ્રીલ યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે યોજાનારી મોકડ્રીલ યુદ્ધ પહેલાની અત્યાર સુધીની સૌથી મોટી મોકડ્રીલ હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 295 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે તે ઉપરાંત, ઘણી સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથો પણ આવતીકાલે, બુધવારે પોતાના સ્તરે મોક ડ્રીલમાં ભાગ લઈ રહ્યા છે, જેના માટે તેમણે સ્થાનિક અને રાજ્ય સ્તરે સંબંધિત અધિકારીઓને જાણ કરી છે.

અમેરિકાઃ સેન ડિયાગોમાં દરિયા કાંઠે બોટ પલટી જતા 3 ભારતીયોના મોત

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. સોમવારે સવારે કેલિફોર્નિયાના સેન્ડિયાગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં તે પલટી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતાં. જોકે, બાળકોના માતા-પિતા ભાગ્યશાળી હતા તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે. આ બાળકો સહિત કુલ 9 લોકો ગુમ થયા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે.

સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આજે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો નજીકના દરિયા કિનારે બોટ પલટી જવાની દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ ગુમ થયા છે તેમજ ચાર ઈજાગ્રસ્ત થયા છે.

આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો. જેમના બે બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.’

ઈન્ડોનેશિયામાં ખીચોખીચ ભરેલી બસ પલટી, 12 મુસાફરોના મોત, 23ને ઈજા

ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં બસનો ભયાનક અકસ્માત થયો છે, જેમાં 12 મુસાફરોના મોત અને 23 લોકોને ઈજા તઈ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

દર્દનાક અકસ્માતમાં કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાકનું હોસ્પિટલ લઈ જઈ વખતે મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરઝડપે દોડી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કયા કારણોસર થયો, તેની તપાસ કરી રહી છે.

રાજકોટના ધોરાજી પાસે INNOVA કાર પલટાતા 4નાં દુકાળ મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણસર પલટી જતાં અકસ્માત સર્જાયો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4નાં મોત નીપજ્યાં છે, જ્યારે બે 2 ઇજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા. જેમાં ચાર વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે ઓવર સ્પીડના કારણે કારને અકસ્માત નડ્યો હતો. કારની ઝાડ સાથે ટક્કર થયા બાદ રોડની સાઈડ પર પડી હતી. કારમાં સવાર લોકોના મૃતદેહ આસપાસ પડ્યા હતા.

મૃતકોનાં નામ

  • વલ્લભભાઈ રૂઘાણી
  • કિશોરભાઈ હિરાણી
  • આશીફ ભાઈ
  • આફતાબ ભાઈ

ઈજાગ્રસ્ત નાં નામ

  • રશ્મિન ગાંધી
  • ગૌરાંગ રૂઘાણી

‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો

0

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે આ એક ઈન્ટેલિજન્સ નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં પણ આ સમાચારપત્રમાં વાંચ્યું છે.

પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઉપરાંત હુમલામાં 17 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

સુરત: પુણા વિસ્તારમાં નકલી ડોક્ટરોનો પર્દાફાશ, 10 વર્ષથી કરતાતા છેકાયતી ઠગાઈ

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી નકલી ડોક્ટરો દ્વારા ચલાવાતી ફેક ક્લિનિકનો ભંડાફોડ થયો છે. ઝોન-1 LCB સ્કોડે મળેલી ચોક્કસ માહિતીના આધારે રેડ કરતાં પ્રસાંત માલાકર અને તેજ બહાદુર નિસાદ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. બંનેએ કોઈ માન્ય ડોક્ટરેટ ક્વોલિફિકેશન લીધું નથી, છતાં છેલ્લા 10 વર્ષથી તેઓ ડોક્ટર તરીકેની ઓળખ સાથે દર્દીઓને સારવાર આપી રહ્યા હતા.

ઝડપાયેલા ઇસમોમાંથી એક ધોરણ 10 અને બીજો ધોરણ 12 પાસ છે. ભારતમાં જ્યાં માત્ર નોંધાયેલ અને લાઈસન્સ ધરાવતા તબીબોને જ દર્દીઓનું સારવાર કરવાનો કાનૂની અધિકાર હોય છે, ત્યાં આવા નકલી તબીબો ન માત્ર કાયદાનું ઉલ્લંઘન કરે છે, પરંતુ દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ખીલવાડ પણ કરે છે. પુણા વિસ્તારમાંથી પોલીસે તેમની ક્લિનિક પરથી મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પણ કબ્જે કર્યો છે, જે સામાન્ય જનતાની સુરક્ષા માટે ચિંતા જનક બાબત છે.

આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારથી પોલીસ આ લોકોના સંપર્કમાં રહેલા અન્ય કોઈ નકલી ડોક્ટર તો નથી ને તે દિશામાં તપાસ ચલાવી રહી છે. તેમજ તેઓ દવાઓ ક્યાંથી મેળવતા હતા તેનું પણ પતાવું કરવામાં આવશે. સુરત પોલીસની આ કાર્યવાહી લોકોને નકલી તબીબો સામે જાગૃત કરતી હોવાથી પ્રશંસનીય માનવામાં આવી રહી છે. લોકો માટે જરૂર બની જાય છે કે તેઓ કોઈપણ તબીબ પાસે સારવાર લેતાં પહેલાં તેમની લાયકાત અને પ્રમાણિત લાઈસન્સ હોવાની ખાતરી કરો.