Home Blog Page 450

સુરતમાં યુવકનો સંસારી અંત: પૂર્વ પત્ની સહિત 10 લોકો સામે દુષ્પ્રેરણાનો આરોપ

સુરતમાં પ્રેમ કરીને પ્રપંચ કરવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. સુરત શહેરમાં પણ એવું જ કંઈક બન્યું, 30 વર્ષીય યુવકને પ્રેમનું પરિણામ દગો મળ્યોને અંત યુવક વીડિયો બનાવી વ્યથા ઢાલવી પોતાના જીવનને ટૂંકાવી દીધું.મૃતકે આપઘાત કરતા પહેલાં વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં તેણે પૂર્વ પત્ની શીતલ પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે આરોપીના દાવા અનુસાર, તેની પૂર્વ પત્ની અને પ્રેમીની ધરપકડ કરી અન્ય 10 આરોપીઓની શોધખોળ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં 30 વર્ષીય વેપારી જયદીપ સાટોડિયાના આપઘાતે ચકચાર મચાવી છે. જયદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા પહેલાં એક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં તેણે પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના સાથીઓ પર માનસિક ત્રાસ આપી આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાનો આરોપ લગાવ્યો. ઉત્રાણ પોલીસે શીતલ અને તેના કથિત પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી, અન્ય 10 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

જયદીપે 2023માં શીતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવનમાં વારંવાર ઝઘડા થતા. વીડિયોમાં જયદીપે જણાવ્યું, “શીતલે મને અને મારા પરિવારને હેરાન કર્યા. તેણે ખોટા કેસ કરાવ્યા, ઘરે આવી ધમકીઓ આપી. મારી હિંમત તૂટી ગઈ.” તેણે શીતલના આગ્રહ પર અન્ય સગાઈ તોડી લગ્ન કર્યા હોવાનું પણ ઉલ્લેખ્યું, પરંતુ શીતલે તેની “જિંદગી બગાડી નાખી.” જયદીપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, “પુરુષો માટે પણ કાયદો બનાવો, જેથી અમારે મરીને સાચું સાબિત ન કરવું પડે.”

જયદીપના આપઘાતના સમાચાર મળતા જ તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી નવસારી ખાતે એક હોટલમાં છુપાઈ ગયા હતા. પોલીસે નવસારીની હોટલમાંથી બન્નેને ઝડપી પાડ્યા હતા. સાથે જ અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ અને મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જયદીપે એક વાર નહીં પણ ત્રણ વાર આપઘાત કરવાના પ્રયત્ન કર્યા હતા કેમ કે તેના મોબાઈલમાંથી ત્રણ વીડિયો મળ્યા છે. બે વખત અગાઉ પણ તેણે વીડિયો બનાવ્યા હતા પરંતુ ત્યારે તેને આપઘાત કરવાની હિંમત થઈ ન હતી. જોકે ત્યાર બાદ યુવક પર ફરી ત્રાસ વધતા તેણે વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. આ વીડિયો સમગ્ર કેસમાં મહત્વનો સાબિત થયો છે, જેના આધારે પોલીસે 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જયદીપની મોપેડમાંથી સ્યુસાઇડ નોટ મળી, જેમાં શીતલના માનસિક ત્રાસની વિગતો હતી. ઉત્રાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણા) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ ઘટનાએ સમાજમાં પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અને કાનૂની રક્ષણના મુદ્દે ચર્ચા જગાવી છે.

પાકિસ્તાની પત્રકારનો વિસ્ફોટક ખુલાસો: કહ્યું મોદીએ બધું જ હાંસલ કરી લીધું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો છે. પરંતુ જ્યારે આ તણાવ ચાલી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઘણા જુઠ્ઠાણા ફેલાવ્યા. પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે, પાકિસ્તાને ભારતના ઘણા શસ્ત્રોનો નાશ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આ દાવા પોકળ નીકળ્યા. હવે એક પાકિસ્તાની પત્રકારે પોતે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે અને પોતાના દેશને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. આ પાકિસ્તાની પત્રકારે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ બધું જ હાંસલ કરી લીધું છે.

પાકિસ્તાની પત્રકારે શું કહ્યું?
પાકિસ્તાની પત્રકારે પાકિસ્તાન પર સવાલ ઉઠાવતા કહ્યું, ‘હું તમને બતાવીશ, હું તમને ચિત્ર બતાવીશ, આ તે મોદી છે જે તમે જોઈ રહ્યા છો.’ તમે મારા ડાબા ખભા ઉપર આ S-400 મિસાઇલ જોઈ શકો છો. તેનો સેટઅપ. અમે દાવો કર્યો હતો કે અમે આ બેનો નાશ કર્યો છે.

અહીં પાકિસ્તાની પત્રકાર પાકિસ્તાની સરકારને કહેવા માંગે છે કે તમે S-400 ને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો પરંતુ અહીં S-400 બિલકુલ બરાબર દેખાય છે. તમને જણાવી દઈએ કે S-400 ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જેણે તણાવ દરમિયાન પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો.

પાકિસ્તાની પત્રકારે કહ્યું, ‘તેઓ (પીએમ મોદી) ઉધમપુર બેઝ પર ભાષણ આપી રહ્યા છે અને જુઓ, તેમણે દુનિયાને બતાવવા માટે તેની પાછળ S-400 મૂક્યું છે અને અમે (પાકિસ્તાને) આ જ બેઝ પર S-400નો નાશ કરવાનો દાવો કર્યો હતો.’ પીએમ મોદીએ એ જ S-400 પોતાની પાછળ રાખ્યું છે અને કહી રહ્યા છે કે, જુઓ, તે મારી પાછળ સલામત રીતે ઊભું છે, અને જુઓ, હું મારા લોકો સાથે વાત કરી રહ્યો છું, તે સંપૂર્ણ હાવભાવ આપી રહ્યા છે. અને અહીં (પાકિસ્તાન) આપણે કહી રહ્યા છીએ કે આપણે જીતી ગયા.

પીએમ મોદી વિશે આ કહ્યું
પાકિસ્તાની પત્રકારે કહ્યું, ‘પીએમ મોદીએ બધું જ હાંસલ કરી લીધું છે.’ તેમણે તમારા (પાકિસ્તાન) પાણી પુરવઠો બંધ કરી દીધો. તેમણે (ભારતીય સેનાએ) તમારા 50 માણસોને મારી નાખ્યા. ભાઈ આપણે કયું જીત્યું? 1971 પછી એવું બન્યું છે કે ભારત આપણા દરેક શહેર, દરેક ઠેકાણા સુધી પહોંચવામાં સફળ રહ્યું છે અને પીએમ મોદી તેમની સેના સાથે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે કે હવે તમારો કોઈ પણ ખૂણો સુરક્ષિત નથી. શું આ આપણી જીત છે?

AIના યુગમાં મોટું ઝટકો: માઇક્રોસોફ્ટમાં 6800 કર્મચારીઓ માટે જોબ ખતમ

0

ટેકનોલોજી જગતના દિગ્ગજ માઇક્રોસોફ્ટે કંપનીના વૈશ્વિક વર્કફોર્સમાંથી 3 ટકા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીની આ તાજેતરની છટણી હેઠળ અંદાજે 6,000 કરતાં વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે. નોંધનીય છે કે 2023માં કંપનીએ 10,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, ત્યારબાદ આ બીજી સૌથી મોટી છટણી ગણાય છે.

કંપનીએ બરખાસ્ત કર્મચારીઓને બે વિકલ્પ આપ્યા છે. કર્મચારીઓને તેમની સેવા સમાપ્ત થયા પછી 60 દિવસનું વેતન આપવામાં આવશે. આ ઉપરાંત છૂટા થનારા કર્મચારીઓ ઇનામ અને બોનસ માટે પણ પાત્ર રહેશે. કંપનીએ તાજેતરમાં કામગીરીના મૂલ્યાંકન સંબંધિત સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેના હેઠળ કાર્યક્ષમતા સંબંધિત મુદ્દાઓને કારણે કાઢવામાં આવેલા કર્મચારીઓને આગામી બે વર્ષ સુધી ફરીથી નોકરીમાં લેવામાં નહીં આવે.

આ સિવાય દેખાવને આધારે કાઢવામાં આવેલા કર્મચારીઓને સ્પષ્ટ અપેક્ષા અને સુધારા માટે સમયમર્યાદા આપવામાં આવશે. એટલે કે કર્મચારીઓ ‘પર્ફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન (PIP)’નો વિકલ્પ પસંદ કરી શકે છે અથવા તેઓ 16 અઠવાડિયાના વિચ્છેદ વેતન સાથે ‘ગ્લોબલ વોલેન્ટરી સેપરેશન એગ્રીમેન્ટ’ સ્વીકારી શકે છે. જે કર્મચારીઓ PIP પસંદ કરે છે, તેમણે પાંચ દિવસની અંદર નિર્ણય લેવો પડશે અને તેઓ પછી બીજું પેકેજ મેળવી શકશે નહીં.

કંપનીમાં જૂન 2024 સુધીમાં કુલ 2,28,000 કર્મચારીઓ હતા, જેમાંથી લગભગ 1,985 કર્મચારી વોશિંગ્ટનમાં છે. કંપની તેના વૈશ્વિક વર્કફોર્સમાંથી 3 ટકા કર્મચારીઓને છૂટા કરી રહી છે. તેમાં તમામ સ્તરની ટીમો અને ભૌગોલિક વિસ્તારોના હજારો કર્મચારીઓ સામેલ છે. કંપનીએ જણાવ્યું હતું કે આ છટણીનો આ નિર્ણય ખર્ચ પર નિયંત્રણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં ભારે મૂડીરોકાણ વચ્ચે લેવામાં આવ્યો છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકર માટે સુરક્ષા વધારાઈ, હવે બુલેટપ્રૂફ કારનો થશે ઉપયોગ

0

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થવા છતાં ભારતની સિક્યોરિટી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દેશમાં વધુ આતંકવાદી પ્રવૃતિઓની આશંકા છે. એવામાં પાકિસ્તાનને ડિપ્લોમેટિક ક્ષેત્રે પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજનાર ભારતના વિદેશ પ્રધાન પ્રધાન ડૉ. એસ. જયશંકરની સુરક્ષા વધારવામાં આવી છે,

અહેવાલ મુજબ તેમને બુલેટપ્રૂફ કાર આપવામાં આવી છે. દિલ્હીમાં તેમના નિવાસસ્થાનની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. નોંધનીય છે કે જયશંકરને પહેલાથી જ Z-કેટેગરી સિક્યોરિટી આપવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કમાન્ડો તેમને સતત સુરક્ષા પૂરી પાડે છે, 33 કમાન્ડોની ટીમ ચોવીસ કલાક તૈનાત રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ રવિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને લગભગ 25 અગ્રણી ભાજપના નેતાઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, સાંસદ નિશિકાંત દુબે, સુધાંશુ ત્રિવેદી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો સમાવેશ થાય છે.

ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે 6.3 તીવ્રતાનો ભૂકંપ, મિસ્ત્રથી ઈઝરાયલ સુધી અસર

બુધવારે વહેલી સવારે ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે 6.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેનું કંપન મિસ્ત્ર, ઇઝરાયલ અને આસપાસના વિસ્તારો સુધી અનુભવાયું. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાયન્સ મુજબ, આ ભૂકંપ ક્રીટ દ્વીપથી લગભગ 83 કિલોમીટર ઊંડાણે આવ્યો હતો.

ભૂકંપ વખતે સ્થાનિક લોકો ઘરોમાંથી બહાર નીકળી પડ્યા અને ભયનો માહોલ સર્જાયો. જોકે, હાલ સુધીમાં કોઈ જાનહાની કે મોટા નુકસાનીના અહેવાલ નથી મળ્યા. સુરક્ષા દળો અને સ્થાનિક વહીવટીતંત્રએ તુરંત તાકીદની કાર્યવાહી હાથ ધરી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેત રહેવા અપીલ કરી છે.

આ વિસ્તારમાં અગાઉ પણ ભૂકંપના આંચકા નોંધાતા રહ્યાં છે, જેથી ક્રીટ અને આજુબાજુના વિસ્તારો ભૂગર્ભ સ્પંદનો માટે સંવેદનશીલ ગણાતા છે. ભવિષ્યમાં વધુ આંચકા આવતા રહે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક રાહત ટીમો તૈનાત કરી છે. હજુ પણ સ્થિતિ પર સતર્ક નજર રાખવામાં આવી રહી છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

20 દિવસ પછી પાકિસ્તાનથી પરત ફર્યા BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ

0

પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર તણાવની વચ્ચે ભારતે એક મોટી રાજદ્વારી સફળતા હાંસલ કરી છે. ભારતના સતત દબાણના પરિણામે પાકિસ્તાને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન પૂર્ણમ કુમાર સાહુને કસ્ટડીમાંથી મુક્ત કર્યા છે.

BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ 23 એપ્રિલ, 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતો. મળતી માહિતી મુજબ, આજે બુધવારે સવારે લગભગ 10.30 વાગ્યે અમૃતસરની જોઈન્ટ ચેક પોસ્ટ અટારી દ્વારા સાહુને ભારતને સોંપવામાં આવ્યો છે. બીએસએફના પ્રવક્તાએ માહિતી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો હતો. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ થયા હતા. આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. જોકે, યુદ્ધવિરામ પછી, 14 મેના રોજ, BSF અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાંથી પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, BSF એ રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો. સૈનિકના બદલામાં ભારતે પાક રેન્જર પણ પાકિસ્તાનને સોંપી દીધો છે.

જસ્ટિસ બી.આ ગવઈ બન્યા દેશના 52માં CJI, રાષ્ટ્રપતિ મુર્મૂએ લેવડાવ્યા શપથ

0

ભારતને આજે નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બી આર ગવઈને આજે બુધવારે સવારે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતાં.

જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1085ના રોજ બારમાં જોડાયા અને 1087 સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.

જસ્ટિસ ગવઈને ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 જાન્યુઆરી, 2000 થી તેમને સરકારી વકીલ અને સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

14 નવેમ્બર, 2003ના રોજ, જસ્ટિસ ગવઈને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી અને 12 નવેમ્બર, 2005ના રોજ, તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા. તેમણે મુંબઈ ખાતે હાઈકોર્ટની મુખ્ય બેન્ચ અને નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની બેન્ચમાં સેવા આપી હતી. 24 મે, 2019 ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી.

ભારતમાં ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારના ‘X’ એકાઉન્ટ પર પ્રતિબંધ

0

કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન તણાવ સમયે ખોટા સમાચાર ફેલાવવા બદલ ચીનના સરકારી મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર અંગે ખોટી માહિતી આપવા બદલ ચીનના ગ્લોબલ ટાઈમ્સની ટીકા કરી હતી. આ પછી ગ્લોબલ ટાઈમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

ભારતે ચીની મીડિયા આઉટલેટની આકરી ટીકા કરી હતી, અને ખોટી માહિતી ફેલાવતા પહેલા તથ્યોની ચકાસણી કરવા અને સ્ત્રોતો તપાસવા જણાવ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યા બાદ આ પ્રતિક્રિયા આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની વાયુસેના (PAF) એ રાત્રે પાકિસ્તાનમાં અનેક લક્ષ્યો પર ભારતીય હવાઈ હુમલાના જવાબમાં “બીજું એક ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યું છે”, “પાકિસ્તાની સૈન્યના અનામી સ્ત્રોતો” ને ટાંકીને.

આવતીકાલે 14 મે ના રોજ, જ્યેષ્ઠ સંક્રાંતિ પર શિવયોગનો શુભ સંયોગ, સૂર્ય દેવના આશીર્વાદથી, મેષ રાશિ સહિત 5 રાશિઓનું ભાગ્ય ચમકશે

મેષઃ
સત્યવાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાનાભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે. આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિ ભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીયક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકશાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવ ભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદ ભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ કર્મકાંડ, એક્ષપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

કડીમાં રીક્ષા અને આઇસર વચ્ચે ભીષણ ટક્કર, ચારનાં મોત અને બે ઘાયલ

કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રીક્ષા અને આઇસર વચ્ચે થયેલા આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.