Home Blog Page 448

INS વિક્રાંત અંગે માહિતી માંગનાર બનાવટી PMO અધિકારી ઝડપાયો

0

કેરળના કોચીથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે અહીં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ એ છે કે તે વ્યક્તિએ પોતાને પીએમઓના અધિકારી તરીકે રજૂ કર્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન કોચીમાં નૌકાદળના મુખ્યાલયમાં ફોન કર્યો, પીએમઓ અધિકારી તરીકે ઓળખાતાં, અને INS વિક્રાંતનું સ્થાન પૂછ્યું. આ વ્યક્તિની ઓળખ મુજીબ રહેમાન તરીકે થઈ છે. જોકે, ભારતીય નૌકાદળે કોઈપણ ગુપ્ત માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

કૉલ પર ચોક્કસ સ્થાન પૂછવામાં આવ્યું
ખરેખર, આ આખી ઘટના કોચીની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન, તે વ્યક્તિએ INS વિક્રાંત વિશે માહિતી માંગી હતી. તેની ઓળખ મુજીબ રહેમાન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુજીબ રહેમાન નામના આ વ્યક્તિએ કોચી નૌકાદળ મુખ્યાલયમાં ફોન કરીને પોતાને પીએમઓના અધિકારી તરીકે ઓળખાવી હતી. તેણે કોલ પર INS વિક્રાંતનું ચોક્કસ સ્થાન આપવાનો નિર્દેશ આપ્યો. જોકે, ભારતીય નૌકાદળે આવી કોઈ માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, અધિકારીઓએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી અને તેમને સતર્ક કર્યા.

આરોપીઓની પૂછપરછ ચાલુ છે
આ માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ પણ સક્રિય થઈ ગઈ અને મુજીબ રહેમાનને નવા ફોજદારી કાયદા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો. આરોપીને કસ્ટડીમાં લીધા બાદ, રાજ્ય પોલીસ, નેવી અને આઈબી તેની પૂછપરછ કરી રહ્યા છે. જ્યારે મુજીબ રહેમાન મૂળ કોઝીકોડના એલ્થૂર વિસ્તારનો રહેવાસી છે. તેમના પરિવારે દાવો કર્યો છે કે તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર લઈ રહ્યા છે. જોકે, પોલીસ ટીમ આ મામલે પણ તપાસ કરી રહી છે. કેરળ પોલીસે INS વિક્રાંતનું સ્થાન પૂછનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

CBSE ધોરણ-12નું 88.39 ટકા પરિણામ જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક

0

CBSE 12મા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ પૂરી થઈ ગઈ છે. CBSE એ ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. 88.39 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. ગયા વર્ષે, બોર્ડે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું. ધોરણ 12 પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ https://www.cbse.gov.in

  • અને results.gov.in પર જઈને ચેક કરી શકે છે.

CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025 માં વિજયવાડા ક્ષેત્રમાં સૌથી વધુ 99.60% પાસ ટકાવારી નોંધાઈ હતી, ત્યારબાદ ત્રિવેન્દ્રમમાં 99.32% અને ચેન્નાઈમાં 97.39% પાસ ટકાવારી નોંધાઈ હતી. અન્ય ઉચ્ચ પ્રદર્શન કરનારા પ્રદેશોમાં બેંગલુરુ (95.95%), દિલ્હી પશ્ચિમ (95.37%) અને દિલ્હી પૂર્વ (95.06%)નો સમાવેશ થાય છે.

સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા 2025 માં છોકરીઓએ ફરી એકવાર છોકરાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું, જેમાં પાસ થવાની ટકાવારી 91.94% નોંધાઈ, જે 2024 માં 91.52% હતી તેનાથી થોડી વધારે છે. છોકરાઓએ પાસ થવાની ટકાવારી 85.70% નોંધાવી, જે પાછલા વર્ષના 85.12% થી સુધારો દર્શાવે છે. એકંદરે, છોકરીઓએ 5.94% ના માર્જિનથી છોકરાઓને પાછળ છોડી દીધા. નોંધનીય છે કે, ટ્રાન્સજેન્ડર કેટેગરીએ 2025 માં 100% પાસ થવાની ટકાવારી હાંસલ કરી, જે ૨૦૨૪ માં ૫૦% થી નોંધપાત્ર ઉછાળો છે.

અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોના મોત, 6ની હાલત ગંભીર

0

પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે (12મી મે) રાત્રે ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. જ્યારે 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

અમૃતસરના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, મજીઠામાં એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની હતી. અમને ગઈ રાત્રે 5 ગામમાંથી લોકોએ દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની માહિતી મળી હતી. મેડિકલ ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. સરકાર શક્ય તમામ મદદ કરી રહી છે. મૃત્યુઆંક વધે નહીં તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સપ્લાયર્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022 માં ગુજરાતના બોટાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં લઠ્ઠાકાંડની દુર્ઘટના બની હતી, જેમાં 42 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ થયા હતા. આ ઘટનામાં પીડિતોએ દારૂ સમજીને મિથાઈલ આલ્કોહોલ (મિથેનોલ) પી લીધું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઝેરી કેમિકલ એક કેમિકલ પેકેજિંગ કંપનીના કર્મચારી પાસેથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હતું અને બુટલેગરોને વેચવામાં આવ્યું હતું.

માર્કેટમાં ધમાકેદાર તેજી: રોકાણકારોએ એક જ દિવસે કમાયા ₹16.11 લાખ કરોડ

પાકિસ્તાનમાં ભારતીય એરફોર્સ દ્વારા મચાવેલી તબાહી બાદ 12 મેના રોજ ભારતીય શેરબજારમાં રેકોર્ડતોડ તેજી જોવા મળી. ગયા વર્ષ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી મોટી સિંગલ ડે રેલી નોંધાઈ. ભારતનું બજાર એવું ઉછળ્યું કે રોકાણકારો ખુશીમાં ઝૂમી ઉઠ્યા.

સેન્સેક્સ લગભગ 3000 પોઇન્ટ અને નિફ્ટી ફિફ્ટી લગભગ હજાર પોઇન્ટ ઉંચી થઈને બંધ થયા. છેલ્લા ચાર વર્ષમાં ભારતીય શેરબજારએ સિંગલ ડેમાં સર્વોચ્ચ તેજી નોંધાવી છે. આ તેજી ભારતીય શેરબજાર માટે સારા સંકેતો બતાવે છે. આજની આ તેજીથી રોકાણકારોને રૂ. 16 લાખ કરોડનો નફો થયો છે.

આજે એટલે કે સોમવારે 12 મેના રોજ સેન્સેક્સ 2975.43 પોઇન્ટ એટલે કે 3.7 ટકા ઉંચી થઈને 82429 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી ફિફ્ટી 916 પોઇન્ટ એટલે કે 3.8 ટકા ઉંચી થઈને 24924 ના સ્તરે બંધ થયો. इससे પહેલાં ભારતીય શેરબજારમાં સિંગલ ડેમાં સૌથી મોટી તેજી 1 ફેબ્રુઆરી 2021ના રોજ નોંધાઈ હતી, ત્યારે સેન્સેક્સ 4.7 ટકા ઉંચી થયો હતો. ત્યારબાદ સૌથી મોટી રેલી 3 જૂન 2024ના રોજ આવી હતી. ત્યારબાદ બજાર પડ્યું હતું અને હવે આજે એટલે કે 12 મેના રોજ આવી તૂફાની તેજી સાથે બધા રેકોર્ડ તૂટ્યા છે.

રોકાણકારોને થયો 16 લાખ કરોડનો ફાયદો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સંમતિથી રોકાણકારોમાં ખુશીની લહેર ફાટી નીકળી અને માત્ર એક જ દિવસે તેમનો નફો રૂ. 16 લાખ કરોડથી વધુ થયો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ફેબ્રુઆરી 2021 પછી સૌથી વધુ લગભગ 4 ટકા સુધીની તેજી નોંધાઈ છે.

BSEમાં લિસ્ટ થયેલી તમામ કંપનીઓનું કુલ મૂલ્યાંકન આજે ₹1,6,06,576 લાખ કરોડથી વધીને ₹4,32,47,426.73 લાખ કરોડ થયું. શુક્રવારે બજાર બંધ થતાં સુધી આ આંકડો ₹4,16,40,850.46 લાખ કરોડ હતો.

શેરબજારમાં આજે આઈટી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ટેરિફ વૉર, ડોલરમાં કડાકાના કારણે કરેક્શન મોડમાં ચાલી રહેલા આઈટી સ્ટોકમાં નીચા મથાળે ખરીદી વધી છે. આ ખરીદી પાછળનું કારણ ટેરિફમાં રાહત છે. અમેરિકા અને ચીને એકબીજા પર ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેનાથી અન્ય દેશોને પણ ટેરિફમાં રાહત મળવાની શક્યતાઓ વધી છે. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા શેર્સમાં અનેકગણા વોલ્યૂમના પગલે આઈટી ઈન્ડેક્સ 6.75 ટકા ઉછળ્યો છે. એલએન્ડટી 6.50 ટકા, વિપ્રો 6.41 ટકા, ઈન્ફોસિસ 7.91 ટકા, ટીસીએસ 5.17 ટકા ઉછાળે બંધ રહ્યો છે.

ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત, એક મહિલા સહિત 5 લોકોના મોત

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ 5 લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની વિગત

1. ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા
2. અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા
3. ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા
4. તીર્થ ગૌરવભાઈ ડોબરીયા
5. દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી

ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી લડાઈ આતંકવાદ સામે, ઓપરેશન સિંદૂર પર DGMOની પ્રેસ

0

નવી દિલ્હી ખાતે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડાયરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈ, એર માર્શલ એ.કે. ભારતી અને વાઈસ એડમિરલ એ.એન. પ્રમોદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતનું યુદ્ધ માત્ર આતંકવાદીઓ સામે હતું અને પાકિસ્તાને આતંકવાદીઓને બચાવવા માટે દરમિયાનગીરી કરીને જે નુકસાન વેઠ્યું છે. તેના માટે તે પોતે જ જવાબદાર છે.

એર માર્શલ ભારતીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ માત્ર આતંકવાદીઓના ઠેકાણાંને જ નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાની સેનાએ જાણીજોઈને તેમાં દખલગીરી કરી. તેમણે સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં સરકારના સહયોગથી ભારતીય વાયુસેનાએ પોતાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર દરમિયાન નિશાન બનાવવામાં આવેલા પાકિસ્તાની લક્ષ્યોની તસવીરો પણ દર્શાવવામાં આવી હતી.

વાઈસ એડમિરલ એ.એન. પ્રમોદે ભારતીય નૌકાદળની સંપૂર્ણ યુદ્ધ તૈયારીઓ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે નૌકાદળ જમીન, હવા અને પાણી ત્રણેય ક્ષેત્રોમાં એકસાથે ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે. તેમણે ભારતીય દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નૌકાદળની સતત દેખરેખ અને ઓળખ ક્ષમતા પર ભાર મૂક્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈએ ભારતના મજબૂત હવાઈ સંરક્ષણ સ્તરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમાં ઘૂસણખોરી કરવી લગભગ અશક્ય છે. તેમણે ક્રિકેટની રમતની સરખામણી કરીને ભારતની સંરક્ષણ પ્રણાલીની મજબૂતાઈ સમજાવી હતી. ત્રણેય સૈન્ય અધિકારીઓએ એક સ્વરમાં કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

પાકિસ્તાની અભિનેત્રીએ કંગના રનૌતને આપી ધમકી, ‘મારો એક મુક્કો કાફી છે’

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે સીઝફાયર બાદ સરહદ પર થંભી ગયો છે. પરંતુ ડિપ્લોમેટિક ફ્રંટ પર બંને વચ્ચે તણખલાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન બંને દેશોના કલાકારો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભારતીય કલકારો પોતાના દેશ અને સરકારી નીતિઓની સાથે છે. મંડીથી બીજેપી સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત પણ ભારતના પક્ષમાં સતત નિવેદનો આપી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કંગના રનૌત સતત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા દેશની સેનાના ભરપેટ વખાણ કરી રહી છે અને કહી રહી છે કે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન એક પાકિસ્તાની એક્ટ્રેસ મિશી ખાને કંગનાને ધમકી આપી દીધી છે. તેણે કંગનાને લઈ વિવાદાસ્પદ વાતો કહી છે.

પાકિસ્તાની એક્ટ્રેસે શું કહ્યું?
મિશી ખાને કંગના રનૌતને લઈ એક વીડિયોમાં ઘણુ બધુ કહ્યું છે. તમે તેને વીડિયોમાં એવું કહેતા સાંભળી શકો છો,”હા ભાઈ કંગના રનૌત પાકિસ્તાનનો જવાબ કેવો લાગ્યો…. ઉંદેરડી માટે લોલવું સરળ છે અને પાકિસ્તાનના લોકે માટે ખરાબ બોલવું તને મોંઘું તો પડી જ ગયું છે. આગળ બોલતા પહેલા વિચારી લેવું કે અમે લોકો અહીં છીએ…. પાકિસ્તાનને ડિફેન્ડ કરવા માટે અને તું પોતે કોણ છે પોતાની અંદરે જોઈ લે. હવે આગળ જો પાકિસ્તાન માટે કે પાકિસ્તાનના લોકો માટે કંઈ ખોટી વાત કરી તો ટિકિટ કપાવીને ત્યાં આવીશ અને તારી ખબર લઈશ અથવા પછી મેચની માફક મિડલ ગ્રાઉન્ડ રાખી લઈએ. મારી ચેલેન્ડ છે તને દુબઈ રાખી લે અથવા લંડન રાખી લે, મારો એક જ મુક્કો તને મોંઘો પડશે.”

ભારતીય અને પાકિસ્તાની કલાકારો વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ છે. ભારતીય એક્ટર્સ કોઈ પણ રીતે પાકિસ્તાની કલાકારોને આડે હાથ લઈ રહ્યા છે. તાજેતરમાં જ હર્ષવર્ધન રાણે એ જાહેરાત કરી કે માવરા હુસૈનની સાથે કામ કરશે નહીં કારણ કે તેમને દેશથી પ્રેમ છે. ત્યાં જ ભારતીય ટીવી એક્ટ્રેસ ફલક નાજ સતત પાકિસ્તાની કલાકારોને જડબાતોડ જવાબ આપી રહી છે.

રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગ

ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે શનિવારે સાબરકાંઠા, જૂનાગઢ, અરવલ્લી, રાજકોટ સહિતના વિસ્તારોમાં માવઠુ થયુ હતુ. જ્યારે હવામાન વિભાગે આગામી 13 મે, 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 9 મેના 6 વાગ્યાથી 10 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 73 તાલુકામાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 13 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.

આગામી 14 મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

બેનકાબ થયો પાકિસ્તાન : પાક આર્મી જેને નિર્દોષ મૌલાના કહ્યું તે લશ્કરનો આતંકી નીકળ્યો

પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે. આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. અનેક પ્રયત્નો છતાં પાકિસ્તાનનો આતંકી પ્રેમ છુપાઈ શકતો નથી. પાકિસ્તાન તરફથી જેને નિર્દોષ મૌલાના તરીકે રજૂ કરવામાં આવી રહ્યો હતો, તે લશ્કર-એ-તોઇબા આતંકી સંગઠનનો મુખ્ય ચહેરો હતો. આ આતંકીનું નામ હાફિઝ અબ્દુર રઉફ છે.

પાકિસ્તાની સેના અને આતંકનો સંબંધ
પાકિસ્તાનની સેના લડવામાં નહીં પણ ખોટું બોલવામાં માહિર છે. તાજેતરમાં પાકિસ્તાની સેવાના એક પ્રેસ બ્રીફિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર-એ-તોઇબાનો આતંકી હાફિઝ અબ્દુર રઉફની વાયરલ તસવીર એક નિર્દોષ પરિવારવિશ્વાસી વ્યક્તિની છે.

આતંકીઓના જનાજામાં આતંકી હાજર! ભારત દ્વારા ‘ઓપરેશન સિન્દૂર’ હેઠળ લશ્કરના ટ્રેનિંગ કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં અનેક આતંકીઓ મારી પડાયા હતા. આ આતંકીઓના જનાજામાં હાફિઝ અબ્દુર રઉફ પણ હાજર હતો. રઉફની સાથે પાકિસ્તાની સેનાનાં અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.

અમેરિકાએ જાહેર કર્યો હતો આતંકી હવે જ્યારે આખો ભાંડાફોડ થઈ ગયો છે, ત્યારે આ સંપૂર્ણ રીતે સાબિત થાય છે કે પાકિસ્તાની સેના અને આતંકીઓ વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે. હાફિઝ અબ્દુર રઉફને 2010માં અમેરિકા દ્વારા આતંકી જાહેર કરવામાં આવ્યો હતો.

SIAએ કાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા, અનેક સ્લીપર સેલની ધરપકડ

0

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ રવિવારે દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થાપનો વિશે સંવેદનશીલ માહિતી મેસેજિંગ એપ્સ દ્વારા શેર કરવાના કેસમાં દરોડા પાડ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની સમકક્ષ તપાસ એજન્સીએ ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પાસેથી વાંધાજનક સામગ્રી જપ્ત કરવાનો દાવો કર્યો છે.

એક સત્તાવાર પ્રકાશનમાં, SIA એ જણાવ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર પોલીસ કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સહયોગીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) પર નજર રાખી રહી છે. ટેકનિકલ ગુપ્ત માહિતી દર્શાવે છે કે કાશ્મીરમાં ઘણા સ્લીપર સેલ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતા અને WhatsApp, ટેલિગ્રામ, સિગ્નલ વગેરે જેવી મેસેજિંગ એપ્સ દ્વારા સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થાપનો વિશે સંવેદનશીલ અને વ્યૂહાત્મક માહિતી આપી રહ્યા હતા.”

કાશ્મીરમાં SIAના 20 સ્થળોએ દરોડા
રવિવારે સવારે, તપાસ એજન્સીએ દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લાઓ – પુલવામા, શોપિયાન, કુલગામ અને અનંતનાગમાં 20 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં દરોડા પાડ્યા.

SIA એ જણાવ્યું હતું કે, “આ આતંકવાદી સહયોગીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કમાન્ડરોના ઇશારે ઓનલાઈન કટ્ટરપંથી પ્રચારમાં પણ સામેલ હતા, જે રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાને અસર કરી રહ્યા હતા.