સુરતમાં હિન્દુ અને ખાસ કરીને પટેલ સમાજમાં લૂંટેરી દુલ્હનના કેસ અવારનવાર જોવા મળતાં હતાં. ત્યારે હવે મુસ્લિમ સમાજમાં પણ લગ્નોત્સુક યુવકને ફસાવી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન અને ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા. પિતા ન હોવાનું કહીને દુલ્હનના માતાએ એક લાખ રૂપિયા પણ માંગ્યા હતા. લગ્નના બીજા જ દિવસે બહાનું કાઢી માતા સાથે ભાગી ગઈ હતા. પતિ સાથે રહેવાનું અને આપેલા એક લાખ રૂપિયા આપવાની ના પાડતા યુવકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે મુસ્લિમ મહિલાઓની ટોળકીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદના વેજલપુરમાં રહેતા યોહાન ખાન પઠાણે થોડા દિવસો અગાઉ અઠવામાં લગ્ન કર્યા હતાં. લગ્ન કર્યાની રાતે જ દુલ્હન અને તેની માતા તથા એજન્ટ રાતે જ એક લાખ લઈને આવી ગયા હતાં. ત્યારબાદ ફોન પર વાત કરવામાં રેપના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફોન નંબર બ્લોક કરી દીધા હતાં. ત્યારબાદ દુલ્હાના પરિવારજનો સુરત આવ્યા હતાં. ત્યારે ખબર પડી કે, જરીના ખાતુન નામની મહિલા તથા હીના ઉર્ફે નરગીસબાનુએ વાત કરી હતી.
એજન્ટ મારફતે સંપર્ક થયો હતો હીના એજન્ટ મારફતે કામ કરતી હતી. અમદાવાદના એજન્ટે કહ્યું કે, અમારે ત્યાં છોકરો છો. આમ એજન્ટ મારફતે મુસ્કાન અને સાહિસ્તાબાનુ નામની બે છોકરી છે. સનાને દુલ્હનના રૂપે તૈયાર કરી. જરીનાખાતુન દુલ્હનની મા બની અને હીના બન્ને પાર્ટી વાત કરાવનાર બની. આમ પાંચેયે મળીને લગ્ન કરાવ્યા હતાં. જ્યારે સનાના માતા-પિતાને ખબર પણ નથી. જ્યારે રિક્ષાચાલકે લગ્ન કરાવ્યા હતાં. બાદમાં રાતે જ અમદાવાદથી આવી ગયા હતાં. જ્યારે દુલ્હાએ રૂપિયા પરત માગતા ધમકી આપવામાં આવી હતી. પાંચેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે હાથ ધરી તપાસ હીના અમદાવાદના એજન્ટને ઓળખતી હતી. એજન્ટે બાદમાં તેને કહ્યું તો અમદાવાદના એજન્ટે અહિં સંપર્ક કરીને સમગ્ર પ્લાન કરીને લગ્ન કરીને ફસાવવાનો સમગ્ર કારસો રચયો હતો. એક લાખમાંથી દુલ્હનની ફ્રેન્ડને નોમિનલ અને દુલ્હન તથા એજન્ટને રૂપિયા મળવાના હતાં. જરીનાખાતુન પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાનું કહ્યું છે. અગાઉ પણ આ રીતે લગ્ન કરાવ્યા હોવાનું કહી રહી છે. લગ્નમાં કાજી કોણ હતાં. નિકાહ કોણે પઢાવ્યા તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
વર્ષ 2022માં ઉત્તરાખંડના પૌરી જીલ્લામાં 19 વર્ષીય યુવતી અંકિતા ભંડારીની હત્યા કેસમાં કોર્ટે ત્રણ દોષિતો આજીવન કેદની સજા ફટકારી છે. કોટદ્વારની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ રીના નેગીએ દોષિત પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને ઠેરવ્યા બાદ સજા ફટકારી હતી. કોર્ટે આ કેસમાં 2 વર્ષ, 8 મહિના અને 12 દિવસ પછી અંકિતાને ન્યાય આપ્યો છે.
કોર્ટે ત્રણેય આરોપીઓ પર 72,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે રાજ્ય સરકારની વળતર યોજના હેઠળ પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે.
આ કેસની સુનાવણી કુલ બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કલમો હેઠળ સજા: કોર્ટે પુલકિત આર્યને કલમ 302 IPC હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, તેને કલમ 201 IPC હેઠળ 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ, કલમ 354A IPC હેઠળ 2 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને ITPA એક્ટની કલમ 3(1)D હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમ, પુલકિત આર્યને કુલ 72,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને કલમ 302 IPC હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ, કલમ 201 IPC હેઠળ 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને ITPA એક્ટની કલમ 3(1)D હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શું છે મામલો? 19 વર્ષીય અંકિતા ભંડારી ઉત્તરાખંડના પૌરી જિલ્લાની રેહવાસી હતી, તે યમકેશ્વરમાં આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ અંકિતા રિસોર્ટમાંથી અચાનક ગુમ થઈ ગઈ અને તેનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ નજીક ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બનતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં.
રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ તેના બે સાથીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને અંકિતાની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. હવે ત્રણેય આ કેસમાં દોષિત ઠર્યા છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં એક પછી એક ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે. શુક્રવારે ફરી એકવાર પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ વખતે પણ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ પાકિસ્તાનમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી. તમને જણાવી દઈએ કે આ ભૂકંપના આંચકા બપોરે લગભગ 1.37 વાગ્યે અનુભવાયા હતા.
તાજેતરના સમયમાં, દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે. જોકે, ક્યારેક અથડામણ કે ઘર્ષણ થાય છે. આ કારણોસર, પૃથ્વી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. આના કારણે સામાન્ય લોકોને સૌથી વધુ તકલીફ પડે છે. ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થાય છે, અને હજારો લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નાહલ ગામમાં રવિવારે (25મી મે) એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવા પહોંચેલી નોઈડા પોલીસ ટીમ પર થયેલા હુમલામાં કોન્સ્ટેબલ સૌરભ કુમારનું મોત થયું હતું. ત્યારથી પોલીસ હુમલો કરનારા તત્ત્વો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ફાયરિંગની ઘટના માટે સાવચેતીના પગલા તરીકે 42 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી વચ્ચે નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પલાયન કરી ચૂક્યા છે.
ગામમાં 95 ટકા લોકો મુસ્લિમ છે અહેવાલો અનુસાર, નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પોતાના ઘર છોડીને ગયા છે. પોલીસ જેને ઈચ્છે છે તેની ધરપકડ કરી રહ્યા છે. ઘણાં લોકો પોતાના સંબંધીઓના ઘરે ગયા છે. ગામના વડા તસવ્વર અલીએ કહ્યું કે, ‘નાહલમાં લગભગ 10,000 લોકો રહે છે. તેમાંથી 95 ટાક મુસ્લિમ છે અને બાકીના અનુસૂચિત જાતિના છે. મને ખબર નથી કે શું કરવું, મેં આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે, હું કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું.’
કોન્સ્ટેબલને માથામાં ગોળી વાગી હતી રવિવારે રાત્રે નાહલમાં ચોરીના કેસમાં આરોપી કાદિરને પકડવા ગયેલી નોઈડા પોલીસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જ્યારે પોલીસે કાદિરને લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે આરોપીએ તેના સાથીઓને ઉશ્કેર્યા. આ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં ગોળી કોન્સ્ટેબલ સૌરભના માથામાં વાગી અને પસાર થઈ ગઈ, જ્યારે પથ્થરમારામાં કોન્સ્ટેબલ સોનિત અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા. નોઈડામાં તૈનાત SI સચિન રાઠીએ મસૂરી પોલીસ સ્ટેશનમાં કાદિર, તેના ભાઈ અને અન્ય લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
લોકોએ કહ્યું, અમારો જીવ બચાવવા માટે ક્યાં જવું જોઈએ ગામમાં બાકી રહેલા લોકોએ શાંત અવાજમાં કહ્યું કે પોલીસ નિર્દોષ લોકોને પણ હેરાન કરી રહી છે. રાત્રે દરોડા પાડવામાં આવે છે, જેના કારણે પરિવારમાં ભયનું વાતાવરણ છે. અમારો જીવ બચાવવા માટે ક્યાં જવું જોઈએ. પોલીસકર્મીઓ દરવાજા ખખડાવે છે, જેના કારણે નાના બાળકો ડરી જાય છે. પોલીસ ગામની અંદર પણ દરોડા પાડી રહી છે. લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગામની મોટાભાગની દુકાનોને તાળાં લાગેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના રોહતાસ જિલ્લામાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પછી, પ્રધાનમંત્રી કાનપુર જશે અને ત્યાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. મોદી પહેલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારને મળવા જશે. ગુરુવારે, મોદી પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર પહોંચ્યા. અહીં તેમણે એક જાહેર સભામાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પીએમએ કહ્યું કે બંગાળ હિંસા, ભ્રષ્ટાચાર અને અરાજકતાથી ગ્રસ્ત છે અને લોકો હવે આ નિર્દય સરકારથી છુટકારો મેળવવા માંગે છે. મોદીએ કહ્યું કે મુર્શિદાબાદ અને માલદામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ સામાન્ય નાગરિકોના દુઃખ પ્રત્યે તૃણમૂલ કોંગ્રેસ શાસનની “ક્રૂરતા અને ઉદાસીનતા” ની યાદ અપાવે છે.
‘પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. આપણા નિર્દોષ નાગરીકો માર્યા ગયા, આ જઘન્ય આતંકી હુમલાના એક દિવસ બાદ હું બિહાર આવ્યો હતો અને મેં બિહારની ધરતી પરથી દેશને વચન આપ્યુ હતું. બિહારની ધરતી પર આંખમાં આંખ મિલાવી કહી દીધુ હતુ કે આતંકના આકાઓના ઠેકાણાઓને માટીમાં ભેળવી દેવામાં આવશે.બિહારની ધરતી પર કહ્યું હતું કે, તેમને કલ્પના કરતા પણ મોટી સજા મળશે.આજે જ્યારે હું બિહાર આવ્યો છું તો પોતાના વચનને પૂર્ણ કર્યા બાદ આવ્યો છું.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના બાદ બિહાર પહોંચ્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, આતંકીઓને એવી સજા મળશે જેની કલ્પના પણ નહીં કરી હોય. PM મોદી 24 એપ્રિલે બિહારના મધુબનીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ કાર્યક્રમ પહેલગામ હુમલાના બે દિવસ બાદ યોજાયો હતો. અહીંથી વડાપ્રધાન મોદીએ આતંકીઓને કડક મેસેજ આપ્યો હતો.
ઉત્તરાખંડના ખૂબ જ ચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોટદ્વાર કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અંકિત ભંડારી હત્યા કેસ માત્ર ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ દેશના ઘણા રાજ્યોમાં પડઘો પડ્યો.
અંકિતા ભંડારી શ્રીનગર ગઢવાલની રહેવાસી હતી અને ખૂબ જ સામાન્ય પરિવારની હતી. ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે તે નોકરીની શોધમાં બહાર ગઈ હતી. તેને ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટની નોકરી મળી હતી પરંતુ થોડા દિવસો પછી તેની હત્યા કરવામાં આવી હતી. અંકિતા 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ ગુમ થઈ ગઈ હતી અને થોડા દિવસો પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસની સુનાવણી કુલ બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
શું છે મામલો? 19 વર્ષીય અંકિતા ભંડારી ઉત્તરાખંડના પૌરી જિલ્લાની રેહવાસી હતી, તે યમકેશ્વરમાં આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ અંકિતા રિસોર્ટમાંથી અચાનક ગુમ થઈ ગઈ અને તેનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ નજીક ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બનતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં.
ઓડિશામાં ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, વિજિલન્સ વિભાગે આરડબ્લ્યુ વિભાગના મુખ્ય ઇજનેર, વૈકુંઠનાથ સારંગીના નિવાસસ્થાને દરોડા પાડ્યા. આ દરોડા દરમિયાન અત્યાર સુધીમાં ₹2.1 કરોડની રોકડ રકમ મળી આવી છે. ત્યાં હજુ પણ શોધ ચાલુ છે. વિજિલન્સ ટીમે ઓડિશાના ભુવનેશ્વર, અંગુલ અને પીપલી સહિત 7 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના આરોપ હેઠળ કરવામાં આવી હતી. આ દરોડામાં 8 ડીએસપી, 12 ઇન્સ્પેક્ટર, 6 એએસઆઈ અને અન્ય અધિકારીઓ સામેલ હતા.
બારીમાંથી ૫૦૦ રૂપિયાના બંડલ ફેંકાયા તમને જણાવી દઈએ કે દરોડા દરમિયાન ભુવનેશ્વરના પીડીએન એક્ઝોટિકા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી 1 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. બીજી તરફ, અંગુલમાં તેમના બે માળના ઘરમાંથી અત્યાર સુધીમાં ₹ 1.1 કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. અહીં એટલી બધી રોકડ રકમ મળી આવી છે કે તેને ગણવા માટે મશીનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે. એટલું જ નહીં, આ દરોડા દરમિયાન, ભુવનેશ્વરના ફ્લેટમાં હાજર રહેલા વૈકુંઠનાથ સારંગીએ વિજિલન્સ ટીમને આવતી જોઈને ₹ 500 ની નોટોના બંડલ બારીમાંથી ફેંકી દીધા. તેમનો ઈરાદો ગેરકાયદેસર રોકડ છુપાવવાનો હતો, પરંતુ વિજિલન્સ ટીમે સાક્ષીઓની હાજરીમાં તરત જ નોટો જપ્ત કરી.
આ સ્થળોએ દરોડા પાડ્યા-
અંગુલના કર્દગડિયામાં બે માળનું ઘર
ભુવનેશ્વરના દુમડુમામાં પીડીએન એક્ઝોટિકામાં ફ્લેટ
પુરીના પીપિલીના સિઉલા ગામમાં ફ્લેટ
અંગુલના શિક્ષકપાડામાં સંબંધીનું ઘર
અંગુલના લોકેઇપાસી ગામમાં પૈતૃક ઘર
અંગુલના મતિયાસાહીમાં બે માળનું પૈતૃક ઘર
ભુવનેશ્વરમાં મુખ્ય ઇજનેર કાર્યાલયનું ચેમ્બર
અપ્રમાણસર સંપત્તિના કેસમાં કાર્યવાહી વિજિલન્સ વિભાગના જણાવ્યા અનુસાર, સારંગીએ તેમની આવક કરતાં વધુ સંપત્તિ મેળવી હોવાના મામલામાં તપાસ ચાલી રહી છે. અધિકારીઓ હવે તેના બેંક ખાતાઓ, રોકાણો, મિલકતો અને અન્ય નાણાકીય સ્ત્રોતોની પણ તપાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. આ કાર્યવાહી ઓડિશા સરકારની ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિનું એક મોટું ઉદાહરણ છે. હવે બધાની નજર વિજિલન્સ વિભાગના અંતિમ અહેવાલ પર ટકેલી છે.
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ઘાર્યા કાર્યોસરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નો ધપાત્ર વધારો થાય.
કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચત નું આયોજન કરવું. યાત્રા મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ૭ેત્રે મહત્વ ની કામગીરી કરી શાકો. માથાન દુઃખાવા ની સમસ્યા સતાવે.
તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્છના મતભેદ ટળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્ગાન વ્યકિતનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.
વૃશ્ચિકઃ
ક્ષાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતના અહમનો ત્યાગ કરવાથી કાર્ય માં સફળતા મળે. સંતાનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પોખીલવી શકશો.
કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે જનસંઘના સમયથી શેરીઓના પરિવર્તનનો પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી હતી અને જનસંઘના ભાજપમા વિલિનીકરણ બાદ પરિવર્તનની હવાને વધુ વેગ મળ્યો હતો
કોંગ્રેસ સાથે બાથ ભીડવામાં અનેક વખત પછડાટ ખાધા પછી પણ કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, ચંપક સુખડિયા, કે.કે.દેસાઇ, અરવિંદ ગોદીવાલા, પ્રવિણ નાયક, પ્રતાપ દેસાઇ, કિશોર વાંકાવાળા સહિત નામી અનામી નેતાઓએ ગાંઠના ખર્ચીને બાથ ભીડી હતીશંકરસિંહ વાઘેલાએ રચેલી મહાગુજરાત જનતા પાર્ટી એટલે કે, ‘મજપા’ અને કેશુબાપાની આગેવાનીમાં રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે ‘જીપીપી’ ની રચના દુઃખદ ઘટનાઓ હતી
ભાજપના સુપ્રિમો તરીકે ઓળખાતા કાશીરામ રાણા સતત સુરત બેઠક ઉપરથી સર્વોચ્ચ લીડથી ચૂંટાતા આવ્યા હતા ત્યાર બાદ સી.આર.પાટીલે કાશીરામ રાણાથી આગળ વધીને સર્વોચ્ચ લીડ જાળવી રાખવા ઉપરાંત ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વિધાનસભાની ૧૫૬ બેઠકો જીતીને દેશભરમાં ઉદાહરણ પુરૂ પાડવા સાથે સવાયા સુપ્રિમો પુરવાર થયા હતા
કાશીરામ રાણા, ફકીર ચૌહાણ સહિત અન્ય નેતાઓએ સુરત અને દિક્ષણ ગુજરાતમાં ભાજપનું બીજ રોપ્યું હતું જ્યારે સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ સંભાળ્યા પછી સમગ્ર ગુજરાતમાં વટવૃક્ષ બનાવી દીધુંદેશના અન્ય રાજ્યોમા પરિવર્તનનો પવન ફૂંકાઇ ચૂક્યો હતો પરંતુ કોંગ્રેસનો ગઢ ગણાતું ગુજરાત કબજે કરવાનુ અશક્ય લાગતુ કામ લાલકૃષ્ણ અડવાણી, કેશુબાપા, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ પાર પાડ્યું હતું.
થોડા દિવસ પહેલા અનાયાસે સુરતના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ અગ્રણી ફકીરભાઇ ચૌહાણને મળવાનું થયું અને ચાર-પાંચ દાયકા પૂર્વેનું સુરત, સુરતના લોકો, સુરતીઓનો વહેવાર અને સુરતમાં એક એક રાજકીય બદલાવ, ભાજપનો ઉદયકાળ સહિતની કતારબંધ ઘટનાઓની યાદો જાણે ફિલ્મી પરદે રજૂ થતા ચિત્રપટની માફક નજર સામે તરવરી ઊઠી. દરેક યાદ એક સુખદ અનુભવ કરાવતી હતી. વર્તમાન રાજકીય, સામાજિક સ્થિતિ અને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિગત બદલાવની હાલત જોતા ભૂતકાળ ઘણો સુખદ હતો, રાજકીય પક્ષો અલગ હોય કે એક જ પક્ષના લોકો વચ્ચે મતભેદ હોય પરંતુ ક્યારેય મનભેદ કે રાજકીય હિસાબ ચૂકતે કરવાના ગિણત મુકાતા નહોતા. જાહેર જીવનમાં ઘણા લોકો ખોટા સિક્કા જેવા પણ નીકળ્યા હતા. પરંતુ સમાજે આવા લોકોને ઇયળની માફક કાઢીને ફેંકી દીધા હતા. તેમ છતાં સરેરાશ જાહેરજીવન દાયકાઓ સુધી પારદર્શી અને વિશ્વાસભર્યુ રહ્યું હતું. લોકો રાજકીય આગેવાન ઉપર ભરોસો કરી શકતા હતા. સુખદ કે દુઃખદ પ્રસંગે રાજકીય, સામાજિક આગેવાનો સધિયારો આપવા પહોંચી જતા જીવનમાં સફળતા મળી હતી એવું નથી, ઘણા એવા લોકો પણ હતા કે જેઓ અડધા રસ્તેથી પાછા ફરી ગયા હતા પરંતુ તેમનુ જાહેરજીવન હંમેશા ‘બેદાગ’ અને ‘નિષ્પક્ષ’ રહ્યું હતું.વાતનો કોઇ ચોક્કસ મુદ્દો નહોતો પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે થઇ રહેલા નૈતિક ધોવાણ સામે આ વયોવૃદ્ધ આગેવાનની આંખોમાં ચિંતા તરવરતી હતી. લગભગ ૮૭ વર્ષની વય વટાવી ચૂકેલા ફકીર ચૌહાણને સુરતની રાજકીય, સામાજિક ઘટનાઓ તેમજ કુદરતી અને માનવસર્જિત અેક એક ઘટનાઓ યાદ છે. પોતે વ્યવસાયે શિક્ષક હોવાથી જાહેરજીવનના પ્રારંભકાળથી સ્પષ્ટ વક્તા તરીકે તેમની માત્ર ઇમેજ નહોતી, વાસ્તવિકતા પણ હતી. એક જમાનામાં સુરતનો મહિધરપુરા અને ભવાનીવડ વિસ્તાર સુરતની કોઇપણ પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર ગણાતું હતું અને ફકીર ચૌહાણ ભવાનીવડ નજીક જ એક શિક્ષણ સંસ્થા ચલાવતા હતા. રેલવે સ્ટેશનથી ચોકબજાર, રૂવાળા ટેકરાથી અશક્તાશ્રમ અને લાલદરવાજા આ મૂળ સુરત હતું. ગોપીપુરા, નાણાવટ કોટ્સફીલરોડ આ શ્રીમંતોનાે વિસ્તાર ગણાતા હતા. પરંતુ મોટાભાગની પ્રવૃત્તિનું કેન્દ્ર કે રેલી, દેખાવો કરવાનું સ્થળ કોટસફીલરોડ, ભાગળ અને ચોકબજાર રહેતા હતા.
જ્યારે કોંગ્રેસનો સૂર્ય મધ્યાને તપતો હતો ત્યારે જનસંઘના નામે રાજકીય સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. પાછળથી જનસંઘીઓ ભાજપમાં વિલીન થઇ ગયા અને આરએસએસની રાજકીય પાંખ ભાજપ અસ્તિત્વમાં આવી હતી. આ તરફ કોંગ્રેસનો સૂર્ય તપતો હતો ત્યારે ફકીર ચૌહાણ, કાશીરામ રાણા, ચંપક સુખડિયા, અરવિંદ ગોદીવાલા, કે.કે.દેસાઇ, પ્રવિણ નાયક, અશોક ડૉકટર, ગુલાબદાસ ખસી, ગીતાબેન દેસાઇ, સ્નેહલતા ચૌહાણ, જેવા નેતાઓએ મેદાને જંગમાં ઝંપલાવ્યું હતું. ફકીર ચૌહાણ શિક્ષક હોવાથી લાંબો કુદકો લગાવી શકવાની સ્થિતિમાં નહોતા, પરંતુ કાશીરામ રાણા એડવોકેટ હોવા ઉપરાંત રાજકીય મજબૂત સૂઝ ધરાવતા હોવાથી ભાજપનો પ્રચાર અને પ્રસાર કરવામાં ખેલાડી પુરવાર થયા હતા અને વર્ષો સુધીની લડતના અંતે ભાજપને સત્તાસ્થાને ખેંચી લાવવામાં સફળતા મળી હતી. અલબત્ત કાશીરામ રાણાની સાથે કેશુબાપા, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, નાથાલાલ ઝઘડા, પ્રવીણ મણિયાર જેવા અનેક દિગ્ગજોએ ગુજરાતમાં ભાજપની જડ વધુ મજબૂત બનાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. આ તરફ લોકો પણ બદલાવ ઇચ્છતા હતા અને ભાજપનું રાજકીય પલ્લુ વધુ ભારે બની રહ્યું હતું.
સુરત મહાનગરપાલિકામાં સત્તા મેળવતા પહેલા સુરતના રાજકીય તખ્તે અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. રોજેરોજ સત્તાપરિવર્તન થવા જેવી હાલત હતી. એક ઘટનામાં મદનલાલ બુનકીએ મધરાત્રે મેયરપદેથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામુ આપવા પાછળના કારણો અલગ હતા પરતુ મદનલાલ બુનકીના રાજીનામા પાછળ નૈતિકતા સ્પષ્ટ તરી આવતી હતી.સુરત સુધરાઇની સ્થાપના લગભગ ૧૯૬૬ના વર્ષમાં કરવામાં આવી હતી અને સંભવતઃ સુરત શહેરના સૌપ્રથમ મેયર ગોરધનદાસ ચોખાવાલા હતા. ૧૯૬૬ થી ૧૯૮૧ સુધી વધુ સમુસુતરુ ચાલતુ હતુ સુરત પણ નાનું હતું એટલે મોટી સમસ્યા નહોતી સુરત ગંદુ ગોબરું હતુ, પરંતુ સુરતીઓ સુખી હતા. આજે સ્વચ્છતામાં દેશભરમાં નંબરવનનું સ્થાન ધરાવતા સુરતમાં જન્મેલી યુવા પેઢીને ભૂતકાળના ઉકરડાની વચ્ચે જીવતા લોકોના દૃશ્યો બતાવવામાં આવે તો કદાચ માની પણ નહી શકે કે આજનું ખૂબસુરત સુરત ભૂતકાળમાં એક ગંધાતુ શહેર હતું!સુરતના રાજકીય જીવનમાં ખરેખર ૧૯૮૧ના સમયગાળામાં બદલાવ આવ્યો હતો. કોંગ્રેસની જડ ઢીલી થઇ રહી હતી. કોંગ્રેસના કેટલાક નેતાઓની નીતિમત્તામાં ઊણપ આવી હતી. ૧૯૮૧ થી ૧૯૮૩ સુધીમા ચાર ચાર મેયર્સ બદલાઇ ગયા હતા. કોણ ક્યારે બદલાઇ જશે એ નક્કી નહોતું. ‘ઇંદિરાવાદી મોરચા’ નામે ગણતરીના લોકોનુ ટોળુ આખા સુરતને નચાવી રહ્યું હતું. આ બધી ગડમથલ વચ્ચે કાશીરામ રાણા ૧૯૮૪માં મેયર બન્યા હતા પરંતુ ગણતરીના આઠ મહિનામાં મેયરપદેથી ઊતરી જવું પડ્યું હતું અને ફરી કોંગ્રેસના નગીનદાસ બારડોિલયા અને ત્યાર પછી ડો. જ્યોર્જ સોલંકી મેયર બન્યા પરંતુ ગણતરીના ત્રણ વર્ષ બાદ કાશીરામ રાણા ફરી પાંચ માસ માટે મેયર બન્યા હતા અને૧૯૮૮ના ઓગષ્ટ માસમાં કાશીરામ રાણાને ઉથલાવીને કોંગ્રેસના કદીર પીરઝાદા અને ત્યાર બાદ કોંગ્રેસના જ પ્રતાપ કંથારિયા મેયર બન્યા હતા.
એવું કહી શકાય કે પ્રતાપ કંથારિયા કોંગ્રેસના છેલ્લા મેયર હતા અને ૮મી ફેબ્રુઆરી ૧૯૯૦ના રોજ કોંગ્રેસના જ અજીત દેસાઇ, મંજુલાબેન પટેલ, હીરા ગાંગાણી, ગોપાળ નરસિંહ પટેલ સહિત અન્યોએ કોંગ્રેસમાં બળવો કરીને ભાજપને સત્તાનું સુકાન સોંપ્યું હતું. જે આજ પર્યન્ત ભાજપને એક દિવસ માટે પણ સત્તા સ્થાનેથી ઉખેડી શક્યું નથી. અજીત દેસાઇ લગભગ નવ માસ માટે મેયરપદે રહ્યા હતા, પરંતુ ત્યાર પછી એટલે કે ૧૯૯૦થી વર્તમાન ૨૦૨૫ ના વર્ષ દરમિયાન એક પણ વખત બિનભાજપી સત્તા સ્થાને આવ્યા નથી. એવું કહી શકાય કે સદ્ગત અજીત દેસાઇ ભાજપ માટે લક્કી પુરવાર થયા હતા.અજીત દેસાઇ બાદ ફકીર ચૌહાણે ૧૯૯૫ના જુલાઇ માસમાં મેયરપદ સંભાળી લીધું હતું. ત્યાર બાદ ગીતાબેન દેસાઇ, નવનીત જરીવાળા, સવિતા શારદા, ભીખાભાઇ બોઘરા (પટેલ), અજય ચોકસી, સ્નેહલતા ચૌહાણ, ડૉ. કનુ માવાણી, રણજીત િગિલટવાળા, ડૉ. રાજેન્દ્ર દેસાઇ, નિરંજન ઝાંઝમેરા, અસ્મિતા શિરોયા, ડૉ. જગદીશ પટેલ, હેમાલી બોઘાવાલા અને વર્તમાન મેયર દક્ષેશ માવાણી મેયર પદ સંભાળી રહ્યા છે.૧૯૯૦ બાદ ભાજપની સફર સંઘર્ષ વગરની રહી છે. બલ્કે તૈયાર ગાદી મળી ગઇ છે. પરંતુ તે પૂર્વે કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, ચંપકલાલ સુખિડયા, અરવિંદ ગોદીવાલા, પ્રવીણ નાયક, કિશોર વાંકાવાળા, પ્રતાપ દેસાઇ, ડૉ. કનુ માવાણી સહિત અનેક નામી, અનામી લોકોએ ભાજપની જડ મજબૂત કરવામાં કરોળિયાની માફક સતત ભાજપની જાળ ગુંથવા આપેલા યોગદાનને કારણે જ આજે ભાજપ અડીખમ બનીને ઊભો છે.
સુરત મહાનગરપાલિકામાં ભાજપ શાસનના ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પડઘા પડ્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓની ગીચ વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં ભાજપને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે અઢળક સમર્થન મળ્યું હતું. વાલજી કેસરી, જીવરાજ ધારૂકા, કનુભાઇ માવાણી, વસંત ગજેરા સહિતના ખમતીધર આગેવાનોએ ભાજપને જબરજસ્ત મદદ કરી હતી.આ તરફ એક મજબૂત બનાવે યુવાનીના જોશથી થનગનતા સી.આર.પાટીલનો ભાજપમાં પ્રવેશ ભાજપ માટે નિર્ણાયક રહ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇના હસ્તે સુરતની સભામાં સી.આર.પાટીલને ભાજપમાં પ્રવેશ અપાયો હતો ત્યારથી આજ પર્યન્ત સી.આર.પાટીલ સતત ભાજપને વળગી રહેવા ઉપરાંત ભાજપનો વિસ્તાર વધારવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરતા આવ્યા છે. સમયાંતરે ભાજપમાં આંતરિક કલેશ થતા આવ્યા છે. પરંતુ સી.આર.પાટીલે આવા કલેશની અવગણના કરીને પોતાની મંિઝલ તરફનું એક ડગલું પણ ચૂક્યા નથી. બલ્કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે રહીને ભાજપને સતત જીત અપાવીને છેલ્લી વિધાનસભામાં રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો મેળવવાનો શ્રેય સી.આર.પાટીલે અંકિત કર્યો હતો. તેમણે ભાજપમાં એક અદના કાર્યકર તરીકે શરૂઆત કરી હતી. પક્ષના ટોચના નેતાઓએ અલગ વાડા, અલગ પાર્ટીઓ બનાવી હતી પરંતુ સી.આર.પાટીલે ભાજપ સિવાય કોઇનો ખેસ પહેર્યો નથી. આજે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનવા ઉપરાંત ભાજપના નિર્ણાયક અગ્રણીઓમા પોતાનું નામ અંકિત કર્યું છે.ફકીર ચૌહાણ સાથેની અનૌપચારિક મુલાકાતમાં સુરત અને ભાજપનાે ઇતિહાસ, ભૂતકાળના અનેક પ્રસંગો તાજા થયા હતા. દરેક ઘટનાને યાદ કરતી વખતે ફકીર ચૌહાણના ચહેરા ઉપર ચાર, પાંચ દાયકા પૂર્વેના ભાવ તરવરી ઊઠતા હતા. ચહેરાની રેખાઓ ખેંચાઇ આવતી હતી હજુ જાણે આજની ઘટના છે.
ભવાનીવડ, લીંબુ શેરી, દુકાળ પોળને યાદ કરવા સાથે તેમણે જનતાદળના ઠાકોર નાયક અનામત આંદોલનના ચહેરા, કદીર પીરઝાદા, અજય ચોકસી, સુરેન્દ્ર વાણાવાળાને પણ યાદ કર્યા હતા. જનતાદળનુ કોંગ્રેસમાં વિલીનીકરણ થવાથી ઠાકોર નાયક, કદીર પીરઝાદા કોંગ્રેસના ભળી ગયા હતા, પરંતુ યુવાનીથી થનગનતા અજય ચોકસીએ ભાજપની કંઠી બાંધવાનું પસંદ કર્યું હતું.ફકીર ચૌહાણ વાત કરતા કરતા ભૂતકાળમાં સરી પડ્યા હતા તેમણે સુરતના અેક એક આગેવાનને યાદ કર્યા હતા. જદુભાઇ જરીવાળા, જયવદન જરીવાળા, ડૉ. બાબુભાઇ પટેલ (લીંબુશેરી) કિશોર વાંકાવાળા, રમણ જાની, પ્રવીણ નાયક, રતનકાકા અસારાવાલા, ધનરાજ ટોપીવાલા રણજીત િગિલટવાળા, અશોક ડાેકટર, નરેન્દ્ર ગાંધી, નીતિન ભજિયાવાળા, પ્રતાપ દેસાઇ, બાબુભાઇ સોપારીવાલા, રણછોડદાસ પોપાવાળા, હેમંત ચપટવાલા, પોપટલાલ વ્યાસ, ગોરધનદાસ ચોખાવાલા, છોટુભાઇ કાપડિયા, ફરામ રોજ પસ્તાગીયા, ગોવર્ધન એસ. જોષી સહિતના અનેકને યાદ કરવા સાથે રાજમાર્ગ પહોળો કરવા મિલકતો તોડવાની દુઃખદ ઘટનાને તાજી કરી હતી. તેમણે કેટલાક સનદી અધિકારીઓ અને મહાપાલિકાના અધિકારીઓને યાદ કરી તેમની ભૂમિકાની સરાહના કરી હતી.તેમણે કાશીરામ રાણાના સમય કરતા વહેલા મૃત્યુ અંગે ભારે ખેદ વ્યક્ત કર્યો હતો. કાશીરામ રાણા સુરત અને ગુજરાતમાં ભાજપનો પાયો નાંખનારા પૈકીના એક સુકાની હતા. ભાજપમાં સત્તા મેળવવા માટે થયેલા શંકરસિંહ બાપુના હજુરીયા અને ખજુરીયાકાંડ સામે ફકીર ચૌહાણે દુઃખ વ્યક્ત કરવા સાથે કેશુુબાપાની આગેવાનીમાં બનેલ ‘જીપીપી’ ગુજરાત પરિવર્તન પાર્ટીની રચનાને પણ અપરિપકવ ગણાવી હતી.આ બધાની વચ્ચે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કુટનીતિની સરાહના કરી હતી. પરંતુ ગુજરાતમાં ભાજપની મજબૂત ઇંટ મૂકવા માટે સહભાગી બનવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવા માટે ગૌરવ અનુભવ્યું હતું.
સુરત શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે અચાનક રન વે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળી હતી. રન વે નજીક આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું.
આગ લાગી તે સમયે રન વે પર એક ફલાઈટ હતી અને ટેક ઓફ થાય તે પહેલા જ ઘટના બની હતી. આગના કારણે ફ્લાઈટ અને હેલિકોપ્ટર સર્વિસને અસર થઈ હતી. 3 ફ્લાઇટ અને હેલિકોપ્ટરને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઈટ એરપોર્ટના રનવે પર હતી અને આગની ઘટના બનતા તે ટેક ઓફ કરી શકી ન હતી. ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું જોકે તેને હજીરા હેલીપેડ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેન્ચુરાની ફ્લાઈટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. રનવે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઈ શકે નહીં. જેના પગલે ત્યારબાદ આવતી 3 ફ્લાઈટને પણ અસર પહોંચી હતી.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, દોઢ વાગ્યા આસપાસ ઓપરેશનલ એરિયામાં ઘાસવાળા વિસ્તારમાં આગ લાગી હતી. આગ બર્ડ હિટથી બચવા માટે વપરાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કના કારણે લાગી હતી. રનવે સુધી આગ ન ફેલાય તે માટે તત્કાલ પગલાં લઈ રનવે પોણા ત્રણ વાગ્યા સુધી બંધ રાખવો પડ્યો હતો.