ગુજરાતમાં કોરોનાને કહેર વરતાય રહ્યો છે. પાછલા ઘણા સમયથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં પણ કોરોના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશનું સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય બની ચૂક્યું છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધવમાં આવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આરોગ્ય સુવિધાઓ અને નિયંત્રણના પગલાં વધુ મજબૂત કર્યા છે. નાગરિકોને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
કેરળ પછી ગુજરાતમાં સૌથી વધુ કેસ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની દ્રષ્ટિએ કેરળ 1,184 કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત 912 કેસ સાથે બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળ 747 કેસ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલા કેસોમાંથી અડધાથી વધુ અમદાવાદના છે, જ્યારે અમદાવાદમાં ગત 24 કલાકની વાત કરવામાં આવે તો, એક દિવસમાં 39 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જે બાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 589 સુધી પહોંચી છે.
અમદાવાદમાં કેસોનો ઉછાળો અમદાવાદમાં 589 એક્ટિવ કેસમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી મોટાભાગના બીજા રોગો સાથે પણ સંકળાયેલા છે, પરંતુ તેમની તબિયત સુધરી રહી છે. કોઈ પણ અણધારી પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્ય સરકારે હોસ્પિટલોને ઓક્સિજન બેડ અને ઇન્ટેન્સિવ કેર યુનિટ તૈયાર રાખવા સૂચના આપી છે,
ગુજરાતમાં એક જ દિવસમાં 134 નવા કેસ નોંધાયા, પરંતુ 134 દર્દીઓ સાજા પણ થયા. જાન્યુઆરીથી 20 જૂન સુધી રાજ્યમાં કુલ 2,371 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાતાં તાત્કાલિક તબીબી સલાહ લેવા જણાવ્યું છે.
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને વિધવાઓ, વૃદ્ધો અને અપંગ લોકોના પેન્શનમાં વધારો કર્યો છે. સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, આ લોકોને હવે દર મહિને 1100 રૂપિયા મળશે. પહેલા તેમને દર મહિને 400 રૂપિયા મળતા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ નિર્ણયની જાહેરાત કરી છે.
જુલાઈ મહિનાથી વધેલું પેન્શન મળશે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, જુલાઈ મહિનાથી બધા લાભાર્થીઓને વધેલા દરે પેન્શન મળશે. આ સાથે, સીએમ નીતીશે એવી પણ જાહેરાત કરી છે કે આ રકમ મહિનાની 10 તારીખ સુધીમાં બધા લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જશે. બિહાર સરકારના આ નિર્ણયથી 1 કરોડ 9 લાખ 69 હજાર 255 લાભાર્થીઓને ઘણી મદદ મળશે.
ખરેખર, બિહારમાં થોડા મહિનાઓ પછી ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં, નીતીશ સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ બિહાર સરકારે રોજગાર સર્જન અને વિકાસ માટે ઘણા નિર્ણયો લીધા હતા.
બિહાર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર એક નજર
રોજગાર સર્જન સરકારી શાળાઓ માટે કુલ 3,921 નવી જગ્યાઓ બનાવવામાં આવી છે, જેમાં 2,859 મુખ્ય શિક્ષક અને આચાર્ય પદનો સમાવેશ થાય છે. આરોગ્ય સેવાઓ સુધારવા માટે, 20 હજારથી વધુ નવી જગ્યાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનમાં કૃષિ વિભાગમાં લગભગ 2,590 ક્લાર્ક ગ્રેડની જગ્યાઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટરોની 35 નવી જગ્યાઓ માટે મંજૂરી આપવામાં આવી છે. એકંદરે, 27,000 થી વધુ જગ્યાઓ પર નિમણૂકનો માર્ગ મોકળો થયો છે.
ઉદ્યોગ
બિહાર લઘુ ઉદ્યોગ યોજના હેઠળ, ગરીબ પરિવારોને પોતાનો નાનો ઉદ્યોગ શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય બેરોજગારી દર ઘટાડવાનો છે.
ઔદ્યોગિક વિકાસ: ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર વિકસાવવાની અને ભાગલપુરના પીરપૈંટી ખાતે 2400 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ
ચોથા કૃષિ માર્ગ નકશા હેઠળ, ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે વધુ સારું બજાર મળી શકે તે માટે કૃષિ માર્કેટિંગ નિયામકની રચના કરવામાં આવી છે.
“દરેક ખેતરને સિંચાઈ પાણી” હેઠળ, બીજ વિતરણ માટે મુખ્યમંત્રી ખાનગી ટ્યુબવેલ યોજના અને મુખ્યમંત્રી ઝડપી બીજ વિસ્તરણ યોજના ચલાવવામાં આવી રહી છે.
“પહેલા આવો, પહેલા સેવા આપો” યોજના હેઠળ, ખેડૂતોને શાકભાજીના ઉત્પાદન માટે 80% સુધીની સબસિડી આપવામાં આવશે.
માળખાગત સુવિધાઓ અને વિકાસ
એક્સપ્રેસ વેનું નિર્માણ: પટનાથી પૂર્ણિયા, બક્સરથી ભાગલપુર અને બોધગયાથી દરભંગા સુધીના નવા એક્સપ્રેસવેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
એરપોર્ટ: પૂર્ણિયા એરપોર્ટથી ટૂંક સમયમાં ફ્લાઇટ્સ શરૂ કરવાની અને રાજગીર અને રક્સૌલમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની યોજના છે. આ ઉપરાંત, વાલ્મીકિનગર, મુંગેર અને સહરસા જેવા શહેરોમાં નાના વિમાનો માટે ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવશે.
શહેરી વિકાસ: ઔરંગાબાદના જામહોર અને પૂર્વ ચંપારણના મધુબનને નગર પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપરાંત, પટનામાં ત્રણ ફાઇવ-સ્ટાર હોટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી હતી. તેનું કેન્દ્ર જમીનથી 35 કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું.
ઇઝરાયેલ સામે ઇરાનના યુદ્ધ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે ઇરાનમાં કઇક એવું થયું જેને નવી થિયરીને જન્મ આપ્યો છે. ઇરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ અટકળો લાગી રહી છે કે ઇરાને કોઇ પરમાણુ પરીક્ષણ તો નથી કરી નાખ્યું. આ ભૂકંપ 20 જૂને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.19 વાગ્યે આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના પરમાણુ ઠેકાણાને ખતમ કરવાની સોગંધ ખાધી છે.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતમાં એક નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં 2,000 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાતમાં યોગ દિવસે વિશ્વ રેકોર્ડ બન્યો તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ આપી છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે વડનગરના મનોહર શર્મિષ્ઠા તળાવ પર 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કર્યું, જેનાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ભુજંગાસન કરોડરજ્જુની સુગમતામાં સુધારો કરે છે, પીઠને મજબૂત બનાવે છે અને ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે. ગુજરાતના લોકોને આ વિશ્વ રેકોર્ડ માટે અને સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની તમારી વધતી સભાનતા માટે અભિનંદન’
હર્ષ સંઘવીએ પણ ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી આના પર રાજ્ય ગૃહ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં 2,000 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ અદ્ભુત સિદ્ધિ પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીની અતૂટ પ્રેરણા અને સ્વ-ઉપચાર અને સર્વાંગી સુખાકારીના માર્ગ તરીકે યોગને અપનાવવાના લોકોના સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થાએ એર ઈન્ડિયાને કહ્યું કે, તે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનના કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે. આ આદેશ 12 જૂને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં 270થી વધુ લોકોના મોત નિપજ્યા હતાં.
શું હતી ઘટના? અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત નિપજ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલમાંથી 202 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 160 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ અને 1 કેનેડિયનનો સમાવેશ થાય છે.
ત્રણ અધિકારીને બરતરફ કરવાનો આદેશ આ દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન, DGCAએ એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવા જણાવ્યું છે. DGCAએ સુરક્ષાના ઉલ્લંઘનોની ગંભીરતાને ધ્યાને રાખીને એર ઈન્ડિયાને આદેશ કર્યો છે કે, આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આખું વિશ્વ કોઈક પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં યોગ આપણને શાંતિની દિશા આપે છે. વિશાખાપટ્ટનમથી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે 21 જૂને ૧૧મી વખત આખું વિશ્વ સાથે મળીને યોગ કરી રહ્યું છે અને યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તે જોવું અદ્ભુત છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસને માન્યતા આપવા સુધીની સફરને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પછી શક્ય તેટલા ઓછા સમયમાં વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.
તેમણે કહ્યું કે વિશ્વમાં યોગનો ફેલાવો કરવા માટે, ભારત આધુનિક સંશોધન દ્વારા યોગના વિજ્ઞાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે અને દેશની મુખ્ય તબીબી સંસ્થાઓ યોગ પર સંશોધનમાં રોકાયેલી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતનો પ્રયાસ છે કે યોગના વૈજ્ઞાનિક પાસાને આધુનિક તબીબી પ્રણાલીમાં સ્થાન મળે.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વર્ષના દિવસની થીમ, “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”, યાદ અપાવે છે કે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિશ્વ કેવી રીતે એક સાથે આવે છે. તેમણે કહ્યું કે યોગ એ કોઈપણ વ્યક્તિને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે સક્ષમ બનાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે અને સમુદાયોમાં સુખાકારી અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
વિશાખાપટ્ટનમમાં આજે મનોહર દરિયાકાંઠે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. આ કાર્યક્રમમાં લગભગ 2.42 લાખ લોકોએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડ દ્વારા ફ્લાય-પાસ્ટ અને ૪૫ મિનિટનો યોગ સત્રનો સમાવેશ થતો હતો.
“વિશાખાપટ્ટનમના આરકે બીચથી ભીમુનીપટ્ટનમ સુધીના મનોહર દરિયાકિનારા સાથે 28 કિલોમીટરના પટ્ટામાં ફેલાયેલા, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ યોગ ઉત્સાહીઓ – અનુભવી સાધકોથી લઈને પહેલી વાર ભાગ લેનારાઓ – એકતાનું એક અદ્ભુત પ્રદર્શન કરીને, તેઓએ ખુલ્લા વાતાવરણમાં એકસાથે યોગ કર્યા, જેનો હેતુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના પ્રકારના સૌથી મોટા મેળાવડામાં સ્થાન મેળવવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સામાન્ય યોગ પ્રોટોકોલને અનુસરીને 45 મિનિટનો યોગ સત્ર યોજાયો હતો.
આજે વહેલી સવારે, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ લોકોને એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની ભાવનામાં યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવા હાકલ કરી હતી અને એક મહિના સુધી ચાલતા યોગાંધ્ર અભિયાનને સફળતાપૂર્વક ચલાવવા બદલ આંધ્રપ્રદેશ સરકારને અભિનંદન આપ્યા હતા, જેમાં લગભગ બે કરોડ લોકોને સામાન્ય યોગ પ્રોટોકોલમાં તાલીમ આપવામાં આવી હતી.
દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, અેડમીની સ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યકિતઓને વિશેષ ફાયદો, ઉલટી, ઉબકી ની સમસ્યા રહે.
મીનઃ
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય. તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતા પૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.
જુના નિયમો મુજબ NOC આપ્યું અને નવા નિયમ મુજબ નોટિસો ફટકારી; એરપોર્ટના રન-વેના વાસ્તવિક અને હયાત સ્થળની સ્થિતિ અંગે વિરોધાભાસ
સુરત એરપોર્ટના પ્રમાણિત નક્શામાં રન-વેનું વાસ્તવિક સ્થળ ૧૩૩ મીટર દૂર દર્શાવાયું છે, હાઈરાઈઝ બિલ્ડિંગોનું અંતર માપવામાં આવે તો આસમાન-જમીન જેટલો તફાવત દેખાઈ આવે
હાઈરાઈઝ બિલ્ડિંગોના બાંધકામ તોડવાના થશે તો સરકારે લગભગ ૩૦૦૦ કરોડનું વળતર ચૂકવવું પડશે અને ફ્લેટધારકોએ લીધેલી ૨૦૦૦ કરોડની લોન ડિફોલ્ટ થવાનો ભય
સુરત એરપોર્ટ નજીકના ૧૨૧ હાઈરાઈઝ્ડ બિલ્ડિંગના મુદ્દે એરપોર્ટ ઓથોરિટી અને ત્યારબાદ મહાપાલિકા, કલેક્ટર વગેરે ઓથોરિટીએ આપેલી નોિટસો અને બિલ્ડિંગો તોડી પાડવાનો ભય ઊભો કરવા પાછળ ‘આંધળે બહેરું કુટવા’ જેવો ઘાટ થઈ રહ્યો છે. હકીકતમાં સમગ્ર વિવાદ ઊભો થવા પાછળ એરપોર્ટ ઓથોરિટીની ગણતરીની ભુલ કારણભૂત ગણી શકાય, પરંતુ હવે આ ભૂલ કોણ સ્વીકારે એ મહત્ત્વનો પ્રશ્ન છે. હાલના તબક્કે સમગ્ર પ્રકરણ હાઈકોર્ટમાં પેિન્ડંગ છે, પરંતુ કારણ વગર માનસિક યાતના ભોગવતા બિલ્ડિંગમાં રહેતા પરિવારો અને બિલ્ડર્સ ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે.
વળી આ રજૂઆતો માત્ર કહેવા પૂરતી રજૂઆતો નથી, બલ્કે પુરાવારૂપ દસ્તાવેજો સરકાર અને સિવિલ એવિએશનના વખતોવખતના પરિપત્રો અને બનાવાયેલા નિયમોને ટાંકીને તર્કબદ્ધ રજૂઆતો કરી રહ્યા હોવાથી એરપોર્ટ ઓથોરિટીને પણ પોતે કરેલી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. હકીકતમાં વાસ્તવિક સ્થિતિની નિયમો અને માપદંડના આધારે સમીક્ષા કરવામાં આવે તો એકપણ બિલ્ડિંગની ઊંચાઈ વિમાનના આવા-ગમન માટે અવરોધ બનતી નથી. પરંતુ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ અભ્યાસ કરવામાં કાચું કાપ્યું હોવાનું હાલના તબક્કે લાગી રહ્યું છે. કારણ કે, બિલ્ડિંગના બાંધકામને NOC આપતી વખતના માપદંડ અને હાલના એટલે કે નોિટસો આપતા સમયના માપદંડ અલગ અલગ છે.
મૂળ મુદ્દો વિમાનના ઉતરાણ વખતના ‘થ્રેશહોલ્ડ’ પોઈન્ટનો છે. ‘થ્રેશહોલ્ડ’ એટલે કે જ્યાં ઉતરાણ વખતે વિમાનનું વ્હીલ સૌપ્રથમ ટચ થઈને વિમાન રન-વે ઉપર આગળ વધે છે. ખરેખર આ પોઈન્ટ એટલે કે ‘થ્રેશહોલ્ડ’ને મૂળ આધાર ગણીને બિલ્ડિંગનું અંતર અને ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટી રન-વેના ‘થ્રેશહોલ્ડ’ પોઈન્ટને આગળ પાછળ કરે છે ત્યારે સ્વાભાવિક બિલ્ડિંગનું અંતર અને ઊંચાઈના માપદંડમાં ફેરફાર થવાના જ. આના માટે બિલ્ડર્સ કે બિલ્ડિંગમાં રહેતા સભ્યોને દોષિત ગણી શકાય નહીં.
ઉદાહરણરૂપ દિલ્હી એરપોર્ટના ‘થ્રેશહોલ્ડ’ને ફિક્સ કરી દેવાયો હોવાથી એરપોર્ટ નજીકના વિસ્તારના બિલ્ડિંગોની હાઈટને લઈને વિવાદ થતો નથી. આવું જ દેશના અન્ય મહાનગરોમાં પણ છે, પરંતુ એકમાત્ર સુરતમાં પાછલાં ઘણાં વર્ષોથી સુરત એરપોર્ટ અને ફરતેના હાઈરાઈઝ્ડ બિલ્ડિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કારણ વગર બિલ્ડર્સ ઉપરાંત હાઈરાઈઝ્ડ બિલ્ડિંગમાં રહેતા પરિવારો માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. વળી એરપોર્ટ ઓથોરિટીએ માત્ર નોિટસો આપીને આગળની કાર્યવાહી કરી નથી. બિલ્ડિંગોનું નડતરરૂપ બાંધકામ તોડી પાડવું હોય તો એરપોર્ટ ઓથોરિટીએ ફ્લેટ માલિકોને વળતર ચૂકવવું પણ અનિવાર્ય છે. કારણ કે, એરપોર્ટ નજીક બંધાયેલા બિલ્ડિંગ તમામ પ્રકારની કાયદેસરની મંજુરી મેળવીને બંધાયા છે. લગભગ તમામ બિલ્ડિંગોના મહાનગરપાલિકા અને સુરત વિકાસ સત્તામંડળ એટલે કે ‘સુડા’ની મંજૂરી ઉપરાંત એરપોર્ટ ઓથોરિટીનું NOC અને અને મહાપાલિકાનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એટલે BU મેળવીને વસવાટ શરૂ કર્યો છે, પરંતુ હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટીને ૧૨૧ બિલ્ડિંગના હાઈરાઈઝ્ડ બાંધકામો નડતરરૂપ લાગી રહ્યાં છે ત્યારે ફરી એક વખત એરપોર્ટ ઓથોરિટીએ કરેલી સમગ્ર પ્રક્રિયાને ચકાસી જવાની જરૂર છે.પ્રાથમિક તારણો મુજબ જુના રૂલ્સ ૨૦૦૪થી ૨૦૧૪ મુજબ બાંધકામોને NOC આપવામાં આવ્યું છે. જ્યારે ૨૦૧૫ના નવા નિયમ મુજબ NOCનું મૂલ્યાંકન કરીને નોિટસો આપવામાં આવી છે. સરકારી ગેજેટમાં સુરત એરપોર્ટના ARPની વેલ્યુ ૬ મીટર હોવા છતાં સર્વે ૮.૯ મીટર ગણીને નોટિસો આપવામાં આવી છે. વળી નિયમ મુજબ દર વર્ષે સર્વે કરવો જરૂરી હોવા છતાં ૯ વર્ષ પહેલા ૨૦૧૬ના વર્ષમાં સર્વે કરાયો હતો.સૌથી ગંભીર બાબત તો એ છે કે, સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા NOC આપવા માટે પ્રમાણિત કરાયેલા નક્શામાં રન-વેનું વાસ્તવિક સ્થળ કરતાં ૧૩૩ મીટર દૂર દર્શાવાયું છે. આ બાબત ખૂબ જ ગંભીર ગણી શકાય. રન-વેનું વાસ્તવિક સ્થળ અને હયાત રન-વેની સ્થળ સ્થિતિના આધારે હાઈરાઈઝ્ડ બિલ્ડિંગનું અંતર અને ઊંચાઈ માપવામાં આવે તો આસમાન-જમીન જેટલો તફાવત દેખાઈ આવે. ઉપરાંત ૨૦૧૫ વર્ષ પહેલાનો નક્શો WGS-84 સાથે ઈિન્ટગ્રેટ નહોતો. જ્યારે એરપોર્ટ ઓથોરિટીનો સર્ટિફાઈડ નક્શો જીઓડેટીક નહોતો.
હાઈરાઈઝ બાંધકામ અંગે સિવિલ એવિએશનના િહયિરંગનાં તારણો જોતા ઓબસ્ટેકલમાં આવતી તમામ બિલ્ડિંગો બાંધકામના તે સમયના NOCના નિયમોનું પાલન કરીને બાંધકામ કરાયું હતું. NOCની એકપણ શરતનો ભંગ કરાયો નથી. હવે જ્યારે હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોનો, ઓબ્સ્ટેકલ પ્રશ્ન ઉપસ્થિત થવા પાછળ NOC આપવાની જૂની અને નવી પ્રક્રિયા કારણભૂત ગણી શકાય. જેમાં બિલ્ડર્સ કે બિલ્ડિંગમાં રહેતા પરિવારોનો કોઈ દોષ નથી.આ બધા પ્રશ્નોની વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઇચ્છે તો નવા સુધારેલા કાયદા મુજબ સ્થળાંતર કરાયેલા રન-વે R22 થ્રેશહોલ્ડ (ટચ ડાઉન પોઈન્ટ)ને કાયમી કરી શકાય તેવી સ્થિતિ છે તો આપોઆપ ‘ઓબ્સ્ટેકલ’ અને બિલ્ડિંગના બાંધકામનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરી શકાય.
ઉદાહરણરૂપ તાજેતરમાં દિલ્હી એરપોર્ટના બે રન-વેનું આવી જ રીતે કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડુમસ તરફના ભાગે ONGCની ગેસ લાઈન ઉપર કલવર્ટ બનાવીને પણ રન-વે લંબાવી શકાય. પરંતુ આ એરપોર્ટના વિસ્તરણનો મુદ્દો છે.સુરત એરપોર્ટના એપ્રુવલ થયેલા પ્લાન મુજબ ૩૮૧૦ મીટરનો નવો રન-વે પણ બનાવી શકાય તેમ છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન એસોસીએશન ICAOની માર્ગદર્શિકા અનુસાર ગ્લાઈડપાથ એંગલ બેથી ત્રણ ટકા સુધી લઈ જઈ શકાય તેમ છે.
ખેર, સુરત એરપોર્ટ પ્રારંભકાળથી કોઈક ને કોઈક કારણોસર વિવાદનું કેન્દ્ર બનતું આવ્યું છે. કારણ કે, સુરતને સજ્જડ રાજકીય નેતૃત્વ મળ્યું નથી. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાિટલ સુરત એરપોર્ટના પ્રશ્ને નિવેડો લાવવા ઉપરાંત એરપોર્ટના વિકાસ અને વિસ્તરણ કરાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ કોઈક કારણોસર સી.આર. પાિટલ પણ સુરત એરપોર્ટ માટે જોઈએ એટલા ઉત્સાહિત જણાતા નથી. હવે જ્યારે સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે અને કેન્દ્રમાં મોદી સરકાર છે તેવા સંજોગોમાં સુરત એરપોર્ટનો વિકાસ અને વિસ્તરણ કરવાની ઉમદા તક છે.
એક સમય એવો હતો કે, સુરતમાંથી વિમાન સેવા શરૂ કરવા એરલાઈન્સને એડવાન્સમાં ડિપોઝિટ આપવી પડતી હતી. આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં સુરત એરપોર્ટનું ટ્રાફિક અને ઉડાન બંનેમાં ચોક્કસ વધારો થવાના સંજોગો ઉજળા છે.હાઈરાઈઝ બિલ્ડિંગના મુદ્દે કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો સરકારે બાંધકામો તોડવા માટે ફ્લેટધારકોને વળતર પેટે એક અંદાજ મુજબ ૩૦૦૦ કરોડનું વળતર ચૂકવવું પડે. જ્યારે ફ્લેટધારકોએ બેંકોમાંથી મેળવેલી લગભગ ૨૦૦૦ કરોડની લોન ડિફોલ્ટ થવાની શકયતા નકારી શકાય તેમ છે.આ તમામ બાબતે સુરતના જાણીતા ઉદ્યોગ અગ્રણી રઘુવીર બિલ્ડર્સના શિવલાલ પોંકીયા, હેપી હોમના મુકેશ પટેલ સહિત સાથી બિલ્ડરોએ સુરત એરપોર્ટના સ્થાનિક ઉચ્ચ અધિકારી સમક્ષ વિસ્તૃત અને ઝીણવટભરી રજૂઆત કરી હતી.સ્થાનિક એરપોર્ટ ઓથોરિટીને પણ ક્યાંક ભૂલ થઈ હોવાનો અહેસાસ કરાવ્યો હતો.
ભારતે ફરી એકવાર વિદેશી ધરતી પર પોતાની રાજદ્વારી કુશળતાનો જાદુ બતાવ્યો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે તેહરાનએ પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલીને ભારત સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. તમને જણાવી દઈએ કે ઈરાને ફક્ત ભારત માટે જ પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલવાની જાહેરાત કરી છે. આ પછી, ઓછામાં ઓછા 1000 ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન પરત ફરવાનો માર્ગ મોકળો થયો છે. આને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વની નિશાની માનવામાં આવી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓ આજે રાત્રે તેહરાનથી દિલ્હી પાછા ફરશે ઈરાને ફક્ત ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે. આ પછી, આજે રાત્રે 1,000 વિદ્યાર્થીઓ દિલ્હી પરત ફરશે. ઈરાનના આ પગલાથી તેહરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વાપસી સુનિશ્ચિત થઈ ગઈ છે. બધાએ રાહતનો શ્વાસ લીધો છે. પહેલી ફ્લાઇટ આજે રાત્રે લગભગ 11 વાગ્યે દિલ્હી પહોંચશે. બીજી અને ત્રીજી ફ્લાઇટ શનિવારે પહોંચશે. આમાંથી એક સવારે નવી દિલ્હી પહોંચશે અને બીજી સાંજે.
ઈરાનમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2025 ની શરૂઆત સુધીમાં, કુલ 10,000 ભારતીય નાગરિકો ઈરાનમાં હાજર હતા, જેમાં 6,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, વિદેશ મંત્રાલય અનુસાર, કુલ 10,320 ભારતીય નાગરિકો ઈરાનમાં હાજર હતા, જેમાં 445 અન્ય ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. એટલે કે, કુલ 10,765 ભારતીયો ઈરાનમાં હાજર છે. વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં, લગભગ 6,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં છે. જ્યારે બાકીના અન્ય નાગરિકો છે. તેમાંથી, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ વગેરેની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
ભારતીયો કેમ પાછા ફરી રહ્યા છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વધતી જતી અસરને કારણે ભારતીયોનું વતન ફરી રહ્યું છે. ૧૩ જૂનના રોજ, ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર લગભગ ૨૦૦ ફાઈટર જેટ વડે હવાઈ હુમલા કર્યા. જવાબમાં, ઈરાને અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયલ પર બદલો લીધો છે. ઝડપી અને અનિયમિત મિસાઈલ હુમલા, સાયરનનો અવાજ, વીજળી કાપ અને ઈન્ટરનેટ બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિઓએ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે ચિંતા ફેલાવી છે. દરમિયાન, ભારતે ઈઝરાયલમાંથી પોતાના લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય અને ઈરાનથી વિદ્યાર્થીઓને લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગરીબોના બાળકો અંગ્રેજી શીખે તેવું ઈચ્છતા નથી.’ નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ‘ભારતમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે.’
અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે: રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ અંગ્રેજી બંધ નથી, તે એક પુલ છે. અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે. અંગ્રેજી સાંકળ નથી, તે સાંકળો તોડવાનું એક સાધન છે. ભાજપ-આરએસએસ ગરીબ બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી. તે નથી ઇચ્છતા કે ગરીબ બાળકો અભ્યાસ કરે, સવાલો પૂછે, આગળ વધે અને સમાનતા પ્રાપ્ત કરે. આજના સમયમાં, અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રોજગાર આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ સાથે રાહુલ ગાંધી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, ‘અંગ્રેજી એક હથિયાર છે. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે ગમે ત્યાં એન્ટ્રી કરી શકો છો. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે અમેરિકા, જાપાન અને બીજે ક્યાંય પણ જઈ શકો છો. તમે ગમે ત્યાં કામ કરી શકો છો. જે લોકો અંગ્રેજીનો વિરોધ કરે છે તેઓ નથી ઈચ્છતા કે તમને કરોડો રૂપિયાની નોકરી મળે. તેઓ ઇચ્છે છે કે તમારા માટે દરવાજા બંધ રહે.’
જાણો શું છે વિવાદ એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ‘ભારતમાં ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ પોતાને શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. તમે તમારી સંસ્કૃતિ, ધર્મ અને ઈતિહાસને વિદેશી ભાષામાં સમજી શકતા નથી. આપણા દેશની ભાષાઓ આપણા આભૂષણ છે. વર્ષ 2047માં ભારતને વિશ્વમાં ટોચ પર રાખવામાં આપણી ભાષાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’ કેન્દ્રીય ગૃહમંત્રીના આ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો હતો.