Home Blog Page 371

ઉત્તરાકાશીના કુદરતી કહેરમાં 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા, કુલ 190 લોકોનું રેસ્ક્યૂ કરાયું

0

ઉત્તરાકાશીના ધારાલીમાં થયેલા કુદરતી વિનાશ બાદ અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. 7 ટીમો રાત દિવસ કામગીરી કરી રહી છે. દુર્ઘટનાના દરેક સ્થળે 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે હજૂ પણ 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા છે. અત્યાર સુધીમાં 190 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ભટવારીમાં ધોવાયેલ રસ્તો ખુલ્યો

ઉત્તરાકાશીના ભટવારીમાં વાદળ ફાટવાથી આખો રસ્તો ધોવાઈ ગયો હતો. જે આજે ખુલ્લો છે. આ માર્ગ શરુ થતા ધારાલી જવાનો રસ્તો શરુ થઈ ગયો છે. આ રસ્તો શરુ થતાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બની છે. અગાઉ રસ્તો બંધ થવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ એકમાત્ર વિકલ્પ હતો. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે ભટવારીમાં પડેલી તિરાડને સુધારવામાં મોટી સફળતા મળતા હવે જમીની માર્ગેથી રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.

આજે ધારાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્યનો બીજો દિવસ છે. રસ્તો ખુલતા હવે ધારાલી અને હર્ષિલ પહોંચવું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે ભટવારીમાં હાઈવે ધોવાઈ ગયો હતો. ભારતીય સેનાની 7 ટીમો સતત મોરચા પર તૈનાત છે. રાહત અને બચાવમાં 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે હર્ષિલનું લશ્કરી હેલિપેડ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. 3 સિવિલ હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભટવારી અને હર્ષિલમાં હેલિકોપ્ટર ઉતરાણ સાથે બચાવ કામગીરીમાં વેગ મળ્યો છે. શિનુક, Mi-17 અને ALH હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે.

જમ્મુ કાશ્મીરમાં CRPFનું વાહન ખીણમાં ખાબક્યું, ત્રણ જવાન શહીદ, 12 ઈજાગ્રસ્ત

0

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માતે દેશના સુરક્ષા દળોને ઝઝૂમી દીધા છે. બસંતગઢના કંડવા વિસ્તારમાં CRPFનું વાહન ખીણમાં ખાબકતાં 3 જવાન શહીદ થયા, જ્યારે 12 અન્ય ઈજાગ્રસ્ત થયા. આ ઘટના 7 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે બની, જ્યારે 187 મી બટાલિયનનું વાહન 18 જવાનોને લઈને કંડવાથી બસંતગઢ જઈ રહ્યું હતું. વાહન રસ્તા પરથી ખસીને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાએ સુરક્ષા દળોની સલામતી અને પડકારજનક ભૂપ્રદેશમાં વાહન ચલાવવાની જટિલતાઓ અંગે ચિંતા ઉભી કરી છે.

ઉધમપુરના બસંતગઢના કંડવા વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનામાં CRPF નું વાહન નિયંત્રણ ગુમાવીને ખીણમાં ખાબક્યું હતું. CRPF ની 187મી બટાલિયનના 18 જવાનો આ વાહનમાં સવાર હતા, જે નિયમિત ફરજ માટે કંડવાથી બસંતગઢ જઈ રહ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રારંભિક અહેવાલો અનુસાર, વાહન રસ્તા પરથી ખસીને ઊંડી ખીણમાં પડ્યું હતું. આ ઘટનામાં બે જવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે 12 અન્ય જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલતનું નિરીક્ષણ ચાલી રહ્યું છે.

CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું. ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

સુરત: સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર મુકત કરવા માટે લાંચ માગી હોવાની વાત સામે આવી છે, આરોપી પીએસઆઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જાણો પીએસઆઈએ કેમ માગી લાંચ

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેમાં ગુનાની તપાસ પીએસઆઈ કરી રહ્યા હતા, તે દરમિયાન આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન ઉપર મુકત કરાવી દેવાના આ બાબતે લાંચની માગણી કરી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.

આરોપી :

એમ.જી. લીંબોલા, નોકરી- પી.એસ.આઈ., સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

લાંચની માંગણીની રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

ટ્રેપની તારીખ : તા.૦૬/૦૮/૨૦૨૫

ટ્રેપનું સ્થળ: સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં, સુરત શહેર

ટ્રેપીંગ અધિકારી:

શ્રી એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.

મદદમાં :

શ્રી એ.જે.ચૌહાણ, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા બંને પોલીસ સ્ટેશનની ટીમ

સુપરવિઝન અધિકારી :

શ્રી બી. એમ. પટેલ, ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરા.

પીએમ મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન, SCO સમિટમાં હાજરી આપશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

મોદી અને જિનપિંગ છેલ્લે રશિયામાં મળ્યા હતા

પીએમ મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. 50 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ.

PM મોદીની આ મુલાકાત છે ખાસ

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે.

“અદાણી પોર્ટ્સના નેતૃત્વમાં મોટી બદલાવ લહેર – ગૌતમ અદાણીએ પદ છોડ્યું, હવે માત્ર માર્ગદર્શક ભૂમિકામાં,,,

ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હવે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ જોડાયેલા રહેશે

અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ 5 ઓગસ્ટે બોર્ડ મીટિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. કંપનીના સ્થાપક ગૌતમ અદાણીએ એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ કંપની સાથે જોડાયેલા રહેશે.

કંપનીના આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ભવિષ્ય માટે મજબૂત નેતૃત્વ વિકસાવવાનું અને સંચાલનને વધુ વ્યાવસાયિક બનાવવાનું છે. હવે ગૌતમ અદાણી કંપનીના રોજિંદા કામગીરીના નિર્ણયો લેતા નહિ રહે, પરંતુ વ્યૂહાત્મક માર્ગદર્શન આપતા સલાહકાર તરીકે તેમની ભૂમિકા રહેશે.

કંપનીએ મનીષ કેજરીવાલને ત્રણ વર્ષ માટે નોન-એક્ઝિક્યુટિવ અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ખાનગી રોકાણ અને કોર્પોરેટ માળખાના વિસ્તૃત અનુભવ ધરાવે છે. આ નિયુક્તિ શેરધારકોની મંજૂરી બાદ અમલમાં આવશે.

અદાણી પોર્ટ્સએ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં 6.5%નો નફો નોંધાવ્યો છે, જે ₹3,311 કરોડ થયો છે. કંપનીની કુલ આવક ₹9,126 કરોડ રહી છે, જે અગાઉ કરતાં 31 ટકા વધારે છે. કાર્ગો વોલ્યુમમાં પણ 11%નો વધારો નોંધાયો છે.

અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર છે, જે દેશમાં 15 બંદરો તથા વિદેશમાં 4 બંદરોના સંચાલન સાથે કાર્યરત છે. 1998માં ગૌતમ અદાણીએ કંપનીની સ્થાપના કરી હતી. હાલ કરણ અદાણી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

અચાનક લેવાયેલો દેખાતા આ નિર્ણય પાછળ ગૌતમ અદાણીની વ્યૂહાત્મક દૃષ્ટિ બતાવે છે – તેમનું ધ્યાન હવે સમગ્ર અદાણી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને પારદર્શક ગવર્નન્સ તરફ વધુ કેન્દ્રિત રહેશે.

સોનાની તેજી તૂફાની બની – ઓલ ટાઈમ હાઈ પર ભાવ, હવે શું કરો ખરીદી કે રાહ જુઓ?

0

સોનાની ચમક વધુ તેજ – ભાવ ઓલ ટાઈમ હાઈ પર!

₹24,510નો ઉછાળો, હવે ટાર્ગેટ ₹1.04 લાખ? જાણો કારણો અને આગાહી

6 ઓગસ્ટના રોજ સોનાના ભાવોએ ઈતિહાસ રચ્યો છે. 24 કેરેટ સોનાનો દર 596 રૂપિયાનો ઉછાળો સાથે ₹1,00,672 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે અત્યારસુધીનો ઓલ ટાઈમ હાઈ છે. અગાઉ સોનું ₹1,00,076 સુધી ગયું હતું, પરંતુ આજે તેનો નવા રેકોર્ડ સાથે કિમતી સફરનો એક નવો अध्यાય શરૂ થયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અનુસાર, સોનાની કિંમતોમાં આ વર્ષે અત્યાર સુધીમાં ₹24,510 નો મોટો વધારો થયો છે. જાન્યુઆરી 2025માં 24 કેરેટ સોનાનો ભાવ ₹76,162 હતો, જે હવે સીધો ₹1,00,672 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ચાંદી પણ મોંઘી થઈ છે અને આજે તેની કિંમત ₹1,154ના વધારા સાથે ₹1,13,576 પ્રતિ કિલો થઈ છે.

અહીં ધ્યાન આપવાનું છે કે બજારના વિશ્લેષકોનું માનવું છે કે ભૂ-રાજકીય તણાવ અને યુએસ ટેરિફના કારણોસર સોનાની માંગ સતત વધી રહી છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા અનુમાન આપે છે કે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ₹1,04,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે, જ્યારે ચાંદી ₹1,30,000 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

સોનાની ખરીદી કરતી વખતે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સલાહ એ છે કે હંમેશા BIS હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદવું. દરેક સોનાના પીસ પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) હોય છે, જેના આધારે તેની શુદ્ધતાની ખાતરી મળી શકે છે.

વડોદરામાં ગટરના નાળામાં પડતા 16 વર્ષના કિશોરનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી છે. ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો છે.

આ દરમિયાન રેસ્ક્યુ ટીમની ગાડી પણ રિવર્સ લેતા બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કિશોર શૌચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

એરિઝોનામાં વિમાન દુર્ઘટનામાં 4 લોકોના મોત, યુએસ વિમાન એરપોર્ટ નજીક ક્રેશ થયું

અમેરિકામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન અચાનક ક્રેશ થયું હતું. હવામાં ઉડતું પ્લેન આગનો ગોળો બની ગયું છે. આ ઘટનામાં 4 લોકો જીવતા સળગી ગયા છે. આ દુર્ઘટના ઉત્તરી એરિઝોનામાં નવાઝો નેશનમાં બની હતી. વિમાનમાં 2 પાયલોટ અને 2 હેલ્થકેર વર્કસ હાજર હતા જેમના મોત થયા છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીકક્રાફ્ટ 300 બપોરે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને FAA તપાસ કરી રહ્યા છે. ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

નાવાજો ટ્રાઈબના ચેરમેન બૂ નાયગ્રેને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત વિશે જાણીને તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું, ‘આ એવા લોકો હતા જેમણે બીજાઓને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ નુકસાન ખૂબ જ અનુભવાય છે.’ જિલ્લા પોલીસ કમાન્ડર એમ્મેટ યાઝીએ કહ્યું, “તેઓ ત્યાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કમનસીબે કંઈક ખોટું થયું.”

અમદાવાદ: બોપલમાં મોડી રાત્રે ફાયરીંગ, એક યુવકનું મોત, હત્યા કે આપઘાત?

અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડીરાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા એક વ્યકિતનું મોત નિપજ્યું છે. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું હતું. કલ્પેશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં તપાસ શરૂ થઇ છે.

અમદાવાદના બોપલમાં શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, શેરબજારનું કામ કરતા યુવક પર ફાયરિંગ કર્યુ છે, તો પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ રૂપિયાની લેતીદેતીમાં થયું હોવાની શંકા સેવાઈ રહી છે, યુવક પર ફાયરિંગ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થયું છે, બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

લાલ કિલ્લાની સુરક્ષામાં બેદરકારી: 7 દિલ્હી પોલીસકર્મી સસ્પેન્ડ

0

સ્વતંત્રતા દિવસ પૂર્વે ચાલતી સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન શોધી શકનાર 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લા પર તહેનાત પોલીસકર્મીઓની બેદરકારી સામે કડક કાર્યવાહી કરાઈ છે.

2થી 16 ઑગસ્ટ: લાલ કિલ્લો ‘નોફ્લાય ઝોન’

દિલ્હી પોલીસ કમિશનરે 2થી 16 ઑગસ્ટ દરમિયાન લાલ કિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હોટ એર બેલૂન સહિત તમામ પ્રકારના ઉડતા સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.

ડોગ સ્ક્વોડને નવી તાલીમ

દિલ્હી પોલીસના ડોગ સ્ક્વોડને હવે વિસ્ફોટક શોધતી વખતે શાંતિપૂર્વક પ્રતિક્રિયા આપવા તાલીમ આપવામાં આવી છે. ભસવાની જગ્યાએ હવે કૂતરાઓ પૂંછડી હલાવવી કે હેન્ડલર તરફ જોવાનો ઈશારો કરશે.

પીએમ મોદી 12મી વાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે સતત 12મી વખત સ્વતંત્રતા દિવસે ભાષણ આપશે. તેમણે નાગરિકોને નમો એપ અને MyGov પ્લેટફોર્મ પરથી ભાષણ માટે વિષયો સૂચવવા આમંત્રણ આપ્યું છે.

ગયા વર્ષે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 103 મિનિટનું ભાષણ આપી રેકોર્ડ બનાવ્યો હતો.

વધુ અપડેટ માટે જોડાયેલા રહો: Gujarat Guardian