Home Blog Page 372

સુરતમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, રોજના લાખોનું નશાકાંડ ચલાવતો ગુનેગાર ઝડપાયો

સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું લાખોનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીને આધારે પકડી પાડયો છે. ડ્રગ્સ માફિયા પાસેથી રુપિયા 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણના 16 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી.

બાતમીના આધારે રેડ પાડીરેડ દરમિયાન SOG ના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી આવી હતી. ડ્રગ્સ માફિયા શીવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલાને એસઓજીએ દબોચી લીધો હતો અને હવે ધરપકડની કાર્યવાહી કરી છે. શીવા તેના ઘરમાં ટીવીમાં કેમેરાની લાઇવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ-3 સુધી જ ભણેલો છે. SOG ની PI સહિત 27 માણસોની ટીમ 20 બાઇક પર પંચશીલનગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો.

ઝૂંપડપટ્ટીમાં 3 માળનો બંગલો હતો

શીવાએ ઝૂંપડાઓને વચ્ચે 3 માળનો આલિશાન બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધા જોવા મળી હતી. માફિયાને પોલીસ મોબાઇલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો. જેથી ડ્રગ્સ માફીયાએ પંટરો સાથે વોકિટોકીથી વાત કરતા હતા. આરોપીના ઘર પાસે ભાઠેના બ્રીજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝુંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફીયાએ તેના પન્ટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. જો કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકિટોકીથી એકબીજાને જાણ કરતા હતા. ડ્રગ્સ લેવા આવનાર લોકોને ‘કપડે લેને આયા હૈ…’એવો કોડવર્ડ આપ્યો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ આપવામાં આવતું હતું.

આવી રીતે કરતો હતો વેચાણ

એસઓજીના 27 પોલીસકર્મીઓએ માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલા જ પકડી પાડ્યો હતો. પંચશીલ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની-મોટી મુશ્કેલી વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો. એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું છે. જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો ડ્રગ્સના આ ધંધામાં કોણ-કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ-કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે એમ છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ભોગ બનેલા દિલીપ પઢિયારનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો પાદરા નજીકનો ગંભીરા બ્રિજ 9 જુલાઈની વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો. 110 ફૂટ ઊંચાઈ પરથી 8 થી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબકતાં ભયાનક દૃશ્ય સર્જાયું હતું. આ અકસ્માતમાં 20થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મોત થયું

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ગણપત સોલંકી, દિલીપ પઢિયાર અને રાજુ હાથીયા સારવાર હેઠળ દાખલ હતા. જ્યારે ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ પઢીયારનું અગાઉ બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હવે 28 દિવસથી હોસ્પિટલમાં જીવન માટે લડી રહેલા દિલીપભાઈ પઢિયારનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંક 22 પર પહોંચ્યો છે.

પરિવારમાં શોકની લાગણી જોવા મળી

દિલીપભાઈ પઢિયારનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં શોકની લાગણી સાથે પરિવારજનોના આક્રંદ ગુંજતા જોવા મળ્યા હતા. મૃતક દિલીપભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

સીએમ પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો

0

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામના ખીરગંગામાં અચાનક વાદળ ફાટ્યું. ત્યારબાદ આવેલા પૂરે ભયંકર વિનાશ મચાવ્યો છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ 11 સૈનિકો પણ ગુમ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે આપત્તિ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી પણ હાજર હતા.

આ કુદરતી આપત્તિમાં 50 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ લગભગ 20 મીટર ઊંચો કાટમાળ જમા થયો છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. આનાથી પીડિતો સુધી પહોંચી શકાય છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. તે જ સમયે, 11 સૈન્ય જવાનો ગુમ થયાના અહેવાલ છે.

અમિત શાહે ઉત્તરાખંડના સીએમ ધામી સાથે વાત કરી

આ આપત્તિ અંગે ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું, “ઉત્તરાખંડના ધારાલી (ઉત્તરકાશી) માં અચાનક પૂરની ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ઘટના વિશે માહિતી મેળવી. ITBP ની નજીકની 3 ટીમો ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે, NDRF ની 6 ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં પહોંચીને બચાવ કાર્યમાં જોડાશે.”

દેશના તમામ એરપોર્ટ્સ પર હાઈ એલર્ટ, આતંકવાદી હુમલાની ચેતવણી જાહેર

0

દેશના તમામ એરપોર્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકવાદી હુમલાની આગાહી કરી છે. આને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ 4 ઓગસ્ટના રોજ એક સૂચના જારી કરી છે. આમાં, તમામ એરપોર્ટ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઇંગ સ્કૂલ અને તાલીમ કેન્દ્રોમાં સુરક્ષા વધારવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચેના દિવસો માટે ચેતવણી

BCAS દ્વારા 4 ઓગસ્ટે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકી કે અસામાજિક તત્વો દ્વારા ભારતમાં આવેલ એરપોર્ટ્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ અને ફ્લાઈંગ સ્કૂલ્સમાં હુમલાની શક્યતા છે.

સુરક્ષા માટે કડક પગલાં

  • તમામ એરપોર્ટ્સ પર 24×7 પેટ્રોલિંગ, ખાસ કરીને ટર્મિનલ, પાર્કિંગ, અને પેરિમીટર વિસ્તારોમાં સુરક્ષા વધારવાની સૂચના.
  • સ્ટાફ, વિઝિટર્સ અને કોન્ટ્રાક્ટર્સ માટે ID ચેક કડક કરવામાં આવશે.
  • સીસીટીવી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત અને નિત્ય નિરીક્ષણ હેઠળ હોવી જોઈએ.
  • તમામ કાર્ગો અને મેઇલનું કડક સ્ક્રિનિંગ ફરજિયાત બનાવાયું છે, તેમાં પણ આંતરરાષ્ટ્રીય તેમજ દેશી ઉડાનો સમાવિષ્ટ છે.

બધી એજન્સીઓની સંભવિત હુમલા માટે રણનીતિ તૈયાર

BCAS એ તમામ એરપોર્ટ ડિરેક્ટરોને સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય એજન્સીઓ સાથે સંકલન મજબૂત કરવા અને સંભવિત જોખમના સમયે એકબીજાને સહકાર આપવા સૂચના આપી છે. તે જ સમયે, એરલાઇન, પેસેન્જર, સેવા સમિતિની અલગ-અલગ બેઠકો બોલાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જેથી બધી એજન્સીઓ કોઈપણ સંભવિત હુમલાને ટાળવા માટે યોગ્ય રણનીતિ બનાવી શકે. ઉપરાંત, BCAS પ્રાદેશિક ડિરેક્ટરોને તેમના વિસ્તારોના તમામ એરપોર્ટ પર તાત્કાલિક ખાસ બેઠકોનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે.

RBIનો વ્યાજ દર યથાવત: રેપો રેટ 5.50% પર સ્થિર રાખવાનો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ત્રણ તબક્કામાં રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. ગવર્નર મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની આજે બુધવારે મળેલી બેઠકમાં બેઠકનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર રેપોરેટ 5.50 પર યથાવત રાખવામાં આવ્યા છે.

સંજય મલ્હોત્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે ચોમાસાની સ્થિત વધુ સારી છે. નોંધનીય છે કે 40 ટકા લોકોએ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવશે તેવુ અનુમાન સેવ્યુ હતું.

RBI દ્વારા જારી કરાયેલા મુખ્ય આંકડાઓ પર નજર કરતા જણાય છે કે રેપોરેટ 5.50 પર યથાવત રખાયો છે. જ્યારે SDF દર 5.25 ટકા પર સ્થિર છે. તેમજ MSF દર 5.75 ટકા સાથે પોલિસી વલણ ન્યૂટ્રલ રાખવામાં આવ્યુ છે. નોંધનીય છે કે એમપીસીની બેઠકમાં ન્યૂટ્રલ પર મહદઅંશે ભાર મુકવામાં આવ્યો હતો. એમપીસીના 6 સભ્યોએ દરો યથાવત રાખવાની સંમતિ વ્યક્તિ કરી હતી.

વ્યાજ દરો યથાવત્ રાખવામાં આવતા હાલ હોમ લોન કે કાર લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. RBIનું આ વલણ દર્શાવે છે કે તે સાવધાની સાથે આગળ વધી રહી છે. જ્યાં સુધી અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ અંગેનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી RBI કોઈ ઉતાવળિયા પગલાં લેવા માંગતી નથી. RBIએ આજે કોઈ મોટું આશ્ચર્ય આપ્યું નથી, પરંતુ તેણે ચોક્કસપણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ફુગાવાને નિયંત્રિત કરવા તેમજ વૃદ્ધિ જાળવી રાખવા વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. હવે રોકાણકારો ટેરિફનો મુદ્દો કઈ દિશામાં આગળ વધે છે તેના પર નજર રાખશે.

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 4 લોકોના મોત, 50 થી વધુ લોકો ગુમ

0

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાથી પહાડ પરથી નીચાણવાળા વિસ્તારો તરફ પાણી ખૂબ જ ઝડપથી વહેતું હતું, જેના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાણી સાથે કાટમાળ પણ આવ્યો છે, જેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 50 થી વધુ લોકો ગુમ થવાની માહિતી છે.

ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિમી દૂર છે. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત – સીએમ પુષ્કર સિંહ ધામી

વાદળ ફાટ્યા પછી જોરદાર પાણીના પ્રવાહથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, હવે વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

સુરતમાં નકલી શેમ્પૂ બાદ હવે નકલી તમાકુ-પાનમસાલાનું કારખાનું ઝડપાયું!

સુરતમાં નકલી શેમ્પૂના રેકેટ બાદ હવે નકલી પાન-મસાલાનું મોટું કારખાનું ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવવામાં આવતા હતા. પોલીસે રાત્રિના સમયે ચાલતી આ ફેક્ટરી પર દરોડો પાડી ₹10 લાખના કાચા માલ સાથે એક યુવકની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.

કંપનીની બાતમી પર પોલીસે રેડ કરી નોઈડા સ્થિત ધર્મપાલ સત્યપાલ લિ. (તુલસી, રજનીગંધા બ્રાન્ડના માલિક) દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ આ ડુપ્લિકેશન રેકેટની માહિતી મેળવી હતી. કંપનીના સિનિયર મેનેજર વિનય મલિકની સાથે લસકાણા પોલીસે ડાયમંડનગરની કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં રેડ કરી હતી.

ઓનલાઇન વેચાણથી ભાંડો ફૂટ્યો તપાસમાં જાણવા મળ્યું કે આ ડુપ્લિકેટ પાન-મસાલા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા હતા. કંપનીને જ્યારે આ અંગે શંકા ગઈ ત્યારે તેમણે મોટા પાયે ઓનલાઈન ઓર્ડર આપીને પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે સુરતનું સરનામું શોધી કાઢ્યું હતું.

રાત્રે ચાલતું હતું કારખાનું આ રેકેટનો મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા (રહે. મોટા વરાછા) છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કારખાનામાં નોકરી કરતા રમેશ હરિ ભેસરફાલની ધરપકડ કરી છે. જયેશે કોઈને શંકા ન જાય તે માટે પોતાની બ્રાન્ડ ‘નાઇન્થ રોક’ના ઉત્પાદનની આડમાં રાત્રિના સમયે આ ડુપ્લિકેટ કારખાનું ચલાવતો હતો. તે બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે ખાસ પ્રકારના એસેન્સનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાએ સુરતમાં વધી રહેલા નકલી માલના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

બનાસકાંઠાના થાવર ગામે 7 વર્ષીય દર્દીનું ડિપ્થેરિયાથી મોત થયાની આશંકા

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા કરવામાં આવી છએ. ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે. 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 2017માં લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 5 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા

ધાનેરાના થાવરમાં ગામે 7 વર્ષના બાળકનું ડિપ્થેરિયાથી મોતની આશંકા કરવામાં આવી રહી છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્યની ટીમો થાવર ગામમાં પહોંચી છે. ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. હાલ 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર હકતમાં આવ્યું છે.

ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ

જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે આ બાળકના ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયા છે. જેના રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી.

સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુરાચારનો પ્રયાસ, આરોપીને લોકોએ પકડ્યો

સુરતના અડાજણમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. લોકોએ હવસખોરને પકડી માર મારી પોલીસને સોપી દીધો હતો. અડાજણમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક પ્રોગરામ ચાલતો હતો. બાળકો અહીં આવેલા ગાર્ડનમાં રમવા ગયા હતા. 20 વર્ષના યુવકે 7 વર્ષીય બાળકી સાથે યુવકે લાભ લઈ અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

શહેરમાં સાંજના સમયે બાળકો ગાર્ડનમાં રમતા હતા. ત્યારે પાસે આવેલી કોલોનીમાં રહેતો 20 વર્ષનો જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં આવ્યો હતો. તેણે બાળકીને તું અહીંયા છુપાઈ જા તેને કોઈ શોધી નહીં શકે તેમ કહી દીકરીને ઝાડ પાછળ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી ડરી ગઈ હતી. બાળકી ભાગી પોતાની મમ્મી પાસે પહોંચી ગઈ હતી.

લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપ્યો

બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અડપલા કરનાર જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડને પકડી પાડ્યો હતો. આ બનાવને પગલે બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

0

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન થયું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.