Home Blog Page 353

દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચાર દિવસમાં ત્રીજી વખત ઇમેઇલ આવ્યા

0

દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેઇલ મળ્યા છે. ગુરુવારે સવારે રાજધાનીની ઓછામાં ઓછી છ શાળાઓમાં આવા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેના પછી સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટી ટીમોએ તપાસ શરૂ કરી હતી.

ધમકીઓ મળેલી શાળાઓમાં પ્રસાદ નગરમાં આંધ્ર એજ્યુકેશન સોસાયટી સિનિયર સેકન્ડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર-5માં બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, છાવલામાં રાવ માન સિંહ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર-1માં મેક્સફોર્ટ સ્કૂલ અને દ્વારકા સેક્ટર-10માં ઇન્દ્રપ્રસ્થ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ઇમેઇલ્સમાં લખવામાં આવ્યું હતું કે શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે, ત્યારબાદ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

દિલ્હી: હુમલા પછી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પહેલી વખત આપ્યું નિવેદન

0

બુધવારે સવારે જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા બાદ તેમનું પહેલું નિવેદન આવ્યું છે. સીએમ ગુપ્તાએ તેને ફક્ત તેમના પર હુમલો નહીં, પરંતુ જનતાની સમસ્યાઓના ઉકેલ માટે તેમની પ્રતિબદ્ધતા પર ‘કાયર પ્રયાસ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલા પછી તેઓ આઘાતમાં હતા, પરંતુ હવે સારું અનુભવી રહ્યા છે.

સીએમ રેખાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, આજે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર થયેલો હુમલો ફક્ત મારા પર જ નહીં, પરંતુ દિલ્હીની સેવા અને લોકોના કલ્યાણ માટેના અમારા સંકલ્પ પરનો કાયર પ્રયાસ છે. સ્વાભાવિક રીતે, આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે સારું અનુભવી રહી છું. હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે કૃપા કરીને મને મળવાની તસ્દી ન લો. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ.

મુખ્યમંત્રીએ આગળ લખ્યું, આવા હુમલાઓ ક્યારેય મારી હિંમત અને જનતાની સેવા કરવાના સંકલ્પને તોડી શકશે નહીં. હવે હું પહેલા કરતાં વધુ ઉર્જા અને સમર્પણ સાથે તમારી વચ્ચે રહીશ. જાહેર સુનાવણી અને જાહેર સમસ્યાઓનું નિરાકરણ પહેલાની જેમ જ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેશે. તમારો વિશ્વાસ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત છે. તમારા અપાર પ્રેમ, આશીર્વાદ અને શુભકામનાઓ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મહિનામાં ત્રીજી વખત ધમકીભર્યો મેઇલ મળ્યો

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. હાઈકોર્ટના રજીસ્ટ્રારે સોલા પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ હાથ ધરી છે. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ત્રીજી વખત ધમકી મળી છે.

“સંસદમાં તોફાન: કેન્દ્રના 3 બિલ સામે વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત”

0

નવી દિલ્હીમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આજે એકસાથે ત્રણ મહત્વના બિલ રજૂ કર્યા બાદ તોફાની માહોલ સર્જાયો હતો. ગૃહમંત્રીએ રજૂ કરેલા બિલ મુજબ જો વડાપ્રધાન કે કોઈપણ મંત્રી પાંચ વર્ષથી વધુ સજાના ગુનામાં સળંગ 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને પદ પરથી હટાવી દેવાની જોગવાઈ છે. આ પ્રાવધાનને લઈને વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવતા લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિલને “સત્તાના પૃથક્કરણનો ભંગ” ગણાવી આક્ષેપ કર્યો કે સરકાર કાર્યકારી એજન્સીઓને જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા સોંપી રહી છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ કટાક્ષ કર્યો કે આ બિલથી કોઈપણ મુખ્યમંત્રી કે મંત્રી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરી તેને 30 દિવસ સુધી જેલમાં રાખીને સત્તા છીનવી શકાય છે. તેમણે તેને “સંપૂર્ણપણે બંધારણ વિરોધી” ગણાવ્યું.

કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા ત્રણ બિલમાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલનો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલ નવા કાયદાકીય માળખાને આકાર આપશે અને રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની રહ્યા છે.

સુરત શહેરમાં ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી

સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોચી છે. સુરત શહેરમાં વરસાદી માહોલને લઈને શહેરના વેડરોડ ગુરુકુળ અને કતારગામ, ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 32 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં વરસાદી માહોલને લઈને શહેરના વેડ રોડ ગુરુકુળ ખાતે ભરાયા પાણી હતા. અહી ગુંઠણસમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી.

પાણી ભરાતા લોકોને હાલાકી પડી
આ ઉપરાંત કતારગામ, ડભોલી, વેડરોડ, સીંગણપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અહી રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઉપરાંત શહેરના એ.કે. રોડ સ્થિત ઉમિયાધામ નજીક પણ રોડ પર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી.

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 8 મિ.મી., માંગરોળમાં 45 મિ.મી., ઉમરપાડામાં 29 મિ.મી., કામરેજમાં 53 મિ.મી., સુરત શહેરમાં 32 મિ.મી., ચોરાસીમાં 33 મિ.મી., પલસાણા અને બારડોલીમાં 2 મિ.મી. અને મહુવામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મેઘરાજાનું તાંડવ: મેંદરડામાં 24 કલાકમાં 12.56 ઇંચ વરસાદ, જૂનાગઢમાં પાણીમાં ગરકાવ

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બુધવારે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેંદરડા તાલુકામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મેંદરડામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેંદરડામાં 6 કલાકમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2025, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા વચ્ચે ચાર કલાકના સમયમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 12.56 ઈંચ એટલે આશરે 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગુજરાત પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમો સક્રિય થવાના કારણે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામો બેટમાં ફેરવાય ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. જળાશયો છલકાય રહ્યા છે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 168 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ 11 ઇંચ સુધી વરસાદ પડયો હતો. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું જો કે 10 વાગ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મુંબઈમાં પુલની વચ્ચે મોનોરેલ ફસાઈ, મુસાફરોને બચાવવાના પ્રયાસો ચાલુ

0

મુંબઈના વાશી ગામ વિસ્તાર નજીક મોનોરેલ પુલ પર જ ફસાઈ ગઈ છે. આ કારણે લોકો લગભગ એક કલાક સુધી તેમાં ફસાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોનોરેલ વીજળી પુરવઠાને કારણે બંધ થઈ ગઈ છે. મુંબઈ મેટ્રો વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મૈસુર કોલોની સ્ટેશન નજીક એક મોનોરેલ ટ્રેનને વીજળી પુરવઠામાં નાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અમારી કામગીરી અને જાળવણી ટીમો સ્થળ પર હાજર છે અને શક્ય તેટલી વહેલી તકે તેને સુધારવા માટે કામ કરી રહી છે.

સેવા ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે: મેટ્રો વહીવટીતંત્ર
મેટ્રો વહીવટીતંત્રે એમ પણ કહ્યું હતું કે, “હાલમાં, વડાલા અને ચેમ્બુર વચ્ચે સિંગલ લાઇન પર સેવાઓ સરળતાથી ચાલી રહી છે. અમે તમારા ધૈર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે તમારી સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. ખાતરી રાખો, શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.”

દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ

0

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, આરોપી બૂમો પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને લાફો ઝીંકી દીધો અને ગાળો ભાંડવા લાગ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક
જોકે, બાદમાં પોલીસે તુરંત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ હુમલો કેમ કરવામાં આવ્યો તે વિશેનું કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી.

અન્ય એક પ્રત્યક્ષદર્શી સુરેશ ખંડેલવાલએ કહ્યું, ‘હું અહીં પહોંચ્યો અને તરત જ મુખ્યમંત્રી બહાર આવ્યા. તેમણે લોકો સાથે મળવાનું શરૂ કર્યું. આરોપી તકની રાહ જોઈ રહ્યો હતો અને તક મળતા જ તેણે સીએમ પર હુમલો કરી દીધો. આ લગભગ સવારે 8:05 – 8:10 વાગ્યે બન્યું. પોલીસ તેને લઈ ગઈ…’

દિલ્હીના સીએમઓએ શું કહ્યું
દિલ્હીના સીએમઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો. ઓફિસે જણાવ્યું હતું કે, “આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.” ગુપ્તાને બાદમાં તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીની ઓળખ રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયા (41) તરીકે કરી છે, જેણે રાજકોટનો રહેવાસી હોવાનો દાવો કર્યો હતો. ગુજરાત પોલીસની મદદથી તેના પૂર્વજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન, ત્રણ બોટ ડૂબી, 11 ખલાસી લાપતા

હવામાન વિભાગે ગુજરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. અત્યાર સુધી 3 બોટ ડૂબી ગઈ છે. જ્યારે 11 ખલાસી લાપતા થયા છે. જાફરાબાદની જયશ્રી અને દેવકી બોટ ડૂબી ગઈ છે. ત્યારે રાજપરાની મુરલીધર નામની બોટ ડૂબી ગઈ છે.

અમરેલીના દરિયામાં છેલ્લા બે દિવસમાં ત્રણ બોટે જળ સમાધિ લઈ લીધી છે. 11 ખલાસીઓ દરિયામાં લાપતા બન્યા છે. જેની શોધખોળ ચાલી રહી છે. ખરાબ હવામાનના કારણે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરને રેસ્કયુની કામગીરીમાં ભારે અડચણ નડી રહી છે. ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને અમરેલી જિલ્લાના કલેક્ટર આજે સવારે જાફરાબાદ બંદરે દોડી ગયા હતા.

અમરેલીનો દરિયો છેલ્લા બે દિવસથી રીતસર તોફાને ચડયો છે. ગઈકાલે સાંજ જાફરાબાદની જયશ્રી નામની બોટ અને ઉનાના રાજપરાની મૂરલીધર નામની બોટે જળ સમાધી લીધી હતી. બંને બોટમાં સવાર 18 પૈકી 10 ખલાસીઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. જયારે 8 ખલાસીઓ દરિયામાં હજી લાપતા છે. દરમિયાન આજે સવારે જાફરાબાદની દેવકી નામની બોટ દરિયામાં ડુબી હતી.

આ બોટમાં કુલ 10 ખલાસીઓ સવાર હતા જે પૈકી 7 ખલાસીઓનું સફળતાપૂર્વક રેસ્કયુ કરી નાખવામાં આવ્યું હતુ. જયારે 3 ખલાસીઓ હજી લાપતા છે. બે દિવસમાં અમરેલીના દરિયામાં 3 બોટે જળ સમાધી લીધી છે. જેમાં 11 ખલાસસ્ત્રો દરિયામાં લાપતા છે. ખરાબ હવામાનના કારણે કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરને રેસ્કયુ ઓપરેશનમાં ખૂબજ મુશ્કેલી પડી રહી છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર અમરેલીના જાફરાબાદ બંદરમાં 3 બોટ ડૂબી ગઈ હતી. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર અને MLA હીરા સોલંકી બંદરે પહોચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. MLA અને કલેક્ટરે લાપતા ખલાસીઓ અંગે ચર્ચા કરી છે. જો કે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેથી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ તંત્રએ લોકોને સતર્ક રહી સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.

ધાર્મિક: આજથી જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

0

જૈન ધર્મના મહાપર્વ આજથી પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 8 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે પર્યુષણ પર્વ. જૈન ધર્મના સૌથી મોટા પર્વની શરૂઆત થતા જૈનો દેરાસરમાં જૈન શ્રેષ્ઠીઓ પ્રભુભક્તિમાં લીન થશે. ક્ષમાપનાનો ઉત્સવ એટલે પર્યુષણ કહેવાય છે. આ પર્વમાં જૈન સાધુ સાધ્વી દ્વારા વ્યાખ્યાન આપવા આવે છે. આઠ દિવસ દરમિયાન વધુમાં વધુ ભક્તિ કરવાનું માહાત્મ્ય રહેલુ છે. નાના બાળકોથી માંડી મોટેરા સુધીના સૌ કોઈ લોકો ઉપવાસ, ચોવિહાર, એકાસણું, કરીને પાપોનું પ્રાયશ્ચિત કરે છે.

પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે
પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું ા પર્વ જિનશાસનની પરંપરા છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહ્લિકા ગ્રંથ પર પ્રવચન થાય છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે. આઠ દિવસના પર્યુષણ પર્વમાં 7 દિવસ આરાધનાના છે, આઠમો દિવસ સિદ્ધિનો છે. આ દિવસે સંવત્સરી પ્રતિક્રમણ થાય છે.

1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા
પર્યુષણ અંગે માહિતી આપતા જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે શહેરના 260થી વધુ જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરજી મ.સા, ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્પસૂરીજી, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીજી તેમજ 55 જેટલા જૈનાચાર્ટો. 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા મળી રહી છે. હાલ શહેરના પ્રત્યેક સંઘમાં 8 ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી કઠોર તપશ્રર્યાઓ કરવામાં આવી રહી છે.