HomeOffbeatધાર્મિક: આજથી જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

ધાર્મિક: આજથી જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

Date:

Related stories

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...

PM Modi Birthday 2026: જાણો PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં કેવી થઇ અનોખી ઉજવણી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ...

76મો જન્મદિવસ અને મફત 76 કપ ચા… બિહારના ચા વાળાની અનોખી ઉજવણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો...
spot_img

જૈન ધર્મના મહાપર્વ આજથી પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 8 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે પર્યુષણ પર્વ. જૈન ધર્મના સૌથી મોટા પર્વની શરૂઆત થતા જૈનો દેરાસરમાં જૈન શ્રેષ્ઠીઓ પ્રભુભક્તિમાં લીન થશે. ક્ષમાપનાનો ઉત્સવ એટલે પર્યુષણ કહેવાય છે. આ પર્વમાં જૈન સાધુ સાધ્વી દ્વારા વ્યાખ્યાન આપવા આવે છે. આઠ દિવસ દરમિયાન વધુમાં વધુ ભક્તિ કરવાનું માહાત્મ્ય રહેલુ છે. નાના બાળકોથી માંડી મોટેરા સુધીના સૌ કોઈ લોકો ઉપવાસ, ચોવિહાર, એકાસણું, કરીને પાપોનું પ્રાયશ્ચિત કરે છે.

પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે
પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું ા પર્વ જિનશાસનની પરંપરા છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહ્લિકા ગ્રંથ પર પ્રવચન થાય છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે. આઠ દિવસના પર્યુષણ પર્વમાં 7 દિવસ આરાધનાના છે, આઠમો દિવસ સિદ્ધિનો છે. આ દિવસે સંવત્સરી પ્રતિક્રમણ થાય છે.

1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા
પર્યુષણ અંગે માહિતી આપતા જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે શહેરના 260થી વધુ જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરજી મ.સા, ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્પસૂરીજી, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીજી તેમજ 55 જેટલા જૈનાચાર્ટો. 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા મળી રહી છે. હાલ શહેરના પ્રત્યેક સંઘમાં 8 ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી કઠોર તપશ્રર્યાઓ કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img